રૂપાણીએ લોગાર્ડમાં કાયદાનો ભંગ કર્યો, નેહરાનું નાક કપાયું, અમૂલ ભટ્ટ ભોટ સાબિત થયા

CM Vijay Rupani breaks the law at Law garden, Nehra's nose is cut, Amul Bhatt proves to be a fool

અમદાવાદ, 6 માર્ચ 2020

allgujaratnews.in

અમદાવાદના લો-ગાર્ડન ખાણીપીણી બજારને તોડી પાડી રૂ.8.50 કરોડના ખર્ચથી ‘હેપ્પી સ્ટ્રીટ’ એક મહિના પહેલાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શરૂ કરાવી હતી. તે માર્ગની પોલ હવે બહાર આવી છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જે સ્ટ્રીટને ખૂલ્લી મૂકી હતી તે તેમનું કૃત્ય હવે ગેરકાયદે બની ગયું છે. કારણ કે અમપાની ખડી સમિતિના અધ્યક્ષ અમૂલ ભટ્ટ અને IAS વિજય નહેરા આ માર્ગને ગેરકાયદે બંધક કરીને વાહન વ્યવહાર પર પ્રતિબંધ લગાવી દીધો છે.

વિરોધ પક્ષના આક્રમક શહેરી બાવા સુરેન્દ્ર બક્ષીએ નહેરા અને અમૂલ ભટ્ટની પોલ ખોલી છે. જો હવે શહેરના મેયર બિજલ પટેલ ગેરકાયદે કામને મંજૂરી આપશે તો તે પણ શહેરના મેયર પર લોકો લો ગાર્ડન જઈને હાસ્ય રેલાવશે.

અમૂલ ભટ્ટ ભોટ સાબિત થયા

ખાણીપીણીના વેપારીઓને સાંજે 4થી રાતના 1 કલાક સુધી રૂ.4.50 કરોડના ભાડેથી જગ્યા આપી છે. માર્ગનો ઉપયોગ નાગરીકો ગમે તે સમય દરમ્યાન કરી શકે છે. પણ  મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ બોમ્બે મ્યિનિસિપલ પ્રોવિન્સનલ કાયદાના ખોટા અર્થઘટન કરીને વાહનચાલકો માટે હેપ્પી સ્ટ્રીટનો માર્ગ બંધ કરી દીધો હતો. જેને ભાજપના ખડી સમિતિના અધ્યક્ષ અમૂલ ભટ્ટે આંખો મીંચીને મંજૂરી આપી દીધી હતી. વિજય નેહરા અને અમૂલ ભટ્ટ ભોટ સાબિત થયા છે.(CM Vijay Rupani breaks the law at Law garden, Nehra’s nose is cut, Amul Bhatt proves to be a fool)

કલામ 208નો ખોટો ઉપયોગ

રસ્તો બંધ કરીને વેંચી મારવા કે ભાડે આપવા બીપીએમસી એક્ટની કલમ 208નો ઉલ્લેખ કર્યો છે. કલમ 208ના પેરા એ અને બી એમ બંન્નેનો ઉલ્લેખ કરવાનું વિજયે ટાળ્યું છે.  કલમ 208 (એ) માં ‘કોઈને અગવડ ન થાય એ રીતે માર્ગના બંન્ને છેડા પર થાંથલા લગાવીને વાહન વ્યવહાર બંધ કરવા અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

નહેરાએ કાયદાનો ભંગ કર્યો પ્રજાને પરેશાન કરી

પરંતુ કલમ 208 ના હેડીંગ શિર્ષક અને પેરા (બી)માં સાર્વજનિક રસ્તા પર બાંધકામ, બીજા વાહનો કે રાહદારીઓને નુકશાન થાય એવી શક્યતા હોય તો મોટી વસ્તુ ભરેલા વાહનો સંબંધી નિર્ણય લેવાની સતા કમિશ્નરને આપવામાં આવે છે. મતલબ કે રોડ પર કોઈ કામ ચાલી રહ્યા હોય, રોડ તૂટી જવાની શક્યતા હોય તેમજ કુદરતી કે માનવ સર્જીત હોનારત સમયે નુકશાન થાય એવા સંજાગોમાં જ બીપીએમસી એક્ટની કલમ 208 મુજબ રોડ બંધ થઈ શકે છે.

નોટિસ ન લગાવી

જેના માટે રસ્તાની બંન્ને તરફ સહેલાઈથી દેખાય એવી રીતે નોટીસ લગાવવી જરૂરી છે. વિજય નહેરાએ  કાયદાના ખોટા અર્થઘટન કરી, કાયદાનો અધુરો અમલ કરીને કે સતાનો દુરૂપયોગ કરીને ખાણીપીણીના વેપારીઓને રૂ.4.50 કરોડમાં રોડ ભાડે આપી દીધો છે.

મ્યુનિસિપલ કમિશનર  સત્તા જ નથી.

કોંગ્રેસના વરીષ્ઠ શહેરી બાવા સુરેન્દ્ર બક્ષી કહે છે કે, વહીવટ કેમ સરવો તે ભાજપ વાળાને ખબર ન પડી, ખડી સમિતિના અમૂલ ભટ્ટ દ્વારા આવો ઠરાવ પસાર જ ન કરવો જોઈતો હતો.

વન વે માટે અમૂલ ભટ્ટ કહે છે

ખડી સમિતિના અમૂલ ભટ્ટ વન વે કરવાનું કહે છે. પણ આ પ્રકારે રોડ બંધ કરવા માટે પોલીસ વિભાગની પરવાનગી અને જાહેરનામા જરૂરી છે. મ્યુનિસિપલ કમિશ્નર બીપીએમસી એક્ટની કલમ 208 મુજબ ‘હેપ્પી સ્ટ્રીટ’ નો રોડ બંધ કરતા હોય તો બીઆરટીએસના  જનમાર્ગમાં પણ આ એક્ટનો જ અમલ શા માટે ન કર્યો ?  જનમાર્ગમાં પોલીસ જાહેરનામા મુજબ નાગરિકો માટે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. કલમમાં ‘અમુક પ્રકારના વાહન વ્યવહાર માટે જાહેર માર્ગનો ઉપયોગ બંધ કરવાનો’ સ્પષ્ટ ઉલ્લેખ છે.

રસ્તા પર વાહન પાર્ક કરી શકો, ચલાવી ન શકો

‘હેપ્પી સ્ટ્રીટમાં નાગરીકો વાહન પાર્ક કરી શકે પરંતુ વાહન લઈને પસાર ન થઈ શકે એવો કાયદો તો વિશ્વમાં માત્ર અમદાવાદમાં જ અમલી હોય એવું નહેરાએ સબીત કર્યું છે. કાયદાને તઘલખી માનવામાં આવે છે.