કડીમા દલિત વરરાજાએ વરઘોડો કાઢ્યો તો સામાજિક બહિષ્કાર કર્યો
ભેદભાવની વધુ એક ઘટના બની છે. મહેસાણાના કડી તાલુકાના લ્હોર ગામે, જ્યાં એક દલિત પરિવાર દ્વારા લગ્ન પ્રસંગે વરઘોડો કાઢતા વિવાદ ઉભો થયો છે. લ્હોર ગામે મેહુલ પરમાર નામના યુવકનાં લગ્ન હતા.અને તેનો વરઘોડો નીકળ્યો હતો.જેને લઇને ગ્રામજનોએ ભેગા થઈને ગામના દલિત સમાજ સાથે વ્યવહાર બંધ કરી દેવાનો નિર્ણય કર્યો હતો. ગામમાં લોકોએ એવું પણ નક્કિ કર્યું છે કે કોઇ સ...
પેપ્સીકોએ ગુજરાતના ખેડૂતોના કેસ પરત ખેંચી લીધા
પેપ્સિકો ઇન્ડિયા હોલ્ડિંગ્સ લિ., બટાકાના 4 ખેડૂતો અને આજે મોડાસાની જીલ્લા અદાલતમાં 5 ખેડૂતો સામેના તેના કેસમાં પ્રારંભિક સુનાવણીની માંગ કર્યા પછી કેસ ખેંચી લીધા છે. કંપનીએ સાબરકાંઠા જીલ્લાના ખેડૂતો સામે એપ્રિલ, 2019 ના રોજ ખેડૂતો સામે દાખલ કરવામાં આવેલા ગુના પરત ખેંચવાની અરજી કરી હતી. હવે ભારત સરકારની જવાબદારી છે જે ખેડૂતોના અધિકારોને સમર્થન આ...
જામજોધપુરમાં પણ ખાતર કૌભાંડ, રાજ્યવ્યાપી બન્યું
કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા અને ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા ધ્વારા જામજોધપુરના ડેપો પર ખાતરની ખરાઈ કરવામાં આવી હતી. જેમાં ડીએપી બાદ એન પી કે અને એ પી એસ પ્રોડક્ટમાં પણ વજન ઓછું આવ્યું છે. જેતપુરમાં જીએસએફસીની સરદાર ડી.એ.પી. પ્રોડક્ટમાં જ આ વજન ઘટાડો સામે આવ્યો હતો. . જેમાં ગોડાઉનમાં પડેલા જથ્થાનો વજન કરતા ડીએપીમાં અહીં પણ વજન ઘટાડો સામે આવ...
વાસણ આહિરની સેક્સ ટેપનો પ્રશ્ન પૂછાતાં જ મુખ્ય પ્રધાન રૂપાણીએ ચાલતી પક...
ગુજરાત સરકારનાં મંત્રી વાસણ આહીરની અશ્લિલ ઓડિયો ક્લિપને મામલે એક પત્રકારે પ્રશ્ન કરવાતાં રાજ્યનાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની બોલતી બંધ થયી ગયી હતી. માત્ર એટલું જ નહી પરંતું જેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તરત જ વિજય રૂપાણી ઊભા થયી ગયા હતા. તેઓ રીતસર ભાગી જવા માંગતા હોય તેમ ઝડપથી બહાર નિકળી ગયા હતા. પત્રકારે એવો પ્રશ્ન કર્યો હતો કે તમારા પ્રવાસન પ્...
વાડિલાલ હોસ્પિટલે મૃત દેહો હદલી નાંખ્યા
ફરી એક વખત અમદાવાદની વીએસ હોસ્પિટલ વિવાદમાં આવી છે. આ વખતે 2 મહિલાઓના મૃતદેહ અદલા-બદલી થતા પરિવારજનો રોષે ભરાયા હતા. હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલા મૃતદેહ બદલાઇ ગયા હતા.વીએસ હોસ્પિટલમાં કર્ણાટકની એક ગર્ભવતી મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે બાવળા હત્યા કેસમાં મૃત્યુ પામેલી મિત્તલનો મૃતદેહ હોસ્પિટલમાં હતો.જેમાં બંનેના મૃતદેબ બદલીને પરિવ...
અમદાવાદના ઠક્કરે ઈન્દોરમાં રૂ.200 કરોડનું GSTનું કૌભાંડ
અમદાવાદના રાજુ ખરૈયા ઉર્ફે રાજુ ઠક્કરે રૂ.1,200 કરોડનું CGSTનું મસમોટું કૌભાંડ આચર્યું છે, જે ધ્યાને આવતા સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓની ઈન્દોરની ટીમે અમદાવાદના અધિકારીઓને સાથે રાખી તે શખ્સની ધરપકડ કરી છે. 1,200 કરોડના બોગસ બિલ બનાવીને રૂ.150થી 200 કરોડની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈ લેનાર રાજુ ઠક્કર નામના આરોપીને સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓની એક ટીમ ગ...
ઢોરના હવાડામાં પાણી પીતા લોકો, પાણી પ્રધાન કુંવરજીનો આ મતવિસ્તાર છે
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું છે કે, લોકોને 30 લીટરના બદલે હવેથી 50થી 70 લીટર પાણી આપવામાં આવશે. જસદણમાં 7થી 15 દિવસે પાણી મળે છે. પાણી પુરવઠા પ્રધાન કુંવરજી કહે છે કે, મારા વિસ્તારમાં 3 કે 4 દિવસે પાણી આવે છે. ક્યાંક ખામીના કારણે વધું દિવસ પણ થતાં હથે. તેથી વિરોધ પક્ષ ખોટો પ્રચાર કરે છે. જસદણ વિસ્તાર મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટ જિલ્...
લોકસભાના પરિણામો બાદ નબળી રૂપાણી સરકાર બદલાશે ?
રૂપાણી સરકારના શાસનમાં ગુજરાત રાજકીય સ્થિતી ડામાડોળ બની ગઈ છે તેની પાછળ માત્ર અને માત્ર રૂપાણી સરકાર જ જવાબદાર છે. વહીવટમાં નિષ્ફળ ગયેલી રૂપાણી સરકારે પોતાની સરકાર લુઘુમતીમાં આવી ન પડે એટલે અમિત શાહના કહેવાથી સરકાર બચાવવા માટે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની શરૂઆત કરી હતી. જેમાં સામ દામ દંડ અને ભેદ નીતિ અપનાવી ધારાસભ્યને તોડવામાં રૂપાણી સરકારે જોર લ...
પ્રજા પાણીથી પિડાય છે અને અમિત ચાવડા અને પરેશ ધાનાની એસીમાં બેસી રહે છ...
પાણી વિનાની વિજય રૂપાણી સરકારમાં ગુજરાતમાં પાણીની સમસ્યા વિકટ બની રહી છે ત્યારે સમાજ અને જનતાના પ્રશ્નોની વાતો કરવાની મોટી મોટી વાતો કરનાર તકવાદી નેતા હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર કોંગ્રેસની ચાદર ઓઢીને સંતાઈ ગયા છે.ગુજરાતની જનતાની વેદનાનો અવાજ બનવાને બદલે કૉંગ્રેસ ના નેતાઓ અન્ય રાજ્યોમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે.જો કે વર્ષોથી સત્...
RTEનો કાયદો છતાં ભૂપેન્દ્ર ચૂડાસમા ચૂપ કેમ થઈ ગયા ?
RTE મુજબ શાળામાં બાળકો ને પ્રવેશ ન આપનાર શાળા સંચાલકો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે એવી જાહેરાત શિક્ષણ વિભાગે કરી હતી. ત્યારે હવે RTE ના પ્રવેશ શરૂ થતાં જ ખાનગી શાળા સંચાલકો એ પોતાનો અસલી રંગ બતાવવાનું શરુ કર્યું છે. વિધાર્થીઓને RTE મુજબ પ્રવેશ આપવાની સ્પષ્ટ ના પાડી દેવામાં આવતાં છેવટે વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. તેમ છતાં ભૂપેન્દ્રસિંહ ચૂડા...
આદિવાસી વિસ્તારમાં વિજ્ઞાન પ્રવાહ હવે ઉલટો થઈ રહ્યો છે
ગુજરાતમાં જાહેર થયેલ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામનું વિશ્લેષણ કરતા શિક્ષણનું સ્તર કેટલી હદે કથળી ગયું છે તે સ્પષ્ટ થાય છે. છેલ્લાં સાત વર્ષનું આ સૌથી નીચું પરિણામ છે. ગુજરાતી ભાષાના માધ્યમ અપાતા શિક્ષણમાં સતત ઘટાડો એ ચિંતાનો વિષય છે. અંબાજીથી ઉમરગામ આદિવાસી વિસ્તારનું પરિણામ પણ ચિંતાજનક છે. છોટાઉદેપુર-બોડેલીનું પરિણામ પણ સતત નીચું જઈ રહ્યું છે.
...
સુરતના મૈત્રેય જુથે ઉંચા વ્યાજે નાણાં લઈને રૂ.15 કરોડનું કૌભાંડ કરી ફર...
કૌભાંડોનું એપીસેન્ટર બની ગયેલા સુરતમાં વધુ એક કૌભાંડમાં મોટી કાર્યવાહી થઇ છે. શહેરના મૈત્રેય ગ્રુપના રૂપિયા 15 કરોડના કૌભાંડમાં CID ક્રાઈમે મોટી કાર્યવાહી કરી છે અને કંપનીના 2 ડિરેક્ટર લક્ષ્મીકાંત નાર્વેકર, વિજય તાવરની ધરપકડ કરી છે, CID ક્રાઈમે કોર્ટમાંથી તેમના 6 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.ઉંચા વ્યાજની લાલચ આપીને કરોડો રૂપિયા ઉઘરાવ્યાં હોવાની ફરિયાદ...
પાણીના કારણે 2200 લોકોની હીજરત
ચરોતરનો આણંદ જીલ્લો હરિયાળા જિલ્લા તરીકે સમગ્ર ગુજરાતમાં જાણિતો છે. જ જિલ્લાના છેવાડા ખંભાત તથા તારાપુર સહિતના ભાલ પંથકના અંતરિયાળ ગામોમાં પીવાના પાણીની સમસ્યા વધતી જાય છે. આ વિસ્તારમાં આવેલા કનેવાલ અને પરીએજ જેવા વિશાળ તળાવોમાંથી સૌરાષ્ટ્ર સુધી પાણી આપવામાં આવે છે. નજીકના વિસ્તારના ગામડાઓની પ્રજા પાણી માટે વલખાં મારી રહી છે. તેવામાં ખંભાતના દરિયાઈ...
સુઝુકી અને હોન્ડા કંપનીના અધિકારીઓ ટિકિટ લે બહુચરાજીથી અને ટ્રેન મળે મ...
બહુચરાજીમાં મારુતી સુઝુકી અને હોન્ડા જેવી મોટી ઓટો કંપનીઓમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓ રેલગાડીનું એકડવાંસ બુકીંગ બહુચરાજી રેલ્વે મથકથી કરે છે. પણ તેને ટ્રેનમાં બેસવું હોય તો મહેસાણા અથવા અમદાવાદ જવું પડે છે. જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશનની જે ભારતની સૌથી મોટી મુસાફર (પેસેન્જર) કાર કંપની છે. ગુજરાતના કાર બજારમાં 45%થી વધારે કાર તેની વેચાય છે....
વિદ્યાર્થીઓએ ફી ન ભરતાં 10 શાળાઓએ પરિણામ અટકાવ્યા, 70 શાળામાં પ્રશ્ન
વડોદરામાં ફી મામલે શાળાઓની દાદાગીરી સામે આવી છે. 10 શાળાઓએ ફી મામલે વિદ્યાર્થીના પરિણામ અટકાવી દીધા છે. શાળા સંચાલક ફી અંગે નોટિસ બોર્ડમાં કોઈ સૂચના મૂકી નથી. જેના કારણે સ્કૂલમાં શું ફી ચાલે છે, તેની ખબર પડતી નથી. આ શાળાઓએ અચાનક ફીમાં વધારો કરી દેતાં પરિણામ અટકાવીને બાળકો અને વાલીઓને હેરાન કરવામાં આવે છે. આ શાળાઓમાં સિગ્નસ સ્કૂલ, આનંદ વિહાર, અંબ...

English