સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો છે કે, દેશના 16 રાજ્યોમાં જંગલોમાં વસતા 10 લાખ આદિવાસી પરિવારોને જંગલમાંથી હાંકી કાઢવામાં આવે. રોમેલ સુતરીયા કહે છે કે, ગુજરાતમાં 1.83 લાખ કુટુંબોએ જંગલમાં રહેતા હોવાનો દાવો કર્યો હતો. જેમાં 1.30 લાખ તો ભાજપ સરકારે ફગાવી દીધા છે. માત્ર 53 હજાર કુટુંબો જ માન્ય છે. ગુજરાતની વડી અદાલતે તમામ દાવાઓની પુન: ચકાસણી કરવાનો આદેશ આપ્યો હતો. પણ તેની ચકાસણી ભાજપ સરકારે કરી નથી. ગુજરાતમાં દાવા
સર્વોચ્ચ અદાલતમાં રજૂ થયેલી વિગતો પ્રમાણે ગુજરાતમાં આદિવાસીઓ દ્વારા 1,68,899 અને OTFD દ્વારા 13,970 દાવા કરવામાં આવ્યા હતા. કોર્ટે રાજ્યનાં મુખ્ય સચિવને પૂછ્યું છે કે દાવા રદ કરવાના અંતિમ તબક્કા બાદ કેટલી કાર્યવાહી થઇ છે.
કલેક્ટરને અધિકાર

જિલ્લા કલેક્ટર સુધી દાવો પહોંચે તે પહેલાં જ કાયદા વિરૃદ્ધ રદ કરી દેવામાં આવ્યા છે. રામાયણ સમાયથી આદિવાસીઓ જંગલમાં રહેતા આવ્યા છે. તેમની પાસે દસ્તાવેજોનો અભાવ હોય તે સ્વાભાવિક છે. જો કલેક્ટર દાવો રદ કરે તો પણ જમીન પરથી કોઈને હાંકી કાઢી શકાતાં નથી. દાવાઓમાં કાવાદાવા થાય છે. પૂરી નોંધ થતી નથી. જે કાયદાની મૂળ પ્રસ્તાવના અને હાર્દ ને ખત્મ કરી નાખે છે.
જંગલની જમીનની માલિકી કોની
તે જમીન પોતાની છે એ આદિવાસી એ સાબિત કરવાનું હોય છે, તો બીજી તરફ પ્રતિવાદી વનવિભાગ જે તે જમીન આદિવાસી ની નહીં પરંતુ વનવિભાગ ની છે તે સાબિત કરવાનું હોય છે. જંગલની માલિકી જંગલ વિભાગ પાસે કાયદાથી આપવામાં આવી નથી. જંગના મૂળ માલિક તો આદિવાસીઓ છે.
ગુજરાતના આદિવાસી ચળવળકાર રોમેલ સુતરિયા કહે છે કે, મારા સંશોધન મુજબ આવા કોઈ રેકર્ડ ઉપલ્બ્ધ નથી જે દર્શાવે કે વનવિભાગ આ જંગલ જમીના માલિક હોય.
2 ટકા લોકો જ જંગલમાં રહેશે, 98 ટકા બહાર હાંકી કઢાશે
વન્યજીવો માટે કાર્યરત બિન સરકારે સ્વૈચ્છિક સંસ્થા દ્વારા આદિવાસીઓ અને વનરહેવાસીઓને મળતા રેકનિગશન ઑફ ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ 2006ને પડકારવામાં આવ્યો હતો. વનની હદમાં અને વનમાં રહેતા આદિવાસી પરિવારોના કારણે વન્યસૃષ્ટી અને વન્ય સંપત્તિનું સંવર્ધન થતું નથી. એનજીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે વર્ષ 2006નો કાયદો દેશના બંધારણની વિરુદ્ધમાં છે. કાયદામાં આદિવાસીઓના માત્ર 2 ટકા લોકો જ જંગલમાં રહી શકે છે બાકીના ગેરકાયદે રહે છે.
ભારત સરકાર દ્વારા દેશના 42.19 લાખ આદિવાસી કુટુંબોઓમાંથી 18.89 લાખ આદિવાસીઓના પુનર્વસનના દાવા મંજૂર કરાયા છે. તેથી 23 લાખ કુટુંબોને કેસની સીધી અસર થશે. આદિવાસી પરિવારોને બેઘર થતા અટકાવવા માટે વળતી દલીલ કેન્દ્ર સરકારે કરી નથી. 2018માં કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને સૂચના આપી હતી કે આદિવાસી પરિવારોના દાવા ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ હેઠલ મંજૂર નથી થયા તેમને સાંભળ્યા બગર તાત્કાલિક રહેણાંકો જંગલમાંથી ખાલી કરવામાં આવે.
સર્વોચ્ચ અદાલતમાં વાઇલ્ડલાઇફ ફર્સ્ટ, નેચર કન્ઝર્વેશન સોસાયટી અને ટાઇગર રિસર્ચ ફાઉન્ડેશન વતી અપીલ કરનાર પ્રવિણ ભાર્ગવ હતા.
રાજ્ય સરકારે સમર્થન આપ્યું
રાજ્ય સરકારોનો દાવો હતો કે આ જંગલની જમીન ઉપર દબાણ છે. જગ્યા પચાવી પાડી છે. જે દલીલો માન્ય રાખી છે. આદિવાસીઓ તેમજ અન્ય વનવાસીઓએ FRA મુજબ 11,72,931 દાવા કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારોએ દાવાઓને ફગાવી દીધાં છે. 12 જુલાઈ 2019 સુધીમાં જંગલોમાંથી બાકીના લોકોને હઠાવી દેવામાં આવે.
ફોરેસ્ટ વિભાગની સંસ્થા હવે ઉપગ્રહની છબીઓને આધારે અહેવાલ આપશે, જંગલોમાંથી દબાણ દૂર કરી દેવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એક વખત આદેશ આપ્યા બાદ તેનો અમલ થવો જોઈએ.
સુપ્રીમ કોર્ટે આ તમામ રાજ્યોને શોગંદનામા કરીને આદિવાસી અને પરંપરાગત વનવાસીઓ દ્વારા કરાયેલા 11.73 લાખ જમીન માલિકીના દાવા ઓછામાં ઓછી ૩ પેઢીથી જમીન પોતાના કબજામાં હોવા અંગેના પુરાવા આપી શક્યા ન હતા.
ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ હેઠળ આદિવાસીઓના જંગલમાં જીવન જીવવાના અધિકાર પર તરાપ મારી છે. 31 ડિસેમ્બર 2005 પહેલાં ઓછામાં ઓછી ૩ પેઢીથી જમીનનો કબજો ધરાવનારને જ જંગલની જમીનના અધિકાર મળી શકે છે.
જંગલોમાં આવેલા 1.70 લાખ ગામ-વસાહતમાં 20 કરોડ આદિવાસી છે. 2001ની વસતીગણતરી પ્રમાણે ભારતમાં 10.4 આદિવાસી વસવાટ કરે છે. આ કાયદા હેઠળ તમામ સત્તા ગ્રામ સમિતિ – પંચાયતને આપવામાં આવી હતી. તે માત્ર કલેક્ટર જ રદ કરી શકે કે મંજૂર કરી શકે છે. જમીન પરનો દાવો મંજૂર થયા બાદ આદિવાસીને કલેક્ટરની સહી સિક્કા વાળુ અધિકાર પત્ર આપે છે. જેની નોંધ 7-12ની નોંધમાં લાવવાની હોવા છતા આજ દિન સુધી મંજૂર દાવાઓની નોંધ કરી નથી.
(દિલીપ પટેલ)

English





You must be logged in to post a comment.