ગાંધીનગર, 2 ઓગષ્ટ 2021
ખેતર પર શાળાની શરૂઆત 2007-8માં થઈ ત્યારે 865 ખેડૂતો અને કૃષિ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાનીઓ જોડાયા હતા. 5 વર્ષમાં 1600 ફાર્મ સ્કુલ બનાવવામાં આવી હતી. જેમાં 60 હજાર ખેડૂતો ભાલ લેતા હતા. 8 હજાર મહિલા ખેડૂતો કે પશુપાલકો પણ શાળાએ જતાં હતા. હવે ખેતર શાળા બંધ થવા તરફ છે. જે રીતે સરકારે બાળકો માટેની 7 હજાર શાળાઓ બંધ કરી દીધી છે. એવું કૃષિમાં ખેતર શાળાનું થઈ રહ્યું છે. તે આજે ઘટીને માંડ 570 પાઠશાળા ચાલે છે. 15 લાખ ખેડૂતોએ તજજ્ઞ ખેડૂતોની ખેતી કે પશુપાલન શીખ્યું છે.
ખેડૂતો કોઠાસુઝ તથા વૈજ્ઞાનિક અભિગમથી ખેતી કરતા હોય છે. સિધ્ધહસ્ત પ્રગતિશીલ ખેડૂતોના ખેતરની બીજા ખેડૂતો ખેતરની મુલાકાત લઇને કંઈક શિખી શકે તે માટે તજજ્ઞનતાનો ફાયદો લઈ શકે તે માટે ખેતર શાળા શરૂ કરવામાં આવી હતી. 58 લાખ ખેડૂતોને 15 વર્ષમાં ખેતીની શાળામાં મોકલવાની જરૂર હતી. તેના બદલે હવે તેના પ્રત્યે સરકાર ધ્યાન આપવાનું બંધ કરી રહી છે.
ખેતર પર ચાલતી ખેતીની પાઠશાળા તરીકે ખેતર શાળા(ફાર્મ સ્કુલ) પ્રગતિશીલ ખેડુતોના ખેતર પર ખેતર શાળા ચાલતી રહી છે. શિક્ષક સિધ્ધહસ્ત ખેડૂત અને વિદ્યાર્થી પણ ખેડૂત હોય છે. ફાર્મ સ્કુલમાં ખેડૂતોને વાવણીથી લઇને કાપણી સુધીની સંપૂર્ણ પ્રક્રિયાની માહિતી ખેતર પર જ પ્રત્યક્ષ આપવામાં આવે છે.
ખેતર શાળામાં છ સત્ર હોય છે. જમીનની ચકાસણી તથા જમીનની તૈયારી, પાકોના વાવેતર માટે ખેત સામગ્રીની પસંદગી, પોષક તત્વ, પિયત, જૈવિક પાક, કીટક, પાકની કાપણી, લણણી સમજાવવામાં આવે છે. ખેડૂતો સારું ઉત્પાદન લે છે. તેનાથી ખેડૂતોને તો ફાયદો થાય છે અને રાષ્ટ્રીય ઉત્પાદનમાં વધારો થાય છે. પણ આ સરકાર ખેડૂતોની નથી.
ફાર્મ સ્કુલમાં કૃષિ વિજ્ઞાનિકો પણ શિક્ષક તરીકે જાય છે. કૃષિ, બાગાયત, પશુપાલન પર ખેતર શાળા ભરાય છે. એક હેક્ટરના નિદર્શન દીઠ રૂ.7500 વર્ષે આપવામાં આવે છે. તેનાથી વધું ખર્ચ તો ઉદારદીલના ખેડૂતો મહેમાન ખેડૂતો, વિદ્યાર્થીઓ અને વિજ્ઞાનીઓને ચા અને નાસ્તા પાછળ કરી કાઢતાં હોય છે. સરકારે તેમના ખેતરમાં એક વર્ગ ખંડ, પ્રોજેક્ટર, બોર્ડ, કમ્પ્યુટર આપીને આધુનિક બનાવવાની જરૂર છે. તેના બદલે શાળાઓ બંધ કરવામાં આવી રહી છે.
શાળા શરૂ થઈ તેના 10 વર્ષ પછી 2016-17માં માત્ર 387 શાળામાં 9 હજાર વિદ્યાર્થી ખેડૂતો સાથે મોટો ઘટાડો થઈ ગયો હતો. 2020-21માં 570 ફાર્મ સ્કુલ હતી. જેમાં 25 હજાર ખેડૂતોએ ભાલ લીધો હતો. જેમાં મહિલાઓ 15 હજાર અને પુરૂષો 10 હજાર હતા. આમ શાળામાં મહિલાઓ ખેતી અને પશુપાલન શિખવા વધું જઈ રહી છે. પણ સરકાર તેને બંધ કરી દેવા પ્રયાસો કરીને નાણાં આપતી નથી. ખરેખરતો દરેક તાલુકામાં નિયમિત રીતે એક ખેતર શાળા ચાલતી હોવી જોઈએ. જેમાં તે તાલુકા અને રાજ્યના કોઈ પણ જિલ્લાના ખેડૂતો જઈને પ્રગતિશિલ ખેડૂતોની ખેતી જોઈ શકે અને તેનો અમલ કરી શકે.