Monday, August 10, 2026

ભાજપના નારણ કાછડીયાને સાંસદ લખેલી નંબર પ્લેટ હટાવવા કહ્યું, પણ પગલાં ન...

અમરેલીના સાંસદ નારણ કાછડીયા પોતાની કારમાં કાળા કાચ લગાવી અને કારની આગળ સાંસદ લખેલું બોર્ડ લગાડીને ફરતા હોવાની માહિતી RTOના અધિકારીઓને મળી હતી. આ માહિતીના આધારે RTOના અધિકારીઓ સાંસદ નારણ કાછડીયાના ઘરે ચેકિંગ કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ તે સમયે કાર ઘરે હાજર ન હતી. આ કારણે RTOના અધિકારીઓએ કારમાં લાગેલા કાળા કાચ અને નંબર પ્લેટની ઉપર લગાવવામાં આવેલું ...

ઉનળો શરૂં થતાં જ પીવાના પાણીની કટોકટી ઊભી થશે

આ વર્ષે ગુજરાતમાં વરસાદ ખૂબ જ ઓછો પડવાના કારણે કેટલાક જિલ્લાઓમાં પાણીની અછત વર્તાઈ રહી છે. પાણીની અછતના કારણે આ વર્ષે ઉનાળામાં સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોને જળસંકટનો સામનો કરવો પડશે તેવા એંધાણ અત્યારથી દેખાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર, કચ્છ સહિત રાજ્યાના અનેક જિલ્લાઓમાં આવેલા જળાશયોમાં પાણી તળીયે પહોંચી ગયું છે. સરકાર દ્વારા પાણી કાપની શરૂઆત કરવામાં આવી ...

મુખ્ય પ્રધાન રૂપાણી સાચા ઠર્યા, ગૃહ અને મહેસુલ વિભાગ સૌથી વધું ભ્રષ્ટ

ભાજપ સરકારના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, મહેસુલ અને ગૃહ વિભાગમાં ભ્રષાટાચાર વધું છે. તે વાત સાચી છે. આખી સરકારના વિભાગો ભ્રષ્ટ છે. જેમાં સૌથી વધું ભ્રષ્ટ કોઈ વિભાગ હોય તો તે મુખ્ય પ્રધાન પોતે સંભાળે છે અને તેમના આસિસ્ટંટ તરીકે પ્રદીપ જાડેજા છે તે ગૃહ વિભાગમાં છે. જેમાં 474 ગુના ભ્રષ્ટાચાર અંગે નોંધાયા છે. સરકારના જ આંકડા કહે છે કે, છે...

ખતરનાક કેમિકલથી હત્યાના ગુનામાં ભાજપના નેતા ધનસુખ ભંડેરીની સંડોવણી

પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે ખાડીમાં કેમિકલ ખાલી કરતા બે લોકોના મોત બાદ રાજકોટના પૂર્વ મેયર અને મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ અને લોકસભાની બેઠકના ભાજપના પ્રભારી ધનસખ ભંડેરી સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. તેમની સાથે બીજા 15 લોકો પણ છે. જેમાં 12ની ધરપકડ થઈ છે. હવે ભાજપના વિવાદાસ્પદ નેતા કંપનીના ધનસુખ ભંડેરી સહિતના ત્રણ માલિકોની ધરપકડ ગમે ત્યારે...

યુદ્ધની ધમકી બાદ ગુજરાતના જંગલોમાંથી આદિવાસીઓને ખસેડવાના ચૂકાદાને પડકા...

ગુજરાત સરકારે વન અધિકાર અધિનિયમ-ર૦૦૬ હેઠળ સર્વોચ્ચ અદાલતે નામંજૂર કરેલા દાવાઓનો અભ્યાસ કરી રીવ્યૂ પિટીશન દાખલ કરવાનો રાજ્યના વનબંધુઓના વિશાળ હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ માટે ઉચ્ચસ્તરીય સમિતિ બનાવવાનું વિચારવામાં આવી રહ્નુંયું છે. છોટુભાઈ વસાવાએ જાહેર કર્યું છે કે જો જંગલોમાંથી આદિવાસીઓને ખસેડવાના પ્રશ્નનો કોઈ ઉકેલ નહીં આવે તો સિવિલ વોર ફાટ...

અમદાવાદ જિલ્લામાં ૧૩૭૨ લાખના ખર્ચે જળસંચયના કુલ ૪૫૩ કામ શરૂં

વરસાદી પાણીના મહતમ સંગ્રહ સાથે પાણીનો મહત્તમ સ્ત્રોત ઉભો થાય, વધુ જળરાશી ઉપલબ્ધ થાય તથા ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવે તેવા બહુવિધહેતુ સાથે ધોળકા તાલુકાના વાસણા ગામે ૪૦ હેક્ટરના તળાવને ઊંડા કરવાના કામનો જિલ્લાકક્ષાના સુજલામ સુફલામ જળ અભિયાનનો શુભારંભ થયો હતો. અમદાવાદ જિલ્લામાં રૂ.૧૩.૭૨ કરોડના ખર્ચે  ૪૫૩ કામો હાથ ધરાશે. શહેરી વિકાસ વિભાગ અને ગ્રામ વિકાસ...

સ્વામીનારાયણ સાધુ પર બળાત્કારની ફરિયાદ

જૂનાગઢના સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ સ્સ્વામીનારાયણ આનંદ સ્વરૂપદાસજી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે,  ચાલુ કારે સ્વામીએ છરી બતાવી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પરિણીતા પોલીસમાં ફરિયાદ કરશે તો તેની દીકરીને ઉપાડી જશે તેવી સ્વામીએ ધમકી આપી હતી. સ્વામીના ડ્રાઇવર સામે પણ પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે. વડીયા સ...

ગુજરાતમાં શાસ્ત્રો વિરૃદ્ધ જ્યાં કુંભ થવાનો છે ત્યાં રશિયન મહિલા પર હુ...

વિશ્વના મુસાફર ભારત આવે છે તેમાં ગુજરાતમાં મોટા ભાગે કોઈ વિદેશી આવતાં નથી. દેશમાં ગુજરાતનું સ્થાન તો પ્રથમ 10માં આવતું નથી. ત્યાં હવે વિદેશથી આવતાં પ્રવાસીઓ પર હુમલા અને લૂંટ થઈ રહી છે. ગીરનાર પર આવો હુમલો રશિયાથી ગીરનાર ચઢવા માટે આવેલી બે મહિલાઓ પર થયો અને લૂંટનો પ્રયાસ થયો હતો. ગુજરાત સરકાર ગીરનારમાં કુંભ કરી રહી છે. જે શાસ્ત્રોની વિરૃદ્ધ છે. પણ ...

નર્મદા નહેર તુટતા જીરૂં અને રાડયાનો પાક 12 એકરમાં ધોવાઈ ગયો

ભાભર તાલુકાના કુવાળા ગામે માઇનોર નહેર તૂટતા ખેડૂતોના ઊભા પાકમાં પાણી ફરીવળતા મોટું નુકસાન થયું છે. બાર એકર જમીનમાં આવેલ જીરા અને રાયડાના પાકમાં પાણી ફરીવળતા પાક ધોવાઈ ગયો છે. અગાઉ પણ આ નહેરમા બે વખત ગાબડુ પડી ચૂક્યાં છે સીઝન ના બગડે તે માટે કુવાળા ગામના ખેડૂતોએ જાતે કેનાલ રિપેર કરી નાખવામાં આવી હતી. કુવાળા ગામના ખેડૂતો એ જણાવ્યું હતું.કે કેનાલમાં ગ...

58 દારૂની દુકાનમાંથી 78 લાખ લીટર દારૂં ગુજરાત પી ગયું

ગુજરાતના ૧૪ જિલ્લાઓમાં 58 જેટલી પરમીટ લિકર શોપ આવેલી છે. છેલ્લા પાંચ વર્ષમાં 58 લિકર પરમિટ શોપમાંથી ૭૮.૩૮ લાખ લીટર વિદેશી દારૂ અને ૪.૫૯ કરોડ લીટર જેટલું બિયરનું વેચાણ થયું છે. જોકે, આ તમામ મોરચે સુરતીઓ બાજી મારી જાય છે. છેલ્લા બે જ વર્ષની વાત કરીએ તો વર્ષ 2016 17 માં ૫.૧૬ કરોડ અને 2017 18 માં પાંચ કરોડ 50 લાખ નો વિદેશી દારૂ સુરતની પરમીટ લિકર શોપ મા...

કચ્છના રોગાન કસબી અબ્દુલ ગફુરભાઈ ખત્રી

કચ્છને રોગાનકલા ક્ષેત્રે અબ્દુલ ગફુરભાઈ ખત્રીએ વિશ્વસ્તરે નામના અપાવી છે. ભારત સરકાર તરફથી તેમને પદ્મશ્રી આપેલો હતો. મુંબઈમાં ગુજરાતતી નેતા અને શિવસેનાના હોદ્દેદાર હેમરાજ શાહે 2015માં કચ્છ શક્તિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ સમગ્ર દેશનું ધ્યાન તેમની તરફ ગયું હતું 300 વર્ષ જૂની રોગાનકળાના વારસાની જાળવણી પરિવારે બખૂબી કરીને ખૂબ ન...

ડાયરેકટર ઓફ પ્રોસીક્યુશનને ગૃહ વિભાગના નિયંત્રણ હેઠળ મુકાયો

ગુજરાત રાજ્યમાં ડાયરેકટર ઓફ પ્રોસીકયુશનની સંપુર્ણ કચેરીની રચના કરવામાં આવશે. આ માટે રાજય સરકારે કમિટીની રચના કરી હતી. કમિટીએ આ માટેનો અહેવાલ રાજય સરકારને સુપ્રત કર્યો છે જેના અભ્યાસ કર્યા બાદ કાર્યવાહી હાથ ધરાશે. ડાયરેકટર ઓફ પ્રોસીકયુશનની કચેરીની રચના કરવા માટે ગૃહ વિભાગના ઠરાવથી આ કચેરી ગૃહ વિભાગ હસ્તક રાખવા નક્કી કરાયું હતું. ત્યારબાદ ગૃહ વિભા...

જૂનાગઢ કુંભમાં રાજકીય કિન્નાખોરી, લોકસભામાં ભાજપ ફાયદો લેશે

જૂનાગઢના ભવનાથ મેળાને ગિરનાર શિવરાત્રી કુંભમેળા તરીકે દિવ્ય અને ભવ્ય રીતે ઉજવવાનું નક્કી કર્યું છે. તારીખ ૨૭મી ફેબ્રુઆરી થી તારીખ ૪થી માર્ચ દરમિયાન હિમાલયના પ્રપિતામહ એવા ગિરનારના સાનિધ્યમાં શિવરાત્રી કુંભમેળો યોજાશે.રોહિણી નક્ષત્રમાં  પ્રભાસ તીર્થ ક્ષેત્રે ચંદ્ર શિવ અને સમુદ્રનો મીલાપ થશે. ૨૬મી ફેબ્રુઆરીએ બપોરે ૨ વાગ્યે સંત નગર પ્રવેશ થશે.  જૂન...

મહિલા શ્રમજીવીઓ માટે સવારે 6 થી રાત્રે 9 વાગ્યા સુધી કામની જોગવાઇ

ગુજરાતમાં મહાનગરપાલિકા વિસ્તાર, નેશનલ હાઇ-વે, રેલ્વે સ્ટેશન, એસ.ટી. બસ મથક, હોસ્પિટલ, પેટ્રોલપંપ ઉપર આવેલી દુકાનો - સંસ્થાઓ ૨૪ કલાક ખુલ્લી રાખી શકાશે. જ્યારે નગરપાલિકા વિસ્તારોમાં, સ્ટેટ હાઇ-વે ઉપરની દુકાનો-સંસ્થાઓ સવારે ૬ થી રાત્રે ૨ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. જ્યારે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી દુકાનો સવારે ૬ થી રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુ...

રાજકોટ નવા હવાઈ મથકે બોઈંગ ઊતરી શકશે

............ રાજકોટમાં વૈશ્વિક કક્ષાના કોડ-સી ટાઇપના હવાઈ મથક પર બોઇંગ સિવાય એરબસનું પણ ઉતરી શકશે. રાજ્ય સરકાર દ્વારા હવાઈ મથક બનાવવા માટે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાને કુલ ૬૦૭ હેક્ટરથી વધુ જમીન વિના મૂલ્યે ફાળવવામાં આવી છે. જેના માટે જરૂરી તમામ મંજૂરી લેવામાં આવી છે. આ માટે ૯૬ ટકા જમીન સરકારી અને ૪ ટકા જમીન યોગ્ય વળતર આપીને નિયમોનુંસાર સંપાદિત ...