Friday, August 14, 2026

જે ધારાસભ્યએ અમદાવાદ શાંત કર્યું, તેને ધમકી કોણે આપી ?

અસામાજીક પ્રવૃત્તિઓનો વિરોધ કરતા ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખ પ્રત્‍યે પૂર્વગ્રહ રાખી ડી.સી.પી. ધર્મેન્‍દ્ર શર્માએ ધમકી સ્‍વરૂપે વાહીયાત આક્ષેપ કરી તેઓની પ્રતિષ્‍ઠા અને રાજકીય કારકિર્દીને હાનિ પહોંચાડી હોઈ તેની યોગ્‍ય તપાસ કરવા માંગણી કરી હતી. તેમણે એક પત્ર પણ લખ્યો છે.  જયભારત સહ જણાવવાનું કે, હું દરિયાપુર વિધાનસભા મતવિસ્‍તારમાં કોંગ્રેસના ધા...

અમદાવાદનું 66 ટાઉનપ્લાનીંગ અદુરૂં, ક્યાં છે સ્માર્ટ સિટી ?

રાજ્‍યના શહેરોમાં ડ્રાફટ ટી.પી. મંજૂર થયા બાદ લાંબા સમય સુધી ફાઈનલ થતી નથી. અમદાવાદ શહેરની ૩૧૦ ડ્રાફટ ટી.પી. મંજૂર થયેલ છે તે પૈકી માત્ર ૧૦૩ ટી.પી. ફાઈનલ થયેલી છે, જ્‍યારે ૨૦૬ ટી.પી. સ્‍કીમ ફાઈનલ થવાની બાકી છે. ગુજરાત નગરરચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૫૧ની જોગવાઈ મુજબ ડ્રાફટ ટી.પી. મંજૂર થયા બાદ બાર માસમાં ટી.પી.ને ફાઈનલ કરવાની હોય છે. જે ...

કરંટ લાગતાં મહેસાણાના લશ્કરના જવાનનું કાશ્મીરમાં મોત થતાં સન્માન

મહેસાણાના ખેરાલુ તાલુકાના કુડા ગામના આર્મીમાં બટાલીયન પ૦૮ માં કાશ્મીરના ગલેસરીયા વિસ્તારની સરહદ ઉપર ફરજ બજાવતા ઠાકોર પ્રવિણજી પ્રધાનજીનું ૧૬.૭.ર૦૧૯ ના રોજ આકસ્મીક કરંટ લાગતાં મોત થયું હતું. તેમનો મૃત દેહ વતનમાં લવાતા મુખ્ય પ્રધાન સહિત લોકોએ શ્રધ્ધાંજલિ આપી હતી. સાંજે પાંચ વાગ્યે ટેન્ટમાં નહાવા માટે ગયા ત્યારે પાણી ગીઝરથી ગરમ થઈ રહેલા પાણીમાં કરં...

13 સાયબર ક્રાઈમ પોલીસ મથક સ્થપાશે

રાજયમાં સાયબર ક્રાઈમને નાથવા માટે ચાર મહાનગરોમાં અને નવ પોલીસ રેન્જમાં નવા સાયબર ક્રાઈમ પોલીસ મથક ઊભા કરાશે તેમ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભામાં જણાવ્યુ હતું. વર્ષ ૨૦૧૯-૨૦ માટે ગૃહ વિભાગની રૂા. ૬,૬૮૭ કરોડની બજેટલક્ષી માંગણીઓ રજૂ કરતા ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે નવી સેવાઓ માટે રૂા. ૭૬૭ કરોડ અને ચાલુ બાબતો માટે વઘારાના રૂા. ૧૪૪ કરોડ...

ગુજરાતમાં બે વર્ષમાં પોલીસ મથકમાં 133ના મોત થયા 

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં કસ્ટોડિયલ ડેથ (પોલીસ સ્ટેશનમાં મોતના) કુલ 133 બનાવો બન્યા છે અને 25 પોલીસ અધિકારી અને કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી વિધાનસભામાં ગૃહ રાજ્ય મંત્રી દ્વારા લેખિતમાં આપવામાં આવી છે. વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા વિધાનસભામાં પ્રશ્નોતરી સમય દરમિયાન સવાલ કર્યો હતો. જે અંગે ગૃહ રાજ્ય મંત્રી પ્...

સર્વોચ્ચ પડતરમાં 58,669 દાવાઓ અનિર્ણિત, જ્યારે ગુજરાતમાં 18 લાખ દાવા પ...

દેશની વિવિધ ઉચ્ચ ન્યાયાલયોમાં 43.55 લાખ દાવાઓ અનિર્ણિત છે જેમાં ગુજરાત વડી ન્યાયાલયમાં 2 લાખ દાવા પડતર છે. વળી નીચલી અદાલતોમાં 16 લાખ અને ગ્રાહક ન્યાયાલયમાં 20 હજાર દાવા છે. 16 લાખ દાવા પડતર 16 ઓગસ્ટ 2018માં ‘તારીખ પે તારીખ' ગુજરાતની વડી અદલતની નીચલી ન્યાયાલયમાં ૧૬ લાખ પડતર દાવા છે. ગુજરાતમાં અમદાવાદમાં એકલા જ ૮૧,૩૬૪ દાવા પાંચ વર્ષથી પણ વધુ સ...

અધિકારીઓ ધારાસભ્યોનું અને પ્રજાનું માન રાખતા નથી  

અધિકારીઓનું ધારાસભ્‍યઓ સાથેનું વર્તન કેવું હોવું જોઈએ, એમના પત્રના જવાબ ક્‍યારે મળવા જોઈએ, એમના પ્રશ્નનું નિરાકરણ કઈ રીતે કરવું જોઈએ, એને અગ્રતા આપવા માટે અનેક પરિપત્રો કરવામાં આવ્‍યા છે પરંતુ સામાન્‍ય વહીવટ વિભાગ અને કેન્‍દ્ર સરકારના પરિપત્રોને પણ આ અધિકારીઓ ઘોળીને પી ગયા હોય તેમ જણાય છે. ધારાસભ્‍યોના પોતાના વિસ્‍તારમાં કોઈ સરકારી કાર્યક્રમ હોય તે...

1996માં જેટલાં કર્મચારીઓ હતા એટલા આજે છે

વર્ષ ૨૦૧૯માં રાજ્‍ય સરકારના કર્મચારીઓની સંખ્‍યા ૫,૪૫,૭૬૭ જેટલી છે, તેમાંથી ૪૪,૩૮૩ કર્મચારીઓ ફીક્‍સ પગારથી, આઉટ સોર્સીંગથી અને કરાર આધારિત છે એટલે સરકારના ફુલ પગારના કર્મચારીની સંખ્‍યા ૫,૦૧,૩૮૪ છે. ૧૯૯૬માં કોંગ્રેસની સરકાર હતી ત્‍યારે રાજ્‍યમાં કર્મચારીઓની સંખ્‍યા ૫,૧૧,૦૦૦ની હતી અને ત્‍યારે ગુજરાતની વસ્‍તી અંદાજે ૩ કરોડ જેટલી હતી. આજે વસ્‍તી ૬ કરોડ ...

સરકાર બનાવવાની ભેટ, શહેરી વિસ્તારના ૪૦ ધારાસભ્યોને વધુ ૨ કરોડ અપાયા

ગુજરાતમાં ભાજપની સરકાર લાવવામાં શહેરી પ્રજાએ ભાજપના ધારાસભ્યોને ચૂંટીને મોકલ્યા છે. શહેરો ભાજપના બની જતાં હવે શહેરના ધારાસભ્યોને રોડ બનાવવા માટે દરેકને રૂ.2 કરોડ આપવાની જાહેરાત ભાજપની ગુજરાત સરકારે કરી છે. માર્ગ અને મકાન પ્રધાન  નીતિનભાઇ પટેલે શહેરી વિસ્તારના ૪૦ ધારાસભ્યઓને વિકાસ કામો માટે રૂ.૨ કરોડની મહત્વપૂર્ણ જાહેરાત માર્ગ - મકાનના અંદાજપત્રન...

ગાંધીનગરમાં 312 કરોડના કર્મચારીઓને રહેવા 12 ટાવર

રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે કર્મચારીઓને આવાસની સુવિધા પુરી પાડવા અને વિવિધ વિકાસના કામોની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંદાજપત્રમાં રૂ.૩૧૨ કરોડની ફાળવણી કરાઇ છે. ગાંધીનગરમાં રાજ્ય સરકારની વિવિધ કચેરીઓમાં કામ કરતાં અધિકારી-કર્મચારીઓને આધુનિક સુવિધાઓ સાથેના છ-ટાઇપના આવાસોના નિર્માણ માટે રૂ.૧૩૧.૫૦ કરોડની અંદાજીત રકમથી ૫૬૦ સરકારી આવાસોના ૨૦ ટાવરનું બાંધકામ ક...

ગામડાની સડક બનાવવા રૂ.10 હજાર કરોડ !

વિધાનસભા ખાતે માર્ગ-મકાન વિભાગનું રૂ.૧૦ હજાર કરોડની યોજના જાહેર કરવામાં આવી હતી. ગ્રામ સડક યોજના જાહેર કરી છે જે હેઠળ ૩૪૦૦૦ ગામો અને પરાઓને આવરી લેવાશે. આ યોજના હેઠળ ત્રણ વર્ષમાં રૂ.૧૦૨૪૩ કરોડ મંજૂર કરાયા છે આ માટે વર્ષ ૨૦૧૯-૨૦ માં રૂ.૨૫૬૯.૪૧ કરોડની જોગવાઇ પણ કરાઇ છે. આ યોજના હેઠળ રાજ્યમાં રૂ.૬૯૫૦ કરોડના ૧૯૬૩૦ કિ.મી. લંબાઇના ૭૩૧૬ રસ્તાના કામો પૂર્ણ...

શહેર બાદ હવે ગામડાંના ગેરકાયદે બાંધકામો કાયદેસર કરાશે

સરકારી માલિકીની પરંતુ વર્ષોથી ઘર, વાડાં અને અન્ય રહેણાાંક પ્રવૃત્તિ માટે કબજે લેવાયેલી જમીન, સોસાયટી કે સૂચિત રહેણાંક સ્થળોને નિયમિત (રેગ્યુલરાઇઝ) કરવા માટે રેવન્યૂ કાયદામાં ધરમૂળથી ફેરફાર છેલ્લા ૩ વર્ષમાં કર્યો છે.  આ પ્રકારની જમીનો પર થતી હૂંસાતૂંસી અને કાયદેસરની પ્રક્રીયાને કારણે ઉદ્દભવતા ઘર્ષણો ટાળવા માટે રાજ્યમાં સરકારી માલિકીની કે અન્ય કોઇ...

બે લાખને બાંધાલા પગારથી નોકરી આપી કાયદાઓનો ભંગ

બે લાખ જેટલા યુવાનોએ સરકારી નોકરી માટે વર્ષો સુધી સંઘર્ષ-મહેનત કર્યો. સરકારે તેમને વર્ષ ૨૦૦૬થી નોકરી તો આપી પરંતુ ફીક્‍સ પગારથી. ૨૦૧૨માં નામદાર કોર્ટે ‘સમાન કામ, સમાન વેતન'નો ચુકાદો આપ્‍યો અને ફીક્‍સ પગાર પ્રથા ગેરબંધારણીય છે તેમ જણાવ્‍યું, છતાં આ ભાજપ સરકાર નામદાર કોર્ટના ચુકાદાને પણ ઘોળીને પી ગઈ અને સુપ્રિમ કોર્ટમાં ગઈ. ઉદ્યોગપતિઓને કરોડો રૂપિયાન...

સનદી અધિકારીઓની તંગી છતાં ગુજરાત બહાર લઈ જવાયા

રાજ્‍યમાં આઈ.એ.એસ. અધિકારીઓની જગ્યા ૩૧૩ છે, તેની સામે ૬૫ જેટલી જગ્‍યાઓ ખાલી છે. ૨૧ જેટલા સક્ષમ અધિકારીઓને રાજ્‍ય બહાર પ્રતિનિયુક્તિ પર મૂકવામાં આવ્‍યા છે. ૩૧૩માંથી ૨૨૭ જેટલા અધિકારીઓ વહીવટી પ્રક્રિયાની જવાબદારી લઈ રહ્‌યા છે, એટલે લગભગ ૩૦% જેટલી જગ્‍યાઓ ખાલી છે. અધિકારીઓની ઘટ હોય અને વધારામાં ગુજરાત બહાર મૂકવામાં તો એની વહીવટ ઉપર ખૂબ મોટી અસર પડે છે...

રૂ.૧,૮૦૦ કરોડનું મજૂરોનું ફંડ રેનબસેરા માટે વાપરો

ગુજરાતમાં બાંધકામ સહિત અન્‍ય વ્‍યવસાય સાથે જોડાયેલાં આદિવાસી મજૂરો રોજગારી માટે જીલ્લામાંથી સ્‍થળાંતર કરી અમદાવાદ જેવા શહેરોમાં જાય છે. ખાસ કરીને દાહોદ, સાબરકાંઠા, પંચમહાલ, છોટા ઉદેપુર જેવા જીલ્લાના મોટાભાગના આદિવાસી મજૂરો પોતાનો પેટનો ખાડો પૂરવા શહેરોમાં જાય છે. આ આદિવાસી મજૂરોની રજીસ્‍ટર્ડ નોંધણી થતી નથી. જેના કારણે બાંધકામ સ્‍થળે મૃત્‍યુ થાય તો ...