Tuesday, August 11, 2026

ગુજરાત ભાજપની નેતીના સજાતિય સંબંધો જાહેર થતાં આત્મહત્યાનો પ્રયાસ

ભાજપના બે મહિલા હોદ્દેદારો સાથે સજાતિય સબંધોનો કિસ્સો બહાર આવ્યો છે. અમદાવાદના ચાંદખેડા ભાજપની એક હોદ્દેદાર (નામ જાહેર કરવાની મનાઈ છે) સાથે ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરની મહિલા ઉપાધ્યક્ષ સાથે સજાતિય સબંધો ઊભા થયા હતા. જેમાં અમદાવાદની ભાજપની નેતી કંટાળીને આત્મહત્યા કરવા તરફ પ્રેરાઈ છે અને પોલીસને તે અંગે અગાઉ પણ જાણ કરી ચૂકી હતી કે તેને સજાતિય સબંધો માટે...

હાર્દિક પટેલને કોંગ્રેસના રાષ્ટ્રીય સ્ટાર પ્રચારક જાહેર કરાયા

ગુજરાતના યુવા નેતા હાર્દિક પટેલ જામનગર લોકસભાની ચૂંટણી લડવા માટે પ્રચારના કામમાં 10 દિવસથી લાગી ગયા છે. તેમને રાષ્ટ્રીય કોંગ્રેસે દેશભરમાં ફેરવીને સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ કરી દઈને તેનું રાજકીય કદ વધારી દીધું છે. એવું અલ્પેશ ઠાકોરમાં નથી થયું તેણે બળવો કર્યો હોવાથી ઠાકોરને આવું ગૌરવ આપવાનું ટાળવામાં આવ્યું છે. કોંગ્રેસના  ઉત્તર પ્રદેશના એકમ...

ભાજપના વિરોધના કારણે દલેર મહેંદીનો ગુજરાત કાર્યક્રમ રદ

સાબરકાંઠાના વડામથક હિંમતનગર ખાતે અગામી 30 માર્ચ 2019ના રોજ ભારતીય પોપ સિંગર દલેર મહેંદીનો શો લોકસભાની ચૂંટણીની આચારસંહિતા હોવાથી શો રદ કરવો પડ્યો છે. રાત્રે 10 કલાક સુધીમાં શો બંધ કરી દેવો પડે તેમ હોવાથી હવે ચૂંટણી પૂરી થાય પછી જ લાઈવ શો કરવાનું નક્કી કરાયું છે. કેટલાક દિવસથી ઉભા થયેલા વિવાદનો અંત આવ્યો છે. ચૂંટણી પહેલા કાર્યક્રમ નક્કી થઈ ગયો હોવા ...

તાલાલાના ધારાસભ્યની ખાલી જગ્યાની ચૂંટણીમાં પંચ આફતમાં

તાલાલા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ભગાભાઇ બારડને ખનીજ ચોરી કૌંભાડમાં થયેલી સજાના પગલે તેમને બરતરફ કરીને તે બેઠકની પેટા ચૂંટણી જાહેર કરી દેવામાં આવતાં ગુજરાત વડી અદાલતે રાજ્યના ચૂંટણી તંત્રની ઝાટકણી કાઢી છે. ચૂંટણી પંચના જાહેરનામાને પડકારતી રીટ અરજી પરની આજની સુનાવણી બાદ  કેટલાંક મુદ્દે સ્પષ્ટ જવાબ આપવાનું ટાળતું હતું. તેથી સોંગદનામું 26મી માર્ચના રો...

હવામાં ઉડતા આશાબેનનો ઊંઝા ભાજપમાં ભારે વિરોધ

ઊંઝા વિધાનસભા બેઠક પરથી પ્રજાનો દ્રોહ કરીને ભાજપમાં પક્ષાંતર કરી ગયેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશા પટેલ સામે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.  કોંગ્રેસમાં તેમને મત આપીને જીતાડનાર પ્રજા હવે તેમના વિરૃદ્ધ થઈ ગઈ છે અને તેમના વિરૃદ્ધમાં ગ્રામ્ય વિસ્તારોમાં બેનરો લાગ્યા છે. ભાજપ તેમને વિધાનસભા કે લોકસભાની ટિકિટ આપે તે પહેલાં પ્રજા ખુલીને સામે આવી છે. ...

કોંગ્રેસે હીચકીચાટ વગર NCPને ગાંધીનગર બેઠક આપી દેવી જોઈએ

ગુજરાત કોંગ્રેસ આ વખતની ચૂંટણીમાં એનસીપી સાથે કોઈ જોડાણ ના હોવાનું સ્પષ્ટ થતાં એનસીપીના નેતા જયંત બોસ્કી પટેલે જાહેર કર્યું છે કે, રાજ્યની તમામ 26 લોકસભાની બેઠકો ઉપર એનસીપીના ઉમેદવારો ઊભા રાખવામાં આવશે. જો કે, કોંગ્રેસ એક કે બે બેઠક આપે તો સહમતી થઈ શકશે. પણ કોંગ્રેસ દ્વારા હજું કોઈ સહમતી સધાઈ નથી. દિલ્હીમાં અહેમદ પટેલ સાથે શરદ પવારની બેઠક થઈ હતી. એ...

જ્યાં સુધી રામ મંદિર ન બને ત્યાં સુધી મીઠાઈ નહીં ખાવ, મારે પ્રતિજ્ઞા પ...

વિવાદાસ્પદ શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ એકા એક કહ્યું હતું કે, ફરી જો ભાજપ સરકાર સત્તા પર આવશે તો અયોધ્યામાં ભાજપ ભવ્ય રામમંદિર બનાવશે. આમ લોકસભા ચૂંટણી પહેલા ફરી ભાજપને રામમંદિર યાદ આવ્યું છે. વિકાસ અને યુદ્ધના મુદ્દા ભાજપ ભૂલી ગયો છે. પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ખાત્રી આપી છે કે, જો ફરી ભાજપ સત્તા સ્થાને આવશે તો આયોધ્યામાં ભવ્ય રામમંદિર...

કુંવરજી આવતાં હીરા અને પરસોત્તમ સોલંકી ભાજપમાં બંધુ લઘુ બંધુ બની ગયા

જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને ભાવનગર લોકસભામાં ચૂંટણી લડવા ઈચ્છતા હિરા સોલંકી બેઉ નેતા ભાજપના પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો હોવા છતાંયે તેમની જ ટિકિટો કાપી લઈને તેમનું નાક વાઢી લેવામાં આવ્યું છે. જ્યારથી કોળી નેતા કુંવરજી બાવળીયા કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે ત્યારથી હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી પર રાજકીય આફતો શરૂં થઈ છે. જૂનાગઢના સા...

સોંદર્ય સ્પર્ધા જીતતા કચ્છના મહિલા પોલીસ અધિકારી શેરીગીલ

આ એ મહિલા PSI છે કે જે કદાચ ગુજરાતના પોલીસ દળના સૌથી સ્વરૂપવાન પોલીસ ઑફિસર છે. આ PSIએ બબ્બે સૌંદર્યસ્પર્ધાઓમાં તેમના સૌંદર્ય, દેહલાલિત્ય, શારીરિક સજ્જતા અને ચુસ્તી અને બુધ્ધિથી ચંદ્રકો જીત્યાં છે. વાત છે આદિપુરમાં આવેલા પૂર્વ કચ્છ મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવનારાં PSI એમ.બી.શેરગીલની. ગત 23 ડિસેમ્બરે ગાંધીધામમાં યોજાયેલી રાજ્યસ્તરની સૌંદર્ય સ્પર્ધા ‘...

કચ્છની રોગાન કલાને સાચવતા ખત્રી પરિવારને પદ્મશ્રી

કચ્છના નિર્જીવ રણ પ્રદેશમાં હૃદયમાં ઉમટતાં રંગો કલાસ્વરૂપે ઉભરી-ઉતરી આવ્યા છે. 3 સદી પ્રાચીન અને લુપ્ત થવાના આરે આવીને ઉભેલી રોગાન કલાને જાળવવા ઝઝુમી રહેલાં નિરોણાના અબ્દુલ ગફૂર ખત્રીને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રી જાહેર થતાં નાનકડું નિરોણા જ નહીં આખો કચ્છડો અને કચ્છના કલારસિકોના હૈયે હરખ છવાઈ ગયો છે. 300 વર્ષ જૂની પર્સિયન કળા- કાપડ પર...

કસબ કચ્છ ક્રાફ્ટ્સ વુમન પ્રોડ્યુસર કંપનીને નારી શક્તિ પુરસ્કાર

વંશપરંપરાગત રીતે હસ્તકળા સાથે સંકળાયેલી કચ્છના 62 ગામની બારસો મહિલાઓના કસબની નોંધ લઈ ભારત સરકારે આ મહિલાઓએ સ્થાપેલી કસબ કચ્છ ક્રાફ્ટ્સ વુમન પ્રોડ્યુસર કંપની લિમિટેડને નારી શક્તિ પુરસ્કાર-2018થી સન્માનિત કરી છે. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ગઈકાલે આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિને આ એવોર્ડ એનાયત કરાયો હતો. રાષ્ટ્રપતિના હસ્તે વિવિધ 44 મહિલાઓ-સ...

ગુજરાતની પાક સરહદ પર વાડ બાંધી શકાતી નથી

પુલવામા એટેક પછી ભારતે PoKમાં કરેલી એર સ્ટ્રાઈક અને ત્યારબાદ ભારત-પાકિસ્તાનના ફાઈટર જેટ વચ્ચે ખેલાયેલી ડોગફાઈટના પગલે બંને દેશની સીમા પર સર્જાયેલી તણાવભરી પરિસ્થિતિ વધતે-ઓછે અંશે યથાવત્ રહી છે. તંગદીલિ વચ્ચે ફરી એકવાર અધૂરી રહેલા ફેન્સિંગનો મુદ્દો ઉછળ્યો છે. ખેડાના સંસદસભ્ય દેવુસિંહ ચૌહાણે અધૂરી ફેન્સિંગ અંગે પૂછેલાં એક પ્રશ્નનો લેખીત પ્રત્યુત્તર પ...

અમેરિકાના ચિકુન હેલિકોપ્ટર ભારતના હવાઈ દળમાં મુંદરાથી સમેલ

અમેરિકાથી કચ્છના મુંદરા બંદર પર ઉતારાયેલા 4 અમેરિકન ચિનુક હેલિકોપ્ટરની પહેલી બેચ 25મી માર્ચે ભારતીય વાયુદળમાં વિધિવત સામેલ કરી દેવામાં આવ્યા છે. ચિનુક હેલિકોપ્ટર ચંદીગઢ બેઝ ખાતે તૈનાત કરાશે. ભારતે અમેરિકા પાસેથી 15 ચિનુક હેલિકોપ્ટર મેળવવાનો સોદો કર્યો છે. જે પૈકી પ્રથમ ચાર હેલિકોપ્ટર 10 ફેબ્રુઆરી 2019માં મુંદરા પોર્ટ ખાતે ડિલિવર કરાયા હતા. આ હેલિકો...

અદાણીના ટાવર હઠાવો આંદોલન

અદાણી પાવર સામે લોકો લડીને હવે થાક્યા છે તેથી તેઓ અંતિમવાદી પગલું ભરીને અદાણી વીજ કંપનીના ટાવન ઉખેડીને ફેંકી રહ્યાં છે. હેવી વીજ લાઈન લઈ જતાં ટાવન ઉખેડી નાંખવા માટે તેના નટબોલ્ટ કાઢી રહ્યાં છે. પાવરપટ્ટીના મુખ્યમથક નિરોણા ગામના સીમાડે સરકારી જમીન પર અદાણી કંપનીના લગાવેલા બે વીજટાવરના નટબોલ્ટ ખોલી નાખી બંને ટાવર નમાવી નાખી અડધા કરોડ રૂપિયાનું નુક...

ગળાના કેન્સરના ડોક્ટરે 1000 ઓપરેશન કરવાની સિદ્ધી

ગાલ અને જડબાના કેન્સર માટે અતિ જટિલ શસ્ત્રક્રિયા કરવી પડતી હોય છે. જેને કમાન્ડો ઓપરેશન કહે છે. અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં છેલ્લાં 16 વર્ષથી ફરજ બજાવતાં કાન, નાક અને ગળાનાં વડા ડૉક્ટર નરેન્દ્ર હિરાણીએ છેલ્લા દોઢ દાયકામાંએ ગળા અને મોઢાના કેન્સરનાં 1,000  ઓપરેશન કરવાની સિધ્ધિ હાંસલ કરી છે. સફળ ઓપરેશન કરી કેન્સર પીડિત દર્દીઓને જીવતદાન આપ્યું ...