Monday, March 10, 2025

ભારતની તમામ જાતો કરતાં વધું ઉત્પાદન આપતી શેરડીની નવી જાત ગુજરાતના કૃષિ...

ગાંધીનગર, 20 ઓગસ્ટ 2020 ગુજરાતમાં 18 જાતની શેરડી ઉગાડવામાં આવે છે. તે વહેલી પાકતી જાત છે. 10થી 12 મહિનામાં તે પાકી જાય છે. વહેલી પાકતી જાતોમાં ગુજરાત શેરડી 3, 4, 5, જીએનએસ 8, કોસી છે. વહેલી પાકતી, પાણી, વજન અને પવનથી ઢળી ન પડે એવી મજબૂત સાંઠો ધરાવતી શેરડીની નવી જાત ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓએ તૈયાર કરી છે. નવ્યા તેનું નામ આપવામાં આવ્યું છે. (ગુજરાત...

તુવેરની નવી જાત જાનકી વિકસાવવામાં આવી, 15થી 30 ટકા વધું ઉત્પાદન આપે છે...

ગાંધીનગર, 19 ઓગસ્ટ 2020 સમગ્ર ગુજરાતમાં ઉગાડી શકાય એવી જાનકી નામની નવી તુવેર જાત બહાર આવી છે. તુવેરની નવી જાત દક્ષિણ ગુજરાત કૃષિ યુનિવર્સિટીના નવસારી કઠોળ અને દિવેલા સંશોધન કેન્દ્રના કૃષિ વિજ્ઞાનીઓએ 2019માં તૈયાર કરી છે. જે હવે વાવવા ભલામણ કરવામાં આવી છે. એન.પી.ઈ.કે.15-14 (જીટી 105 - જાનકી)નું ઉત્પાદન હેક્ટર દીઠ 1829 કિલો પાકે છે. જે અન્ય જાતો ક...

ગુજરાત ભાજપના પ્રમુખ બનતાની સાથે જ તેમના વિસ્તારમાં 114 કરોડના પુલને મ...

ગાંધીનગર, 25 જુલાઈ 2020 ભાજપના નવા પ્રમુખ સીઆર પાટિલ બન્યાને થોડા દિવસમાં જ તેના ક્ષેત્રમાં નવો પુલ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. શું સરકાર લોકો માટે કામ કરે છે કે ભાજપના નેતાઓ માટે ? નવસારી નગરપાલિકા વિસ્તારમાં ૧ર મીટર પહોળા થ્રી લેન રેલ્વે ઓવરબ્રીજ માટે રૂ. ૧૧૪.પ૦ કરોડની મંજૂરી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિલંબ કર્યા વગર આપી છે. જે...

નવસારી જિલ્લામાં કોરોના નિયમોના ભંગ કરનાર 11,759 સામે FIR, એક જ દિવસે ...

નવસારી, કોરોના વાયરસની મહામારી વચ્ચે સંક્રમણને અટકાવવા નવસારી જિલ્લા પોલિસ દ્વારા લોકડાઉનનો ચુસ્ત રીતે અમલ કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તા.22 જુન સુધી નવસારી જિલ્લા પોલીસ દ્વારા આ નિયમોનું ઉલ્લંઘન કરનારા ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી કલમ 188 IPC કલમ 135 ગુજરાત પોલીસ ઍકટ 1951 હેઠળ આજદિન સુધી 11,759 સામે FIR તેમજ 13,217ની અટકાયત કર...

કોંગ્રેસના ધારાસભ્યને ખરીદવા ભાજપના નવસારીના નેતાએ રૂ.200 કરોડની લાલચ ...

વલસાડ, 10 જૂન 2020 ગુજરાતમાં 19 જૂન 2020ના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ભાજપના ઈશારે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી ચૂક્યા છે. કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવા માટે ગુજરાત ભાજપ દ્વારા સામ દામ દંડ ભેદની નીતિ અપનાવવામાં આવી રહી છે. પ્રલોભનો દ્વારા ધારાસભ્યોને તોડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય...

લોકડોવન માં ઘરેલુ હિંસાના વધી રહેલા મામલા, નિવૃત્ત શિક્ષક પત્નિને ત્રા...

નવસારી, નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઍક ગામમાં નિવૃત શિક્ષક અને તેમનો પરિવાર રહે છે. બાળકોના જન્મ પહેલાંથી જ શિક્ષક પોતાની પત્નીને  બીજા કોઇ સાથે સબંધ છે તેવો વહેમ રાખી પત્ની પર અમાનવીય વ્યવહાર કરતો હતો. જેથી તેમની મોટી દિકરી માતાને પોતાની સાથે સાસરીમાં રાખતા હતાં. પરંતુ શિક્ષક દિકરીના સાસરીમાં જઇને પણ ઉત્પાત મચાવતો હતો. આવા રોજબરોજના ઝઘડા...

નવસારી જિલ્લામાં ૧૩,૧૪,૯૧૧ લોકોનો ઘરે જઈને સર્વે કરાયો

નવસારી, કોવિડ-૧૯ વાયરસ સંક્રમણને પગલે નવસારી જિલ્લામાં તા.૨૫/૦૫/૨૦૨૦ના રોજ ૫૦ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં નવસારી- ૦૯, જલાલપોર- ૧૦, ગણદેવી- ૦૯, ચીખલી- ૦૮, ખેરગામ-૦૫ વાંસદા-૦૯ સેમ્પલ લેવામાં આવ્યાં છે. જેમાં અત્યાર સુધીમાં કુલ- ૨૬૫૧ સેમ્પલ લેવામાં આવ્યા છે જે પૈકી ૨૫૫૪ સેમ્પલ નેગેટીવ આવ્યા છે. ૫૦ સેમ્પલના રીઝલ્ટ બાકી છે. જિલ્લામાં આરોગ્ય કર્મચા...

નવસારી જિલ્લામાં લોકડાઉનમાં ૨૪ કલાક કાર્યરત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ

કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઈ નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા મથક સ્થિત ડિઝાસ્ટર મેનેજમેન્ટની કચેરી ખાતે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ફરજ બજાવતા અધિકારી – કર્મચારીઓ  લોકોની  ફરિયાદો – મુશ્કેલીઓના નિરાકરણ માટે કાર્યરત છે. આ કન્ટ્રોલરૂમના ૧૦૭૭ નંબર ઉપર અત્યાર સુધીમાં જિલ્લામાંથી આવેલા ૬૨૬  જેટલા ફોન એટેન્ડ કરી તેની ફરિયાદો સંબ...

નવસારીની કોરોના પોઝીટીવ સગર્ભાઍ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો

નવસારી. તા.૨૮/૦૪/૨૦૨૦ ના રોજ હનુમાન ફળિયા, ટાંકલના રહેવાસી શ્રીમતી રશ્મિબેન જતિનભાઇ પટેલનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો. ત્યારબાદ તેઓને નવસારી કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. તેઅો સગર્ભા હતાં. તેઓની સારવાર તથા સાળસંભાળ કોરોનો વોરિયર્સ દ્વારા કરવામાં આવતી હતી. 1લી મેં રોજ રશ્મિબેને ઍક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો...

સરકારે આપેલા અનાજથી રોટલી બનાવી દુઃખી મહિલાઓને આપી

સરકારે ગરીબોને વિનામુલ્યે અનાજ આપ્યું તો નવસારીની બહેનોએ અડધુ અનાજ દળાવીને તેની રોટલી બનાવી દાનમાં આપી સરકારે ગરીબોને વિનામુલ્યે અનાજ આપ્યુંતો નવસારીની બહેનોએ અડધુ અનાજ દળાવીને તેની રોટલી બનાવી દાનમાં આપી. લોકડાઉનના સમયમાં દરેકને અનાજ સહિત વિવિધ વસ્તુની જરૂર પડતી હોય છે. તેવા સમયે ખાસ કરીને ગરીબોને ભોજનની વ્યવસ્થા થઇ રહે તે માટે સરકારે બીપીએલ કાર્...

નવસારીમાં હાથીપગાના 20 રોગીઓ મળી આવ્યા, ગુજરાતમાં કેટલાં

નવસારી જિલ્લામાં ૨૦ દર્દીઓ હાથીપગા રોગના નોંધાયા છે. રોગ એ ચેપ લાગવાથી થાય છે. એ માટે સ્વયં માવજત તથા જાગૃતિ અનિવાર્ય છે. આ રોગના દર્દીઓ તેમના દર્દમાંથી રાહત મેળવી શકે તે માટે સર્જરી, સ્વમાવજતની તાલીમ માટે જરૂરી સાધન સામગ્રી પૂરી પાડવામાં આવે છે. આ રોગના દર્દીઓની શોધખોળ માટે સર્વેલન્સની કામગીરી કરીને સારવાર વિનામુલ્યે અપાય છે. ઉપરાંત મચ્છર ઉત્પત્તિ...

વેલાવાળા શાકભાજીના વાવેતરની ટ્રેલીઝ મંડપની ૧૧૭૦ અરજીઓ મંજુર

વેલાવાળા શાકભાજી પાકોના વાવેતર માટે ટ્રેલીઝ મંડપની ૧૧૭૦ અરજીઓ મંજુર કરી રૂપિયા ૬૯ લાખની સહાય અપાઈ : કૃષિ રાજ્યમંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર  રાજ્યના ખેડૂતોને નવસારી જિલ્લામાં વેલાવાળા શાકભાજી પાકોના વાવેતર માટે ટ્રેલીઝ મંડપ તૈયાર કરવા તારીખ: ૨૬મી ફેબ્રુઆરી ૨૦૨૦ની સ્થિતિએ કુલ ૨૨૮૨ અરજીઓ મળી હતી. જેમાંથી ૧૧૭૦ અરજીઓ મંજૂર કરીને અંદાજે રૂ.૬૯ લાખથી...

કેસર કેરી પર ખતરો, 10 વર્ષમાં હેક્ટર દીઠ ઉત્પાદકતા ઘટી ગઈ

અમદાવાદ, 08 ફેબ્રુઆરી 2020 સૌરાષ્ટ્રમાં આંબાના બગાચીમાં ભુકીછારાનો ફુગજન્ય રોગ દર વર્ષે આવતો હોવાથી કેસર કેરીના ઉત્પાદન ઘટી રહ્યું છે. છેલ્લાં 10 વર્ષથી રોગચાળો આવી રહ્યો છે. ખેડૂતો વાવેતર વધારી રહ્યાં છે. પણ કેસર કેરીનું હેક્ટર દીઠ ઉત્પાદન ઘટી રહ્યું છે. ગુજરાતમાં વર્ષે રૂ,2 હજાર કરોડની કેરીનો વેપાર છે. જેમાં 40 ટકા હિસ્સો સૌરાષ્ટ્રનો છે. આમ જ્...

ભાજપના સાંસદ સી આર પાટીલનું રાજકારણ વિજલપોરની થપ્પડ સુધી પહોંચ્યું

નવસારીની વિજલપોર નગરપાલિકામાં બબાલ થઇ છે. ભાજપના ઉપપ્રમુખે ભાજપના પ્રમુખ જગદીશ મોદીને થપ્પડ મારવામાં આવી છે. ઉગ્ર બોલાચાલી બાદ ઉપપ્રમુખ સંતોષ પુંડકરે થપ્પડ મારતાં તેની ગુંજ ગાંધીનગર સુધી પહોંચી છે. ભાજપના જ ચૂંટાયેલા સભ્યોએ બળવો કર્યો હતો. વિજલપોર શહેરને નવસારીમાં સમાવવાની ચર્ચા ચાલી રહી હતી. ગળુ પકડી તેમને તમાચા ઝીંકી દીધા હતા. વિજલપોર નગરપાલ...

ભ્રષ્ટાચાર અંગે વન પ્રધાન વસાવા સામે પગલાં નહીં, ફરિયાદી સામે ફરિયાદોન...

વન પ્રધાન ગણપત વસાવાએ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે સોગંદનામું રજૂ કર્યું હતું, તે જોતાં તેમની ભ્રષ્ટાચારની અને અપ્રમાણસર મિલ્કતની વિગતો સ્પષ્ટ થઈ હતી. પ્રધાન વસાવાની કુલ આવક રૃ.1.7 કરોડની સામે ત્રણ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ મળી આવી હતી. પ્રધાન વસાવાની કુલ સંપત્તિ રૃ.77  કરોડથી પણ વધુંની થવા જાય છે. જયારે બેનામી સંપત્તિ રૂ.116 કરોડથી વધ...