Friday, August 14, 2026

ધારાસભ્ય કિરીટ પટેલ કહે છે, ભાજપના નેતાઓ મને મારી નાંખવા આવે છે, થતાં ...

પાટણની હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનીવર્સીટીના કુલપતિ પ્રજાપતિને સસ્પેન્ડ કરવાના મામલે 7 માર્ચ 2019ના બપોરે પાટણ કોંગ્રેસના ધારાસભ્ય ડા.કિરીટ પટેલ પર હુમલો થયો હતો. તેમને મારી નાંખવા આવેલા કે ધમકી આપવા આવેલા તે અંગે હજું કંઈ ચોક્કસાઈ તપાસમાં બહાર આવી નથી. આ દૃશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે. ખરેખર તો કિરીટ પટેલે ભાજપના નેતા કે સી પટેલ કેવો ભ્રષ્ટાચા...

દૂધસાગર ડેરીમાં મશીન અને ખાંડ ખરીદીમાં કૌભાંડથી દૂધનો ભાવવધારો ન અમાયો...

મહેસાણા દૂધસાગર ડેરી દ્વારા રાજસ્થાન ના દૂધ ના ભાવ માં વધારો આપ્યો છે. મહેસાણા દૂધ સંઘ ના પશુપાલક ને 550 રૂપિયા અપાય છે. રાજસ્થાનની સમિતિના ઠેકેદારોને 10 રૂપિયાનો વધારો આવતીકાલથી અપાશે. રાજસ્થાનની સમિતિના ઠેકેદારોને 610 રૂપિયા આપશે.રાજસ્થાનમાં દૂધના ભાવ સિવાય લીટરે એક રૂપિયો પ્રત્સાહન અપાય છે. સાગર ડેરીના દૂધ ઉત્પાદકોને અપાતો નથી. રાજસ્થાનમાં છે...

ચાલુ બસ મથકનું ઉદઘાટન કરવા આવેલા ભાજપના સાંસદનો ગરીબોએ વિરોધ કર્યો

મારવાડી નગર સનદ મેળવવા મામલતદાર કચેરી સામે સાત દિવસથી ધરણ પ્રદર્શન આંદોલન કરતાં 30 પરિવારોને સન 1996થી ઠરાવ કરી નગરપાલિકાએ પ્‍લોટ ફાળવેલ. જેની કાયદેસર સનદ આપવામાં ગલ્‍લાતલ્‍લા કરતી સરકારનું રેઢિયાળ તંત્ર એકબીજાને ખો આપે છે. ગરીબ લોકોને ન્‍યાય અપાવવા જન ચેતના પાર્ટી મેદાનમાં આવી છે. આજે બપોરે પાર્ટીના સંયોજક મનુભાઈ ચાવડાએ આ મુદે મામલતદારને કડક રજ...

કૃષ્ણની દ્વારિકામાં કંપની રાજ, ખેડૂતો પરેશાન

દ્વારકાના ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું કે દ્વારકામાં કલેક્ટર રાજ નહીં પણ કંપનીઓનું રાજ ચાલે છે. રિલાયન્સ પેટ્રોલિયમ  રિલાયન્સ વીમા કંપની, ટાટા કંપની, પવનચક્કી કંપની, રોડ બનાવતી કંપનીઓ, જમીન સરવે કરતી કંપની, વીજ કંપની સાથે હવે કંપની રાજ શરૂ થયું છે. અહીં ખેડૂતોને કંપનીઓ દબડાવી રહી છે. તેથી આ પ્રશ્નો ઊકેલી આપો. એવી લેખિતમાં રજૂઆત કરી હત...

આંદોલન બાદ રસ્તા માટે રૂપાણીએ રૂ.10 કરોડ આપ્યા

અમરેલીમાં ભુગર્ભ ગટર, વરસાદી પાણીના નિકાલની ગટર તથા અન્‍ય ખોદકામોને કારણે અમરેલીના રસ્‍તાઓ ખરાબ થઈ ગયા હતા. શહેરના વિવિધ ક્ષેત્રના અગ્રગણ્‍ય નાગરિકોએ ભેગા થઈ સુતેલા તંત્રને જગાડવા ડો. કાનાબારના નેતૃત્‍વમાં અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ઘંટનાદ, નાગરિકોની સહી ઝુંબેશ જેવા કાર્યક્રમો થયા અને શહેરે સ્‍વયંભુ અભૂતપૂર્વ બંધ પાળી વિશાળ રેલી કાઢી કલેકટરને આવ...

પાટીલ અને ઈરાની પ્રદુષણ ફેલાવતી કંપનીના મહેમાન બન્યા, મોદીના પણ મિત્ર

2010-2011માં સુરતમાં કાંઠા વિસ્તારમાં સ્થાનિકોએ એક આંદોલન શરૂ કર્યુ હતું. તેમનો મુદ્દો હતો કે ઉન અને પલસાણા ખાડીમાં ઝેરી રાસાયણીક કચરો ઠાલવવામાં આવે છે, જેના કારણે પર્યાવરણને પારાવાર નુકશાન થાય છે. ખાડીમાં સૌથી વધુ ઝેર એવી કંપની ઓકતી હતી જેનું કામ પ્રદૂષિત પાણીને સ્વચ્છ કરવાનું હતું. કંપનીનું નામ પણ ગુજરાત એન્વાયરો પ્રોટેક્શન એટલે કે ગેપિલ હતું. ગે...

તાપી રિવરફ્રન્ટમાં પાર્કિગ ચાર્જના નામે લૂંટ

શહેરના મેયર ડૉ. જગદીશ પટેલે જેનું ઓપનિંગ કર્યું તે તાપી રિવરફ્રન્ટ પર પરછાઈ એક્ઝીબિટર્સ દ્વારા બનાવવામાં આવેલા સનસિટી ફેન્ટસી પાર્કમાં પાર્કિંગના દરોમાં આડેધડ વસૂલી કરી સહેલાણીઓના ખિસ્સા હળવા કરવામાં આવી રહ્યાં છે. અહીં ટેન્ડરમાં નક્કી કરેલી રકમ કરતા બમણી રકમ પેટા પાર્કિંગ કોન્ટ્રાક્ટર સુમન એન્ટર­પ્રાઈઝ દ્વારા વસૂલવામાં આવી રહ્યો છે અને તે માટેના બ...

માલેતુજાર લોકોના પ્રતિનિધિ ગીરીશ દાણીની મોરારજી બાપુને કેમ જરૂર પડી ?...

મોરારીબાપુ તમારી વ્યાસપીઠને પણ કેમ ગીરીશ દાણીની જરૂર પડે છે? નવજીવનના 100 વર્ષ અને ગાંધીની 150મી જયંતિ નિમિત્તે મોરારીબાપુએ નવજીવનને એક કથા આપવાનું વચન આપ્યુ હતું, નવજીવન ટ્રસ્ટનો હેતુ મોરારીબાપુની રામકથાની માધ્યમથી ગાંધીની વાત લોકો સુધી પહોંચાડવાનો હતો. ગાંધી બહુ દૂરનું વિચારતા હતા. ગાંધીએ ગાંધી આશ્રમથી લઈ ગુજરાત વિધ્યાપીઠ સહિત નવજીવનની પણ સ્થા...

મોદીના મિત્રની ગેપીલ કંપનીએ 20 હજાર લોકોને પ્રદુષણની લપેટમાં લીધા

વાપી-અંકલેશ્વર સહિતના ઉદ્યોગગૃહોના ભયાનક ઝેરી કેમિકલ કચરો એકત્ર કરીને નિકાલ કરવાની કામ કરતી ગુજરાત એન્વાયરમેન્ટ એન્ડ પ્રોટેક્શન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ યોગ્ય કામગીરી ન કરતાં બેફામ પ્રદૂષણ ફેલાવીને જીવસૃષ્ટિને જોખમમાં મૂકી છે. જે અંગે સુરતના ચીફ જ્યુડીશીયલે સમન્સ કાઢેલ, ઈ.ડી.એ કરોડો રૂપિયાની રકમ જપ્ત કરી છે, અને દક્ષિણ ગુજરાતમાં લાખો નાગરિકોના જીવનન...

સ્વાઈન ફ્લુથી 8 વર્ષમાં ગુજરાતમાં 22 હજાર દર્દીઓ અને 1480ના મોત

રાજ્યમાં સ્વાઈન ફ્લુ સહિતના રોગચાળાએ માજા મૂકી છે. સ્વાઈન ફ્લુ અટકાવવા માટે હાઈકોર્ટ ફટકાર લગાડે ત્યારબાદ રાજ્ય સરકાર જાગે તે ઘણી જ ગંભીર બાબત છે. રાજ્યમાં સ્વાઈન ફ્લુમાં છેલ્લાં ૮ વર્ષમાં ૨૧૯૪૨ નાગરિકો સપડાયા જેમાં ૧૪૮૦ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં પડી ભાંગેલી આરોગ્ય સેવા અને ખાસ કરીને સ્વાઈન ફ્લુ સહિતના બેફામ રોગચાળા નાથવામાં નિષ્ફળ ભાજપ...

ભાજપને કૌભાંડી કહેનારા જવાહર હવે ભાજપમાં

પક્ષાંતર – દિલીપ પટેલ – વિશ્લેષણ રૂ.2 હજાર કરોડના મગફળી કૌભાંડ ભાજપની રૂપાણી સરકાર કરવાની છે, એવું જવાહર ચાવડાએ 20મી જાન્યુઆરી 2018માં કહ્યું હતું. તેના થોડા દિવસમાં જ આગ લાગી હતી અને પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો. તેમણે જુનાગઢ કલેક્ટરને લેખિતમાં આપ્યું હતું કે, ભાજપ સરકાર કરોડો રૂપિયાનું મગફળી કૌભાંડ કર્યું છે અને તેના પુરવાનો નાશ કરી દેવામાં ...

ભાજપની રાજકીય શોદાબાજીમાં ત્રીજા ધારાસભ્ય પક્ષાંતર કરી ભાજપમાં જશે

કોંગ્રેસના માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાવા મોટી ઓફર કરવામાં આવી છે. જો આમ થાય તો જૂનાગઢ લોકસભા બેઠક કોંગ્રેસ જીતે તેમ હતી તે હવે તમેના માટે જીતવી મુશ્કેલ છે. અગાઉ કુંબરજી બાવળીયા અને આશા પટેલને પણ ભાજપના અમિત શાહે પક્ષાંતર કરાવ્યું હતું. જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ અને મહેસાણા ...

ટાઈલ્સમાં મસહૂર મોરબી પ્રદુષણ પણ આગળ, કારખાના બંધ થશે, શું છે

નામ રોશન, કાળું કલંક - દિલીપ પટેલ - ખાસ અહેવાલ મોરબીની હવાની ગુણવત્તા ખરાબ છે. મચ્છુ નદીના પાણીમાં પ્રદૂષણ છે. જમીન ખરાબ થઈ રહી છે. લોકોની બિમારી વધી રહી છે. માણસ અને પશુ મરી જાય ત્યાં સુધી ખબર પડતી નથી કે તેના મોત માટે હવા, પાણી અને જમીનનું પ્રદુષણ જવાબદાર છે. આ કેસના ફરીયાદી અને સિનિયર પત્રકાર બાબુભાઇ રામુભાઈ સૈની પાલનપુરમાં જ રહે છે. તેઓ વ...

સૌની યોજના નરેન્દ્ર મોદીની મોટી નિષ્ફળતા, ખર્ચ બે ગણું, વળતર શૂન્ય

સૌની પણ કોઈની નહીં – દિલીપ પટેલ – ખાસ અહેવાલ સૌની યોજનાથી પાણીનો દુષ્કાળ ભૂતકાળ બની જશે. સૌની યોજના અંતિમ તબક્કામાં છે. આવતા વર્ષે 2020CEX સૌરાષ્ટ્રના 115 બંધમાં રૂ.18,000 કરોડના ખર્ચે નર્મદા મૈયાના પાણીથી છલોછલ થઇ જવાના છે. એવું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું છે. સૌની યોજનાના બીજા તબક્કા અંતર્ગત ભીમડાદથી શેત્રુંજી જળાશય સુધીની પાઇપલાઇન દ્વાર...

મુખ્ય પ્રધાન નહીં, કોંગ્રેસના ધારાસભ્યના કારણે કુલપતિને પાણીચું, જાણો ...

પાટણની પાઠશાલા – દિલીપ પટેલ – ખાસ અહેવાલ પાટણની હેમચન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બી.એ. પ્રજાપતિ (બાબુ પ્રજાપતિ)ને ભ્રષ્ટાચારના આરોપસર ગુજરાત સરકારે લોકાયુક્તના અહેવાલ બાદ પદ પરથી હટાવી દીધા છે. તેમની સામે લોકાયુક્તની તપાસ થતાં તેમાં તેઓ કસૂરવાર ઠર્યા છે. તેમની સામે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય પ્રો. કિરીટ પટેલ ઘણા સમયથી લડી રહ્યાં...