7 લાખ કર્મચારીઓને કંપનીઓએ રૂ.1264 કરોડનો પગાર ચૂકવી દીધો

ગાંધીનગર 10 એપ્રિલ 2020

રાજ્યભરમાં 2 લાખ ઔદ્યોગિક એકમોએ 7.38 લાખ કામદારો, કારીગરોને રૂ.1264 કરોડનું વેતન માન ચૂકવ્યું છે.

આમ ગુજરાતના યુવાનો સરેરાશ મહિને માંડ રૂ.17127  પગાર મેળવે છે. 

લોકડાઉનની સ્થિતીમાં નાના-મોટા ઊદ્યોગ એકમો, કોન્ટ્રાકટર્સ, ખાનગી એકમો પોતાના કમર્ચારીઓને છૂટા કરી શકશે નહિ. તેમજ વેતન પણ આ સમય દરમ્યાન આપવાનું રહેશે તેવા જે દિશાનિર્દેશો આપેલા હતા.

હાલની લોકડાઉનની સ્થિતીમાં શ્રમજીવી વર્ગોને નાની-મોટી બિમારીના ઇલાજ સારવાર માટે રાજ્યમાં 34 ધન્વંતરી રથ કાર્યરત છે અને તેની OPDમાં 46  હજારથી વધુ શ્રમિકોને લેબર કોલોની, રેનબસેરા તથા પરપ્રાંતિય શ્રમિકોની વસાહતોમાં જઇને આરોગ્ય તપાસ સેવાઓ પૂરી પાડવામાં આવી છે.

પ્રવર્તમાન લોકડાઉનના સત્તરમા દિવસે શુક્રવારે દૂધ, શાકભાજી સહિતની આવશ્યક ચીજવસ્તુઓના પૂરવઠા અને વિતરણની વિગતો પણ તેમણે આપી હતી.

શુક્રવારે રાજ્યમાં 46.76 લાખ લિટરનું વિતરણ થયેલ છે. 90 હજાર કવીન્ટલ શાકભાજી આવ્યા છે. 12 હજાર ક્વિન્ટર ફળ આવ્યા છે.

શહેરોમાં 80 લાખ ફૂડપેકેટસનું વિતરણ કર્યુ છે.