વાયુ પરિવર્તનથી કમોસમી વરસાદથી ખેડૂતોને આખું વર્ષ નુકસાન, છતાં વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્ય પ્રધાન મૌન

Climate change in Gujarat harms farmers throughout the year, yet the CM is silent on World Environment Day, गुजरात में जलवायु परिवर्तन से साल भर किसानों को नुकसान, फिर भी मुख्यमंत्री विश्व पर्यावरण दिवस पर मौन

દિલીપ પટેલ

ગાંધીનગર, 5 જૂન 2023

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી 5 જૂન 2023માં કરી હતી. ક્લાયમેટ ચેંજ અને ગ્લોબલ વોર્મિંગ સામે લડાઈ લડવી પડશે. એવું કહ્યું પણ ક્લાઇમેન્ટ ચેન્જના લીધે ઋતુઓમાં પરિવર્તન થતાં ગુજરાતના ખેડૂતો અને અર્થતંત્રને મોટો ફયકો પડ્યો છે. ગુજરાતમાં 2023માં 10 કમોસમી વરસાદ દરેક વિસ્તારમાં થયા હોવા છતાં મુખ્ય પ્રધાન કે ક્લાયમેટ ચેન્જ વિભાગ દ્વારા કોઈ સંશોધન કે કાર્યક્રમો જાહેર કરાયા નથી. ખેતી અંગે એક હરફ શુધ્ધા ઉચાર્યા વગર તેમણે કહ્યું કે, ગુજરાતમાં પર્યાવરણ જાળવણી સાથે ઉદ્યોગો પણ વધે તે જોવું પડશે. પણ ઓછામાં ઓછા 10 વરસાદથી 2023માં ખેડૂતોને 3 લાખ કરોડથી વધારે નુકસાન થયું હોવાનો અંદાજ મૂકવામાં આવે છે. આવું છેલ્લાં 10થી 12 વર્ષથી થઈ રહ્યું છે. છતાં સરકાર પાસે કોઈ આયોજન હોય એવું વિશ્વ પર્યાવરણ દિવસે દેખાતું નથી.

ગુજરાતમાં 2022-23નું વર્ષ હવમાન પરિવર્તનની અત્યંત ખરાબ અસરો વાળું રહ્યું છે. જે અંગે સરકારી આયોજન જાહેર કરવાના બદલે છૂટાછવાયા કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે. જેમાં ગ્રીન અંબાજી પ્રોજેક્ટ અન્વયે વન વિભાગે ગબ્બર પર્વત નજીક મીયાવાકી પદ્ધતિથી તૈયાર કરેલા 10 હજાર રોપાઓના વન કવચનું લોકાર્પણ કર્યુ હતું. રાજ્યમાં 82 સ્થળોએ 100 હેક્ટરમાં 10 લાખ વૃક્ષોના વન કવચ તૈયાર કરવાની જાહેરાત કરી હતી. અંબાજી તથા તેની આસપાસના ડુંગરાળ વિસ્તારોમાં 100થી 200 હેક્ટર વિસ્તારોમાં ડ્રોન ટેક્નોલોજીની મદદથી સીડ બોલ અને સીડ વાવેતરનો પ્રારંભ થયો હતો.

સાંસ્કૃતિક 22 વનો રાજ્યભરમાં છે અને અમદાવાદ જેવા શહેરી વિસ્તારોમાં મોટાપાયે વૃક્ષો વાવીને ઓક્સિજન પાર્ક ઊભા કરવામાં આવી રહ્યા છે. 2022માં વિશ્વ પર્યાવરણ દિવસથી રાજ્યમાં 82 સ્થળોએ 75 વડ વૃક્ષોના વાવેતર કરાયું હતું. કોઈ એક નેતાના નામે વડ વાવવાથી 2023માં હવામાન ફેરફારો અટકાવી શકાયા નથી.

મિષ્ટી પ્રોજેક્ટમાં ગુજરાતમાં 11 જિલ્લામાં 25 સ્થળો સહિત દેશભરમાં 75 સ્થળોએ મેન્ગ્રુવ વાવેતર માટે લોકજાગૃતિ કરવાની જાહેરાત કરી પણ ગુજરાતમાં 60 ટકા લોકોને રોજગારી આપતા કૃષિ ઉદ્યોગ માટે હવામાન પરિવર્તનો સામે ટકવા પાકો બદલવા કે કમોસમી વરસાદ સામે સરકાર કેવું રક્ષણ આપવા માંગે છે તે અંગે કોઈ પલગાં જાહેર કરાયા નથી.

રોપા મેળવવા QR કોડ લોંચ કર્યો હતો. પણ હવામાન પરિવર્તન અંગે ગુજરાતમાં કોઈ અભ્યાસ થયા હોવાની વિગતો જાહેર કરી નથી. અમીરગઢ ખાતે ઉપવનનું લોકાર્પણ, આંતરોલી-થરાદ ખાતે પંચવટી વિકાસ કેન્દ્ર, વોટ્સએપ દ્વારા ઉદ્યોગોને CTE/CCAના ઓનલાઇન હુકમો, પર્યાવરણીય ઓડિટીંગ, મોનીટરીંગ અને ટેકનોલોજી પર પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ માટે ચારૂસેટ યુનિવર્સિટી સાથે MOU, પ્રદુષણમુક્ત ગામના સરપંચને પ્રશસ્તિ પત્ર અપાયા હતા.  પણ કૃષિ સામે કમોસમી વરસાદની પહોંચી વળવા એક શબ્દ તેમણે ઉચ્ચાર્યો નથી.

સૌરાષ્ટ્ર

માર્ચ અને એપ્રિલ 2023માં સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં સતત બે મહિના કમોસમી વરસાદ પડ્યો હતો. કરા સાથે વરસાદ પડતા કેરીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું  હતું.

કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હતો.

તે અગાઉ પડેલા વરસાદના કારણે ઘઉં, ચણા, ડુંગળી અને જીરૂં સહિતના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું. બાજર સહિતના પાકોને ભારે નુકસાન થયા હતા.

પાંચ દિવસ સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્વાયો હતો. રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ શરૂ થયો હતો. જે બાદ એકાદ અઠવાડિયાના વિરામ બાદ ફરી માવઠાની શરૂઆત થઈ ગઈ હતી.

ઉનાળાની શરૂઆતમાં જ સમગ્ર ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.

સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ તથા પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં હવામાન વિભાગે સતત 3થી 8 દિવસ વરસાદ પડે એવી 5 વખત આગાહી કરી હતી. એમ થયું હતું.

જૂનની શરૂઆતમાં હજી રાજ્યમાં માવઠું બંધ થવાની શક્યતા દેખાતી નથી.

20 અને 24 માર્ચના રોજ રાજ્યના કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

હીટ વેવ અને કરા સાથે

ગુજરાતમાં હજી 24 માર્ચ સુધી કમોસમી વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગ પણ આવનારા પાંચ દિવસો સુધી માવઠાની આગાહી કરી હતી. જૂનની શરૂઆતમાં ઘણાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં માર્ચ મહિનામાં  હીટ વેવ હતો. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે કરા પડ્યા હતા. અનેક વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે.

ગુજરાતમાં વેધર સિસ્ટમો બદલાઈ ચૂકી છે. આ સિસ્ટમોને કારણે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

જૂનની શરૂઆતમાં રાજસ્થાન પર બે સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલાં હતા. જમ્મુ-કાશ્મીર પર સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યાં છે.

ઠંડી ઘટવાથી ઘંઉના ઘટતા ઉત્પાદન અને કપાસ મગફળીને ભારે વરસાદથી થતા નુકસાન થયા હતા.

ગુજરાતમાં ઉનાળામાં ઉપરા છાપરી બે રાઉન્ડ કમોસમી વરસાદ પડવાથી ખેડૂતોને ઘણું નુકસાન થયું હતું.

રવી પાકની લણણીનો સમય આવ્યો ત્યારે વરસાદ પડતાં જીરા, રાયડો, ધાણા, ઘઉં, ચણા સહિતના પાકોને વરસાદને કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું હતું. બિયારણ, દવાઓ મજૂરી વેગેરેના વધી ગયેલા ભાવથી ખેડૂતો પરેશાન હતા ત્યાં કમોસમી વરસાદે તેને દેવાદાર બનાવ્યા હતા.

ખેડૂતોને ખબર ન હતી કે કુદરત અને સરકાર લપાટ મારશે.

ઘઉં વઢાયા પછી વરસાદ પડતા દાણો કાળો પડી ગયો હતો. વેપારીઓએ ઓછા ભાવ આપેલા હતા.

કમોસમી વરસાદના કારણે ખાસ કરીને શિયાળુ પાકને ઘણું ભારે નુકસાન થયું હતું.

ખેડૂતોને વેપારી, રાજા, ચોર, મોર, ઢોર ખાય છે. હવે માવઠું અને સરકાર પણ ખેડૂતોને ખાય છે.

હવા પરિવર્તનના કારણે દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને ઘણું નુકસાન થયું છે. એકમાત્ર વિકલ્‍પ ખેતી હોઈ જેમાં પણ કમોસમી વરસાદ પડતા ખેડૂતો પડી ભાગ્‍યાં છે.

27 જિલ્લામાં નુકસાન

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટરો સાથે વરસાદને કારણે ખેતીમાં નુકસાનની સમીક્ષા કરી હતી. પણ ખેડૂતોને હજુ સુધી કોઈ રાહત આપી નથી. સરકારે કૃષિ વિમો પણ બંધ કરી દીધો હતો. રાજ્યના 27 જિલ્લાના 111 તાલુકાઓમાં 1થી 47 મીમી કમોસમી વરસાદ પડ્યા બાદ રવિ પાકને થયેલા નુકસાનની સમીક્ષા કરી હતી. 18 જિલ્લામાં મુખ્યત્વે 33 તાલુકા એવા છે કે જ્યાં 10 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે.  અમરેલી, જૂનાગઢ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે રવિ પાકોની ગુણવત્તા, ઉનાળુ પાક અને ફળોને થયેલા નુકસાન અને અન્ય નુકસાનની પ્રાથમિક વિગતો આપવામાં આવી હતી.

રવિ ઋતુ

5 માર્ચથી 9 માર્ચ સુધી 27 જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદ થયો હતો. સતત 6 દિવસ ભારે પવન, ધૂળની ડમરી, વીજળીના કડાકા સાથે બરફ સાથે વરસાદ હતો. અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી છૂટોછવાયો વરસાદ હતો. ગુજરાતમાં રવિ પાકમાં ઘઉં તથા ચણા જેવા પાકો તૈયાર થયો અને વરસાદ થયો હતો. ખેતરમાં ઊભેલા ઘઉં પડી ગયા હતા.  ચણા, જીરું, રાયડો, ધાણા, વરિયાળી, ડુંગળી, તથા કેરી જેવા બાગાયતી પાકોને નુકસાન થયું હતું. અમરેલી, ભાવનગર, રાજકોટ, ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન થયું હતું. સરકારે તો વિમો બંધ કરી દીધો છે. વળી મુખ્ય પ્રધાન કૃષિ સહાય યોજનામાં પણ સહાય આપવામાં આવતી નથી.

દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નર્મદામાં વાવાઝોડા સાથે વરસાદ થયો હતો. જંબુસરમાં મહિલાનું મોત થયું હતું.

અમરેલી અને ભાવનગરની શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ હતી.

31 માર્ચ 2023

31 માર્ચ 2023માં પણ અનેક વિસ્તારોમાં વરસાદ થયો હતો. પાટણ, ખેડા, અમદાવાદ, ભાવનગર, બનાસકાંઠા, છોટા ઉદેપુર, અમરેલી, ધારી, રાજુલા જાફરાબાદ, સાવરકુંડલા અને બોટાદ જિલ્લામાં વીજળી અને વરસાદથી 9 લોકોના મોત થયા હતા. જરાતના 91 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં મુખ્યત્વે મહેસાણા, બનાસકાંઠા, અમદાવાદ, પાટણ, ગાંધીનગર, સાબરકાંઠા, ભાવનગર, ખેડા, આણંદ, નર્મદા અને અરવલ્લી જિલ્લામાં કેન્દ્રિત છે. જ્યારે મહેસાણાના બેચરાજીમાં સૌથી વધુ 65 મીમી, બનાસકાંઠાના દાંતામાં 55 મીમી, અમદાવાદ શહેરમાં 54 મીમી, બનાસકાંઠાના વડગામમાં 52 મીમી અને પાટણના ચાણસ્મામાં 50 મીમી વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં 256 વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ડીસા પંથકમાં સક્કરટેટી અને તરબૂચ, ઘઉં, અરંડીને ભારે નુકસાન થયું હતું.

છેલ્લા 12 વર્ષથી સમોસમી વરસાદ વધી રહ્યો છે. જે અંગે ગુજરાતનું ક્લાઈમેટ ચેન્જ વિભાગ કોઈ સંશોધન કે પગલાં જાહેર કરી શક્યું નથી. ખેડૂતોને કોઈ રીતે આ વિભાગ મદદ કરી શક્યો નથી.

2019માં તો કમોસમી વરસાદને કારણે પાકને 22 લાખ હેક્ટરમાં નુકસાન થયું હતું. રૂ. 700 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું. તે પણ માત્ર 5 લાખ હેક્ટર માટે.

કમોસમી વરસાદ અને બરફે ખેડૂતોને રૂ.10 હજાર કરોડનું નુકસાન કર્યું

માવઠા

https://allgujaratnews.in/gj/?s=%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A0%E0%AB%81%E0%AA%82

કમોસમી વરસાદ

ક્યારે વરસાદ

28 જાન્યુ, 2023 — ગુજરાતમાં સતત પડતી ઠંડી વચ્ચે વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો હતો. અનેક જગ્યાએ કમોસમી વરસાદ, ખેતપાકમાં નુકસાન થયું હતું.

30 જાન્યુઆરી 2023 –  રાજ્યના 8થી વધુ જિલ્લામાં કમોસમી વરસાદ ભારે નુકસાન થયું હતું.

5 માર્ચ, 2023 — સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ભર ઉનાળેમ કરા સાથે કમોસમી વરસાદ પડતા ખેડૂતોને નુકસાન .

6 માર્ચ, 2023 — અચાનક વરસાદ પડતા અનેક ખેડૂતોનો તૈયાર માલ પલળી જવા પામ્યો હતો.

7 માર્ચ, 2023 — આ વરસાદથી કેરી, ચીકુ, ઘઉં અને જીરુના પાકને નુકસાન થયું છે.

11 માર્ચ, 2023 — વિસાવદર વિસ્તારમાં તારાજીગ્રસ્‍ત વરસાદથી ખેડૂતોને નુકસાનીનું વળતર નથી.

16 માર્ચ, 2023 — ભારે પવન સાથે બરફના કરા સાથે ધોધમાર કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન.

17 માર્ચ, 2023 — જૂનાગઢના વંથલીમાં કમોસમી વરસાદ, પડતા  કેસર કેરી અને ખેત પેદાશોને ભારે નુકસાન થયું હતું.

18 માર્ચ, 2023 — કમોસમી વરસાદના કારણે મરચું, ધાણા અને જીરુંના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું.

19 માર્ચ, 2023 — નુકસાન થયુ જુનાગઢમાં કમોસમી વરસાદ .. ઉત્તર ગુજરાતમાં વરસાદ અને કરાં પડ્યા.

20 માર્ચ, 2023 — છેલ્લા 15 દિવસ દરમિયાન કમોસમી વરસાદના વાવડ આવી રહ્યા છે. કમોસમી વરસાદ, સરસવ અને ઘઉંના પાકને ભારે નુકસાન થયું હતું.

22 માર્ચ, 2023 — યાત્રાધામ અંબાજી ખાતે કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. કમોસમી વરસાદ પડતા પાકને નુકસાન, નદીમાં નવા નીર આવ્યા હતા.

31 માર્ચ, 2023 — રાજ્યમાં ગઇકાલે ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો. નુકસાન અંગે રાજ્ય સરકાર દ્વારા સહાય કરવાની માંગ છે.

19 એપ્રિલ, 2023 — કમોસમી વરસાદ થતા ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું હતું.

27 એપ્રિલ, 2023 — માવઠાના કારણે ધોળકામાં ડાંગરના પાકને નુકસાન જવાની ભીતિ છે.

30 એપ્રિલ, 2023 — દક્ષિણ ગુજરાતમાં ભારે ગાજવીજ સાથે કમોસમી વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકસાન થયું હતુ. સવારના જાણે ચોમાસું ચાલુ થઇ ગયું હતું.

1 મે, 2023 — કમોસમી વરસાદ પડતા કેરીના પાકને ભારે નુકસાન થયું હતું.

5 મે, 2023 — બરડામાં કમોસમી વરસાદને કારણે મગનાં પાકને સૌથી વધુ નુકશાન થયું હતું.

6 મે, 2023  — જૂનાગઢમાં કરા સાથે પાકને ભારે નુકસાન થયુ છે. છેલ્લા 5 દિવસથી કમોસમી વરસાદ પડતા કેરી ખરી પડી છે.