Sunday, August 9, 2026

અજીતગઢની વાડી માં 23 ખેતમજૂરો અને અગરિયા ફસાતા બચાવકાર્યમાટે એન ડી આર ...

હળવદ,તા.30  સુરેન્દ્રનગર , મોરબી સહીતના આસપાસના વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.વરસાદને પગલે ચારેતરફ પાણી જ પાણી નજરે ચઢી રહ્યું છે.  જે વિસ્તારોમાં પાણીની અછત વર્તાતી હતી ત્યાં જળબમ્બાકારની પરિસ્થિતિ છે..ગામ સિમથી અલગ થઇ ગયા છે અને ગામના પુલ અને રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા વાહનવ્યવહાર બંધ થઇ ગયો છે.ત્યારે હળવદના  અજીતગઢ ગામે 23થી વધુ ખેતમજૂરો...

૧૬ દિવસથી સતત ઘટતા જહાજી નુર: ઇન્ડેક્સ ૨૫ ટકા તુટ્યો

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૩૦: ૭૦મા સ્થાપના દિવસની ૧ ઓક્ટોબરથી શરુ થતી પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના ગોલ્ડન ડેની ઉજવણીની સાપ્તાહિક રજા પર ચીન જાય, તે પહેલા ડ્રાય બલ્ક કોમોડીટીનું દુનિયાભરમાં વહન કરતા માલ વાહક જહાજોનો બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ, પાછલા ૧૭ ટ્રેડીંગ સત્રમાંથી ૧૬મા ઘટ્યો હતો. રાજધાની બીજિંગ આસપાસના તમામ શહેરોના હવામાન સુદ્ધિકરણ અભિયાનના ભાગ રૂપ...

ખેતરોમાં પાણી ભરાતા ઉભા પાકનો નાશ થતા સૌરાષ્ટ્રમાં લીલા દુકાળની સ્થિતિ...

રાજકોટ,તા:૩૦   ખેતરોમાં ઉતારને આરે તૈયાર થઈને ઉભા કપાસ અને કઠોળના પાકો ઉપર સતત વરસાદ ચાલુ રહેતા કહોવાટ શરૂ થયો છે. દર વર્ષે જ્યાં વરસાદની અછત વર્તાતી હોય છે તેવા વિસ્તાર કચ્છમાં સારો એવો વરસાદ નોંધાયો છે તો રાજકોટમાં વરસાદે 100 વર્ષથી વધારે સમયનો રેકોર્ડ વરસાદે તોડી નાખ્યો છે.  નર્મદા ડેમ છલોછલ ભરાઈ જવાથી પાણીની તંગી નહીં રહે અને ખેડૂતો અન્ય સિઝનમા...

પ્રજા પરેશાન હોઈ સત્તા પ્રેમિ શંકરચૌધરીનું પત્તું કપાયું

ગાંધીનગર, તા.30 રાધનપુરમાં 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી હારેલા શંકર ચૌધરીને ભાજપે પેટા ચૂંટણીની ટિકિટ આપી નથી તેના અનેક કારણો છે. જેમાં ડેરીના પ્રશ્નો અને પક્ષની નેતાગીરી સામે ઊભી કરેલી શંકા કારણભૂત માનવામાં આવે છે. લોકોનો રોષ આજે પણ શંકર ચૌધરી સામે એટલો જ છે. તેથી તેમને ટિકિટ આપવામાં આવી નથી. શું કારણો છે? એશિયાની સૌથી મોટી બનાસ ડેરી બ...

વધારે આવકની લ્હાયમાં ખાનગી ટેક્સી ચાલકો વગર પરવાનગીએ જાહેરખબરો લગાવીને...

ગાંધીનગર, તા. 29 રાજ્ય સરકાર દ્વારા વાહન વ્યવહારના નવા નિયમો 16મી ઓક્ટોબરથી લાગુ થવા જઈ રહ્યા છે ત્યારે રાજ્યનાં સરકારના જાહેર વાહનો તેમ જ ખાનગી કેબ ઓપરેટર્સ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. વાહન વ્યવહારના નિયમો પ્રમાણે કોઈપણ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ઓછામાં ઓછું ભાડું દર્શાવવાનું હોય છે તેમ છતાં તે દર્શાવવામાં આવતું નથી. શહેરમાં ચાલત...

ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા ઉત્સવોની મોસમમાં યોજાતા સેલમાં જીએસટીની જંગી ચો...

અમદાવાદ, તા:૩૦ દિવાળી પૂર્વે ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા યોજવામાં આવી રહેલા જંગી સેલ્સમાં ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની જંગી ચોરી કરવામાં આવી રહી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. ઓનલાઈન સેલ યોજતી આ કંપનીઓ મેક્ઝિમમ રિટેઈલ પ્રાઈસ-એમઆરપી પર જીએસટી જમા કરાવવાને બદલે તેમણે આપેલા ડિસ્કાઉન્ટ બાદ થતી રકમ પર જીએસટી ભરી રહી છે. આ કંપનીઓ 10 ટકાથ...

પ્રતિસ્પર્ધીઓ વિરૂદ્ધ અરજીઓ કરી શેહજાદે ડ્રગ્સ નેટવર્ક પર કબ્જો જમાવ્ય...

અમદાવાદ, તા.29 દોઢ કરોડના એમડી ડ્રગ્સ રેકેટમાં પકડાયેલા પિતા-પુત્ર, ભાગીદાર તેમજ ખેપીયાને અદાલતે છ દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે. ડ્રગ્સના ધંધામાં રહેલા પ્રતિસ્પર્ધીઓની બાતમી આપી શહેજાદે ડ્રગ્સ સપ્લાયનું નેટવર્ક કબ્જે કરી લીધું છે. છેલ્લા ત્રણેક વર્ષમાં ડ્રગ્સના કારોબારમાં કરોડો રૂપિયા કમાયેલા શહેજાદ તેજાબવાલા અને ઈમરાન અજમેરીએ ક્યાં રોકાણ કર્યું...

હોસ્પિટલ-કોલેજના જુદા જુદા કોન્ટ્રાક્ટમાં મોટાપાયે મજૂર કાયદાનું ઉલ્લં...

અમદાવાદ, તા. 29 સરકાર પાસેથી કરોડો રૂપિયાની જમીન મફતમાં મેળવીને જીસીએસ હોસ્પિટલ-કોલેજ મેનેજમેન્ટ ખાનગી સંસ્થાની માફક ચલાવે છે. અહીં જુદા જુદા કોન્ટ્રાકટમાં લેબર લોથી માંડીને આરટીઆઈ જેવા કાયદાનું સરેઆમ ઉલ્લંઘન થાય છે. આશ્ચર્યની વાત છે કે શ્રમ વિભાગ પણ તમામ પ્રકારની ગેરરીતિઓ સામે લાચાર છે. આરટીઆઈ લાગુ નથી કરાઈ રહ્યું જીસીએસ હોસ્પિટલની મૂળ સં...

પાસપોર્ટમાં યુ.કે.ના બનાવટી વિઝા-સ્ટેમ્પ અંગે મુંબઈના એજન્ટની ધરપકડ

અમદાવાદ, તા.29 અમેરિકાના વિઝા અપાવતા મુંબઈના એક એજન્ટની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી છે. તેની પાસેથી સીઆઈડી ક્રાઈમે 102 ભારતીય પાસપોર્ટ, પાસપોર્ટમાંથી છૂટા પાડેલા 26 પેજ, 10 ક્રેડિટ અને ડેબિટ કાર્ડ, 10 બોગસ આધાર કાર્ડ અને એક બોગસ પાનકાર્ડ જપ્ત કર્યાં છે. ઝડપાયેલો મુંબઈનો એજન્ટ નૌશાદ મુસા સુલતાન લોકોને અમેરિકાના વિઝા મેળવવા માગતા લોકોના પાસપોર્ટમા...

ચાર મહિના બાદ પણ નદી દૂષિત, ખુદ અમપા જ પેરામીટરનો ભંગ કરે છે

અમદાવાદ, તા. 29 શહેરની આગવી ધરોહર સમાન સાબરમતી નદીને માત્ર ચાર મહિનામાં જ શુદ્ધ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા (અમપા) કમિશનરે જે દાવા કર્યા હતા, તે સાવ ખોટા સાબિત થઈ રહ્યા છે. દેશની સૌથી વધુ પ્રદુષિત નદીઓમાં સાબરમતી નદીનો પણ સમાવેશ થાય છે. અમપા કમિશનરે જૂનથી સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં નદી સ્વચ્છ થઈ જશે એવી જાહેરાત કરી હતી તથા તેના માટે ખાસ શ્રમ...

બિન અનામત નિગમમાં બનાવટી દસ્તાવેજોના આધારે લોનનો પ્રયાસ, 64 ફાઇલો એકઝા...

મહેસાણા, તા.૨૯ જાણીને નવાઇ લાગશે કે, બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમમાં વેલ્યુઅર રિપોર્ટ સહિતના જરૂરી બનાવટી પ્રમાણપત્રો રજૂ કરી સ્વરોજગારલક્ષી લોન મેળવવાનો પ્રયાસ થયાનું બહાર આવ્યું છે. આવી શંકાસ્પદ 64 જેટલી ફાઇલો રદ કરી અધિકારીએ ગેરરીતિ સંબધે ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ કરી કાર્યવાહી કરવા લેખિત કર્યુ છે. મહેસાણામાં બહુમાળી ભવનમાં કાર્યરત બ...

વિજચેકિંગમાં ગયેલા નાયબ ઈજનેરને વાવના ઉમેદપુરાના સરપંચે માર માર્યો, બે...

પાલનપુર, તા.29  વાવના ઉમેદપુરા ગામે વિજ જોડાણ ચેક કરી પરત ફરતી યુજીવીસીએલની ટીમને નવા બની રહેલા એક ઘરમાં વિજ ચોરી કરાઇ હોવાનો શક જતા ટીમ તે ઘર તરફ તપાસમા જતી હતી. તે સમયે ગામના સરપંચે આવી તપાસ અટકાવી યુજીવીસીએલના નાયબ ઇજનેરને મારમારી યુજીવીસીએલની ટીમને એક ઓરડીમા પુરી દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા નાયબ ઇજનેરે સરપંચ અને તેના સાગરીત સામે મ...

સીતપુર ગામે પોલીસનો ગ્રામજનોને દારૂના અડ્ડાઓ બતાવો મુદ્દે બિભસ્ત વર્તન...

મોડાસા, તા.૨૯ અરવલ્લી જીલ્લામાં ખાખી વર્દીને લાંછન લગાડતી અનેક ઘટનાઓ બની રહી છે. જીલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં દેશી-વિદેશી દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. મોડાસા તાલુકાના સીતપુર (મુખીના મુવાડા) ગામે  ૧૧૨ પોલીસવાન પહોંચી દેશી દારૂના અડ્ડા બતાવો કહી કેટલાક ગ્રામજનો  બિભસ્ત વર્તન કરતા ગ્રામજનોએ એકઠા થઈ “પોલીસ રક્ષા માટે છે કે ગાળો...

ડેન્ગ્યુથી પાલનપુરના પોલીસ પુત્ર અને કાણોદરની બાળકીનું મોત થયું

પાલનપુર, તા.૨૯ પાલનપુરમાં રોગચાળાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. શંકાસ્પદ ડેન્ગ્યુથી પાલનપુરના 14 વર્ષના પોલીસ પુત્ર અને કાણોદરની 8 વર્ષની બાળકીનું મોત નિપજી ગયું હતું. કાણોદરની સરફરાજઅલી હસનની દીકરી મેરીસાની તબિયત બગડતાં પાલનપુર સિવિલમાં સારવાર અપાયા બાદ અમદાવાદ લઇ જવાઇ હતી. જ્યાં એપોલો હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ. આ ઉપરાંત ...

ઓવરફ્લો મેશ્વો ડેમનું પાણી ચેકડેમ પસાર કરતાં શામળાજીથી બહેચરપુરા ગામોન...

શામળાજી, તા.૨૯ શામળાજીમાં આવેલો મેશ્વો ડેમ ઓવર ફ્લો થઈ ચુક્યો છે. તેવામાં ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડતા મેશ્વો નદીમાં ઘોડાપૂર આવ્યું છે ડેમના ઓવર ફલોનું પાણી શામળાજીથી બહેચરપુરા ગામે જવાના રસ્તામાં બનાવાયેલ ચેકડેમ ઉપર થઈ પસાર થતા બંને ગામોના વાહન વ્યવહારને અસર થઈ હતી. પોલીસ દ્વારા આ રસ્તે લોકોની અવર જવર પણ બંધ કરાઈ હતી. ત્યારે આ ઓવરફ્લોના પાણીના ...