અંજારમાં વિશ્વની સૌથી મોટી ટોવેલ બનાવતી મીલનું મુખ્ય પ્રધાને ભૂમિપૂજન કર્યું. CM Bhupendra Patel wraps towels worth Rs. 11 crore, ભાજપનો રૂ. 11 કરોડનો ચૂંટણી ચંદાલો ટુવાલમાં લપેટાયો मुख्यमंत्री भूपेन्द्र पटेल ने रु. 11 करोड़ का तौलिया लपेटा
દિલીપ પટેલ
અમદાવાદ, 8 ડિસેમ્બર 2024
ભૂપેન્દ્ર પટેલે કચ્છના અંજાર ખાતે વેલસ્પન કાપડ મિલની ઈન્ટીગ્રેટેડ બેડ લીનન એન્ડ ટેરી ટોવેલ મીલનું ભૂમિપૂજન 7 ડિસેમ્બર 2024ના રોજ કર્યું હતું. ત્યારે ફરી એક વખત ઈલેક્ટોરલ બોન્ડ કૌભાંડ અંગે ભાજપની સામે પ્રશ્નો ઉભા થયા છે.
વેલસ્પન જૂથના અધ્યક્ષ બી.કે.ગોયેન્કાએ જણાવ્યું હતું કે, આજે નવીન ટેક્ષ્ટાઈલ ‘ઈન્ટીગ્રેટેડ બેડ લીનન એન્ડ ટેરી ટોવેલ’ મીલ ભારતીય ટેક્ષ્ટાઈલ ઈન્ડસ્ટ્રીને વિશ્વના નકશામાં મૂકી દેશે. 18 મહિનામાં વિશ્વની સૌથી મોટી ટોવેલ ફેસિલિટી બની જશે.
અંજારથી યુ.એસ. સુધીના વિકાસની વેલસ્પન ગ્રુપની સાફલ્ય ગાથા રજૂ કરીને તેમણે ગુજરાત સરકારના સહયોગની પ્રસંશા કરી હતી. વેલસ્પન લિ.ના ચેરમેન બી. કે. ગોયેન્કા અગાઉ વાયબ્રન્ટ ગુજરાતમાં હાજર રહેતાં હતા.
કંપનીના વિવાદો
ગરીબની જમીન વેચી ભાજપે રૂ.11 કરોડના ઈલેક્ટ્રોલ બોંડ ખરીદ કર્યા હોવાનો વિવાદ હજું પણ ચાલું છે.
ભાજપને રૂ. 11 કરોડની લાંચ કચ્છમાં બોંડ રૂપે અપાઈ હોવાના આરોપો પણ હતા.
માલેતુજાર કંપનીઓએ ભાજપને 371 કરોડનું ચૂંટણી ફંડ બોંડ દ્વારા આપ્યું હતું. પણ કચ્છના એક ગરીબ ખેડૂતે ભાજપને કુલ ફંડના 3 ટકા એટલે કે રૂ. 11 કરોડ આપ્યા હતા. ભાજપને ચૂંટણી ભંડોળ માટે દેશમાંથી બોંડના રૂ.6 હજાર કરોડ મળ્યા, તેમાં ગુજરાતના એક ગરીબ પરિવારના રૂ. 11 કરોડના બોંડ પણ ભાજપને લાંચ પેટે આપવામાં આવ્યા હોવાના આરોપો હતા.
હવે એ કંપનાના ટોવેલ બનાવતી મીલનો પાયો ભાજપના નેતા અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે નાંખીને સાબિત કરી આપ્યું કે, કંપનીએ ગરીબ ખેડૂતના રૂ. 11 કરોડ લઈ લીધા હતા તે બનાવ તેમના માટે કોઈ મહત્વનો નથી.
અંજારની સેઝ કંપનીએ દલિત પરિવારને ખેતીની જમીનના સંપાદન પેટે આપેલા 13 કરોડ 81 લાખ આપવાના હતા. જેમાંથી રૂ. 11 કરોડ 14 હજાર રૂપિયા ઈલેક્ટોરલ બોન્ડ પેટે પડાવી લીધા હતા. કંપનીના અધિકારીઓએ ઈલેક્ટોરલ બોન્ડમાં નાણાં જમા કરાવવાથી દોઢી રકમ મળશે તેમ કહ્યું હતું. ગરીબ પરિવારની મૂડી ભાજપના ‘ચૂંટણી ચંદા’માં જમા કરાવી દેવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટના આદેશને પગલે જ્યારે SBI બોન્ડ ખરીદનારા લોકોનું લિસ્ટ જાહેર કર્યું ત્યારે ખબર પડી કે, તેમની જમીનના વળતરના કરોડો રૂપિયા તો ઈલેક્ટોરલ બોન્ડ સ્વરૂપે સત્તા પક્ષ ભાજપના એકાઉન્ટમાં જમા થઇ ગયા છે.
આ અંગે ભાજપ સરકારે કોઈ તપાસ તો ન કરી પણ પ્રોજેક્ટનો પાયો નાંખીને ભ્રષ્ટાચારને માન્યતા આપી દીધી છે.
સેઝ
અંજારની કંપની વેલસ્પન અંજાર SEZ લિમિટેડના સિગ્નેચર ઓથોરિટી મહેન્દ્રસિંહ ફતેહસિંહ સોઢા હતા. જેમણે બિપિન મણિલાલ વેગડ તેમજ સવાભાઈ કારાભાઇ મણવર પરિવારની જમીન ખરીદીને બોંડ કૌભાંડ કર્યું હતું. તેમને ખાતરી હતી કે, બોંડની વિગતો છૂપી રહેવાની છે. ભાજપની મોદી સરકાર તેને મદદ કરવા માટે કાયદો લાવી છે. કચ્છના સરકારી અધિકારીઓ, કોર્પોરેટ કંપની અને રાજકારણીઓનું સંયુક્તિ કૌભાંડ છે. સાથે કેન્દ્રની નરેન્દ્ર મોદીએ બનાવેલાં છુપા ચૂંટણી ફંડનું પણ મોટું કૌભાંડ છે. આ ઘટનામાં ગરીબ ખેડૂતો રૂ. 11 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ કેવી રીતે ખરીદી શકે, તે પ્રશ્ન કોઈને પણ ગળે ઉતરે તેવો નથી.
છતાં ગુજરાતની ભાજપ સરકારે કોઈ તપાસ ન કરી અને કંપીનની મનમાની કરવા દીધી હતી.
કાપડ નીતિ અને કાપડ પાર્ક
ગુજરાતમાં નવ ટેક્સટાઇલ પાર્ક હતા, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધારો કરી 17 નવા ટેક્ષટાઇલ પાર્ક મંજૂર કર્યા. તેમાંથી છ કામ કરતાં થયા હતા. ભાજપ સરકારો કેવી રીતે કાર્ય કરી શકે તે ગુજરાતે સાબિત કરી બતાવ્યુ છે.
ભાજપને ફંડ
ઇલેક્શન કમિશનની વેબસાઇટ પર મૂકેલી વિગતો પ્રમાણે તમામ રકમ ભાજપના ખાતામાં જમા થઈ છે. ચૂંટણી પંચે જાહેર કરેલા બોન્ડ ખરીદી કર્તાઓના લિસ્ટમાં પાના નંબર 324થી તમામના નામની વિગતો દર્શાવી છે. અંજારના એડવોકેટ ગોવિંદ દાફડાએ જણાવ્યું કે તેમણે પ્રત્યેક બોન્ડના યુનિક નંબરના આધારે મેળવણી કરતાં આ નાણાં ભાજપના ખાતામાં જમા થયાં હતા.
આવી સ્પષ્ટ વાત છતાં ભૂપેન્દ્ર પટેલે પગલાં તો ન લીધો પણ તે જમીન પર ફેક્ટરીનો પાયો 7 ડિસેમ્બર 2024માં નાંખી આપ્યો છે.
વેલ્સપન કંપની જૂથ
વેલસ્પન અંજાર SEZ 1995ના રોજ સ્થપાઈ હતી.
અમદાવાદમાં નોંધાયેલી અને 28 વર્ષથી કામ કરતી કંપનીના ડિરેક્ટર અને ઓફિસર વિશ્વનાથન કોલેનગોડે, સંજય ગુપ્તા, ચિંતન ઠાકર, પ્રવીણ ભણસાલી, શશિકાંત થોરાટ, દિનેશ કુમાર જૈન અમર શાહ, અમિત શાહ રહ્યાં હતા. સત્તાવાર મૂડી રૂ. 95 કરોડ છે. ટેક્સટાઇલ અને ગાર્મેન્ટનો સેઝ છે. જે 110 હેક્ટર છે. 17મી સપ્ટેમ્બર 2007થી મોદી સરકાર તેમને લાવી હતી. જેની નોંધણી મુંબઈમાં લોઅર પરેલમાં છે. રૂ.300 કરોડની એસેટ છે.
2022માં સેઝનો નફો માત્ર રૂ. 51 લાખ હતો. 5.50 કરોડનું ખર્ચ હતું. 6 કરોડની આવક હતી.
વેલસ્પન અંજાર SEZ લિમિટેડ મુખ્યત્વે ઉત્પાદન પેપર અને પેપર પ્રોડક્ટ્સ, પબ્લિશિંગ, પ્રિન્ટિંગ, સ્ટીલ, પાઈપ્સ, રોલ્ડ બાર્સ અને રેકોર્ડેડ મીડિયાનું પુનઃઉત્પાદન વ્યવસાયમાં છેલ્લા 29 વર્ષથી છે. અલ્તાફ એ જીવાની અને અનુજ બુરકિયા છે.
કંપની અમદાવાદ (ગુજરાત) રજિસ્ટ્રાર ઓફિસમાં નોંધાયેલ છે. વેલસ્પન અંજાર SEZ લિમિટેડ રજિસ્ટર્ડ સરનામું વેલસ્પન સિટી P.O. છે. વરસામેડી તાલુકો અંજાર GJ 370110 IN છે.
વેલસ્પન ઇન્ડિયા લિમિટેડ પેટા કંપની વેલસ્પન અંજાર SEZ છે. ઉપરાંત કંપનીઓની બીજી પેટા કંપનીઓ અંજાર ઈન્ટીગ્રેટેડ ટેક્સટાઈલ પાર્ક ડેવલપર્સ, બેસા ડેવલપર્સ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સીએચટી હોલ્ડિંગ્સ, નોવેલ્ટી હોમ ટેક્સટાઈલ્સ, કેપ્ટિવ પાવર જનરેશન, ફ્લોરિંગ, ગ્લોબલ બ્રાન્ડ્સ, હોલ્ડિંગ્સ પ્રાઇવેટ, ઝુચી ટેક્સટાઈલ્સ, હોમ ટેક્સટાઇલ યુકે, મોરિશિયસ એન્ટરપ્રાઇઝ, યુએસએ ઇન્ક., નેક્સ્ટ જનરલ ઇન્ક. જેવી પેટા કંપનીઓ છે.
મંજૂરી
2013માં સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની મંજૂરી બોર્ડ ઓફ એપ્રુવલ આપી હતી.
વેલસ્પન ઇન્ડિયા વિદેશીમાં નિકાસ કરવા માટે 2021માં ક્ષમતા વધારવા માટે રૂ. 800 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. અંજાર પ્લાન્ટમાં ટુવાલ ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 20% થી વધારીને 1 લાખ ટન કરવાની હતી.
વેલસ્પન ઇન્ડિયા યુનાઇટેડ સ્ટેટ્સમાં વેચવામાં આવતા દર પાંચમા ટુવાલ બનાવે છે, તે વિદેશી માંગને પહોંચી વળવા ઉત્પાદન ક્ષમતા વધારવા માટે 657 કરોડ રૂપિયા ખર્ચ કરશે, કંપનીએ જણાવ્યું હતું.
વાપીમાં પ્લાન્ટ ધરાવે છે. જેની કાર્પેટ ઉત્પાદન ક્ષમતા 80% વધારવાની પણ યોજના હતી.
રૂ. 1200 કરોડની વાર્ષિક આવક કરવાની હતી.
વેલસ્પન ઇન્ડિયા એ વેલસ્પન ગ્રુપનો એક ભાગ છે, જે લાઈન પાઇપ્સ, હોમ ટેક્સટાઇલ પ્રોડક્ટ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વેરહાઉસિંગ, સ્ટીલ, ઓઇલ એન્ડ ગેસ, એડવાન્સ્ડ ટેક્સટાઇલ અને ફ્લોરિંગ સોલ્યુશન્સ જેવા ક્ષેત્રોમાં વ્યાપારી હિતો સાથેનું એક જૂથ છે.
ટોચ મર્યાદા ધારો
કચ્છમાં આવેલી વેલસ્પન ગ્રુપની કંપનીને તેમના પ્રોજેક્ટના વિસ્તરણ માટે જમીનની જરૂર હતી. વેલસ્પન ગ્રુપ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી કે, તેમને તેમાં ભવિષ્યના SEZ માટે જમીનની જરૂર છે. માટે તેને સરકારના નિયમ મુજબ સંપાદિત કરીને તેમને આપવામાં આવે.જેમાં અંજાર તાલુકાના વરસામેડી ગામના સવાભાઈ કારાભાઇ મણવરના પરિવારજનોની જમીન વચ્ચે આવતી હતી. આ જમીન નવી શરત તેમજ જમીનના ટોચ મર્યાદાના કાયદા હેઠળ આવતી હોવાથી સીધી રીતે બજારમાં વેચી કે ખરીદી શકાય તેમ ન હતું. એટલે જમીન સંપાદિત કરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી.
આટલો ગંભીર બનાવ હોવા છતાં વેલસ્પન કંપની સામે કોઈ ભૂપેન્દ્ર પટેલે કોઈ પગલા લીધા નથી.
જમીન સંપાદન
કચ્છ જિલ્લાના અંજારના વરસામેડી ગામના સર્વે નંબર 715 પૈકી 2 અને સર્વે નંબર 717ની જમીન 43 હજાર 605 ચોરસ મીટર જમીનનું ઉદ્યોગગૃહને સંપાદન કરી હતી. અંજારના નાયબ કલેક્ટર અને જમીન સંપાદન અધિકારી મેહુલ દેસાઈએ રૂ. 16 કરોડ 61 લાખ 24 હજાર 870 જમીન વળતર 14 ઓગષ્ટ 2023ના રોજ આપ્યું હતું. જે અંગે વિરોધ પક્ષ કોંગ્રેસ પણ મૌન છે.
ઉદ્યોગગૃહે અગાઉ રૂ. 2 કરોડ 80 લાખ વળતર અગાઉ આપ્યું હતું. તે હિસાબે પરિવારને રૂ. 13 કરોડ 81 લાખ 9 હજાર 870 ચૂકવવા હુકમ કર્યો હતો. આ પેટે પરિવારના 7 સભ્યોને રૂ. 13 કરોડ 81 લાખ 7 ચેક દ્વારા 6 ઓક્ટોબર 2023ના રોજ જમીન સંપાદન અધિકારીના બેન્ક ખાતામાંથી આપ્યા હતા.
પ્રલોભન
જમીનના વળતરની રકમ મળવાના આઠ દિવસ અગાઉથી કંપનીના અધિકારીએ વેલસ્પન SEZ કંપનીના ગેસ્ટ હાઉસમાં ઓપરેશન પાર પાડ્યું હતું. સવાભાઈ કારાભાઈ મણવર અને તેમના ભત્રીજા દેવાભાઈ ખમુભાઈ મણવરને ત્રણથી ચાર વખત બોલાવી સતત એવું પ્રલોભન આપેલું કે ‘તમે વળતરની રકમ ઈલેક્ટોરલ બોન્ડમાં રોકશો તો દોઢી રકમ પરત મળશે.
ભાજપના નેતા ડેની
આટલી મોટી રકમ જો તમારા બેન્ક એકાઉન્ટમાં રાખશો તો ઈન્ક્મટેક્સ સહિતના સરકારી ડિપાર્ટમેન્ટ તમને હેરાન કરી શકે છે. માટે વળતરની કરોડો રૂપિયાની રકમથી જો ઈલેક્ટોરલ બોન્ડ ખરીદશો તો કાયદાકીય માથાકૂટમાંથી બચી જશો અને રકમ પણ દોઢી થઈને તમને મળશે. વેલસ્પન કંપનીના ગેસ્ટહાઉસમાં મળતી આ મિટિંગ દરમિયાન અંજાર ભાજપ શહેરના પ્રમુખ હેમંત ઉર્ફે ડેની રજનીકાંત શાહ પણ હાજર રહેતા હતા અને ગાંધીનગર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી ઈલેક્ટોરલ બોન્ડ લેવામાં આવ્યા ત્યાં સુધી સતત તેઓ માર્ગદર્શન કરી રહ્યા હતા.
ગાંધીનગર બેંક
કંપનીના અધિકારીએ બોન્ડ જારી કરવા અધિકૃત ગાંધીનગરની સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયામાં ગાંધીનગરમાંથી ચૂંટણી બોન્ડમાં નાણાં રોક્યા હતા. પરિવારે 9 ઓક્ટોબર 2023ના રોજ ખાતામાં ચેક જમા કરાવ્યાં તેના ત્રીજા દિવસે એટલે કે 11 ઓક્ટોબરના રોજ વેલસ્પન SEZ કંપનીનો અધિકારી સવાભાઈ, તેમના પુત્ર હરેશ, ભત્રીજા દેવાભાઇ ખમુભાઇ મણવર, ગાંધીધામના એક આગેવાન નારાણભાઇ ગરવા તથા કંપનીના અન્ય બે ત્રણ કર્મચારી સાથે ગાંધીનગરના સેકટર 11, ઘ 4, ઉદ્યોગ ભવન રોડ પર આવેલી સ્ટેટ બેન્કની શાખામાં લઈ ગયો હતો.
બેન્કમાં ભચીબેન ખમુબેન મણવર, દેવલ ખમુભાઈ મણવર, દેવાભાઈ મણવર, સવાભાઈ મણવર, લખીબેન રાઠોડ અને હીરીબાઈ હરીજનના નામે અલગ અલગ રકમ મળી કુલ 11 કરોડ 14 હજારના બોન્ડ ખરીદી જમા કરાવ્યાં હતાં. સૌથી વધુ 5 કરોડ 50 લાખ 60 હજાર રૂપિયા બોન્ડ પેટે સવાભાઈએ જમા કરાવ્યાં છે.
નવા બેંક ખાતા
વેલસ્પન SEZ કંપનીના અધિકારીએ દેવાભાઇ ખમુભાઇ મણવરના નામનું પાવરનામું તૈયાર કરાવી સહીઓ કરાવડાવી લીધી હતી. ખેડૂતનું ખાતુ ગુજરાત ગ્રામીણ બેન્કમાં હોવા છતાં જમીન સંપાદન અધિકારીએ લખી આપેલાં એક્સિસ બેન્કના ચેકવાળી બેન્કમાં નવા ખાતાં ખોલાવી કંપનીએ નાણાં જમા કરાવડાવ્યા.
શંકા ગઈ
સવાભાઈને શંકા જતાં ત્રણ મહિના બાદ કંપનીના અધિકારીને બોન્ડમાં રોકેલાં નાણાં દોઢી રકમ સાથે પાછાં ક્યારે મળશે, એવી પૂછપરછ કરી હતી. વેલસ્પન SEZ લિમિટેડ કંપનીના અધિકૃત ઓફિસર મહેન્દ્રસિંહ ફતેહસિંહ સોઢાએ કહ્યું કે નાણાં હવે પરત નહીં મળે.
કંપનીએ બોન્ડ રાખી લીધા
અંજારમાં વેલસ્પન SEZ કંપનીના સંકુલમાં જે પાવરનામું થયું તેની અસલ દસ્વાવેજ તથા બોન્ડના દસ્તાવેજો કંપનીએ પોતાની પાસે રાખી દીધાં હતાં. સવાભાઈએ આગ્રહ કરતાં બોન્ડની ફોટો નકલ આપી હતી.
બેંકનો ઈન્કાર
સવાભાઈએ બેન્ક પાસે લેખીત રજૂઆત કરી વિગતો આપવા રજૂઆત કરી પરંતુ બેન્કે કોઈ વિગત આપી ન હતી.
જમીન પડાવી દીધી
એડવોકેટ ગોવિંદ દાફડાએ જણાવ્યું કે એવોર્ડ પ્રક્રિયા શંકાસ્પદ છે. 2017માં કંપનીએ થોડી રકમ આપીને દલિત પરિવાર પાસેથી જમીન ખરીદવા પ્રયાસ કરેલો હતો. મહેસુલ વિભાગની જમીન મૂલ્યાંકન સમિતિએ જમીનની કિંમત રૂ. 76 કરોડ નક્કી કરી હતી. કંપની સસ્તામાં જમીન પડાવી દેવા માંગતી હતી. તેથી જમીન લેવાનું માંડી વાળ્યું. કંપનીને આટલી મોંઘી જમીન લેવી પરવડે તેમ ન હતું. એટલે સરકારી કાવાદાવા શરૂ થયા હતા. જો મૂલ્યાંકન સમિતિએ નક્કી કરેલી કિંમત મુજબ એવોર્ડની પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી હોત તો સરકારને 70 ટકા પ્રીમિયમ લેખે કરોડો રૂપિયાની આવક પણ થાય તેમ હતું. અંજારના તત્કાલીન નાયબ કલેક્ટર ડૉ. વિ.કે.જોશી ઉર્ફે વિમલભાઈ કિશોરચંદ્ર જોશીએ જાહેરનામું પ્રગટ કરી જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરેલી હતી. તે સમયે વાંધા અરજી થતાં પ્રક્રિયા સ્થગિત થઈ ગયેલી.
તેમ છતાં કચ્છ કલેક્ટરે ડિસેમ્બર 2024 સુધીમાં કોઈ પગલા લીધા નથી.
બિપિનભાઈ વેગડ તેમજ રૂગનાથ મહાદેવ મંદિરના પૂજારી શંભુ શંકરના વારસદારોએ વાંધો ઉઠાવેલો હતો. તેમના વાંધાને ડેપ્યુટી કલેક્ટર દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવ્યા ન હતા. આ સમય સમયગાળા દરમિયાન ડેપ્યુટી કલેક્ટર ડૉ. વિ.કે. જોશીની અમદાવાદ ખાતે નિવાસી નાયબ કલેક્ટર તરીકે બદલી બદલી કરી દેવામાં આવી હતી. જે એક પ્રકારની આર્થિક બઢતી આપી હતી.
નવા પ્રાંત અધિકારી મેહુલ દેસાઈએ 17 ઑગસ્ટ 2023ના રોજ જાહેરનામું પ્રસિધ્ધ થયાને એક વર્ષ પૂરું થાય તેના ત્રણ દિવસ અગાઉ 14 ઑગસ્ટે એવોર્ડ જાહેર કરીને સંપાદન પ્રક્રિયા સંપન્ન કરી દીધી હતી. તેમણે જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજૂરીની અપેક્ષાએ રકમ ઠરાવી હતી. લેન્ડ વેલ્યુએશન કમિટીના જુના ઓર્ડરને ધ્યાનમાં લીધા વિના તાબડતોડ જમીનનું મૂલ્ય રૂ. 76 કરોડને બદલે રૂ. 16 કરોડ ઠેરવીને એવોર્ડ જાહેર કરી દે છે. જેટલી રકમ સરકાર એવોર્ડ થકી નક્કી કરે એટલી રકમ જે તે કંપનીને સરકારમાં જમા કરવી પડે. તે રકમ પછી જેમને વળતર આપવાનું હોય તેને ચેક દ્વારા આપવામાં આવતું હોય છે.
જમીન સંપાદન અધિકારીનું અંજાર મુંદરા સ્ટેટ રોડના સંપાદનના ખાતું છે. આ સંપાદન કંપનીના સેઝ નિર્માણ હેતુ થયું છે અને નિયમ મુજબ જમીન સંપાદન અધિકારીએ નવેસરથી ખાતું ખોલાવવું પડે.
મેહુલ દેસાઈ સામે ભૂપેન્દ્ર પટેલની સરકારે ડિસેમ્બર 2024 સુધી કોઈ પગલાં લીધા ન હતા. અને હવે વિશ્વની સૌથી મોટી ટોવેલ ફેક્ટરીનો પાયો નાંખી દીધો છે.
જોષી ગુજરાત ગેસ કંપનીમાં
હાલમાં ગુજરાત ગેસ CNG સ્ટેશન કંપનીમાં પ્રતિનિયુક્તિ ઉપર કામ કરે છે. ડો. જોશી સામે એક કોર્ટ કેસ થયો છે. તેમની સામે અંજારના બિપિન મણિલાલ વેગડની સર્વે નંબર 404 નંબરની જમીન અંગે અંજારની કોર્ટ દ્વારા તપાસનો તેમજ પાંચ હજારના જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ થયો છે. તેમાં તેમને ગુજરાત હાઇકોર્ટે એક દિવસમાં સ્ટે આપ્યો છે.
નેતાની સંડોવણી
બોંક કાંડમાં વેલસ્પન SEZ સાથે અંજારના એક અગ્રણી રાજકીય હોદ્દેદારની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. આ મામલે વરસામેડીની આંબેડકરનગર સ્કુલ પાછળ રહેતા 64 વર્ષિય સવાભાઇ કારાભાઇ મણવરે અંજાર પોલીસને ચીટીંગ, ફોર્જરી, એટ્રોસિટી સહિતની કલમો તળે ગુનો નોંધવા દસ અરજી કરી હતી. અંજાર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શૈલેન્દ્રભાઈ ડી. સિસોદિયા છે. જેમણે ગુનો દાખલ કર્યો નથી.
તપાસ નહીં
કચ્છમાં નાયબ ચૂંટણી અધિકારી મેહુલ દેસાઈ છે. સરકારી જમીન અંગે નુકશાન થયા હોવાના ગુનામાં સસ્પેન્ડેડ IAS પ્રદીપ શર્માને જેલમાં નાખી દેવામાં આવ્યા છે. ભાજપની સરકારને કરોડો રૂપિયાનું નુકશાન થયું હોવાનું પ્રથમ નજરે દેખાય છે. પણ પ્રજાને ખબર છે કે કૌભાંડના અગિયાર કરોડ રૂપિયા ભાજપને લાંચ પેટે આપી દેવામાં આવ્યા છે. એમ જ થયું, ડિસેમ્બર સુધીમાં ભાજપની નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલની સરકારે કોઈ તપાસ કરી નથી.
ભાજપ નાણાં પરત આપે
ભારતીય જનતા પક્ષ ગરીબ અને દલિત પરિવારને પોતાના નાણાં પરત કરશે કે કેમ? કચ્છની લોકસભા બેઠક અનુસૂચિત જાતિ માટે આરક્ષિત છે. ભાજપના સંસદસભ્ય છે. તેમ છતાં ખેડૂતને ત્યારે કોઈ ન્યાય મળ્યો ન હતો.
સરકાર
સરકાર દ્વારા 14 SEZ ડેવલપર્સને પ્રોજેક્ટ્સ એક્ઝિક્યુટ કરવા માટે વધારાનો સમય આપવામાં આવ્યો હતો. તેમાં વેલસ્પન પણ હતી. આમ ભાજપની સરકારે કંપનીને ભરપુર મદદ કરી હતી. તે ભ્રષ્ટાચારની શંકા ઊભી કરે છે.
ભારતની નંબર 1
ભારતની 10 નંબરની કંપની બનવાની મહત્વકાંક્ષા હતી. 2016માં કંપનીએ જાહેર કર્યું હતું કે, 1985માં સ્થપાયેલી વેલસ્પન ઇન્ડિયા લિમિટેડ એશિયામાં હોમ ટેક્સટાઈલના સૌથી મોટા ઉત્પાદકોમાંની એક બની ગઈ છે. રોટર સ્પિનિંગમાં ક્રાંતિ લાવી છે. ગુજરાતની બે મિલોમાં, વેલસ્પન ઈન્ડિયા લિ.ના 24,000 કર્મચારીઓ 3 લાખ સ્પિનિંગ એકમો પર વાર્ષિક 1 લાખ ટન યાર્નનું ઉત્પાદન કરે છે. યાર્ન, કપાસ અને કપાસના મિશ્રણમાંથી બનાવે છે. ટેક્સટાઈલ વેલ્યુ ચેઈનને આવરી લે છે અને વિશ્વભરમાં ઘરના નામ ધરાવતા ગ્રાહકોને ડિલિવરી કરે છે. વેલસ્પન 2020માં ભારતની દસ સૌથી મૂલ્યવાન બ્રાન્ડ્સમાંની એક બનવાવી હતી. પણ હવે તે વિવાદમા ફસાયા છે. વેલસ્પન ગ્રૂપ પણ ભારતીય ઉદ્યોગમાં ટોચના 50માં સ્થાન મેળવવાનું છે. તેથી તે કંપની પણ ભાજપને નાણાં આવી રહી છે.
સિટી
અંજારમાં 2500 એકરની ટાઉનશિપ વેલસ્પન સિટીની સ્થાપના 2004 માં રૂ, 13,500 મિલિયનથઈ હતી. વેલસ્પન સિટી પાસે એક અત્યાધુનિક લાઇન પાઇપ મિલ છે. ટેરી ટુવાલ અને બેડ લેનિનનું ઉત્પાદન કરે છે. આ ઉત્પાદનો મોટાભાગે વિશ્વભરના ટોચના રિટેલર્સને નિકાસ કરવામાં આવે છે, જેમાં વોલ-માર્ટ, ટાર્ગેટ અને જે.સી. પેની જેવી ફોર્ચ્યુન 100 કંપનીઓનો સમાવેશ થાય છે. જેટ્રોફાના સહિત લગભગ 5 લાખ વૃક્ષોનું જંગલ છે. જેના બીજનો ઉપયોગ બાયોડીઝલ બનાવવા માટે થાય છે.
આગનું વળતર
વેલ્સપન સેઝ કંપનીની ફેન્સિંગમાં શોર્ટ સર્કિટના કારણે 5 વર્ષ પહેલા આગ લાગતાં ખેડૂતોને લાખોનું નુકશાન થયું હતું, જે નુકશાની અંગે વળતરની માંગ કરતા કંપનીના કર્મચારી દ્વારા ધાકધમકી કરાતા આ અંગે ખેડૂતો દ્વારા અંજાર પોલીસ તથા ડેપ્યુટી કલેકટરને આરજી કરવામાં આવી હતી.
બદલી
2021માં કંપની મેનેજમેન્ટે દહેજ યુનિટમાંથી 400 કર્મચારીઓને અંજાર અને ભોપાલ યુનિટમાં ટ્રાન્સફર કરવાનો વિરોધ કર્યો હતો. કામદારો મેનેજમેન્ટ સામે રોષે ભરાયા હતા અને ટ્રાન્સફર અટકાવવાની ફરજ પડી હતી.
ગુજરાતમાં કંપની રાજ
ભાજપને રૂ. 382 કરોડનું ચૂંટણી ફંડ આપવામાં આવ્યું હતું. ગાંધીનગર અને અમદાવાદની એસબીઆઈ મારફતે બોંડ ખરીદીને આપવામાં આવ્યા હતા.
ગુજરાતમાં બેંકો દ્વારા 2019-20માં રૂ. 101 કરોડ અને 2022-23માં રૂ. 106 કરોડના ચૂંટણી બોન્ડ ભાજપના ખાતામાં આવ્યા હતા. તમામ બોન્ડ નવી દિલ્હીમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મુખ્ય શાખામાં ભાજપના ખાતામાં જમા કરવામાં આવ્યા હતા.
ગુજરાત ભાજપના ખજાનચી સુરેન્દ્ર પટેલ આ અંગે મૌન છે.
10 કંપનીઓએ પૈસા આપ્યા
2019 અને 2024ની લોકસભાની ચૂંટણી જીતવા માટે મોદીને મદદ કરનારી કંપનીઓના નામો તો ખૂલી રહ્યાં છે.
પટણી પરિવારે ઇલેક્ટોરલ બોન્ડ ખરીદીને 6 જાન્યુઆરીના રોજ, કંપનીએ વડોદરાના સાવલી તાલુકાના તુલસીગામ ખાતે નવી ઉત્પાદન સુવિધા સ્થાપીને તેની વિસ્તરણ યોજનાની જાહેરાત કરી. વન્ડર કંપનીના જૂથે રૂ. 25 કરોડ આપ્યા હતા.
કચ્છની કંપની રામકો સિમેન્ટ્સે અત્યાર સુધીમાં રૂ. 54 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ્સ ખરીદીને ભાજપને આપ્યા છે. નવેમ્બર 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા 15 કરોડ રૂપિયાના બોન્ડ આપ્યા હતા.
હાલોલ અને વેરાવળમાં સાત પ્લાન્ટ ધરાવતી ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝે રૂ. 33 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ્સ ખરીદીને આપ્યા હતા.
અમદાવાદ, દહેજ, હાલોલ, હજીરા, ઝગરિયા અને કર્ઝનમાં પ્લાન્ટ ધરાવતી Inox Airએ એપ્રિલ 2019માં રૂ. 4 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હતા.
લુપિન (રૂ. 18 કરોડ) અને સિપ્લા (રૂ. 7 કરોડ) જેવી ફાર્મા કંપનીઓ પણ ભરૂચ અને સુરત જિલ્લામાં હાજરી ધરાવે છે, જ્યારે IPCA લેબોરેટરીઝ, જેણે રૂ. 14 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ્સ ખરીદ્યા છે, તે વડોદરાના પાદરા તાલુકામાં પ્લાન્ટ ચલાવે છે.
વડોદરા સ્થિત એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ, જેની માર્કેટકેપ રૂ. 19,708 કરોડ છે, તેણે ત્રણ તબક્કામાં રૂ. 11 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ આપ્યા હતા.
પંચમહાલમાં આવેલી રૂ. 40 હજાર કરોડની ગુજરાત ફ્લોરોકેમિકલ્સ કંપની
રૂ. 3.76 લાખ કરોડની વડોદરાની સન ફાર્મા લેબોરેટરીઝે રૂ. 12 કરોડ ચૂંટણી ફંડમાં આપ્યા હતા.
વડોદરાની પટેલ હાઇવે મેનેજમેન્ટ કંપનીએ રૂ. 1 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હતા. જેણે અમદાવાદ એક્સપ્રેસ વે, વડોદરા-કિમ એક્સપ્રેસવે પ્રોજેક્ટ, સમરસ હોસ્ટેલ, કોર્ટના અનેક બિલ્ડિંગો બનાવ્યા છે.