મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓ ૨૮મીથી ગાંધીઆશ્રમ ખાતે ૭૨ કલાકના ઉપવાસ કર...
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ચાલતાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ દ્વારા આગામી તા. ૨૮મી જુલાઇથી ગાંધીઆશ્રમ ખાતે ૭૨ કલાકના ઉપવાસ આંદોલન શરૂ કરશે તેમ ગુજરાત મધ્યાહન ભોજન યોજના કર્મચારી મહામંડળ, ગાંધીનગરના પ્રમુખ ચંદનસિંહ વાઘેલાએ જણાવ્યુ છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ૨૮ વર્ષથી અમારું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત હાઇકો...
મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ તા.૨૬મી સુધી બીજા રાઉન્ડની ચો...
વિદ્યાર્થીઓ તા.૨૬મી સુધી બીજા રાઉન્ડની ચોઇસ આપી શકશે : તા.૨૭મીએ સવારે ૧૦-૩૦ કલાકે કોલેજની ફાળવણી કરાશે મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે ચાલતી કાર્યવાહીમાં પહેલો રાઉન્ડ પૂર્ણ કર્યા બાદ ખાલી પડેલી બેઠકો અને EWS કેટેગરીમાં નવી મંજુર થયેલી ૩૬૦ બેઠકોની સાથે ઓલ ઇન્ડિયા કવોટામાં પરત આવેલી ૭૬ બેઠકો સાથે હવે બીજો રાઉન્ડ શરૂ કરી દેવામાં આવ્યો છે. પહેલા રાઉન્ડ...
રાણીપ વોર્ડમાં મ્યુનિ. પ્લોટ પરના દબાણો દુર કરાયા
એએમસી દ્વારા ગુરુવારે શહેરના રાણીપ વોર્ડમાં કોર્પોરેશન માલિકીના આવેલા પ્લોટો પર ઉભા કરવામાં આવેલા દબાણો દુર કરીને ૭૦૫૬ ચો.મી.પ્લોટનો કબજા લેવામાં આવ્યો હતો
નવ વર્ષની ઉંમરે ૧૦૦ થી વધારે ગોલ્ફ ટ્રોફી અને પ્રમાણપત્રો મેળવેલ પલ શિ...
ગુજરાતના ગૌરવસમી જૂનાગઢની નવ વર્ષીય ગોલ્ફર દીકરી પલ શિંગાળાનું ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને માન. કેબીનેટ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા દ્વારા સન્માન નવ વર્ષની ઉંમરે ૧૦૦ થી વધારે ગોલ્ફ ટ્રોફી અને પ્રમાણપત્રો મેળવેલ પલ શિંગાળા ગુજરાતનાં જૂનાગઢની રહેવાસી પલ શિંગાળા ગુજરાતનું ગૌરવ હોવા ઉપરાંત ‘બેટી બચાવો બેટી પઢાવો’ ઝુંબેશનું ઉત્ત...
ચારિત્ર્યહીન ગૌરવ દહીયા ભૂર્ગભમાં ઉતરી ગયો
પરિણીત હોવા છતાં દિલ્હીની યુવતિ સાથે સંબંધો બાંધનારા ચારિત્ર્યહીન આઈએએસ ગૌરવ દહીયા વિવાદમાં ફસાતા ભૂર્ગભમાં ઉતરી ગયો છે. ગાંધીનગરની સેકટર-7 પોલીસે આજે ગૌરવ દહીયાનું નિવેદન નોંધવા માટે સંપર્ક કર્યો હતો, પરંતુ ગૌરવ ઘરે કે ઓફિસમાં ક્યાંય મળ્યો ન હતો. પરિણીત આઈએએસ ઓફિસર ગૌરવ રામપાલ દહીયાએ દિલ્હીની એક યુવતિને પોતાની જાળમાં ફસાવી લગ્નનું નાટક કર્યું હ...
અમપામાં રાજકીય ગોડફાધરની મહેરબાનીના કારણે જુનિયરો પણ સીનીયર પર રાજ કરે...
અમપામાં રાજકીય ગોડફાધરની મહેરબાનીના કારણે જુનિયરો પણ સીનીયર પર રાજ કરતાં જાવા મળે છે. જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ અમદાવાદ મ્યુનિ. કમિશ્નરના પી.એસ.નૈનેશ દોશી છે. આ મહાશય સાત વર્ષ પહેલાં સ્ટેડીયમ વોર્ડમાં આસી.સીટી ઈજનેર તરીકે ફરજ બજાવતા હતાં. ઈજનેર વિભાગની સૌથી નીચી (છેલ્લી) કેડરમાં ફરજ બજાવતા નૈનેશભાઈ દોશીને ડેપ્યુટી ઈજનેર તરીકે બઢતી આપવામાં આવી હતી તથા ...
IAS અધિકારી ગૌરવ દહિયાના લગ્નની અંગત બાબતો 15 દિવસમાં બહાર આવશે
ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયા વિરૂધ્ધ લગ્ન બાબતમાં છેતરપીંડી, વિશ્વાસઘાત તથા ધમકીઓ આપવા અંગેની ફરિયાદ અંગે તપાસ માટે ત્રણ IAS અધિકારીઓ સમેત પાંચ સભ્યોની તપાસ સમિતી નિમવાનો નિર્ણય કર્યો છે. આ તપાસ સમિતિને પોતાનો અહેવાલ સત્વરે રજૂ કરવા પણ સૂચનાઓ આપવામાં આવી છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર જે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. જે 15 દિવસમાં અહેવાલ ...
કીડનીના દરદીઓના ડાયાલિસિસની જવાબદારી ખાનગી સંસ્થાઓને સોંપવા સરકારે ટેન...
ટેન્ડર મેળવવા ખાનગી સંસ્થાઓ ભાવની કોમ્પિટીશનમાં નીચા ભાવ ભરી દેશે, પરંતુ દરદીઓને મળનારી સેવાઓ કે ડાયાલિસિસની ક્વોલિટી કથળી જવાની સંભાવનાઃ ધીરે ધીરે તમામ સેન્ટરોની જવાબદારી ખાનગી કંપનીઓને સોંપી દેવાય તેવી શંકા ગુજરાતમાં 37 સેન્ટર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે, ડાયાલિસિસના સરકાર રૂા.2000 અને દરદીને આવવા જવાના રૂા. 300 ચૂકવે છે. ખાનગી કંપનીઓ ...
વર્ષા ફલેટના બિલ્ડર અને સોસાયટીના ચેરમેન વિરૂધ્ધ અશાંતધારા ભંગનો પોલીસ...
શહેરના પાલડી વિસ્તારમાં બનેલા વર્ષા ફલેટમાં અશાંતધારાનો ભંગ થયો હોવાનો ગુનો પાલડી પોલીસે નોંધ્યો છે. પાલડીના ઈન્ચાર્જ સર્કલ ઓફિસર ડી.આર.શાહે જન કલ્યાણ કો.ઓ. હાઉસીંગ સોસાયટી (વર્ષા ફલેટ)ના ચેરમેન અમીન બરકતઅલી પંજવાણી અને બિલ્ડર નૌશાદ જી. શેખ વિરૂધ્ધ દસ્તાવેજી પૂરાવા સાથે ફરિયાદ આપી છે. પાલડી વિશ્વકુંજ ચાર રસ્તા પાસે રિ-ડેવલપમેન્ટના નામે હિન્દુ સભ...
મેડિકલમાં તમામ 612 આદિવાસી બેઠકો પ્રથમ વખત ભરાઈ
અનુસૂચિત જનજાતિનાં વિદ્યાર્થીઓ MBBS જેવા ઉચ્ચતમ કારકિર્દી ધરાવતા અભ્યાસક્રમોમાં જરૂરી માહિતી નહીં હોવાને પરિણામે પ્રવેશ મેળવી શક્તા નથી. મેડીકલ ક્ષેત્રની પ્રવેશ માટેની NEETની પરીક્ષામાં સારો સ્કોર ન કરી શકવાને કારણે પ્રવેશ મેળવી શક્તા નથી. ૩૦૦ જેટલા કોચીંગ વર્ગો શરૂ કરાયા છે. જેના થકી આ વર્ષે ૬૧૨ અનુસૂચિત જાતિની તમામ મેડીકલ સીટો ભરાઇ છે. આદિજાતિ દુ...
આનંદીબેન કરતાં રૂપાણીએ ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં ઘટાડી દીધા
રાજ્યમાં ભ્રષ્ટાચાર વિહિન શાસન સ્થાપિત કરવાની વાતોમાં ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારમાં તકેદારી આયોગ અને સરકરી વિભાગોમાં ભ્રષ્ટાચાર અંગેની છેલ્લા 5 વર્ષમાં 40,660 ફરિયાદો મળી છે તે દર્શાવે છે કે રાજ્યની પ્રજા ભ્રષ્ટાચારથી પરેશાન છે. ૨૦૧૩માં ૧૦૦૬, ૨૦૧૪માં ૭૨૨, ૨૦૧૫માં ૫૧૧, ૨૦૧૬માં ૪૯૮ અને ૨૦૧૭માં ૪૧૩ કિસ્સાઓમાં ખાતાકીય કાર્યવાહી હાથ ધરવા ભલામણ ક...
સંકટ મોચન યોજના અણધારી આવી પડેલી આફતમાં મદદ
વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરીકાળ દરમિયાન વિવિધ ધારાસભ્યો દ્વારા સંકટ મોચન યોજના સંદર્ભે પૂછવામાં આવેલા પ્રશ્નના પ્રત્યુત્તર આપતા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ૧૫મી ઓગષ્ટ ૧૯૯૫થી અમલમાં આવેલી સંકટ મોચન યોજના અંતર્ગત કુટુંબના મુખ્ય કમાનાર વ્યક્તિના કુદરતી કે અકસ્માતે મૃત્યુથી તેના કુટુંબીજનો પર આવી પડતી અણધારી આફત સમયે તે કુટુંબના સભ્યોને રૂા....
50 હજાર વારસદારની જમીન નોંધ પડે છે
ગુજરાતમાં 50 હજાર અરજીઓ વારસાઈ નોંધ માટે ખેતીની જમીન અંગે આવે છે. જેમાં 90 ટના નોંધ પાડી દેવામાં આવે છે. માતા-પિતાની ગેરહાજરીમાં વારસાઇ હક્ક માટે મહેસૂલ વિભાગે સરળતા કરી છે. વારસાઇ હક્કના કિસ્સાઓમાં માતા-પિતાની ગેરહાજરીની બાબતોથી વારસદારોમાં કૌટુંબિક વહેંચણીમાં સરળતા થાય તે માટે મહેસૂલ વિભાગ દ્વારા તા.૧૪/૦૩/૨૦૧૬ના રોજ બહાર પાડેલા પરિપત્રથી આ બાબતન...
અમદાવાદમાં મકાનોમાં તેજી, 2.10 લાખ દસ્તાવેજો એક વર્ષમાં વધીને 2.32 લાખ...
અમદાવાદ જિલ્લામાં છેલ્લાં ર વર્ષમાં રૂ.૪.૪૧ લાખ દસ્તાવેજોની નોંધણી તથા સ્ટેમ્પ ડ્યૂટીની મળી કુલ ૬૭૨.૧૭ કરોડની નોંધણીની આવક થઇ છે. વિધાનસભામાં વર્ષ ૨૦૧૭-૧૮માં અમદાવાદ જિલ્લામાં ૨,૦૯,૭૪૭ દસ્તાવેજો, વર્ષ ૨૦૧૮-૧૯માં ૨,૩૧,૭૩૮ દસ્તાવેજો મળી કુલ ૪,૪૧,૪૮૫ દસ્તાવેજોની નોંધણી કરાવવામાં આવી હોવાનું જણાવ્યું હતું. વર્ષ ૨૦૧૭-૧૮માં સ્ટેમ્પ ડ્યૂટીની રૂા.૧૭૮૮....
યુનીવર્સીટીને ૨૦૦ કરોડના ટેન્ડરોમાં રસ, સેવામાં નહીં
ગુજરાત યુનીવર્સીટીના ભવનો અને મુખ્ય બિલ્ડીંગમાં વીજપુરવઠો ખોરવાતા તબીબી વિદ્યાશાખા(MBBS) અને ફિજીયોથેરાપીના ૮૦૦ થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને પરીક્ષા દરમ્યાન ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પરીક્ષા સમયે જ વીજળી ગુલ થતા પરીક્ષા આપનાર વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓમાં ચિંતા વ્યાપી હતી. ગુજરાત યુનીવર્સીટીના સતાધીશોને ૨૦૦ કરોડ રૂપિયાના ટેન્ડરોમાં જેટ...

English