Tuesday, August 11, 2026

6 હજાર શિક્ષકોને રૂ.200નો દંડ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષામાં વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓની ચકાસણી કરતાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને મળવા જોઈએ તેના કરતાં ઓછા ગુણ આપીને હજારો વિદ્યાર્થીઓનું ભાવિ ખરાબ કરનારા 6 હજાર શિક્ષકો સામે ગાંધીનગર બોર્ડની કચેરીએ બોલાવીને દંડનાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં રૂ.100થી 200ન...

હડકાયા કૂતરાએ એક જ દિવસમાં 16ને બચકાં ભર્યાં, એકના હાથનો અંગુઠો છૂટ્ટો...

મહેસાણા, તા.૨૦ મહેસાણા નજીક પાલાવાસણા ગામમાં રવિવારે હડકાયા કૂતરાએ 16 વ્યક્તિઓને બચકાં ભરવાની ઘટનાએ ભયનો માહોલ સર્જયો છે. સરપંચે માઇક પર સાવચેતી રાખવા સૂચન કરી કૂતરાને પકડવા ખાસ યુવાનોની ટીમ બનાવી છે. પાલાવાસણામાં કૂતરાંએ બચકું ભરતાં હાથનો અંગુઠો છુટ્ટો પડ્યો હતો. પાલાવાસણામાં રવિવારે બપોર બાદ બહાર નીકળતાં વ્યક્તિઓને પાછળથી બચકું ભરીને ભાગી જ...

શહેરમાં ૧૬૫ ઓવરહેડ ટાંકીનો સર્વે કરાયો, ૪૪ ઓવરહેડ ટાંકી ભયજનક, એક ઉતાર...

અમદાવાદ, તા. ૨૦ શહેરમાં બોપલમાં બનેલી દુર્ઘટના બાદ અમદાવાદ મહાનગર પાલિકા (અમપા) દ્વારા ઓવરહેડ ટાંકીઓનો સર્વે હાથ ધરાયો હતો. અમપા હદ વિસ્તારમાં કુલ મળીને ૧૬૫ જેટલી ઓવરહેડ ટાંકીનો સર્વે કરાયો છે. આ ટાંકીઓ પૈકી ૪૪ જેટલી ટાંકીઓ જર્જરિત હાલતમાં છે. ગોતા વિસ્તારમાં આવેલી ૬૦ વર્ષ જૂની ઓવરહેડ ટાંકી અમપા દ્વારા તોડી પાડવામાં આવી છે. હવે પછી જોધપુર અને ઓગ...

એકતરફી કાર્યવાહીના વિરોધમાં PSI સામે જનઆક્રોશ

વાવ, તા.૨૦ વાવના ખીમાણાવાસમાં દલિત પરિવાર દ્રારા ખેતરના રસ્તા મુદ્દે રબારી પરિવાર ઉપર એટ્રોસીટીની ફરિયાદ નોંધાવી હતી. જયારે સામાપક્ષે રબારી પરિવાર પર થયેલા હુમલાના ત્રણ દિવસ બાદ પણ પીએસઆઈએ ફરિયાદ નહી લઈ દોઢ લાખ માગી એકતરફી કાર્યવાહી કરી હોવાના આક્ષેપ સાથે સોમવારે પીએસઆઇ જાડેજા અને બે કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે વાવ, સુઇગામ, ભાભર અને...

આરટીઈનો અનાદર કરતી શાળાઓ સામેના કેસમાં 26મી ઓગસ્ટે સુનાવણી

અમદાવાદ,મંગળવાર રાઈટ ટુ એજ્યુકેશનની જોગવાઈઓનું પાલન કરાવવામાં સરકારની ઇચ્છા શક્તિ ઓછી હોવાથી ગરીબ વાલીઓના સંતાનોને સમયસર પ્રવેશ મળી રહે તે માટે એડમિશનની પ્રક્રિયા જાન્યુઆરીથી જ શરૂ કરી દેવાની માગણી કરતી એક પિટીશન સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. આ પિટીશનમાં દરેક શાળાઓને તેમને ત્યાંની રાઈટ ટુ એજ્યુકેશન હેઠળની 25 ટકા બેઠકોની વિગતો જાહેર કરવાની ફરજ...

અમદાવાદનાં માલેતુજાર 15 યુવક યુવતીઓ ગાંધીનગરમાં મહેફિલ માણતા ઝડપાયા

ગાંધીનગર,તા.20 ગુજરાત સરકાર દારૂબંધીના કડક અમલ માટે દાવો કરી રહી છે. ત્યારે ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં જ અસંખ્ય સ્થળે દારૂનું વેચાણ અને મહેફિલો બેફામ પણે ચાલી રહી છે. ગુજરાત સરકારનો દાવો છે કે, દારૂબંધીને લઈને કડક કાયદો બનાવ્યો છે, આમ છતાં કાયદો માત્ર કાગળ પરનો વાઘ સાબિત થઈ રહ્યો છે. ગાંધીનગર પોલીસે સોમવારની રાત્રે ગાંધીનગરના માધવ ફાર્મ હા...

સસ્પેન્ડેડ દહિયા મામલે પીડિતા પુત્રીનો ડીએનએ ટેસ્ટ કરાવવા તૈયાર

ગાંધીનગર, તા. 20 ગાંધીનગરનાં ખૂબ જ ચર્ચાસ્પદ બનેલા સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી ગૌરવ દહિયાની કથિત પત્ની લીનુ સિંહ આજે અમદાવાદ આવી પહોંચી હતી અને ત્યાંથી તે ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજ્યનાં પોલીસ વડા શિવાનંદ ઝાને મળવા માટે નીકળી હતી. લીનુ સિંહ પોતાની પુત્રીનાં હક્ક માટે આવી છે અને તેણે સ્પષ્ટ કહ્યું કે, આ પુત્રી અમારી જ છે અને હું ત...

કાળા મગ તાંત્રિક વિધિમાં ઉપયોગમાં લેવાતા હોવાથી તે ભોજનમાં ન આપવા જોઈએ...

ગાંધીનગર, તા. 20 મધ્યાહન ભોજન યોજના ફરી એકવાર વિવાદમાં આવી છે. આ વખતે ફરીવાર રાજકોટમાં મધ્યાહન ભોજન મામલે વિવાદ ઊભો થયો છે. અને આ વખતે મધ્યાહન ભોજનમાં અપાતા કાળા મગ વિવાદનું કારણ બન્યાં છે. જોકે, આ અંગે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, કાળા મગનો ઉપયોગ કરવા બાબત ડોયેટિશિયનની સલાહ લઈને અમે નિર્ણય કરવામાં આવશે. કર્મચારીઓએ સોશિયલ મી...

સસ્પેન્ડેડ IAS દહિયા કેસમાં દિલ્હીની પીડિતા ગુજરાતમાં, CM રૂપાણી, DGPન...

ગાંધીનગર,તા:૨૦ સરકારમાંથી સસ્પેન્ડેડ IAS અધિકારી ગૌરવ દહિયાના કેસમાં દિલ્હીની પીડિત મહિલા નીલુસિંગ ગુજરાત આવી પહોંચી છે અને તેને ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને રાજ્ય પોલીસ વડાને મળવાનો સમય માંગ્યો છે, મહિલાએ કહ્યું છે કે ગૌરવ દહિયાથી મને એક પુત્રી થઇ છે અને હું તેના ડીએનએ ટેસ્ટ માટે પણ તૈયાર છું, મારી પુત્રીને તેના પિતાથી બધા જ અધિકાર ...

છોકરીઓ દારૂના રવાડે ! ગાંધીનગર પાસે માધવ ફાર્મમાંથી 14 યુવક-યુવતીઓની પ...

ગાંધીનગર, તા:20 ચિલોડા પાસે દશેલા ગામ નજીક માધવ ફાર્મ હાઉસમાં ગાંધીનગર ગ્રામ્ય LCBએ રેડ કરી હતી અને દારૂની મહેફિલ માણી રહેલા 14 યુવક- યુવતીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, એક મિત્રની બર્થડે પાર્ટી હતી અને પોલીસને બાતમી મળી હતી કે અહી મોટી સંખ્યામાં યુવાનો દારૂની પાર્ટી કરી રહ્યાં છે, જેથી પોલીસે રેડ કરી હતી, જેમાં 9 યુવકો અને 5 યુવતીઓની ધરપકડ કરી લ...

મહેસાણા, ઊંઝા અને વિજાપુરમાં 33 રોડ ધોવાતા 80 લાખનું નુકસાન

મહેસાણા, તા.19 મહેસાણા જિલ્લામાં તાજેતરના વરસાદના કારણે મહેસાણા, ઊંઝા અને વિજાપુર તાલુકામાં સ્ટેટ હસ્તકના 33 રોડ ઉપર ડામરની સપાટીનું ધોવાણ, રેઇનકટ તેમજ પેચ પડી જવાથી રૂ.79.67 લાખના નુકસાનનો અંદાજ વિભાગે માંડ્યો છે. જ્યારે પંચાયત હેઠળના ગ્રામીણ રસ્તાઓમાં ખેરાલુ અને સતલાસણા તાલુકાના 6 રોડમાં સરફેસીંગ, ડામરપેચ ધોવાણથી રૂ.14.50 લાખનું નુકસાન થયું છે...

રૂપાણી શાસનમાં રાજયની ખેતી તુટી, ખેડુતો કંગાળ, ગરીબીનો દર વધ્યો

ગાંધીનગર, તા. 18 મુખ્ય પ્રધાને દિલ્હીમાં મળેની નીતિ આયોગની બેઠકમાં કહ્યું કે ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ છે. પણ ગામડામાં ગરીબી વધી છે. તેથી શહેરોમાં પણ ગરીબી વધી છે. ખેડૂત કંગાળ થતાં ગરીબી ઘટવાના બદલે વધી છે. ત્યારે ગુજરાત ખરેખર કેટલું ગરીબ છે તેની ચોંકાવનારી વિગતો મળી છે. રુપાણી સીએમ બન્યા બાદ 36 હજાર કુટુંબો ગરીબી રેખા હેઠળ વધ્યા ગુજરાત સ...

કોર્ટમાં પાસપોર્ટ હોવા છતાં અન્ય રિન્યૂ પાસપોર્ટ ઉપર વિદેશ પ્રવાસ કર્ય...

અમદાવાદ, તા. 19 વિવાદાસ્પદ વિપુલ ચૌધરીનો પાસપોર્ટ કોર્ટમાં જમા હોવા છતાં પણ રિન્યૂ કરાવેલા અન્ય પાસપોર્ટ પર વિદેશ પ્રવાસ કરવા સામે રાજ્ય સરકારે વિપુલ ચૌધરીનાં જામીન રદ્દ કરવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. કોર્ટે જે તે સમયે તેમને દાણ કૌભાંડમાં શરતી જામીન આપ્યા હતા તેનો સરેઆમ ભંગ હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અરજી સંદર્ભે હવે સાગર...

ભારતની ખાંડ નિકાસ સબસીડી સામે ડબલ્યુટીઓએ તપાસ સમિતિ નીમી

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૧૯: વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનનાં નિયમ કાનુનના દાયરામાં રહીને ભારત ટૂંકમાં કિલો દીઠ રૂ. ૧૦.૫૦થી ૧૧ પ્રતિ કિલોની નિકાસ સબસીડીની દરખાસ્ત હાથ ધરશે, કૃષિ મંત્રાલય નજીકના વિશ્વસનીય સુત્રોએ આ માહિતી આપી હતી. આ તરફ નિકાસ સબસીડી આપીને ભારત જાગતિક વેપાર કાનુનોનું ઉલંઘન કરે છે કે નહિ, તે સંદર્ભે એક લવાદ સમિતિની સ્થાપના કરવાની માંગ,...

એટીએમના ઉપયોગ પર આડેધડ ચાર્જ વસૂલવા પર રિઝર્વ બેન્કે બ્રેક મારી

અમદાવાદ,તા.19  ઓટોમેટેડ ટેલરિંગ મશીનના માધ્યમથી નાણાંકીય વહેવારો કરનારાઓ પાસેથી રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેન્કો દ્વારા આડેધડ વસૂલવામાં આવતા ચાર્જ પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ બ્રેક લગાવી છે. એટીએમનો ઉપયોગ કરવામાં આવ્યો હોય અને નાણાંકીય વહેવાર ન થયા હોય તો પણ તે ખાતેદારે એક એટીએમ ટ્રાન્ઝેક્શન કર્યું હોવાનું ગણી લઈને તેમની પાસેથી ચાર્જ વસૂલવામાં આવતા હ...