પાંચ બેઠક પર જન નેતા હાર્દિકની માંગ, આખરે ક્યાંથી લડી શકે ચૂંટણી
હાર્દિક પટેલ હવે કોઈ એક જાતિના નેતા રહ્યાં નથી. તેમણે કરેલાં અનામત આંદોલન અને પછી તે જન આંદોલમાં ફેરવાઈ ગયા બાદ હતે તે જનનેતા બની શક્યા છે. એપ્રિલ – મે 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણી લડશે. તે અમરેલી, સુરત, મહેસાણા, પોરબંદર, જામનગર લોકસભા બેઠકથી ચૂંટણી લડશે તેમ કહેવામાં આવી રહ્યું છે. મહેસાણા જિલ્લો પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર પણ રહ્યું ...
કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા લોકસભાની ચુંટણી નહીં લડે
કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણીને લઇને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. કોંગ્રેસમાં મોટા ભાગના નેતાઓને લોકસભાની ટિકિટની લાલચ છે. પ્રદેશ કોંગ્રેસ એક નેતાને મનાવે તો, બીજા નેતા નારાજ થાય અને બીજાને મનાવે તો ત્રીજા નેતા બળવો કરી બેસે, ત્યારે ગુજરાત કોંગ્રેસમાં ચાલી રહેલી સત્તાની ખેંચતાણ વચ્ચે અર્જૂન મોઢવાડિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. અર્જૂન મોઢવાડ...
ભાજપના નારણ કાછડીયાને સાંસદ લખેલી નંબર પ્લેટ હટાવવા કહ્યું, પણ પગલાં ન...
અમરેલીના સાંસદ નારણ કાછડીયા પોતાની કારમાં કાળા કાચ લગાવી અને કારની આગળ સાંસદ લખેલું બોર્ડ લગાડીને ફરતા હોવાની માહિતી RTOના અધિકારીઓને મળી હતી. આ માહિતીના આધારે RTOના અધિકારીઓ સાંસદ નારણ કાછડીયાના ઘરે ચેકિંગ કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ તે સમયે કાર ઘરે હાજર ન હતી. આ કારણે RTOના અધિકારીઓએ કારમાં લાગેલા કાળા કાચ અને નંબર પ્લેટની ઉપર લગાવવામાં આવેલું ...
મુખ્ય પ્રધાન રૂપાણી સાચા ઠર્યા, ગૃહ અને મહેસુલ વિભાગ સૌથી વધું ભ્રષ્ટ
ભાજપ સરકારના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, મહેસુલ અને ગૃહ વિભાગમાં ભ્રષાટાચાર વધું છે. તે વાત સાચી છે. આખી સરકારના વિભાગો ભ્રષ્ટ છે. જેમાં સૌથી વધું ભ્રષ્ટ કોઈ વિભાગ હોય તો તે મુખ્ય પ્રધાન પોતે સંભાળે છે અને તેમના આસિસ્ટંટ તરીકે પ્રદીપ જાડેજા છે તે ગૃહ વિભાગમાં છે. જેમાં 474 ગુના ભ્રષ્ટાચાર અંગે નોંધાયા છે. સરકારના જ આંકડા કહે છે કે, છે...
ખતરનાક કેમિકલથી હત્યાના ગુનામાં ભાજપના નેતા ધનસુખ ભંડેરીની સંડોવણી
પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે ખાડીમાં કેમિકલ ખાલી કરતા બે લોકોના મોત બાદ રાજકોટના પૂર્વ મેયર અને મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ અને લોકસભાની બેઠકના ભાજપના પ્રભારી ધનસખ ભંડેરી સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. તેમની સાથે બીજા 15 લોકો પણ છે. જેમાં 12ની ધરપકડ થઈ છે. હવે ભાજપના વિવાદાસ્પદ નેતા કંપનીના ધનસુખ ભંડેરી સહિતના ત્રણ માલિકોની ધરપકડ ગમે ત્યારે...
ગુજરાતમાં 900 સ્થળે મેરા બુથ કાર્યક્રમ યોજાશે
જયારે ગુજરાત કુલ 451 સ્થાનોમાં જેમાં ગ્રામ્ય અને શહેરના 414 મંડલમાં અને મહાનગરમાં 37 વિધાનસભા સીટ ઉપર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવનાર મેરા બુથ સબ સે મજબૂત અંતર્ગત માર્ગદર્શન મેળવશે.
કેન્દ્રીય યોજના મુજબ સમગ્ર ભારત દેશમાં તા.26 ફેબ્રુ-19 ના રોજ, સાંજે 6-30 કલાકે દરેક બુથમાં “કમલ જ્યોતિ” કાર્યક્રમનું આયોજ...
સોમનાથ મંદિર બનાવવા નહેરુની સરકારની કેબિનેટે મંજૂરી આપી હતી
ગુજરાતના જાણીતા પત્રકાર હરી દેસાઈએ જણાવ્યું હતું કે, જૂનાગઢ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭થી ૯ નવેમ્બર ૧૯૪૭ લગી પાકિસ્તાનમાં રહી આવ્યું. ૯ નવેમ્બરે ભારતમાં ભળ્યું.૧૩ નવેમ્બર ૧૯૪૭ના રોજ નાયબ વડાપ્રધાન તેમ જ ગૃહ,માહિતી અને પ્રસારણ તથા રિયાસત ખાતાના પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે જૂનાગઢમાં સભા સંબોધ્યા પછી સોમનાથમાં સંકલ્પ કર્યો કે સોમનાથનો જીર્ણોદ્ધાર ભારત સરકાર કરશે,પણ...
ગુજરાતમાં કોંગ્રેસ અધિવેશન, રોબર્ટ વાઢેરા કોંગ્રેસમાં ?
યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા પણ હવે રાજકારણમાં ઝંપલાવશે ! વાડ્રાએ તાજેતરમાં કરેલી એક ફેસબુક પોસ્ટ ઉપરથી એવો કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે મની લોન્ડરિંગ કેસમાંથી પોતાનું નામ દૂર થયા બાદ રોબર્ટ વાડ્રા હવે દેશવાસીઓની કરવા મોટી ભુમિકા નિભાવવા તૈયાર છે. ગુજરાતમાં કોંગ્રેસના અધિવેશન બાદ નિર્ણય લે એવી શક્યતા છે...
જૂનાગઢ કુંભમાં રાજકીય કિન્નાખોરી, લોકસભામાં ભાજપ ફાયદો લેશે
જૂનાગઢના ભવનાથ મેળાને ગિરનાર શિવરાત્રી કુંભમેળા તરીકે દિવ્ય અને ભવ્ય રીતે ઉજવવાનું નક્કી કર્યું છે. તારીખ ૨૭મી ફેબ્રુઆરી થી તારીખ ૪થી માર્ચ દરમિયાન હિમાલયના પ્રપિતામહ એવા ગિરનારના સાનિધ્યમાં શિવરાત્રી કુંભમેળો યોજાશે.રોહિણી નક્ષત્રમાં પ્રભાસ તીર્થ ક્ષેત્રે ચંદ્ર શિવ અને સમુદ્રનો મીલાપ થશે. ૨૬મી ફેબ્રુઆરીએ બપોરે ૨ વાગ્યે સંત નગર પ્રવેશ થશે. જૂન...
ભાજપમાં બળવાખોરીથી 10 બેઠકો ગુમાવી, હવે કોંગ્રેસ તેનો લોકસભામાં ફાયદો ...
બળવો – દિલીપ પટેલ – ખાસ અહેવાલ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી બળવો કરીને ઉમેદવાર બન્યા હોય તે બેઠક પર કોંગ્રેસને કેટલો ફાયદો થયો હતો અને હવે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના બળવાખોરો કેટલો લાભ અપાવી શકે તેમ છે. તે અંગે કોંગ્રેસના કેટલાંક નેતાઓએ એક અહેવાલ તૈયાર કર્યો છે. જેમાં એક તારણ એવું બહાર આવ્યું છે કે ભાજપમાં જ્યાં બળવો થયો હત...
ભાનુશાળીની હત્યાની સંપૂર્ણ વિગતો, છબીલના કારનામાં વાંચો
કચ્છના કારનામા – દિલીપ પટેલ – ખાસ અહેવાલ કચ્છ ભાજપ માટે બળાત્કાર, સેક્સ કૌભાંડ અને હત્યાની ભૂમિ બની ગયો છે. ભાજપના ટોચના નેતાઓની અંગત સેક્સ લાઈફ કેટલીક જાણકારી જયંતી ભાનુશાળી પાસે હતી. આ હત્યા જેટલી સરળ દેખાય છે એટલી નથી. ચાર બળાત્કારના બનાવો અને તેની સાથે જોડાયેલી યુવતીઓ અને ભાજપના ટોચના રાજકીય નેતાઓની હિલચાલ સમજવી પડે તેમ છે. કચ્છના નલિયા બળાત...
સૈનિકની હત્યામાં કોંગ્રેસના ધારાસભ્ય અજીતનું નામ પ્રેમ પ્રકરણ બહાર આવ્...
બાલાસિનોર તાલુકાના પાંડવા ગામના ફૌજી સોમાભાઈ ચૌહાણનુ 31મી જાન્યુઆરીની રાત્રીના કારની નીચે કચડીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. ફૌજીની પત્ની કમળા ચૌહાણે પંદર દિવસ બાદ સ્વીકાર કર્યો છે કે, કોગ્રેસના બાલાસિનોરના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ વચ્ચે પ્રેમસંબધો હતા. પોલીસે નિવેદન લઈને તપાસ ચાલુ કરી છે. ફૌજીના પત્નીના ફોન પરથી 29 સેકન્ડ સુધી ધારાસભ્ય સાથે વાત ...
રૂપાણી સરકાર ફરી પાટીદાર આંદોલન ભડકાવવા માંગે છે ?
જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાનો મુદ્દો આગળ ધરીને વિજય રૂપાણીની સરાકરે પાટીદારોને સ્પષ્ટ ધમકી આપી છે કે 300 જેટલાં ગુનામાં સેંકડો પાટીદારોને 5 વર્ષથી 10 વર્ષની જેલની સજા થઈ શકે છે. જોકે સરકારે આ બધા ગુના પરત લેવાની ખાતરી આપવામાં આવી હતી. પણ તેમ થયું નથી. હવે સરકારે નવેસરથી આ વિવાદને છેડવાનો પ્રયાસ લોકસભાની ચૂંટણી પૂર્વે અને હાર્દિક પટેલને ચૂંટણી ...
ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પરની હાલની સ્થિતી શું છે તે વાંચો
આંક અને અનુભવ – દિલીપ પટેલ – વિશ્લેષણ ગુજરાતમાં લોકસભાની બેઠક પર કોંગ્રેસ અને ભાજપ સરખી બેઠકો મેળવે તેવો માહોલ ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપને મળેલા મતોની ગણતરી અને હાલની સ્થિતી પ્રમાણે 26 બેઠકોનું મૂલ્યાંકન કરવામાં આવે તો તેમાં કઈ બેઠક પર કોણ જીતી શકે તેમ છે, તે એકદમ સ્પષ્ટ થઈ જાય તેમ છે. લોકસભા વિસ્તારમાં જે તે પક્ષની...
ગુજરાતના જંગલમાં રહેતાં 1.30 લાખ આદિવાસી કુટુંબોને હાંકી કઢાશે
સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો છે કે, દેશના 16 રાજ્યોમાં જંગલોમાં વસતા 10 લાખ આદિવાસી પરિવારોને જંગલમાંથી હાંકી કાઢવામાં આવે. રોમેલ સુતરીયા કહે છે કે, ગુજરાતમાં 1.83 લાખ કુટુંબોએ જંગલમાં રહેતા હોવાનો દાવો કર્યો હતો. જેમાં 1.30 લાખ તો ભાજપ સરકારે ફગાવી દીધા છે. માત્ર 53 હજાર કુટુંબો જ માન્ય છે. ગુજરાતની વડી અદાલતે તમામ દાવાઓની પુન: ચકાસણી કરવાનો આદેશ આપ...

English