અમદાવાદ, 12 જૂલાઈ 2020
અમદાવાદનું નવેમ્બર 2019માં ભાજપનું નવું સંગઠન રચાઈ જવાનું હતું. પણ જૂથવાદના કારણે તેમ થયું નથી. અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ જગદીશ પંચાલ સામે ભારે વિરોધ છે. કેટલાંક કાર્યકરોએ નવેમ્બરમાં નનામી પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો હતો. અમદાવાદમાં સાડા ચાર લાખ નવા કાર્યકરો અને દસ હજાર સક્રિય સભ્યો નવા ઉમેરાયા છે. છતાં માળખું રચી શકાતું નથી. કોંગ્રેસના પ્રદેશ કાર્યકારી પ્રમુખ તરીકે હાર્દિક પટેલ આવતાં ભાજપે અચાનક અમદાવાદમાં નવા શહેર પ્રમુખ બનાવવા કવાયત ફરી એક વખત હાથ ધરી છે. અમદાવાદમાં ભારે જૂથવાદના કારણે ભાજપ શહેર પ્રમુખ નિયુક્ત કરી શકતો નથી. આઈ કે જાડેજા અને પ્રદીપ જાડેજા વચ્ચે જૂથો પડી ગયા છે. એક જૂથ આનંદી પટેલનું છે. રાકેશ શાહ અને જગદીશ પટેનો પણ અલગ ચોકો છે.
જીતુ વાઘાણી નિષ્ફળ
અમદાવાદનું સંગઠન બનાવવામાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સદંતર નિષ્ફળ રહ્યાં છે. તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં કાયમ રહે છે. છતાં ઉકેલ લાવી શકતા નથી. તેઓ અમિત શાહનું નામ વટાવી ખાય છે. પણ કામ કરી શકતા નથી. તેથી તેમના કારણે અમદાવાદ શહેર આગામી ચૂંટણીમાં ગુમાવવું પડે એવી સ્થિતી ઊભી થઈ છે.
અમદાવાદમાં નવા શહેર પ્રમુખ માટે
ભાજપના રાષ્ટ્રીય સહસંગઠન મંત્રી વી સતીષ, કોર ગ્રુપ અને પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકો મળી પણ નવા શહેર પ્રમુખ નવેમ્બર 2019માં નક્કી કરી શકાયા ન હતા. સ્થાનિક સ્તરેથી આવેલા નામોને લઇને નિરિક્ષકોએ રાષ્ટ્રીય સહસંગઠનમંત્રી વી સતીષ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશપ્રમુખ જીતુ વાઘાણી, મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા સાથે બેઠક કરી હતી.
ફરી એક વખત કવાયત હાથ ધરી છે. વી. સતીષ ગુજરાતમાં 3 દિવસ માટે છે. તેમણે અગાઉ પ્રયત્નો કર્યા પણ સફળ ન થયા હવે તેઓ 12 જૂલાઈ 2020એ નવેરસરથી અમદાવાદ શહેર પ્રમુખ શોધી રહ્યાં છે. અનેક દાવેદારોને બોલાવવામાં આવી રહ્યાં છે.
પ્રમુખ માટે 5 દાવેદારો
શહેરી વિસ્તારોના પક્ષ ભાજપમાં સૌથી મોટા શહેર એવા અમદાવાદમાં પણ 5 દાવેદારો નવેમ્બરમાં સામે આવ્યા હતા. જેમાં વર્તમાન શહેર પ્રમુખ જગદીશ પંચાલે ફરી દાવેદારી કરી હતી. જગદીશ પંચાલ નિકોલના ધારાસભ્ય છે. શહેર પ્રમુખ તરીકે પહેલી ટર્મ હતી. ત્યારે બીજી ટર્મ માટે તેમણે દાવો કર્યો હતો. તેમની સત્તા દરમિયાન અનેક વિખવાદો જોવા મળ્યા હતા. રાષ્ટ્રીય અધ્યક્ષના કાર્યક્રમો હોય કે મુખ્યમંત્રીના કાર્યક્રમો, તમામ કાર્યક્રમોમાં હાજરીને લઇને વિવાદો થયા હતા.
જદીશ પંચાલ રીપીન નહીં થાય
જગદીશ પંચાલ સામે સ્થાનિક ધારાસભ્યો અને સંગઠનના લોકોએ પણ અનેક રજૂઆતો કરી હતી જેના કારણે એવું મનાઇ રહ્યું હતું કે તેમને રીપીટ કરવામાં આવે તેવી શક્યતા ઓછી છે. મણિનગરના ધારાસભ્ય સુરેશ પટેલ, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલના નામો પર પણ ચર્ચા થઇ હતી. પૂર્વ મેયર અને ટૂંકા ગાળા માટે શહેર પ્રમુખ બનેલા અમિત શાહનું નામ પણ છે. મયૂર દવેને પણ પ્રમુખ બનાવવા માટે કાર્યકરો માંગણી કરી રહ્યાં છે. જો તેમને ન બનાવે તો ભુષણ ભટ્ટને શહેર પ્રમુખ બનાવવા જોઈએ એવી માંગણી કાર્યકરોમાં છે.
નરેન્દ્ર મોદીને એક પત્ર
અમદાવાદમાંથી ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર સાચા કાર્યકર તરફથી લખવામાં આવ્યો હતો. જે પત્રમાં લખવામાં આવ્યું હતું કે, પોતાના કાળા કામોને ઢાંકવા હાલમાં શહેર પ્રમુખ જગદીશ પંચાલ અને મહામંત્રી મનુભાઈ કાથરોટિયા વોર્ડના કાર્યકરોને બોલાવી જ્ઞાતિ સમીકરણો માંગે છે. મતદાન ન થવા માટે દોષનો ટોપલો જ્ઞાતિ અને કાર્યકર્તા ઉપર ઢોળે છે.
સૌથી વધારે ચિંતા ઉપજાવે તેવી પાર્ટીની સ્થિતિ અમદાવાદની છે. હાલમાં ભાજપમાં સૌથી વધારે જૂથવાદ શહેર ભાજપમાં છે. અમરાઈવાડીની પેટા ચૂંટણીમાં શહેર પ્રમુખ અને મહામંત્રી ટિકિટ નક્કી કરી નાખી હતી, સાંસદ પોતાના માણસને ટીકીટ આપવા માંગતા હતા. અચાનક જગદીશ પટેલને ટીકીટ મળી હતી. તેથી જગદીશ પટેલને કેવી રીતે હરાવવા તેની યોજના પ્રમુખ દ્વારા બની ગઈ હતી. જે કાર્યકર જીતાડવા માટે કામ કરે તો તેના ફોટા પાડી પગલાં લેવાની ધમકી આપવામાં આવી હતી. આવું જો ભાજપમાં ક્યારેય થયું નથી.
પ્રભારી અને પ્રમુખ વચ્ચે જૂથવાદ
ઘણી સોસાયટી અને બુથોમાં મતદાનનું આયોજન ઈરાદાપૂર્વક કરાયું ન હતું. જગદીશ પટેલ મોટા થાય તો પૂર્વ અમદાવાદમાં પોતાને નડી શકે તે માટે શહેર પ્રમુખે એક મહામંત્રી તથા ધારાસભ્ય સુરેશ પટેલની ટીમ બની હતી. વિવાદી પ્રભારી ઈન્દ્રવિજય કે જાડેજાના જગદીશ પટેલના સંબંધો પણ સારા ન હોવાના કારણે પ્રભારીએ પણ આ ગેંગને ખુબ ટેકો આપ્યો હતો.
કાર્યકરો કોંગ્રેસમાં જવા લાગ્યા
આઇ કે જાડેજાથી પ્રદીપસિંહ જાડેજાનું વધતું વજન સહન થતું નથી. તેથી બન્ને અમદાવાદમાં સામ સામે હતા. તેથી આઈ કે જાડેજાને અમદાવાદમાંથી ખસેડીને મોરબી મોકલી દેવા રજૂઆતો થઈ હતી. તેઓ આનંદીબેન પટેલ જૂથના છે. તેથી અમદાવાદમાં પટેલ કાર્યતરોને પરેશાન કરવામાં આવે છે. પટેલો વચ્ચે ઝઘડો કરાવી નુકસાન કરવા એક પટેલ કાર્યકરને કોઈ વાંક ગુના વગર સસ્પેન્ડ કરી કોંગ્રેસના ઉમેદવારને જીતાડે એવું કરી આપ્યું હતું. તેથી તેઓ કોંગ્રેસમાં જતા રહ્યાં હતા. આવા અનેક કાર્યકરો હાર્દિક પટેલ આવતાં કોંગ્રેસમાં જવાની ફીકારમાં છે.
વિજય રૂપાણી નિષ્ફળ
અમદાવાદમાં ભાજપમાં જૂથવાદ છે તે અંગેની તમામ વાતો અને વીડીયો મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સુધી મોકલવામાં આવ્યા હતા. પણ તેઓ જગદીશ પંચાલને ચાહતા હતા. મુખ્ય પ્રધાન જાણે છે કે અમદાવાદમાં ભાજપની સ્થિતી સારી નથી. હાલ ચૂંટણી થાય તો હારી જાય તેમ છે. ગઈ વખતની જેમ અમદાવાદમાં કોંગ્રેસની સોસાયટીઓની મતદાર યાદી કલેક્ટરની મદદથી રદ કરી દઈને માંડ અમદાવાદ શહેર જીતી શક્યા હતા. એવું જ આ વખતે ફરીથી કરવું પડશે.