Tuesday, August 11, 2026

ટેક્સટાઈલની એક્સપોર્ટના લાભ વચ્ચે ખેંચાઈ જતાં નિકાસકારોની હાલાકી વધી

અમદાવાદ,શનિવાર ટેક્સટાઈલના નિકાસકારો માટેની નીતિમાં 2019-20ના વર્ષના અધવચાળે ખેંચી લેવામાં આવતા ટેક્સટાઈલના નિકાસકારોને નિકાસમાં કોઈ જ નાણાંકીય લાભ મળે તેવી સ્થિતિ રહી નથી. પહેલી ઓગસ્ટથી જ મર્કેન્ડાઈઝ એક્સપોર્ટ ઇન્સેન્ટિવ સ્કીમ - એમઈઆઈએસ હેઠલ આપવામાં આવતા ચાર ટકાનો લાભ પાછો ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મુદ્દે ગઈકાલે અમદાવાદની મુલાકાતે...

56.01 કરોડના બોગસ બિલિંગકાંડમાં આરોપીના આગોતરા જામીન નામંજૂર

મહેસાણા, તા.૧૭  જીએસટીમાં અલગ અલગ ફર્મના નામે માલના ખરીદ વેચાણ કર્યા વિના રૂ. 56.01 કરોડના બોગસ બિલિંગના વ્યવહારો કરી રૂ. 5 કરોડથી વધુની કરચોરીમાં અમદાવાદના બિમલ મહેતાએ ધરપકડથી બચવા મહેસાણા કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી કોર્ટે નામંજૂર કરી હતી. સંયુક્ત રાજ્યવેરા કમિશનર મહેસાણા વિભાગ દ્વારા બોગસ વ્યવહારો મામલે ત્રણ ફર્મના વિવિધ સ્થળ તપાસ...

પાલનપુર પાલિકાના કાર્યક્રમમાં 44માંથી માત્ર સાત સભ્યો ધ્વજવંદનમાં હાજર...

પાલનપુર, તા.૧૭ ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા દ્વારા સ્વાતંત્ર પર્વની ઉજવણીને પણ જુથબંધીનું ગ્રહણ લાગતા મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. પાલિકાના ધ્વજવંદન કાર્યક્રમ ત્રણબત્તી વિસ્તારની સરકારી સ્કૂલમાં યોજાયો હતો. જ્યાં પાલિકાના ભાજપ- કાંગ્રેસના ૪૪ સભ્યો પૈકી માત્ર ૭ સભ્યો જ ઉપસ્થિત રહેતા આ મુદ્દો ચર્ચાની એરણે ચડ્‌યો છે. દેશભરમાં ૭૩મા સ્વાતંત્ર પર...

સત્તાના દૂરુપયોગથી પાણીના ટેન્કર મંગાવનારા કોર્પોરેટરને રૂ.31,400 ભરવા...

મહેસાણા, તા.૧૭ મહેસાણા નગરપાલિકાના કોર્પોરેટર હિરેન મકવાણાએ સત્તાનો દૂરુપયોગ કરી નાણાં ચૂકવ્યા વિના બે વર્ષમાં 157 ટેન્કર પાણી મગાવી પાલિકાને આર્થિક નુકસાન પહોંચાડવા બદલ દોષિત ઠેરવી એક મહિનામાં રૂ.31,400 ભરપાઇ કરવાનો હુકમ પ્રાદેશિક કમિશ્નર દ્વારા કરાયો છે. તેમજ દોષિત કર્મચારી વિરુદ્ધ નિયમોનુસાર પગલાં લેવા ચીફ ઓફિસરને આદેશ કરાયો છે. નગરપાલિકાન...

વેરાવળ નગરપાલિકાના ભાજપા નગરસેવક દારૂ સાથે ઝડપાતાં ચકચાર

વેરાવળ,તા.17 વેરાવળમાં શનિવારે સાંજે વાહન ચેકિંગ દરમિયાન નગરપાલિકાના નગરસેવક અને તેના મિત્રની કારમાં દારૂનો મોટો જથ્થો મળી આવ્યો છે. દારૂ ઝડપાયાના આ સમાચાર વેરાવળમાં વાયુવેગે પ્રસર્યા છે. નગરસેવક ભાજપના હોવાનો પણ ખુલાસો થયો છે. અહેવાલ અનુસાર, ભાજપના નગરસેવક અને તેના મિત્રની કારમાંથી વિદેશી દારૂ ભરેલા 16 પાઉચ મળી આવતા કુલ 2 લાખના મુદ્દામાલ સાથે પ...

ગુજરાતમાં BSFમાં બોગસ રીતે ભરતીનું કૌભાંડ સામે આવ્યું, 15 સામે ચિલોડા ...

  ગાંધીનગર, તા:૧૭ હવે સેનામાં પણ બોગસ રીતે ભરતીનું કૌભાંડ સામે આવ્યું છે, ગુજરાત, દીવ-દમણ અને મહારાષ્ટ્રમાં બીએસએફની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં દિલ્હીમાં લેવાયેલી લેખિત પરીક્ષા બાદ ગાંધીનગરમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ માટે ફિજીકલ ટેસ્ટની પરીક્ષા હાધ ધરવામાં આવી છે, જેમાં 350 ઉમેદવારો આવ્યાં હતા, તેમાથી 15 ઉમેદવારોના ફિંગરપ્રિન્...

સુરતમાં યુવતીની છેડતી કરનારા રિક્ષા ચાલકને મેથીપાક, યુવતીએ ચપ્પલથી માર...

સુરતમાં વધુ એક છેડતીની ઘટના સામે આવી છે, અહીના વેસુ વીઆઇપી રોડ પર ચાલીને જઇ રહેલી યુવતીની એક રિક્ષા ચાલકે છેડતી કર્યા બાદ મોટી માથાકૂટ થઇ હતી, ગુસ્સે ભરાયેલી યુવતીએ રિક્ષાચાલક યુવકને નીચે ઉતારીને જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો, એટલું જ નહીં યુવતીએ ચપ્પલ વડે છેડતી કરનાર શખ્સને માર માર્યો હતો, ઘટનાને પગલે અહી મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા અને તેમ...

જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી જોરદાર ફાયરિંગ, ભારતન...

જમ્મુ, તા:૧૭ જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવ્યાં બાદ એલઓસી પર પાકિસ્તાન સતત ફાયરિંગ કરીને ઉશ્કેરણી કરી રહ્યું છે, નૌસેરા સેક્ટરમાં બોર્ડર પારથી થયેલા ફાયરિંગમાં ભારતીય સેનાના જવાન સંદીપ પાથા શહીદ થયા છે, સામે ભારતીય સુરક્ષા દળોએ પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ આપ્યો છે, બીજી તરફ પાકિસ્તાને એલઓસી પર સૈનિકોની સંખ્યા વધારી દીધી છે, સંયુક્ત રાષ્ટ્...

હવે સાબરમતી રિવરફ્રન્ટમાં પણ કૌભાંડ, ઓડિટમાં રૂપિયા 69 કરોડનો ગોટાળો સ...

અમદાવાદ, તા:૧૭ ગુજરાતમાં ભાજપના રાજમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે, અમદાવાદમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા સાબરમતી રિવરફ્રન્ટમાં રૂપિયા 69 કરોડના ગોટાળા સામે આવ્યાં છે, આ કૌભાંડનો ખુલાસો ઓડિટમાં થયો છે, કોર્પોરેશનમાં વિપક્ષ નેતા દિનેશ શર્માએ ચીફ વિજિલન્સ દ્વારા સમગ્ર કેસની તપાસની માંગ કરી છે. વિપક્ષના આરોપ મુજબ રૂપિયા 69 કરોડ ક્યાં ગયા તેનો કોઇ ...

અમદાવાદમાં ડોક્ટરના ત્રિકોણીય પ્રેમસંબધનો વિવાદ, રોમિયો ડોક્ટર રાજ સોન...

અમદાવાદ, તા:17 અમદાવાદમા ડોકટરના ત્રિકોણીય પ્રેમ સંબંધના વિવાદમાં સોલામાં ડોકટર રાજ સોનીની ધરપકડ કરી લેવામાં આવી છે, એક ડોક્ટર યુવતીને હેરાન કરતા અને ધમકી આપતા ડો.રાજ સોની વિરૂધ્ધ સોલામાં પોલીસ ફરિયાદ થઇ હતી, તેની ધરપકડ કરી લેવામાં આવી છે, આ મહિલા તબીબને લઈને ડો.રાજ સોની અને ડો.રશેષ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો, રશિયામાં MBBSનો અભ્યાસ કરીને અમદાવા...

પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન હાજરીના અમલ પછી ત્રણ માસમા ૪૧૧ શિક્ષકો મંજુરી...

અમદાવાદ, તા.૧૬ રાજયની તમામ પ્રાથમિક શાળાઓના શિક્ષકોની ઓનલાઇન હાજરી ભરવાનુ શરૂ કરવામા આવ્યુ છે. પ્રાથમિક શિક્ષણ કચેરી દ્વારા કરાયેલા આદેશ બાદ એપ્રિલ સુધીમા કઇ સ્કૂલમાં કેટલા શિક્ષકો હાજર રહ્યા અને કેટલા ગેરહાજર તેની વિગતોમાં વિભાગ દ્વારા મેળવવામાં આવી હતી. જેમાં કુલ ૪૧૧ શિક્ષકો ગેરહાજર રહ્યા હોવાની વિગતો મળી હતી. વિભાગ દ્વારા ૧૫૭ શિક્ષકો સામે અનધ...

31 બાંધકામો સીલ કરનાર તંત્ર કહે છે હેરિટેજ મામલે અમને કોઈ સત્તા જ નથી

અમદાવાદ, તા. ૧૬ સ્ટેન્ડિંગ કમિટીની આજે મળેલી બેઠકના અંતે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમુલ બળવંતરાય ભટ્ટે ચોંકાવનારું નિવેદન કરતાં કહ્યું, હેરિટેજ મકાનોના મામલે કોઈ નિતી વિષયક નિર્ણય લેવાની અમને કોઈ સત્તા નથી. અમદાવાદ શહેરમાં હજુ પંદર દિવસ અગાઉ ૩૧ જેટલા હેરિટેજ મકાનોને તોડી પાડી કોમર્શિયલ બાંધકામ કરવાની પેરવી કરનારાઓની સાઈટો સીલ કરનારા મ્યુનિસિપલ કોર...

વિરાટનગરમાં ભાજપના કોર્પોરેટરને ગટરના ગંદા પાણીમાં ચલાવાયા

અમદાવાદ,તા.૧૬ શહેરના વિરાટનગરમાં આવેલા પરષોત્તમનગરમાં છેલ્લા ઘણાં સમયથી ગટરના ગંદાપાણી રોડ પર વહેતા હોવાની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિક રહીશોએ આજે કોર્પોરેટર મીનાબેન સાથે ગાંધીગીરી કરી હતી. સ્થાનિક ભાજપના કોર્પોરેટરને ગટરના ગંદા પાણી વહી જતા હોઈ તેમાંથી ચાલવાની ફરજ પડતા ભારે હોબાળો મચી ગયો હતો. આ અંગે મળતી માહીતી અનુસાર,વિરાટનગરમાં છેલ્લા ઘણાં સમયથી ગટ...

પથિક સોફ્ટવેરમાં ઓનલાઈન એન્ટ્રી કરાતી ન હોવાનું બહાર આવતાં પોલીસ ચોંકી...

અમદાવાદ, તા.16 શહેરની હોટલ-ગેસ્ટહાઉસમાં રોકાતાં મુસાફરોની પથિક સોફ્ટવેરમાં ફરજિયાત ઓનલાઈન એન્ટ્રી કરવાનાં પોલીસનાં આદેશને હોટલ-ગેસ્ટહાઉસ સંચાલકો ઘોળીને પી ગયાં છે. તેમના દ્વારા આ સોફ્ટવેરમાં કોઈપણ પ્રકારની એન્ટ્રી કરાતી નથી જેનાં કારણે અગાઉ અનેકવાર પોલીસે આવા સંચાલકો સામે કાર્યવાહી કરી હોવા છતાં હોટલ-ગેસ્ટહાઉસ સંચાલકો પોલીસનાં આદેશની સતત અવગણના ...

ગાંધીની ખાદી ભ્રષ્ટાચારની આંધીમાં 100 વર્ષે મૃત્યુ શૈયા પર

અમદાવાદ, તા.16 ગાંધીજીની કાપડ વણવાના ગૃહ ઉદ્યોગ દ્વારા દેશની આઝાદી અપાવીને ગામડાઓને સ્વાવલંબી બનાવવાની યોજના હતી. જેને 100 વર્ષ પુરા થયા છે. જો ગાંધીજીની યોજના સફળ થઈ હોત તો ગુજરાતમાં આજે 30 લાખ લોકો ખાદીનું કાપડ વણતાં હોત. જેનાથી રોજ 3 કરોડ મીટર ખાદીનું કાપડ વણાતું હોત. પણ ગાંધીજીની ખાદીની યોજના ઊંધી વાળી દેવામાં આવી છે. ગુજરાતમાં આજે માત્ર 5 હ...