Friday, August 14, 2026

ગુજરાતના 70 ધારાસભ્યોને આવકવેરાની નોટીસ ફટકારી, કોણ છે એ ધારાસભ્યો ?

ગુજરાતના 40 ટકા એટલે કે 70 ધારાસભ્યોને ઇન્કમટેક્સ વિભાગે નોટીસો મોકલી છે. વિધાનસભાની ચૂંટણીમાં રજૂ કરવામાં આવેલી એફિડેવીટમાં વિસંગતતા હોવાથી આ નોટીસ આપવામાં આવી છે. જે ધારાસભ્યોને નોટીસ મળી છે તેમણે તેમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો સંપર્ક શરૂ કર્યો છે. ઇન્કમટેક્સની આ નોટીસમાં કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યોનો સમાવેશ થાય છે. જો કે ક્યા ક્યા ધારાસભ્યોને ...

પુસ્તકો અને ઐતિહાસિક ઈમારતો માટે સરકાર નિષ્ફળ

૨૬ જિલ્લામાં હાલ કુલ ૨૯૮ સરકારી ગ્રંથાલયો કાર્યરત છે. તે પૈકી ૨૪ સરકારી જિલ્લા અને ૩૦ સરકારી તાલુકા ગ્રંથાલયોની ગ્રંથ આપલેની સુવિધા કોમ્પ્યુટરાઇઝ કરવામાં આવેલી છે. ઉપરાંત રાજયમાં લાયબ્રેરી ક્ષેત્રમાં  કામ કરતી ૩૧૭૦ સ્વૈચ્છીક સંસ્થાઓને નિભાવ અનુદાન આપી ૩૧૭૦ જેટલા અનુદાનિત ગ્રંથાલયો ચલાવવામાં આવે છે. રાજય સરકાર દ્વારા રાજયમાં સાર્વજંનિક ગ્રંથાલય  ...

સરિતા ગાયકવાડે ઓલમ્પિક માટે તૈયારી શરૂ કરી

સરિતા ગાયકવાડએ ઓલ્મ્પિકની તૈયારી શરૂ કરી દીધી છે. સેન્ટર ઓફ એક્સલન્સમાં ૧૩ ઓલમ્પિક રમતોની ૧૭ નિવાસી એકેડમીઓમાં ખેલાડીઓ તથા ૨૪ ઓલમ્પિક રમતોમાં ૧૨૯૯ ખેલાડીઓને બિન નિવાસી કેન્દ્રોમાં વૈજ્ઞાનિક પધ્ધતિથી પ્રશિક્ષણ મેળવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રતિભાશાળી ખેલાડીઓ તથા ઓલિમ્પિક કક્ષાના રમતવીરો તૈયાર કરવા હાલમાં ૭૩ ખેલાડીઓ પૈકી ૨૩ ખેલાડીઓને ઓલિમ્પિ...

સહકારી પ્રવૃત્તિમાં ભાજપનો હસ્તક્ષેપ

ગ્રામ્ય વિસ્તારને મજબૂત કરવા માટે સહકારી મંડળીઓ, દૂધ સહકારી મંડળી, ખાંડ સહકારી મીલ, સહકારી બેંક પાછળ સરકાર એક હજાર કરોડનું ખર્ચ કરશે. સહકારી પ્રવૃતિ થકી ગ્રામ્ય વિસ્તારનો આર્થિક કાયાકલ્પ કરી શકાય તેમ છે. મહાત્મા ગાંધીજીના “ગ્રામ સ્વરાજ”ને સાકાર કરવા “વિના સહકાર નહીં ઉધ્ધાર” દૂર દેખાય રહ્યું છે. સહકારી સંસ્થાઓ મૂડીવાદી અને સામ્યવાદ સામે આર્થિક અસમાન...

વસ્ત્રાલમાં બે વર્ષથી ખુલ્લી જમીનમાં ભરાતાં બિમારી વકરી

વસ્ત્રાલ વિસ્તારમાં 2 વષૅ પહેલા ગટરની મેઈન લાઈનમાં ભંગાણ પડેલું છે, જેનો હજુ સુઘી નીકાલ આવેલો નથી જેના પરીણામ સ્વરૂપે ગટરનું દુર્ગંધ યુક્ત પાણી ખાલી પડેલી જમીનના પ્લોટમાં વહી રહ્યુ છે, ગટરના પાણીથી પ્લોટો લગભગ 2 ફુટ જેટલા ભરાઈ ગયેલા છે, આ પાણી જમીનમાં ઉતરવાને કારણે ભુગર્ભ જળ દુષીત થવાની સંભાવના ઊભી થઈ છે. લોકોની બિમારી અહીં વધી રહી છે. વસ્ત્રાલમ...

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ ફેઇઝ-૨ અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ મંજૂર...

વર્ષ ૨૦૧૮-૧૯ સુધીમાં આ યોજના હેઠળ રૂ.૩૦,૫૦૦ કરોડ જેટલી માતબર રકમ શહેરી વિસ્તારો માટે ફાળવવામાં આવી છે. ચાલુ વર્ષે પણ આ યોજના હેઠળ રૂ.૪૮૯૪ કરોડ જેટલી રકમની જોગવાઇ કરાઇ છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ શહેરોને સ્વચ્છ બનાવવા અને નાગરીકોને આરોગ્યપ્રદ વાતાવરણ મળે તે માટે કુલ રૂ.૩૬૮ કરોડની જોગવાઇ કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ શહેરોમાં શૌચાલયો, કોમ્યુનીટી ટોઇલ...

1248 કરોડના 4.80 લાખ સસ્તા મકાનો બનશે

ગુજરાતમાં ઓછી આવક ધરાવતાં તમામ લોકોને વર્ષ-૨૦૨૨ સુધીમાં ઘર પૂરા પાડવા  ૪,૮૦,૦૦૦ નવા ઘર મંજૂર કરવામાં આવ્યાં છે. આ માટે ચાલુ વર્ષે કુલ રૂ.૧૨૪૮ કરોડની ફાળવણી કરવામાં આવેલી છે. અત્યાર સુધી ૨.૬૨ લાખ આવાસો અંગેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ઝૂંપડપટૃી પુનઃવસન, કેડ્રીટ લીંક સબસીડી,એફોર્ડેબલ હાઉસ ઇન પાટર્નરશીપ અને લાભાર્થીની આગેવાની હેઠળ ઘર ...

7 શહેરોમાં 75 ફ્લાય ઓવર બનશે.

રાજ્યની મહાનગરપાલિકા-નગરપાલિકા વિસ્તારમાં રૂ.૩૫૦ કરોડના ખર્ચે ૭૫ ફ્લાયઓવર અને ૩૭ રેલ્વે ઓવરબ્રીજ બનાવાશે. મહાનગરપાલિકાઓમાં ૫૪ અને નગરપાલિકા વિસ્તારોમાં ૨૧ મળી કુલ-૭૫ ફલાય ઓવર અને ૩૭ રેલ્વે ફાટકો ઉપર ઓવરબ્રીજ અથવા અન્ડર બ્રીજ બનાવવાની કામગીરી ચાલુ વર્ષથી શરૂ કરાશે. જે આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ કરાશે. આ માટે રૂ.૩૫૦ કરોડની જોગવાઇ કરાઇ છે. તેમજ શહેરની આ...

કાંકરિયા રાઈમાં છ આરોપીઓને બે દિવસના રિમાન્ડ

શહેરમાં સૌથી વધુ ચકચારી ઘટના કાંકરિયા દુર્ઘટનાની રાઈડ એકાએક તૂટી જવાના કારણે તેમાં સવાર 2 વ્યકિઓના મૃત્યુ થયા હતા અને બાકીના લોકોને ગંભીર ઈજાઓનો સામનો કરવો પડ્યો છે. કાંકરિયા રાઈડ તૂટી જવાના મામલે રાઇડના સંચાલક અને તેના પુત્ર સહીત કુલ છ આરોપીઓ વિરુદ્ધમાં મણિનગર પોલીસે ગુન્હો નોંધી વધુ તાપસ શરુ કરી હતી. તમામ આરોપીઓને મંગળવારના રોજ કોર્ટમાં હ...

18 ફ્લાઇટ શરૂ કરવામાં આવશે, 11 જગ્યાએ હવાઇ સુવિધા શરૂ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારની ઉડાન યોજનાનો લાભ ગુજરાતની મુસાફર જનતાને મળી રહે તે માટે નવી 18 ફ્લાઇટ શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ કરી છે. તેમણે કહ્યું છે કે હાલ ઉડાન યોજના હેઠળ 11 ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. આ યોજના ટૂંકા અંતરની હોય છે અને તેનું ભાડુ મર્યાદિત 2500 રૂપિયાની અંદર રાખવામાં આવે છે. કેન્દ્રની ઉડાન યોજનાનો લાભ વિવિધ રાજ્યો ...

વસ્ત્રાપુર એમ્યુઝમેન્ટ પાર્કમાં પણ શરતોનો ભંગ કરાયો

અમદાવાદ શહેરના કાંકરીયા વિસ્તારમાં રવિવારના રોજ બનેલી દુર્ઘટના બાદ પણ શાસકોની આંખ ખુલતી નથી.આ તરફ દસ ટકા પ્રોફિટ માર્જીનની રકમ લેનાર મ્યુ.તંત્ર જવાબદારીમાંથી હાથ કેવી રીતે ખંખેરી શકે એવો પ્રશ્ન પૂર્વ વિપક્ષનેતાએ કર્યો છે.આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર,કાંકરીયા ખાતે જેમનો કોન્ટ્રાકટ છે એવા પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર પટેલના ભાઈ ઘનશ્યામ પટેલને ભાજપ શા...

ટ્રકને ટક્કર મારતા કારચાલકનું ઘટના સ્થળે જ મોત

અમદાવાદ-ઉદેપુર ને.હા. નં- ૮ પર અને શામળાજી-મોડાસા રાજ્યધોરી માર્ગ પર ટ્રક, કન્ટેનર અને ડમ્પર ચાલકો પુરઝડપે હંકારતા હોવાથી નાના વાહન ચાલકોને અડફેટે લેતા અનેક નિર્દોષ લોકો ભોગ લેવાઈ રહ્યો છે શામળાજીના ખેરંચા નજીક ટ્રકે કારને ટક્કર મારતા જૂનાવાડવાસા પ્રાથમિક શાળાના આચાર્યનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે શિક્ષણ આલમમાં ભારે...

લણવાની જવાહર નવોદય વિદ્યાલયનો રરજત જયંતી મહોત્સવ ઉજવાયો

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના લણવા ખાતે જવાહર નવોદય વિદ્યાલયમાં રજત જયંતિ મહોત્સવ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે સોમાભાઇ મોદી અને મહેસાણા જિલ્લાના સાંસદ  શારદાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે હે.ઉ.ગુ.યુર્નિવર્સિટીના કુલપતિ ર્ડા.અનીલ નાયક ભૂતપૂર્વ, પ્રોફેસર ર્ડા.એમ.કે.વર્મા, ડી રાજેશ્વર રાવ જોડાયા હતા.  ભારત સરકાર દ્વારા જવાહર નવોદય વિદ્યાલય...

પાણી માટે ખેડૂતોની રઝળપાટ, ઉકેલ ન આવે તો આંદોલનની ચીમકી

થરાદ તાલુકાના ગડસીસર નજીકથી પસાર થતી ડિસ્ટ્રીબ્યૂટરી કેનાલમાં પાણી ન મળતાં ખેડૂતો રજૂઆત માટે થરાદ ધસી આવ્યા હતા. રામપુરા અને સવપુરા ગામના ખેડૂતોએ  નર્મદા વિભાગની કચેરીએ ધસી જઇ રોષ ઠાલવ્યો હતો. જોકે સવારથી ભૂખ્યા તરસ્યા ખેડૂતોનો આક્રોશ જોઈ કેટલાક અધિકારીઓ ખુરશી છોડી ભાગી ગયા હતા. જ્યારે હાજર અધિકારીઓએ પણ એકબીજા અધિકારી પર દોષનો ટોપલો ઢોળી જવાબદારીમા...

જેલાણા ગામના ખેડૂતોએ શ્રમદાન થકી ત્રણ દિવસમાં ત્રણ કિ.મી કેનાલ સાફ કરી...

નર્મદા નિગમના ભ્રષ્ટ અધિકારીઓ કેનાલની સફાઈમાં બેદરકારી દાખવતા હોઈ છેલ્લા ૫ મહિનાથી કેનાલોની સફાઈ થઈ નથી. આવી સ્થિતિમાં સરકારી તંત્રના ભરોસે બેસી રહેવાના બદલે જાગૃત ખેડૂતો જાતે જ કેનાલની સફાઈ માટે આગળ આવ્યા છે. સુઇગામના જેલાણા ગામના ખેડૂતો છેલ્લા ત્રણ દિવસથી કેનાલની સફાઈ કરી રહ્યા છે. જેલાણા ગામના ૫૦ ખેડૂતોએ જાત મહેનતથી ત્રણ દિવસમાં ત્રણ કિલોમીટર કે...