Saturday, August 8, 2026

પાલનપુર ગલબાભાઈ ટ્રસ્ટ સંચાલિત સિવિલ હોસ્પિટલની સામે આવી બેદરકારી

પાલનપુર, તા.૨૩ પાલનપુરની સિવિલ હોસ્પિટલમાંથી લોકોનો વિશ્વાસ ડગમગી ગયો છે. એક સમયે ઉત્તર ગુજરાતમાં સારી ગણાતી હોસ્પિટલ આજે છેલ્લાં કેટલાક સમયથી શંકાના દાયરામાં આવી ગઈ છે. ગઇકાલે  જ કૂશકલ ગામનાં રાહુલ ઠાકોરના અકસ્માતની દર્દનાક વાત સામને આવી હતી, રાત્રે આઠેક વાગે પ્રદીપકાકા  સીવીલમાંથી પસાર થઇ રહ્યા હતા,  ત્યારે  આ અકસ્માતના સમાચાર મળ્યા. ત્યાં જોવ...

ડેપ્યુટેશન પર ગયેલાને પણ આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂંક આપા...

અમદાવાદ,તા.૨૩ અમપામાં આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની ખાલી પડેલી જગ્યા ભરવા લેવાયેલી પરીક્ષા રદ કરી ફરીથી પરીક્ષા લેવા વિપક્ષ કોંગ્રેસ દ્વારા માંગણી કરાઈ છે.વિપક્ષનો આક્ષેપ છે કે,પહેલેથી જ કોને નિમણૂંક આપવાની છે એ નકકી કરી દેવામા આવ્યુ હોઈ પહેલા એવી જાહેરાત કરાઈ હતી કે,કેલકયુલેટર લઈ પરીક્ષામા બેસવા દેવાશે નહી અને પરીક્ષાના દિવસે કેલકયુલેટર સાથે ઉમે...

ગાંધીનગર, તા.23 મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તેમના ઉઝબેકિસ્તાન પ્રવાસના ચોથા દિવસે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ યુત શવકત મિરઝીયોયેવ સાથે બે કલાક સુધી લંબાણપૂર્વક બેઠક યોજીને ગુજરાત-ઉઝબેકિસ્તાન વચ્ચે વ્યાપાર-ઊદ્યોગના સંબંધો વધુ સુદ્રઢ બનાવવા ફળદાયી પરામર્શ કર્યો હતો. ઉઝબેકિસ્તાન રાષ્ટ્રપ્રમુખે ભારત સાથેની તેમના દેશની મિત્રતા અને ખાસ કરીને ગુજરાતના વ...

રાજ્યપાલે દ્વારકાધિશના દર્શન કરી ધન્યતા અનુભવી

દ્વારકા,23 રાજયપાલ આચાર્ય દેવવ્રતે આજે દ્વારકા ખાતે જગતમંદિરમાં ભગવાન દ્વારકાધિશના દર્શન કર્યા હતા. તેઓ વહેલી સવારે જામનગરથી નિકળી દ્વારકા સરકીટ હાઉસ ખાતે ટુંકું રોકાણ કરી જગતમંદિર ખાતે દ્વારકાધિશના દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી. જગતમંદિર ખાતે રાજયપાલ સાથે જિલ્‍લા કલેકટર ડૉ. નરેન્‍દ્રકુમાર મીણા, દ્વારકાધિશ દેવસ્‍થાન સમિતિના વહિવટદાર અને પ્...

હાર પછી ભાજપનું નિવેદન જનતા અમારી સાથે છે-પંડ્યા

અમદાવાદ,તા:૨૪ મનપા ની પેટા ચૂંટણી ના પરિણામ પર ભાજપ ની પ્રતિક્રિયા, પ્રવક્તા ભરત પંડ્યા એ નિવેદન આપ્યું ગુજરાત ની જનતા ભાજપ સાથે છે અને ભાજપ સાથેજ રહેશે લોકમત નો અમે આદર કરીયે છીએ અને હૃદય પૂર્વક જનતા નો આભાર માનીએ છીએ. ભરત પંડયાએ ૩ મહાનગર અને ૧૭ નગરપાલિકાની કુલ ૨૦ સીટનાં પરીણામો પર ભાજપની ભવ્ય જીત વધાવતાં જણાવ્યું હતું કે 3 મનપા ની પેટા ચૂંટણી ...

ખેરાલુમાં કોંગ્રેસની હાર ભાજપનો વિજય

ખેરાલુ,તા:૨૪ રાજ્યમાં 6 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ઉત્તર ગુજરાતની ખેરાલુ બેઠક પર ભાજપના ઉમેદવાર અજમલ ઠાકોરની 25 હજાર કરતા વધુ મતોથી જીત થઇ છે અને કોંગ્રેસના ઉમેદવાર બાબુજી ઠાકોરની હાર થઇ છે, ભાજપની જીત સામે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ખુશી વ્યક્ત કરી છે, તેમને કહ્યું કે અહી ભાજપના કાર્યકર્તાઓ વધુ મહેનત કરી છે, તેમને ખેરાલુની જનતાનો આભાર માન્યો ...

બાયડમાં ભાજપના પક્ષ પલટુ ધવલ ઝાલાની હાર

બાયડ ,તા:૨૪ બાયડ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જસુ પટેલની 730 મતોથી જીત થઇ છે અને કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં ગયેલા ધવલ ઝાલાની હાર થઇ છે, જનતાએ સમાજ સાથે ગદ્દારી કરનાર ધવલ ઝાલાને જાકારો આપ્યો છે, અલ્પેશ ઠાકોરના નજીકના ધવલ ઝાલાએ કોંગ્રેસ પર અનેક આરોપ લગાવીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો, તેઓ અગાઉ કોંગ્રેસમાંથી જ આ બેઠક પર ચૂંટાઇ...

ગાંધીજીએ યુદ્ધમાં ભાગ લીધો ત્યારે અપાયેલા મેડલોની ચોરી થઈ

ગાંધીજીના નિવાસસ્થાન હ્રદય કૂંજમાંથી બે સુવર્ણચંદ્રક ગુમ થઈ ગયા હતા. આ સુવર્ણ ચંદ્રકો ગાંધીજીએ 1899માં દક્ષિણ આફ્રિકાના બોઅર યુદ્ધ વખતે અને 1906માં ઝુલુ પ્રજાના યુદ્ધ વખતે શાંતિ માટે ભાગ લીધો હતો તે માટે દક્ષિણ આફ્રિકાની બ્રિટિશ સરકારે ગાંધીજીને આપ્યા હતા. ચંદ્રકો ગાંધીજી માટે કોઈ મહત્વ ધરાવતાં ન હતા. પણ તે ચંદ્રક ઐતિહાસિક રીતે અમૂલ્ય હતા. તે હવે એ...

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે એક વર્ષમાં 26 લાખ પ્રવાસી, સરકારને 57 કર...

ગાંધીનગર,તા.22 ગુજરાતમાં કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્દધાટનને 31મી ઓક્ટબરે એક વર્ષ થશે ત્યારે છેલ્લાએક વર્ષમાં આ મથકની મુલાકાતે 26 લાખ પ્રવાસીઓ આવી ચૂક્યાં છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઇ પટેલના 182 મીટર ઉંચા સ્મારકને ખુલ્લું મૂક્યું હતું. પ્રવાસીઓની મુલાકાતને કારણે સરકારને અત્યાર સુધીમાં કુલ 57 કરોડ રૂપિયાની આવક થઇ છે....

હિંમતનરમાં સામાજિક ન્યાય સમિતિના 20 લાખના વિકાસ કામોનાં વર્કઓર્ડર ત્રણ...

હિંમતનગર, તા.૨૨ કોંગ્રેસ શાસિત સા.કાં. જિલ્લા પંચાયતની સોમવારે યોજાયેલ સામાન્ય સભામાં 2016 ના સામાજીક ન્યાય સમિતિના રૂ.20 લાખના વિકાસ કામોના વર્ક ઓર્ડર આપવામાં ન આવ્યા હોવાનો મામલો ગરમાયો હતો અને શાસક પક્ષ દ્વારા અધિકારીઓને ભીંસમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં ત્રણ ચાર અધિકારીઓ બદલાઇ ગયાનું કારણ આપી વાહિયાત બચાવ કરાયો હતો. જિલ્લા પંચાયત પ્ર...

૧૦મી સુધીમાં આ જગ્યાઓ ભરીને તેની વિગતો યુજીસીએ તૈયાર કરેલા પોર્ટલમાં અ...

અમદાવાદ ,તા: 23   ૧૦મી સુધીમાં આ જગ્યાઓ ભરીને તેની વિગતો યુજીસીએ તૈયાર કરેલા પોર્ટલમાં અપલોડ કરવા આદેશ : આ પ્રમાણે કાર્યવાહી ન કરનારી યુનિવર્સિટી અને કોલેજો સામે પગલાં લેવાની ચીમકી : આ તમામ જગ્યાઓ યુજીસીના ધારાધોરણો પ્રમાણે જ ભરવાની પણ તાકીદ યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન દ્વારા તાજેતરમાં દરેક યુનિવર્સિટીઓ અને કોલેજોને એક પરિપત્ર મોકલીને જુદી જુદી ફેકલ...

આજીવિકા માટે ગામે ગામ ભટકતા પરિવારોની દયનિય સ્થિતિ

ડીસા,તા:23 જાહેર માર્ગ પર બેઠેલા આ બાળકોની તસ્વીર સરહદી બનાસકાંઠાના ડીસા પંથકની છે સમગ્ર રાજ્યમાં વિચરતી જાતિના અનેક સમુદાય છે પાપી પેટનો ખાડો પુરવા માટે એક ગામથી બીજા ગામ ભટકતા આ પરિવારો આજીવિકા રળવા અથાક પ્રયત્નો કરી રહ્યા છે તો બીજી તરફ સરકાર દ્વારા સાક્ષરતા અભિયાનની સૂફીયા ની વાતો કરી અનેક બડાશો હાંકવામાં આવી રહી છે જે તમામ દાવા આ તસવીર જોતા ખો...

રાજ્યમાં ડેન્ગ્યૂનો કહેર યથાવત, અત્યાર સુધીમાં ૭૩૧૯ કેસ નોંધાયા

ગાંધીનગર, તા. 22 રાજ્યમાં છેલ્લાં કેટલાંક સમયથી ડેન્ગ્યૂનો કહેર ફેલાયો છે. રાજ્યના વિવિધ શહેરોમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મચ્છરજન્ય રોગ ડેન્ગ્યૂના અત્યાર સુધીમાં 7319 કેસ નોંધાયા છે. જે પૈકી 21 ઓક્ટોબરે 145 કેસ નોંધાયા છે. ડેન્ગ્યૂના કેસમાં વધારાને લઈને સરકાર ચિંતિત છે. અને આ અંગે પગલાં પણ લેવાઈ રહ્યા છે. રાજ્યના મુખ્ય સચિવ જે. એન. સિંહે...

લક્ષ્ય સુધી પહોંચવા માટે ઉપયોગમાં લીધેલા અનૈતિક સાધનોને વ્યાજબી ઠેરવી ...

અમદાવાદ,તા.22  ગુજરાત વિદ્યાપીઠના ૬૬માં પદવીદાન સમારંભમાં બોલતાં વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીએ આજે વિદ્યાર્થીઓને ઉદ્દેશીને કહ્યુ કે મારી માન્યતા છે કે લાંબા ગાળે આપણે જે વિશ્વમાં જીવીએ છીએ તેની વાસ્તવિક્તા જોતાં ટ્રસ્ટીશીપનો અભિગમ સુંદર વિશ્વ ઘડવા અને તેને ટકાવવા માટે વધારે અસરકારક સાબિત થશે. મારા ઉદ્યોગ વ્યવસાયમાં હુ જેટલો સફળ થયો છુ તે બધી સફળતાં...

સરકારની ગુડબુકમાં આવતા પંકજ કુમાર અથવા મુકેશ પુરી નવા મુખ્યસચિવ બની શક...

ગાંધીનગર, તા. 22 ગુજરાતના મુખ્ય સચિવનો કાર્યકાળ 30મી નવેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે રાજ્યના નવા મુખ્ય સચિવ કોણ બનશે તેની અટકળો હાલમાં સચિવાલયમાં ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે સરકારની ગૂડબૂકમાં હોય એવા વરિષ્ઠ આઈએએસ અધિકારીઓ એટલે કે અધિક મુખ્ય સચિવ હોય તેમને આ પદ આપવામાં આવે છે. મુખ્ય સચિવને અપાયું હતું છ મહિનાનું એક્સ્ટેન્...