Wednesday, August 12, 2026

૪ વર્ષ માં પંચાયતમાં ૨૩૦૬૬ નોકરી મળી, તેનાથી વધું નિવૃત્ત થયા

આ સરકારે વર્ષ ૨૦૧૩ થી ૨૦૨૩ સુધીમાં ખાલી પડનાર અને ખાલી પડેલ જગ્યાઓ ધ્યાને લઇને ભરતી કરવા અંગે ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડરનું આયોજન કરવામાં આવેલ છે. ભરતી કેલેન્ડર અંતર્ગત છેલ્લા ૪ વર્ષ માં પંચાયત સેવા વર્ગ-૩ માં નીચે મુજબ ના સંવર્ગમાં કુલ ૨૩૦૬૬ જગ્યાઓ ભરવામાં આવેલ છે. સરકારે ભરતી તો કરી છે પણ તેનાથી નિવૃત્ત વધારે થયા છે. જે લગભગ 29 હજાર જેવા થાય છે. ...

જેતપુરમાં પ્રદુષણ કરે ઉદ્યોગો અને રૂ.2275 કરોડ પ્રજાના વપરાશે

અમદાવાદ, જેતપુર અને વડોદરા ખાતે ઔદ્યોગીક શુધ્ધિકરણ કરાયેલ ગંદાપાણીના નિકાલ અર્થે Deep Sea Discharge Pipelineમાટે રૂ.૨૨૭૫ કરોડની સંકલિત યોજના બનાવવામાં આવેલી છે. સમગ્ર દેશમાં આ પ્રકારની પ્રથમ અને વિશાળ યોજના છે. અન્ય રાજયોમાં આ પ્રકારની યોજના હાથ ધરાયેલ નથી. આ યોજનામાં સરકારશ્રી દ્વારાપી.પી.પી. ધોરણે સહાય આપવામાં આવશે. "ના ભૂતો ના ભવિષ્યતિ"એવી આ યોજ...

લઘુમતી મુખ્ય પ્રધાન છતાં લઘુમતી સમાજની માટે માથાદીઠ રોજ ૨૫ પૈસાનું ખર્...

ગુજરાતમાં લઘુમતીઓની વસ્‍તી ૧૦%થી વધુ છે પરંતુ તેમના વિકાસ માટે બજેટ સ્‍પીચમાં એક શબ્‍દ પણ નાણામંત્રી દ્વારા ઉચ્‍ચારવામાં આવ્‍યો નથી, એ બતાવે છે કે ભાજપ સરકારને લઘુમતીઓના કલ્‍યાણમાં કોઈ રસ નથી. વાત વિશ્વાસની થાય છે પરંતુ વિશ્વાસ ક્‍યાંથી પડે ? તેમ અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું.  રાજ્‍યનું બજેટનું કદ વર્ષોવર્ષ વધતું ...

3૧ જિલ્લામાં ૪.૭૨ કરોડ ચોમી જમીનના દબાણો વર્ષો દૂર ન થયા 

ગૌચર, ખેતી,  ધાર્મિક સહિત જમીનો પર દબાણ અમદાવાદ : ગુજરાત રાજયના ૩૧ જિલ્લાઓમાં 4.73 કરોડ ચો.મી જમીન પર ગેરકાયદે દબાણો  વર્ષોથી બોલતા હોવા છતાં તેને દૂર કરવામાં કલેક્ટરો સરેઆમ નિષ્ફળ રહ્યા છે. અમદાવાદમાં ૧,૩૩,૫૯૭૨ ચો.મી  જમીન પર ગેરકાયદે દબાણો નોંધાયા છે. સમગ્ર રાજયમાં જે જમીનો પર આ અનઅધિકૃત દબાણો અને બાંધકામો નોંધાયા છે, તેમાં ગૌચર, ખેતી, ધાર્...

અમદાવાદ કલેક્ટર દબાણો દૂર કરવામાં નિષ્ફળ, માત્ર 24 સામે પગલાં

અમદાવાદ જિલ્લા જમીન તકેદારી સમિતિની બેઠકમાં જમીન અંગેની 65 ફરિયાદોની સમીક્ષા કરવામાં આવતાં ખોટી રીતે જમીન પચાવી પાડવાની ઘટનાઓ પ્રાથમિક  તપાસમાં બહાર આવતા 24 સામે પ્રાથમિક તપાસ અહેવાલ - એફ.આઇ.આર નોંધવા અમદાવાદ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે એ સૂચના આપી છે. 65 ગુનામાંથી 61નો નિકાલ કરવામાં આવ્યો હતો અને 4 કેસોમાં સમાધાન થયું હતું. અમદાવાદમાં ૧૩૩૫૯૭૨ ...

3000 કરોડ ખર્ચ છતાં હજું, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રૂ.૩૭ કરોડ ખર્ચ થશે

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રોજેક્ટ માટે રૂ.૩૭ કરોડ અને ગરૂડેશ્વર વીયર માટે રૂ.૨૪૭ કરોડની જોગવાઇ કરી છે. ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવા માઇનોર-સબમાઇનોર કેનાલનું નેટવર્ક ગોઠવવા  રૂા. ૨૭૪૪.૨૬ કરોડ ફાળવાયા છે. પણ ગરીબોને ઘર મળે તે માટે બહું ઓછા નાણાં આપવામાં આવ્યા છે. ખેડૂતોની જમીન સંપાદન કર્યા વિના ૧.૮૮ લાખ હેક્ટર પિયત વિસ્તાર વિકસીત કરવા માટે ભૂગર્...

નર્મદા નહેર દ્વારા 11 લાખ હેક્ટરમાં સિંચાઈ  

વિકસીત થયેલા પિયત વિસ્તારની સામે ઓછી થયેલ સિંચાઇ વિસ્તાર અંગે સ્પષ્ટતા કરતાં નાયબ સરદાર સરોવર યોજના થકી કુલ ૧૮.૪૫ લાખ હેક્ટર પિયત વિસ્તારમાં વાર્ષિક ૧૭.૯૨ લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઇની જોગવાઇ ઉપલબ્ધ કરાઇ છે. જૂન-૧૮ સુધીમાં પ્રશાખા નહેરો સુધીના કામો પૂર્ણ કરીને ૧૬.૧૧ લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઇ ક્ષમતા વિકસીત થઇ છે. નર્મદા પિયત વિસ્તારમાં પાણીની ઉપ...

૮૯૧૧ ગામો અને ૧૬૫ શહેરોને નર્મદાનું પાણી, તો તંગી કેમ ?

નર્મદા યોજના દ્વારા નાગરિકોને પીવાના પાણી પૂરું પાડવા માટે છેલ્લા બે વર્ષમાં જલ વર્ષના સાડા સાત મહિના સુધી કોઇપણ કાપ વિના પૂરું પડાયું છે અને આવનારા સમયમાં પણ પીવાના પાણીની કોઇ તકલીફ નહી પડે, ગઇ સાલ જેટલું પાણી કરતાં જરૂર પડશે તો તેનાથી પણ વધુ પાણી આપવા અમારુ નક્કર આયોજન છે. તેમણે નાગરિકોને પાણીનો વેડફાટ ન કરવા અને પાણી બચાવવા પણ અપીલ કરી છે. યોજના...

મોદીએ અદાણીને 15 પૈસે આપેલી જમીન 13 વર્ષ બાદ હજુ એમની એમ પડી છે

કચ્છમાં ગૌતમ અદાણીની કંપનીને આપેલી ગૌચરની જમીન પરત લઈ લેવા સર્વોચ્ચ અદાવતે આદેશ કર્યાને 4 વર્ષ થઈ ગયા હોવા છતાં ગુજરાતની ભાજપ સરકારના વડા વિજય રૂપાણીએ તે જમીન પરત લીધી નથી. અદાણી પોર્ટ અને અદાણી એસઈઝેડને પોર્ટ અને સેઝ માટે લીધેલી ગૌચરની જમીન પરત કરવાના આદેશ કર્યા છે.પણ ગુજરાત વિધાનસભામાં રૂપાણી સરકારને આ અંગે આકરો સવાલ પૂછતાં રૂપાણી સરકાર મૌન બની ગ...

10 કરોડમાંથી 1 હજાર કરોડ ગરીબોના આરોગ્ય પાછળ ખર્ચાશે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની રૂ.૧૦,૮૦૦ કરોડમાં રૂ.૧૦૦૦ કરોડની જોગવાઇ ગરીબો માટે કરી છે. આ યોજના હેઠળ દર્દીઓને રૂ.૫ લાખની વિનામૂલ્યે સારવાર પુરી પાડવામાં આવે છે. રાજ્યની ૨૬૩૮ હોસ્પિટલોને સાંકળી લેવાઇ છે. ગુજરાતના રહેવાસી હોય અને રેશનકાર્ડ ધરાવતાં ન હોય તેવા વૃધ્ધો, અનાથ બાળકો, વિધવા બહેનો-ત્યક્તા, સાધુ-સંતો, માનસિક રોગીઓ તેમજ નિ:સહાય લોકોને આ...

ગુજરાતની વડી અદાલતનો આદેશ મોલ માલિકોના ખિસ્સામાં

ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાલમાં જ મોલ મલ્ટીપ્લેક્સ દ્વારા પાર્કિંગનાં ચાર્જ ન ઉઘરાવવા મામલે મહત્વનો ચૂકાદો આપ્યો હોવા છતાં શહેરનાં કેટલાંક મોલ મલ્ટીપ્લેક્સ દ્વારા આજે પણ આ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. અને આટલું ઓછું હોય એમ અમપા અને પોલીસ દ્વારા આવા મોલ મલ્ટીપ્લેક્સ સામે પગલાં ભરવાનો કોર્ટનો આદેશ હોવા છતાં પણ સત્તાધીશો દ્વારા પણ ...

કૃષિ વીમા કંપનીઓ બે વર્ષમાં રૂ. ૩૨૭૯ કરોડ નફો લઈ ગઈ, ખેડૂતો બેહાલ

આજરોજ વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમ્‍યાન ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના ઉપનેતા શૈલેષ પરમારનો પ્રશ્ન હતો. આ પ્રશ્નની ચર્ચામાં ભાગ લેતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮માં રવિ અને ખરીફ સિઝનમાં રાજ્‍ય અને કેન્‍દ્ર સરકાર દ્વારા કુલ રૂ. ૫૬૦૦ કરોડ કરતાં વધારે રકમ સરકારી તિજોરીમાંથી વીમા પ્રિમિયમ પેટ...

પીઝાનો ઢળતો મિનારા જેટલો ઊંચો છે અમદાવાદનો કચરાનો ડુંગર

પિરાણા ખાતે અમદાવાદ શહેરમાંથી દૈનિક ૪૫૦૦ ટન ઘન કચરો ઠલવવામાં આવી રહ્યો છે. પિરાણામાં કચરાનો ડુંગર ૫૫ મીટરથી વધુની ઉંચાઈ ઉપર પહોંચ્યો જે પીઝાનો ઢળતો મિનારો (57 મીટર) જેટલો થાય છે . અમદાવાદની મુલાકાતે આવી ચુકેલી કેન્દ્રની શહેરી વિકાસ વિભાગની ટીમ દ્વારા પણ અગાઉ અનેક વખત આ કચરાનો નિકાલ તાકીદે કરવા મ્યુનિ.ને સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ છે.આ તરફ કરોડો રૂ...

ગુજરાત યુનિવર્સિટીની લોલંલોલ: વિદ્યાર્થીઓની પરીક્ષા લીધા વગર જ પાસ

ઇકોનોમિક્સ વિષયમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ શોધનિંબધ રજૂ ન કર્યા છતાં તમામને પાસ કરી દેવાયા ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજોમાં કેવા પ્રકારની કામગીરી ચાલે છે તેના અનેક કિસ્સાઓ અવારનવાર બહાર આવતાં રહે છે. યુનિવર્સિટી દ્વારા ચાલુ વર્ષે લેવામાં આવેલી ઇકોનોમિક્સ વિષયની પરીક્ષામાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ નિયમ પ્રમાણે ડેઝર્ટેશન ...

કૃષિ વીમાનો ખેડૂતોને ન મળતા કોંગ્રેસે ભાજપ સરકારને જવાબદાર ઠેરવી

ગુજરાત વિધાનસભામાં ખેડૂતોના પાક વીમાના મુદ્દે સત્તાધારી ભાજપ અને કોંગ્રેસના સભ્યો આમને-સામને આવી ગયા હતા. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર પર વળતો પ્રહાર કરતાં જણાવ્યુ છે કે, પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને પૂરતો લાભ મળતો નથી. વીમા કંપનીઓ સરકારની યોજનાની નફો કરે છે. ગુજરાતના ખેડૂતોને વીમો નથી જોઈતો તો, પ્રીમિયમ જેટલી રકમ ધિરાણ લેતા ખેડૂતોને સીધી ચૂકવવ...