જંબુસરના ધારાસભ્યને મળેલી ટેલિફોનિક ધમકી, કોંગ્રેસે વખોડવી
અમદાવાદ 14, માર્ચ 2020
જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય સંજય સોલંકીને ટેલિફોનિક ધમકી મળતાં તેના પ્રત્યાઘાતરૂપે જંબુસર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ કાર્યકરોએ સખત શબ્દોમાં વખોડી.
9 માર્ચ 2020ના રોજ જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય સંજય સોલંકી સાંજના સમયે પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા.ત્યારે તેમના મોબાઈલ પર વિદેશના કોઈ અજાણ્યા ઈસમ દ્વારા કોલ આવ્યો હતો.કોલ રીસીવ કરતાની સાથે જ તેમને અપશબ્દો બોલી ધમકી આપી હતી.તથા ધાર્મિક લાગણી દુભાઈ તેવા અભદ્ર શબ્દો ઉચ્ચાર્યા હતા.
જે અંગે ધારાસભ્ય દ્વારા જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.વિદેશ થી ટેલિફોન પર અજાણ્યા ઈસમે ધારાસભ્ય સંજય સોલંકી ને ધમકી આપતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.જે અનુસંધાને આજરોજ એપીએમસી હોલ ખાતે જંબુસર શહેર તાલુકા કોંગ્રેસી અગ્રણીઓ કાર્યકરો ભેગા થઈ મીટિંગ કરવામાં આવી અને વિદેશથી અજાણ્યા ઈસમે ધારાસભ્યને ટેલિફોનિક ધમકી આપ્યા ની ચર્ચાએ જોર પકડ્યું અને તેને એક સાથે સમુહમાં સખત શબ્દોમાં વખોડવામાં આવી હતી.
મીટિંગ માં પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પ્રભુદાસ મકવાણા,તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેન્દ્રસિંહ યાદવ,જંબુસર શહેર કોંગ્રેસ પ્રમુખ જાવેદભાઈ તલાટી,તાલુકા પંચાયત સદસ્ય મુસ્તાકભાઈ કારભારી,લઘુમતી સેલ પ્રમુખ ઈબ્રાહીમ રસુલભાઈ તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતી
English




