ઈંદિરા પુર પર કચરાનો ઢગલો
ગાંધીનગર : અમદાવાદ એરપોર્ટરોડ ઈન્દીરાબ્રીજના ફુટપાથ પર પૂજા કરીને ફેંકવામાં આવેલા કચરાના ઢગલા કરી દેવાતાં ચાલકોને પરેશાની થઈ રહી છે. અમપા દ્વારા કોઈ પગલાં ભરાતાં નથી.અમદાવાદના પ્રવેશ દ્વાર સમાજ આ પુલ પર કચરાના ઢગલા મુખ્ય પ્રધાન વિજય રૂપાણી જૂએ છે. પણ તેઓ પ્લેનમાં બેસવાની ઉતાવળમાં હોવાથી પગલાં લઈ શકતા નહીં હોય. આ રોડ ઉપર દિવસ દરમ્યાન અનેક ઉચ્ચ અધિકા...
ભિલોડાના ટોરડામાં મરઘાં લઈ જતી વાનની લૂંટ
અરવલ્લી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે જીલ્લામાં તસ્કરો,લૂંટારુઓ અને ચેન સ્નેચરોના ત્રાસથી તોબા પોકારી ઉઠેલા પ્રજાજનો નો ખાખી વર્દી પરથી ભરોષો ઉઠી રહ્યો છે ભિલોડા તાલુકાના કુશાલપુરા પહાડા ગામ વચ્ચે નદી માંથી મરઘાં નું વેચાણ કરી પીકઅપ ડાલુ લઈ પરત ફરતા સમયે બે પલ્સર બાઈક પર આવેલા ૪ શખ્શોએ પીકઅપ ડાલુ ફિલ્મી સ્ટાઈલ અટકાવી ચાવી કાઢી લ...
કિશોરીની શારિરીક છેડતી કરી
અમદાવાદ : ચાંદલોડીયા વિસ્તારમાં એક મહિલા સાથે તેમજ સરસપુરમાં એક કિશોરી સાથે શારિરીક છેડતી થયાની બે ઘટના સામે આવી છે. બંને કિસ્સામાં આરોપીઓ પરિચિત તેમજ પાડોશી છે. સોલા અને શહેરકોટડા પોલીસે આ મામલે ગુના નોંધી તપાસ શરૂ કરી છે. ચાંદલોડીયા વિસ્તારમાં રહેતી મહિલાને તેના દુરના સંબંધી સાથે ચાર વર્ષ અગાઉ પ્રેમ સંબંધ હતો. સંબંધી યુવક પાસે મહિલાના મોબાઈલ ફ...
યુવાનો નશાના રવાડે નચડે તેથી એન્ટી ડ્રગ ડે ઉજવાયો
યુવાનો કેફી પદાર્થોના આદી બની રહ્યા છે. આધુનિકતાની આડમાં નશીલા પદાર્થોના ખપ્પરમાં પોતાને હોમી રહ્યા છે. નશો એ યુવાનોનું આગવું અંગ બની ગયું છે. સમગ્ર વિશ્વનું યુવાધન ડ્રગ્સના નશામાં બરબાદ થયી રહ્યું છે ત્યારે યુવાધનને બરબાદ થતું અટકાવવા સમગ્ર વિશ્વમાં ૨૬ મી જુનનો દિવસ ”એન્ટી ડ્રગ ડે” તરીકે ઉજવાય છે. આના અનુસંધાનમાં અરવલ્લી જીલ્લાના ના મોડાસામાં એસ....
200 એકર ખેતીની જમીન સીરામીક ઉદ્યોગોએ ખતમ કરી
મોરબી પછી બીજા ક્રમે સાબરકાંઠામાં સિરામીક ઉદ્યોગ વિકસ્યો છે. ગઢોડા ગામમાં સિરામીક ફેકટરીમાંથી ઉડતો સફેદ પાવડર ભેજના કારણે જમીન પર સફેદ ચાદર રૂપે પથરાઈ જતા ગામની ૨૦૦ એકરથી વધુ જમીનમાં કરાયેલા મગફળીના પાક પર સંકટ પથરાયું છે.
સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા એક દાયકામાં સિરામીક ઉદ્યોગ ખુબ ફૂલ્યો ફાલ્યો છે. જેના કારણે સ્થાનિક લોકોની રોજગારીમાં વધારો થયોં...
11 લાખ ટન યૂરિયા ગુજરાતમાં ચોમાસામાં વપરાશે, થેલાએ 500ની સબસિડી
કેન્દ્રીય શિપિંગ (સ્વતંત્ર હવાલો) કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ ખરિફ સિઝનમાં લગભગ 11 લાખ મેટ્રિકટન યૂરિયાની જરૂરિયાતનો અંદાજ છે, આ સંપૂર્ણ માગને પહોંચી વળવા માટે જરૂરી પૂરવઠો ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં વર્ષ દરમિયાન 300-325 લાખ મેટ્રિકટન યૂરિયાની જરૂરીયાત હોય છે, આ જરૂરિયાનને પહોં...
ઊંઝામાં વિશ્વના સૌથી મોટા ગરમ મસાલા બજારના પ્લાન તૈયાર નથી અને ખાતમૂહુ...
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન મોદી જ્યાં શિક્ષક તરીકે નોકરી કરતાં હતા તે બ્રાહ્મણવાડામાં ઊંઝા APMCના નવા રૂ.800 કરોડના ખર્ચે બનનારા બજારનો શિલાન્યાસ કર્યો હતો. એશિયાના સૌથી મોટા આ માર્કેટ યાર્ડમાં જીરૂ, વરિયાળી, રાયડો જેવી ખેતપેદાશો વેચવા 4 રાજ્યોના ખેડૂતો આવશે. જે વિશ્વનું સૌથી મોટું ગરમ મસાલા બજાર બની રહેેશે. ...
દર્દી મહિલાઓ સાથે ડોક્ટર મહેન્દ્ર મોદી અને પૂત્ર શારીરિક સંબંધ કરતો હત...
1 સમીમાં ડોક્ટરની કામલીલાનો ભાંડાફોડ થયો, સોશ્યલ મીડિયામાં વીડિયો વાઈરલ 2 સારવાર માટે આવતી મહિલાઓનું ડોક્ટર મહેન્દ્ર મોદી શારીરિક શોષણ કરતો હતો 3 ડોક્ટર મોદીનો પુત્ર કિશન પણ તેનાં બાપની પાપલીલામાં ભાગીદાર, કિશન વગર લાઈસન્સે સમીમાં ચલાવતો હતો દવાખાનું પાટણ, સામાન્ય રીતે ડોક્ટરને ભગવાનનું બીજું રૂપ ગણવામાં આવે છે. પરંતુ જ્યારે ડોક્ટર જ શૈતાન...
જૂઓ ચોંકાવનારી 20 તસવીરો, ગોકુલના ભાજપના ભવાન ભરવાડને એક પત્રકારે ફટકા...
ભવાન ભરવાડ પહેલા કોન્સ્ટેબલ હતા, અને હપ્તા ઉઘરાવતાં હતા. ભવાન ભરવાડે દાદાગીરી કરતાં અમદાવાદના ચારૂદત્ત વ્યાસ નામના એક બહાદૂર પત્રકારે ફટકાર્યા હતા. ભવાન ભરવાડ ભાજપના કદાવર નેતા છે. 2007માં કિરીટસિંહ સામે ભવાન ભરવાડ હાર્યા હતા. 2012 સુધી ભવાન ભરવાડ કોંગ્રેસમાં હતા. હવે ભાજપમાં રહીને તેનું સામાજ્ય ચલાવે છે. તેઓ ઘેટા-ઉન વિકાસ નિગમના ચેરમેન હતા. સા...
સૌરાષ્ટ્રમાં તેલ મિલો કેમ બંધ થઈ રહી છે ?
‘સોમા’ એટલે કે, સૌરાષ્ટ્ર મીલ એસો. નાના-મોટા મિલર્સ પાસેથી સિંગતેલ ખરીદી સમગ્ર દેશમાં મોટી કંપનીઓ સાથે ટાય-અપ કરી પોતાના લૅબલ સાથેના પૅકિંગ બજારમાં ઉપલબ્ધ કરાવાશે, જેથી કરીને લોકોને શુદ્ધ સિંગતેલ મળી રહે. સૌરાષ્ટ્ર મીલ એસો.માં અગાઉ 675 જેટલાં સભ્યો હતાં, જે ઘટીને હાલ 145 ઉપર પહોંચી ગયાં છે. ભાજપ સરકારની નીતિના કારણે 330 તેલ મિલો બંધ થઈ ગઈ છે. ત્યાર...
અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સામે આંદોલનની વડી અદાલતની તપાસ શરૂ
વનગર જીલ્લાના નીચા કોટડા અને અન્ય ૧૨ ગામો – ઊંચા કોટડા, નીચા કોટડા, તલ્લી, દયાળ, મેથળા, બામ્ભોર, કળસાર, મધુવન, ઝાંઝમેર, નવા રાજપરા, જુના રાજપરા, ગઢુલા અને રેલિયામાં અલ્ટ્રાટેક કંપની દ્વારા કરવામાં આવી રહેલા ચુનાના પત્થરના ખનન સામે લાંબો સમયથી આંદોલન ચાલી રહ્યું છે. જાન્યુઆરી મહિનામાં આંદોલન કરી રહેલા ગામલોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ ઉભું થતા પોલીસે લો...
પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતાં કચ્છનાં બે યુવાનને ATS કેમ ઉઠાવવી ગયુ
70થી વધુ વખત કોલ સહીતની ચાલી રહેલી તપાસ જયેશ શાહ, કચ્છ પાકિસ્તાનમાં લાંબા સમયથી ફોન દ્રારા સંપર્કમાં રહેનારા કચ્છનાં બે વ્યક્તિને ઉત્તરપ્રદેશ(યુપી) એટીએસને મળેલી ટિપ્સને પગલે ગુજરાત એટીએસ દ્રારા ઉઠાવી લેવામાં આવ્યા છે. રથયાત્રા પૂર્વે કરાવામાં આવેલા યુપી-ગુજરાત એટીએસનાં આ જોઈન્ટ ઓપરેશનનાં તાર સામે પાર હોવાનુ તપાસમાં બહાર આવ્યુ છે. પોલીસે ઉઠાવ...
રથયાત્રામાં હથિયારો સાથે ન રાખતા – સરકાર
ભગવાન જગન્નાથજીની ૧૪૨ મી રથયાત્રા ૪ જુલાઇ 2019ના રોજ અમદાવાદ ખાતે યોજાનાર છે. શહેર પોલીસ, અમદાવાદ મહાનગરપાલિકા, પેરામિલિટરી ફોર્સ અને ચેતક કમાન્ડો એમ વિવિધ વિભાગોનું સંકલન કરી વહીવટીતંત્ર દ્વારા સમીક્ષા બેઠકનું આજે આયોજન કરવામાં આવ્યું છે. અખાડા સંચાલકોને મંજૂરી મળી હોય તેટલા જ વાહનો સાથે રાખવાની તથા તીક્ષ્ણ હથિયાર સાથે ન રાખવાની ગૃહ વિભાગ દ્વાર...
વિશ્વ વિખ્યાત ગુજરાતની બ્રાંડ દિગ્જામ મીલ બંધ, મોદીના બ્રાંડ ગુજરાતના ...
વિશ્વ વિખ્યાત 'દિગ્જામ' બ્રાન્ડના કાપડનું ઉત્પાદન કરતી જામનગર સ્થિત કંપની હાલ બંધની સ્થિતિમાં છે. ઊનના કાપડની આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ ઘટતા મીલનાં વળતા દિવસો શરૂં થયા હતાં. મીલની કરોડો રૂપિયાની જમીન છે. દિગ્જામ મીલની વિશાળ જમીન ઉપર પણ કેટલાંકની નજર બગડી હોવાનો આક્ષેપ પણ થઇ રહ્યો હોવાનું સંબંધિત વર્તુળોએ જણાવ્યું હતું. ફેબ્રુઆરી- 2018થી દિગ્જા...
નવલખા મંદિરનું અધુરૂં સમારકામ પૂરું કરો નહીંતર નાશ થશે
જામનગર-પોરબંદર નજીક બરડા ડુંગરની તળેટીમાં સુરક્ષા માટે સૈધવો-જેઠવા રાજવીઓએ સ્થાપેલી પ્રાચીન નગરી ઘુમલીમાં આવેલા નવલખા મંદિરના શિલ્પ સ્થાપત્યના અદ્ભૂત નમૂનારૂપ વિશાળ મંદિરનું રીસ્ટોરેશન (રીપેરીંગ) કામ રાજ્ય પૂરાતત્ત્વ ખાતા તરફથી શરૂ કરાયું હતું, સ્થાનિક અધિકારીની બદલી થતાં 8 વર્ષથી કામ અધૂરૂં છોડી દેવામાં આવ્યું છે. અહીંના સ્થાપત્યએ દેશનું ધ્યાન દોર...

English