Chief Minister’s claim that children do not drop out of school is wrong, this is the reality मुख्यमंत्री का यह दावा कि बच्चे स्कूल नहीं छोड़ते, गलत है, यह हकीकत है
દિલીપ પટેલ
અમદાવાદ, 28 જૂન 2024
ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના પરિણામે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જાઈ હોવાનો દાવો કરાય છે. પણ ખરેખર તો ગુજરાતમાં શિક્ષણની અધોગતી થઈ છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ પ્રધાન કુબેર ડીંડોર અને રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયા દાવો કરે છે, તેનાથી સ્થિતિ જુદી છે.
21મો શાળા પ્રવેશ ઉત્સવ 54000 શાળાઓમાં યોજાયો હતો. શાળા પ્રવેશોત્સવથી ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ આવી છે. એવો દાવો ભાજપ સરકાર કરી રહી છે. પણ એવું ખરેખર નથી.
2019થી નાગરિક નોંધણી પ્રણાલીના જન્મ નોંધણીની વિગતોનો ઉપયોગ વર્ગ-1 માં પ્રવેશ માટે યોગ્ય વયના બાળકોને ઓળખવા અને પ્રવેશ આપવા માટે કરવામાં આવે છે. વર્ષ 2023-24માં કિન્ડરગાર્ટનમાં પ્રવેશ માટે સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મુખ્ય પ્રધાન દાવો કરે છે કે, 11 ધોરણ સુધીમાં 32.33 લાખ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે.
0 – ભૂપેન્દ્ર સરકારનો દાવો – 20 વર્ષમાં પ્રવેશ દર 75 ટકાથી વધીને 100 ટકાની થયો છે.
વાસ્તવિક્તા – ખરેખર તો પહેલા ધોરણમાં દાખલ થયેલા બધા બાળકો પાંચમા ધોરણ પછી શાળા છોડવાનું શરૂ થાય છે. દેશના સરવે પ્રમાણે ધોરણ 6થી 8માં ઘટીને 90.90 ટકા, ધોરણ 9થી 10માં 79.3 ટકા ટકા અને ધોરણ 11થી 12માં 56.5 ટકા થઈ જાય છે.
2022માં ગુજરાતમાં સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયો 23.3 ટકા છે. જે દેશની સરેરાશથી વધુ હતો.
2023માં ગુજરાતનો ડ્રોપ આઉટ રેશિયો નેશનલ એવરેજથી 5.3 ટકા વધુ હતો.
ધોરણ 6થી 8માં ડોપ આઉટ રેશિયો હતો.
ધોરણ 9થી 10માં 17.9 ટકા વિદ્યાર્થીઓ શાળા છોડી દે છે.
સેકન્ડરીમાં ડ્રોપ આઉટ રેશિયોમાં ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમે છે.
ધોરણ 1થી 7માં કન્યાઓનો ડ્રોપ આઉટ રેશિયો 3.1 ટકા છે.
અમદાવાદ જિલ્લાના 10 હજારથી વધુ વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડી દીધો. વિનોદ રાવે શાળાઓને વૉઇસ મેસેજ મોકલ્યો હતો. તેની વિગતો જાહેર કરો.
1 – ભૂપેન્દ્ર સરકારનો દાવો – 2021માં હાથ ધરાયેલા નેશનલ એચિવમેન્ટ સરવેમાં દેશના શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એવો દાવો ભાજપની સરકાર કરી રહી છે.
વાસ્તવિક્તા – 2574 શાળાઓ ખંઢેર હાલતમાં છે. 7599 શાળાઓ કાચા મકાન કે કાચી છતથી ચાલે છે.
2 – ભૂપેન્દ્ર સરકારનો દાવો – રાજ્યની 20 હજાર શાળાઓને ઉત્તમ શાળામાં પરિવર્તિત કરવામાં આવી રહી છે.
વાસ્તવિક્તા – 44 હજાર શાળાઓમાંથી 14,600 શાળાઓ એક વર્ગખંડથી ચાલે છે.
3 – ભૂપેન્દ્ર સરકારનો દાવો – 1 લાખ શાળાને સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવી છે.
વાસ્તવિક્તા – 6 ધોરણ એક જ ક્લાસમાં બેસે છે.
4 – ભૂપેન્દ્ર સરકારનો દાવો – વર્ષ 2002-03માં શાળા પ્રવેશોત્સવ શરૂ થયો ત્યારે શાળામાં વિદ્યાર્થીઓનો પ્રવેશ દર 75.05 ટકા હતો. 2004-05માં નોંધણી દર વધીને 95.64 ટકા થયો. 2012-13માં 99.25 ટકા થયો હતો.
વાસ્તવિક્તા – વાંચતા-લખતા નથી આવડતું અને સ્કૂલે ગયા નથી તેવા રાજ્યના 10 લાખ વિદ્યાર્થી 2022માં હતા.
5 – ભૂપેન્દ્ર સરકારનો દાવો – 2018થી ધોરણ 3 થી 12 માટે કેન્દ્રીય ધોરણે યુનિટ ટેસ્ટ અને સેમેસ્ટર પરીક્ષા લેવાનું શરૂ કર્યું છે. રિપોર્ટ કાર્ડ આપવામાં આવે છે. દેશમાં પ્રથમ છે.
વાસ્તવિક્તા –
6 – ભૂપેન્દ્ર સરકારનો દાવો – સમગ્ર દેશમાં ગુજરાત ટેકનોલોજી ક્ષેત્રે આગળ છે. BISAG 2008થી વંદે ગુજરાત પર શૈક્ષણિક કાર્યક્રમો આવે છે.
વાસ્તવિક્તા – 1606 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે. શિક્ષકો વગર શિક્ષણ આપવામાં ગુજરાત મોખરે છે.
7 – ભૂપેન્દ્ર સરકારનો દાવો – 2020થી પાઠ્યપુસ્તકોને QR કોડ આપવામાં દીક્ષા પોર્ટલ પર ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે.
વાસ્તવિક્તા – ગુજરાત પરીક્ષા બોર્ડના મૂલ્યાંકનમાં ભૂલો કરવા બદલ 9 હજાર શિક્ષકોને રૂ. 1.54 કરોડનો દંડ
8 – ભૂપેન્દ્ર સરકારનો દાવો – કૃત્રિમ બુદ્ધિમત્તા અપનાવનાર ગુજરાત પ્રથમ છે.
વાસ્તવિક્તા – ધોરણ 3થી 8 સુધીના 81.47 ટકા વિદ્યાર્થીઓને ગુજરાતી વાંચતા કે લખતા નથી આવડતું. રાજ્યના 81.47 ટકા વિદ્યાર્થીઓ અસ્ખલિત પણે ગુજરાતી વાંચી શકતા નથી.
9 – ભૂપેન્દ્ર સરકારનો દાવો – 1.5 કરોડ લોકોને સ્વિફ્ટ ચેટ નામના લર્નિંગ સોફ્ટવેરનો સીધો લાભ મળે છે. રાજ્ય સરકારની માલિકીની ગુજરાત એજ્યુકેશન ટેકનોલોજી કંપની પાસે 2022 સુધીમાં જી-શાળા એપ્લિકેશનમાં 31 લાખ લોકો છે.
વાસ્તવિક્તા – એપ્લિકેશન નહીં પણ, નવી શિક્ષણ નીતિ મુજબ 25 વિદ્યાર્થી દીઠ 1 શિક્ષક હોવો જોઈએ. જો 25:1નો રેશિયો જળવાય તો રાજ્યમાં 4 લાખ 61 હજાર 691 શિક્ષક હોય.
10 – ભૂપેન્દ્ર સરકારનો દાવો – વર્ષ 2001માં વિદ્યાર્થીઓ કરતાં શિક્ષકોની સંખ્યા ઓછી હતી.
વાસ્તવિક્તા – 3 વર્ષમાં મંજૂર મહેકમમાં શિક્ષકોની સંખ્યામાં કાપ મૂકીને 40 હજાર શિક્ષકો ઘટાડી દીધા. 2021-22માં પ્રાથમિક શિક્ષકોનું મહેકમ 2,44,211નું હતું. 40 હજારને 2 લાખ 4 હજાર શિક્ષકો કરી દેવાયા હતા.
40 હજાર શિક્ષકોની જગ્યા ઘટાડી દેવામાં આવી છતાં શિક્ષકોની ખાલી રહેલી જગ્યા 22,721 હતી. વિદ્યાર્થીઓ વધતા હોય, તો પણ શિક્ષકો ઘટે એ ચમત્કાર માત્ર ગુજરાતની ભાજપ સરકાર જ કરી શકે.
11 – ભૂપેન્દ્ર સરકારનો દાવો – બાળકો પાસે સ્માર્ટ ક્લાસ કે કોમ્પ્યુટર લેબ ન હતી. 20 હજાર શાળાઓને શ્રેષ્ઠ શાળાઓમાં પરિવર્તિત કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા 50,000 નવા વર્ગખંડો તૈયાર કરવામાં આવી રહ્યા છે. 6700 નવા વર્ગો પૂર્ણ થયા છે અને 25,675 પર કામ ચાલુ છે.
વાસ્તવિક્તા – 5616 શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. 5 વર્ષમાં ગુજરાતી ભાષામાં ભણાવતી 207 શાળાઓ બંધ કરવી પડી છે. 120 ઉચ્ચ માધ્યમિક શાળાઓ બંધ થઈ છે. 2023માં 700 પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં 12 સરકારી શાળા બંધ થવાની છે.
71 શાળાઓમાં શિક્ષકોની અછત
1606 શાળાઓમાં માત્ર એક શિક્ષક
86 શાળાઓમાં માત્ર 5 થી 10 વિદ્યાર્થીઓ.
419 શાળાઓમાં માત્ર 21 થી 30 વિદ્યાર્થીઓ.
31થી 60 શિક્ષકો સાથે 600 શાળાઓ.
86 શાળાઓ બંધ હતી, 491 મર્જ કરવામાં આવી હતી.
19,128 વર્ગોની અછત. 14 જિલ્લામાં એક પણ રૂમ બનાવવામાં આવ્યો નથી. પ્રાથમિક શાળાઓમાં 2015માં 8388 ઓરડા ન હતા. 2017માં 16 હજાર, 2021માં 18 હજાર 537 અને 2014માં 20 હજાર ક્લાસરૂમ નથી.
12 – ભૂપેન્દ્ર સરકારનો દાવો – 3 લાખ કોમ્પ્યુટર સાથે 21,000 નવી કોમ્પ્યુટર લેબ ઉભી કરવામાં આવશે. 13,475 કોમ્પ્યુટર લેબ પૂર્ણ કરવામાં આવી છે. 7,525 કોમ્પ્યુટર લેબનું કામ ચાલુ છે. 2023-24માં અનુદાનિત શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે 26,500 સ્માર્ટ વર્ગખંડો અને 63,000 કોમ્પ્યુટર સાથેની 4,200 કોમ્પ્યુટર લેબ પૂરી પાડવામાં આવી છે.
વાસ્તવિક્તા – 2019થી 2022 દરમિયાન સરકારી સ્કૂલોમાં 2.75 લાખ વિદ્યાર્થીઓ વધ્યા અને ખાનગી સ્કૂલોમાં 5.53 લાખ વિદ્યાર્થીઓ ઘટયા. આ સાચું હોય તો શિક્ષકો વધવા જોઈએ, તેને બદલે ઘટ્યા. 40,000 શિક્ષકો ઘટાડવા છતાં, શિક્ષકોની ખાલી જગ્યા તો 22 હજાર ખાલી જગ્યા છે. તેથી એ સાબિત થાય છે કે, કોમ્પ્યુર શીખવતા શિક્ષકો જ નથી. 25 વર્ષથી વોકેશનલ કોર્સ શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી. શાળાઓમાં શિક્ષકોની 32 હજાર અને 3500 આચાર્યોની જગ્યાઓ ખાલી છે. રાજ્યની 1028 પ્રાથમિક શાળાઓ અને 2549 સરકારી અને અનુદાનિત ઉચ્ચ શાળાઓમાં આચાર્યો નથી. 10 હજારથી ઓછાં શિક્ષકો. 2007-08થી PE શિક્ષકની ભરતી નહીં કરી.
13 – ભૂપેન્દ્ર પટેલની સરકારનો દાવો – બાળકોના શિક્ષણ માટે એક લાખ પાંચ હજાર નવા સ્માર્ટ ક્લાસ રૂમ બનાવવામાં આવશે. જેમાં 90,000 સ્માર્ટ ક્લાસનું કામ પૂર્ણ થયું છે અને 15,000 સ્માર્ટ ક્લાસની કામગીરી ચાલી રહી છે. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે બાળકોને પ્રોત્સાહિત કરવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા 5,000 નવી સ્ટીમ લેબની સ્થાપના કરવામાં આવશે, જેમાંથી 3000 લેબ પૂર્ણ થઈ ગઈ છે અને 2000 લેબ પ્રગતિમાં છે.
વાસ્તવિક્તા – સ્માર્ટ ક્લાસ રૂમના કારણે રાજ્યમાં ખાનગી ટ્યુશનનો બિઝનેસ લગભગ 500 કરોડને પાર થયો છે. રાજ્યમાં 30 હજારથી વધુ કોમર્શિયલ ટ્યુશન ક્લાસીસ છે. રાજ્યમાં 50 હજારથી વધુ નોન કોમર્શિયલ ટ્યુશન ક્લાસીસ છે.
સરકારી સ્કૂલો બંધ કરીને ખાનગી શાળાઓ ખુલી છતાં સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ વધ્યા છે. ખાનગી શાળામાં ઘટ્યા છે. તે સૂચક છે, શિક્ષણનું ખાનગીકરણ સરકારને માફક આવે છે. પણ, ગુજરાતને માફક આવ્યું નથી.
ખરેખર તો સરકારે પ્રજાના વલણની નોંધ લઈને સરકારી શાળાઓ વધારવી જોઈએ.
4 હજાર શાળા પાસે મેદાન નથી.
RTE કાયદો
2020-21માં 98,312 બાળકો સામે 78,989 બાળકોને પ્રવેશ મળ્યો હતો.
2021-22માં 75,503 બાળકો સામે 64,175 બાળકોને પ્રવેશ મળ્યો હતો.
બે વર્ષમાં 1,43,164 બાળકોને પ્રવેશ આપ્યો, પણ 30,651 ઓછા બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો.
બાળકોમાં કુપોષણ
31 ડિસેમ્બર, 2023 સુધીમાં 31 જિલ્લામાં 5.70 લાખથી વધુ બાળકો કુપોષિત છે. જેમાં 41,632 ગંભીર રીતે કુપોષિત છે. જે 2022માં 1.25 લાખ બાળકો કુપોષિત હતા. 4 ગણો વધારો થયો છે.
4 લાખથી વધુ ઓછા વજનવાળા અને 1.70 લાખથી વધુ અત્યંત ઓછા વજનવાળા બાળકો છે.
2022 સુધીમાં 75,480 આંગણવાડી કેન્દ્રોની જરૂરિયાત સામે, સરકારે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં 53,029 આંગણવાડી કેન્દ્રો હતા. 7 વર્ષથી એક પણ નવી આંગણવાડી બની નથી.