દેશી ખાતર અને ગૌમૂત્રી ખેતી કરી ખારેક અને ડ્રેગન ફ્રુટનું મબલખ ઉત્પાદન...
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જશાપર ગામના ખેડૂત જયંતિભાઈ નથુભાઈ ફળદુએ ખારેકની ખેતીમાં ઝંપલાવી માત્ર બે એકર જમીનમાં રૂપિયા પાંચ લાખનું ઉત્પાદન મેળવી બતાવ્તાંયું છે. 2018-19નો સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર મળેલો છે. ખારેક અને ડ્રેગન ફ્રુટમાં દેશીખાતર બનાવી તેમાં ગૌમૂત્ર ડિકમ્પોઝ ડ્રીપ સાથે આપવાનું ચાલુ કર્યું જેથી પાકોમાં સારો વધારો અને મીઠાશ જોવ...
રાજ્યમાં ગયા વર્ષની સરખામણીએ પાંચ ગણી વાવણી થઈ
ગત વર્ષે આ સમયગાળામાં રાજ્યમાં માત્ર 3.08 લાખ હેક્ટર જ વાવેતર થયું હતું. જેની સ્થિતિમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં રાજ્યમાં 14.99 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર સંપન્ન થઇ ગયું છે. ગત અઠવાડિયા સુધીમાં રાજ્યમાં માત્ર 2.44 લાખ હેક્ટર જ વાવેતર હતું. પરંતુ, રાજ્યમાં વાવણીલાયક વરસાદના કારણે છેલ્લા અઠવાડિયામાં જ 12.55 લાખ હેક્ટરમાં વાવેતર થઇ ગયું છે. રાજ...
અમદાવાદમાં 7 ભૂવા પડ્યા, 30 પડવાના બાકી
2019માં અમદાવાદમાં 7 ભૂવા પડી ગયા છે. તેના કારણો જાણી શકાતા નથી. વર્ષ 2018માં અમદાવાદમાં ચોમાસુ સીઝન દરમિયાન 32 જેટલા ભૂવા પડયા હતા.અને આજે ચોમાસુ વિધિવત શરૂ થયાપહેલા પાંચ ભૂવા પડી ચુક્યા છે. શહેરના જે અલગ-અલગ માર્ગો પર ભૂવા પડે છે તેના કારણો અલગ-અલગ હોય છે જો કે વધારે સંખ્યા ચોમાસામાં સામે આવતી હોય છે. આ વચ્ચે એક ભૂવા ના સમારકામ પાછળઅંદાજે પાંચ લા...
અમદાવાદના 8 અંદર બ્રિજ ભયજનક
અમદાવાદ મહાનગર પાલિકા હસ્તકના શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આઠ અન્ડર બ્રિજ છે. બે થી -અઢી ઇંચના સરેરાશ વરસાદમાં અંડરબ્રિજ બંધ કરી દેવા પડે છે અને પમ્પથી પાણી નિકાલની વ્યવસ્થા કરવી પડેછે. જનસુખાકારી માટે બંધાયેલા અંડરબ્રિજ માં જે તે સમયે ( નિર્માણની સ્થિતિએ ) પાણીના વ્યવસ્થિત નિકાલ માટે કેમ વિચારાયું નહિ હોય ? તેવો સવાલ સાહજિક છે.અંડરબ્રિજ માં જળ-...
અમદાવાદમાં જર્જરિત 276 મકાનોને અલગ તારવીને રીપેર કરવા નોટિસ
અમદાવાદમાં ચોમાસાના દિવસો દરમિયાન અને ખાસ કરીને 4થી જુલાઈએ નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટમાં આવતા શહેરના મકાનો પર પણ મહાનગર પાલિકાની નજર છે. જામલપુર, ખાડિયાૃ ,શાહપુર, દરિયાપુરના વિસ્તારોમાં 276 મકાનોને અલગ-તારવીને જર્જરિત અને રીપેર થવા યોગ્ય મકાનોનો સર્વે કરી યોગ્ય કરવા તાકીદ કરવામાં આવી છે. મહાપાલિકાએ નોટિસ પણ ઇસ્યુ કરી દીધી છે. આ બધ...
અમદાવાદમાં ચાલે છે ‘અસલામત’ સ્કૂલો
સુરતની ઘટના બાદ અમદાવાદની સ્કૂલોમાં પણ તપાસ કરવામાં આવી. તપાસ કરતા અમદાવાદમાં પણ કોમ્પલેક્ષોમાં સ્કૂલો ચાલી રહી હોવાનું બહાર આવ્યું છે. મંગળવારે સુરતના ભટાર વિસ્તારમાં પ્લાસ્ટિકની બેગ બનાવતી ફેક્ટરીમાં આગ લાગી. આગની આ ઘટના બાદ ખબર પડી કે, કોમ્પલેક્ષના ઉપરના માળે સ્કૂલ ચાલી રહી છે. આગની ઘટના બાદ જ્ઞાનગંગા વિદ્યાલય નામની આ સ્કૂલના 250 જેટલા વિદ્યાર્થ...
5 હજાર કરોડનો ધંધો કરતી 16 હજાર શાળા
રાજ્યમાં અંદાજે 16 હજાર જેટલી શાળાઓ છે. શાળાઓને હાલ શરતોને આધિન છૂટ આપવામાં આવી છે. ગત વર્ષની ફી મુજબ હાલ ફી વસુલવા છૂટ આપવામાં આવી છે. ગુજરાતમાં 5 હજાર કરોડનો ધંધો શાળામાંથી થાય છે. આટલો નફો બીજા વ્યવસાયમાં નથી. જે શાળાઓ છે તે મોટા ભાગે ભાજપના નેતાઓની છે.
છેલ્લાં કેટલાંક સમયથી રાજ્યમાં શિક્ષણને સેવા નહિ પરંતુ એક વ્યવસાય તરીકે પ્રસ્થાપિત કરી દેવામ...
અમદાવાદમાં કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ચાલતી શાળાઓ ઉદ્યોગ જેટલો નફો કરે છ...
અમદાવાદ શહેરમાં કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ચાલતી શાળાઓ ઉદ્યોગ જેટલો નફો કરે છે 1) શાસ્ત્રીનગર ચાર રસ્તા પાસે સાનિધ્ય શોપિંગ સેન્ટરમાં આવેલી ડી.એલ. રાવલ શાળા
2) વેજલપુરમાં આવેલી નીલકંઠ હાઇસ્કૂલ અને સાબર હેમ સ્કૂલ
3) નારણપુરામાં આવેલા કોમર્શિયલ બિલ્ડિંગમાં સુમન વિદ્યાલય
4) AEC ચાર રસ્તા નજીક આવેલી સૂરજ હિન્દી સ્કૂલ
5) વસ્ત્રાપુરમાં આવેલી ગ્રાન્ટ...
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે નામો નક્કી કરાશે
ગુજરાત પ્રદેશ ભાજપા પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં અને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં આજ રોજ સાંજે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને, ગાંધીનગર ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ ચૂંટણી સંકલન સમિતિની બેઠક મળી હતી. પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રદેશ ચૂંટણી સંકલન સમિતિમાં જૂનાગઢ મહાનગર પાલિકાની તા.21મ...
નર્મદા બંધથી કંપનીઓને ફાયદો સાથી રાજ્યોને નહીં
સરદાર સરોવર ડેમ પર સંસદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં "જૂઠાણું" છે, જે સૂચવે છે કે, સરદાર સરોવર બંધનો અર્થ ખેડૂતોને પીવાનું અને સિંચાઈનું પાણી આપવા માટે હતો, ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના સૂકા વિસ્તારો માટે, પણ ખરેખર એવું બન્યુ નથી. તેમ નર્મદા બચાવો આંદોલન (એનબીએ) એ કહ્યું હતું. સરદાર સરોવર ડેમના નિર્માણમા...
સાબરમતી નદી રહી નહીં, હવે સ્વિમિંગ પુલ બની
અમદાવાદ શહેરમાં સાબરમતી નદી ન પાણી થઈ ગઈ છે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટના 7 કિ.મી. લાંબો સ્વિમીંગ પૂલ હોય એ રીતે તેમાં પાણી ભરવામાં આવે છે. બાકીની નીચેના વિસ્તારની 120 કિલોમીટર નદીમાં પાણી નહીં પણ કેમીકલ વહે છે. જે અરબી સમુદ્રમાં ઠલવાય છે. આમ સાબરમતી નદીને હવે "મૃત" જાહેર કરીને કેમીકલની ગટર જાહેર કરવી જોઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નદીની સફાઈ શરૂ ક...
ભારતીય જનતા પાર્ટી નો કાળો દિવસ
23 મે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી નો બલિદાન દિવસ જેણે ભારતીય જનતા પાર્ટી માટે કાશ્મીર ની જેલ માં પોતાના જીવનનું બલિદાન આપ્યું. આજે મહેસાણા ખાતે સંઘઠન પર્વ નિમિત્તે જિલ્લા ના પદાધિકારીઓ ની મિટિંગ નું આયોજન કરેલ ત્યારે જેણે પોતાના જીવન ના 50થી વધુ વર્ષ પાર્ટી માં રહી પાર્ટી ને રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચાડવા સુધીની સફર માં દરેક પરિસ્થિતિમાં અડગ ઉભારહ...
ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતને ઝડપી લેતી પોલીસ
રાજ્યમાં નાશાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જાય છે. અન્ય રાજ્યોની સરખામણીએ હવે ગુજરાતમાં પણ નશીલા દ્રવ્યોનું સેવન સામાન્ય બની ગયું છે. ગુજરાતમાં નશીલા પદાર્થોની ખેતી કરવા પર સરકાર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ગાંજા જેવા નશીલા પદાર્થોની ખેતી કરવી ગુનો બને છે. તેમ છતા ગુજરાતમાંથી અનેકોવાર ગાંજા અને અફીણ જેવા નશીલા પદાર્થોની ખેતી કરતા ખેડ...
300 નવા CNG સ્ટેશનથી મારૂતી સૂઝુકી અને હ્યૂન્ડાઇને મોટો ફાયદો
સમગ્ર ગુજરાતમાં બે વર્ષમાં ૩૦૦થી વધારે નવા CNG સ્ટેશન રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા સ્થપાશે. અદાણી ગેસ દ્વારા સીએનજીના ભાવમાં રૂ.૧નો વધારો થયો છે અને નવો ભાવ પ્રતિ કિલો ૫૫.૯૫ થયો છે. જ્યારે પીએનજી (પાઈપ દ્વારા ઘરે પહોંચાડો ગેસ)માં પ્રતિ કિલો રૂ.૨નો વધારો થયો છે. આમ પીએનજીનો નવો ભાવ પ્રતિ કિલો ૨૬.૨૪ થયો છે. ગુ...
ભાજપે JNUને દેશદ્રોહી ગણી, તેમાં ભણેલા જયશંકર ગુજરાતના સાંસદ બનશે, મુખ...
કેન્દ્રીય વિદેશ પ્રધાન અને ગુજરાતમાંથી ગુજરાત બહારના ભાજપાના રાજ્યસભાના ઉમેદવાર ડો.એસ જયશંકર મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. તેમણે એવી અપીલ ન કરી હતી કે તેમને ગુજરાત વિધાનસભામાંથી રાજ્યસભામાં ચૂંટીને મોકલવામાં આવે. જોકે, જયશંકરને ઉમેદવારી કરવા માટે ગુજરાતના બે ટોચના નેતા અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે....

English