Saturday, August 8, 2026

સુરતના બે એકમોને ફરાળી લોટમાં ભેળસેળ કરવા બદલ કુલ 10 લાખનો દંડ ફટકાર્ય...

ગાંધીનગર, તા. 08 ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાજ્યભરની હોટેલો અને રેસ્ટોરન્ટના રસોડામાં દરેક ગ્રાહકને પ્રવેશ આપવાના નિયમને અમલી બનાવ્યાના બીજા જ દિવસે સુરતમાં ફરાળી લોટમાં ભેળસેળ કરતાં બે એકમોને રૂ. 5-5 લાખનો દંડ ફટકાર્યો છે. ફરાળી લોટમાં ઘઉંના લોટની ભેળસેળ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ફરાળી લોટ અંગે વિશેષ ડ્રાઈવ યોજીને રાજ્યભરમાં...

પરિવારની મદદ કરવા કોલસેન્ટર શરુ કર્યુ હોવાનું આરોપીઓનું રટણ

અમદાવાદ,તા.08 સરખેજ પોલીસ ઘ્વારા બે અલગ અલગ કોલ સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં 4 લાખ થી વધુ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો..આ 2 કોલ સેન્ટર ના આરોપીઓ ની પૂછપરછ કરતા આર્થિક પરિસ્થિતી ને પહોંચી વળવા માટે આ કોલ સેન્ટર શરૂ કરી પરિવાર ની પરિસ્થિતિ સારી કરવાના હેતુ થી આ કામ કરતા હોવાનું સામે આવ્યું છે કહેવાય છે કે પેટ કરાવે વેઠ આ સાબિ...

અસારવા ભાજપના વોટ્સએપ ગ્રૂપમાં ફરી બીભત્સ વીડિયો મુકાયા

અમદાવાદઃ તા:08 ભાજપના વોટ્સએપ ગ્રૂપમાં બીભત્સ વીડિયો મૂકવાની ઘટનામાં વધુ એક ઉમેરો થયો છે. અસારવા ભાજપ વિધાનસભાના વ્હોટ્સએપ ગ્રૂપમાં બીભત્સ વીડિયો મૂકવામાં આવતાં ફરી વિવાદ ઊભો થયો છે. ઉલ્લેખનીય છે કે આ ગ્રૂપમાં ધારાસભ્યો, કોર્પોરેટર સહિત સંગઠનના હોદ્દેદારો પણ સામેલ છે, જેમાં અશોક કનોજિયા નામના શખ્સ ભાજપના સભ્યએ બીભત્સ વીડિયો મૂક્યો છે. અશોક કનોજિ...

પીસીબીએ બોડકદેવમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડયા

અમદાવાદ, તા.9. શહેરના બોડકદેવ વિસ્તારમાં ફાયર સ્ટેશનની સામે આવેલી ઇન્દ્રપ્રસ્થ-7 નામની બિલ્ડીંગમાં ચાલતા જુગારધામ પર પીસીબીએ દરોડો પાડીને જુગારધામના સંચાલક સહિત નવ વ્યક્તિઓની ધરપકડ કરી છે. પોલીસે આ સાથે રૂ. 1.09 લાખની રોકડ રકમ સાથે કુલ રૂ. 24.09 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ પોલીસની પીસીબીની ટીમને બાતમી મળી ...

અસલાલી રિંગ રોડ ઉપરથી માથા વિનાની લાશનો ભેદ ઉકેલાયો

અમદાવાદ, તા. 9. અમદાવાદ શહેર નજીક આવેલા અસલાલીથી હાથીજણ જવાના માર્ગ પરથી એક અઠવાડિયા પૂર્વે એક માથા અને આંગળીઓ વિનાનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે, આવી ક્રૂરતા પૂર્વક થયેલી હત્યા જોઈને  ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ઘટના અંગે ગ્રામ્ય એલ.સી.બી. પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આ મૃતદેહ ગોમતીપુરના યુવકનો હોવાનું સામે આવ્યું હતું. જેમાં ગ...

ગુજરાતમાં 2019માં 7 માસમાં 3 વાવાઝોડાથી નુકસાન થયું પણ મોદીએ આર્થિક સહ...

હિંમતનગર, 9 નવેમ્બર 2019 કુદરતી આપત્તિઓનો માર ઝેલી રહેલ કિસાનોના હામી હોવાનો દમ ભરતી રાજ્ય સરકારે છેલ્લા 7 મહિના દરમિયાન ત્રણ - ત્રણ વખત ખેતી પાકને થયેલ નુકસાન અંતર્ગત ખેડૂતોને એક પાઇ પણ ચૂકવી નથી. દર વખતે સર્વે માટે જતા કર્મચારીઓને પણ ખેડૂતો આગળ જતાં ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો પડે છે. સર્વે કરી નુકસાનીનો અંદાજ મૂકી વળતર ન ચૂકવતા ખેડૂતોની ક્રૂ...

બીટકોઈન કેસમાં સીબીઆઈ ઇન્સ્પેક્ટર સુનિલ નાયર સામે રૂ.પાંચ કરોડ ની ખંડણ...

અમદાવાદ,તા.8. ગુજરાતના બહુચર્ચિત સુરત બિટકોઈન કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે. દિલ્હીની એન્ટી કરપ્શન બ્રાન્ચ દ્વારા અગાઉ ગાંધીનગરમાં સીબીઆઈમાં ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા સુનિલ નાયર સામે રૂપિયા 5 કરોડની ખંડણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુનિલ નાયરે બિટકોઇન કેસમાં શૈલેષ ભટ્ટને સીબીઆઈ ઓફિસમાં બોલાવીને ધમકી આપી હતી કે, તમે કરોડો રૂપિયાના કાળા નાણાં...

પાટણમાં ભાઈ-ભત્રીજીની હત્યારી કરનારી યુવતીના જામીન સેશન્સ કોર્ટે ફગાવ...

પાટણ, તા.08  પાટણમાં ભાઇ અને ભત્રીજીને ધતુરાનો રસ અને સાઇનાઇડ આપી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનામાં મહિનાઓ પછી નવું વર્ષ શરુ થઇ ગયું પણ હજું ફોરેન્સિક લેબોરેટરીમાંથી રીપોર્ટ આવ્યો નથી. દરમ્યાન હત્યા કરનાર ડેન્ટીસ્ટ આરોપી કિન્નરી પટેલની જામીન અરજી સેસન્સ કોર્ટે નામંજુર કરી છે. પાટણના રહીશ અને અમદાવાદ ખાતે રહેતા પરિવારની ડેન્ટીસ્ટ દિકરી કિન્નરી પટ...

કથિત પ્રેમ પ્રકરણમાં દિલ્હી પોલીસે દહિયાને ક્લીન ચીટ આપી

ગાંધીનગર, તા. 08 રાજ્યના સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી ગૌરવ દહિયાને કથિત પ્રેમ પ્રકરણમાં દિલ્હી પોલીસે ક્લીન ચીટ આપી છે. તપાસમાં તમામ આક્ષેપો પાયાવિહોણા હોવાનું સામે આવ્યું છે. પીડિત મહિલાએ કરેલા આરોપવિહોણા સાબિત થયા હોવાનું દિલ્હી પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. દિલ્હી પોલીસને તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, પીડિત મહિલા પહેલાથી જ પરણેલી હતી અને ...

જયંતિ ભાનુશાળીની હત્યા બાદ ગુમ થયેલા તેમના મોબાઈલમાં શું રાઝ છે ?

કચ્છ, તા.૦૮ જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં ઉત્તરપ્રદેશમાંથી ઝડપાયેલા મનીષા અને ભાઉને સીઆઇડી ક્રાઈમની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ(એસસાઈટી) દ્વારા શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જયાં ભચાઉ કૉર્ટ સમક્ષ પોલીસે ૧૪ દિવસની રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં હત્યાકાંડની સાજીસથી માંડીને તેમાં કોણ-કેવી રીતે સામેલ છે તેની તપાસ કરવા ઉપરાંત મરનાર ભાનુશાળી...

ભાનુશાળી હત્યા કેસની સૂત્રધાર મનિષાનું રટણ, ‘હું કાંઈ જાણતી નથી'...

અમદાવાદ, તા.07 જયંતિ ભાનુશાળીના ચકચારી હત્યા કેસમાં હત્યારાઓ અને સોપારી આપનાર છબીલ પટેલ વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવનારી મનિષા ગોસ્વામી હું કાંઈ જાણતી નથી તેવું સતત રટણ કરે છે. જો કે, મનિષા હત્યા કેસની માહિતી જાણવા નિયમિત રીતે ઓનલાઈન ન્યુઝ પેપર મોબાઈલ ફોનમાં વાંચતી હતી. મનિષા અને સુરજીત પરદેશી ઉર્ફે ભાઉ પાસેથી મહત્વના પૂરાવાઓ કબ્જે લેવા તેમજ વધુ પૂછપરછ ...

અમદાવાદમાં છ દિવસમાં ડેન્ગ્યૂના ૧૭૦ કેસ નોંધાયા

અમદાવાદ,તા.૭ અમદાવાદમાં ચોમાસાની મોસમ પુરી થયા બાદ મચ્છરજન્ય રોગચાળાએ માઝા મુકી છે.શહેરમાં આ માસના પહેલા છ દિવસમાં જ ડેન્ગ્યૂના ૧૭૦ કેસ નોંધાતા અમપા હેલ્થ વિભાગ દોડતુ થઈ ગયુ છે.પુરા થયેલા ઓકટોબર માસમાં માત્ર ડેન્ગ્યૂના જ કુલ ૧૨૦૯ જેટલા કેસ નોંધાયા હતા. આ અંગે અમપાના હેલ્થ ઓફીસર ભાવિન સોલંકીએ માહીતી આપતા કહ્યુ કે,નવેમ્બરમાં છ દિવસમાં મેલેરિયાના ...

હિંમતનગરને અડીને આવેલ બોરીયા-ખુરાંદમાં નીકળતાં લાલ પાણીના સેમ્પલ લેવામ...

હિંમતનગર, તા.૦૭ હિંમતનગરને અડીને આવેલ બોરીયા ખૂરાંદમાં કેમિકલ ફેક્ટરીને કારણે ભૂગર્ભ જળ દૂષિત બની ગયા બાદ ભારે હોબાળો થવાને પગલે દોઢેક દાયકા અગાઉ ફેક્ટરી બંધ થઇ ગઇ હોવા છતાં હજુ પણ લાલ રંગનુ દૂષિત પાણી આવી રહ્યુ હોવાથી આખોયે મામલો ઔદ્યોગિક એકમ ઉપર ઢોળી દઇ જમીન સુધારણા અને ભૂગર્ભ જળ સુધારણા માટે શુ કહી શકાય તેનો જીપીસીબીએ અભિપ્રાય માંગતા જીટકો નામ...

હિસાબમાં ગોટાળા હોવાનું કહી રૂ.૨૨ હજારની લાંચ લેતા પાલનપુરના ઓડિટરને ઝ...

પાલનપુર, તા.૦૭ પાલનપુરમાં નાણાં ધિરધારની સહકારી કચેરીના ઓડિટ કરતા અધિકારીએ લાયસન્સ ધારકના હિસાબોમાં ગોટાળા છે તેવો ભય બતાવી 25 હજારની લાંચ માંગી હતી. જેમાં છેલ્લે રૂ. 22માં સોદો નક્કી થયો હતો. જોકે બુધવારે વેપારીને એસીબીએ જોડે રાખી રૂ.22 હજાર લાંચ લેતાં અધિકારી ગોરધન જોષીને ઝડપી તેમની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નાણાં ધિરધારનો ધંધો કરતા વે...

થરામાં વિકલાંગતા કાર્ડના કેમ્પમાં ઓર્થોપેડિક ડોક્ટર હાજર ન રહેતાં દર્...

થરા, તા.૦૭ થરા ખાતે આવેલ રેફરલ હોસ્પિટલમાં બુધવારે વિકલાંગના કાર્ડ કાઢવા માટે કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં 12 થી 4નો સમય ફાળવાયો હતો. જેમાં હાડકાં, ગળા, કાન, માનસિક રીતે લાચાર દર્દીઓની ચકાસણી કરી તેમના નામની નોંધણી કરી દિવ્યાંગતાના પ્રમાણપત્રો ઇસ્યૂ કરવા અંગે કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં સુઇગામ, થરાદ અને થરા તેમજ આજુબાજુના દર્દીઓ આવ્યા ...