તા. ૨૨-૦૭-૨૦૨૨
દેશના સંશાધનો, તિજોરી ઉપર ગરીબ સામાન્ય નાગરિકોનો હક્ક છે, શોષિત વંચિતોનો હક્ક છે, લુટારા – મળતીયાઓનો નહી તેવા સ્પષ્ટ પ્રત્યાઘાત સાથે રાજીવ ગાંધી ભવન ખાતે ખાસ પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ નિમાયા તે સંદર્ભ અમદાવાદમાં એક સદભાવના સંમેલનની અંદર વક્તાઓની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જે નિવેદન કર્યું અને તે સંદર્ભે ભાજપ અને ચોક્કસ લોકોએ એને તોડી મરડીને પ્રજા સમક્ષ રજુ કર્યું અને એના પછી ભાજપના લોકોએ ગઈ કાલે રાત્રે અહિંયા એજ મુદ્દો ફરી પાછો ચગાવવા માટે કોંગ્રેસ પક્ષના કાર્યાલયના દિવાલ ઉપર પ્રદુષણ કરવાનું જે કામ કર્યું એ સંદર્ભે અમારે એટલું જ કહેવાનું છે કે, જગદીશ ઠાકોરનું નિવેદનને તોડી મરડીને રજુ કરવામાં આવ્યું છે. આખા ભાષણની અંદર અગાઉ શું બોલ્યા, પછી શું બોલ્યા એને બદલે એક જ ટુકડો લઈને ભાજપ વિવાદ કરીને રાજ્યના જનતાને સ્પર્ષતા મુખ્ય મુદ્દાઓ બેરોજગારી, મોંઘવારી, પડી ભાગેલી શિક્ષણ, આરોગ્ય સેવા, ખેડૂતોની પારાવાર મુશ્કેલી, કાયદો અને વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ સહિતના પ્રશ્નોથી ધ્યાન ભટકાવવાનું સુનિયોજીત પ્રયત્ન કરી રહી છે અને નોનઈશ્યુના મુદ્દે વિવાદ ઉભો કરી રહી છે. દેશના તત્કાલીક વડાપ્રધાન ડૉ. મનમોહન સીંઘના નિવેદનને આ રીતનું જ તોડી મરોડીને નિવેદન રજુ કરવામાં આવ્યું હતું અને એ વખતના વડાપ્રધાનના કાર્યાલયએ સ્પષ્ટતા કરવી પડી હતી કે આખુ નિવેદન ફરી જોવુ જોઈએ અને જે આજે પ્રધાનમંત્રી કાર્યાલયના સત્તાવાર દસ્તાવેજમાં ઉપલબ્ધ છે. સવાલ એટલો જ છે કે આ દેશની તિજોરી ઉપર કોનો અધિકાર છે ? વિજય માલીયા, લલીત મોદી, નિરવ મોદી, મેહુલ ચોક્સી, સાંડેસરા ઓ સહિતના વિદેશ ભાગી ગયેલા એવા લુંટારાઓનો કે પછી દેશના સામાન્ય પ્રજાજનો કે જેઓ ગરીબ, સામાન્ય, શોષીત અને વંચિત છે તેમનો અધિકાર, ભાજપ જવાબ આપે. દેશના ખેડૂતોનો, ગરીબોનો, દલિતોનો, આદિવાસીઓનો, ઓબીસીઓનો, લઘુમતિઓનો, નાના વેપારીઓનો કે જે માલેતુજાર જેના દેવા વર્તમાન ભાજપની સરકારે માફ કર્યા છે એવા મોટો ઉદ્યોગોનો જેના ૮.૫ લાખ કરોડના દેવા માફ કર્યા છે, શું એનો અધિકાર છે ? ભાજપ જવાબ આપે. આ દેશના સંશાધનો, જંગલની જમીન હોય કે સામાન્ય જમીન હોય, એ જમીનો એક રૂપિયા ચો.મીટરના ભાવે લાખો એકર જમીન ઉદ્યોગપતિઓને આપી તેમનો અધિકાર છે કે ૫૦-૧૦૦ વારનો ઘર મેળવવા સામાન્ય – ગરીબ લોકોનો અધિકાર છે. આ વાત કોંગ્રેસ દેશહિતમાં પ્રજાવતી કરી રહી છે. ભાજપાની જનવિરોધી નીતિ અંગે દેશ જવાબ માંગે છે.
ચીન રોજ ઘૂસણખોરી કરે, સરહદ પર ગામ બનાવી દે, પુલ બનાવી દે છતાં ભાજપ સરકાર કેમ મૌન છે? રૂપિયાનું સતત અવમૂલ્યન, ૮૦ને પાર, આર્થિક હાલાકી પારાવાર, ભાજપ સરકારનો જવાબ નહીં. મુખ્ય મુદ્દાઓથી ધ્યાન ભટકાવવાની ભાજપાની ભ્રષ્ટ નીતિ-રીતિ સમગ્ર રાષ્ટ્ર અને દેશ પુરી રીતે જાણી ચુક્યું છે. હિંદુ-મુસ્લીમના નામે, જ્ઞાતિ-જાતી વચ્ચે વેર ઉભો કરવા, વિભાજનની રાજનીતિ, ભાજપની સત્તા મેળવવાની જડીબુટ્ટી છે. મોંઘવારી દર સૌથી ઉંચો છે, રોજ-બરોજની જરૂરિયાત – દહિં, છાસ, લોટ પર જી.એસ.ટી. (ગબ્બર સીંગ ટેક્ષ) થોપી દેવામાં આવ્યો છે. કહેવાતી હિંદુઓની ઠેકેદાર સરકારમાં સન્માન સાથે જીવન જીવવાનો તો અધિકાર છીનવાઈ રહ્યો છે પણ સન્માન સાથે અંતિમ સંસ્કાર માટે જરૂરી સામગ્રી અને લાકડા પર ૧૮ ટકા જીએસટી ભાજપ કેમ મૌન છે ? નાના વેપાર ધંધા, રોજગાર ખતમ છતા ભાજપ કેમ ચુપ છે ? દર વર્ષે બે કરોડ રોજગાર વચન આપનાર મોદી સરકારમાં આઠ વર્ષમાં સોળ કરોડ રોજગાર તો ન મળ્યા પણ જે રોજગાર હતા તે આઠ કરોડ થી વધુ રોજગાર છીનવાઈ ગયા, બેરોજગારીનો દર ૪૫ વર્ષમાં સૌથી ઉંચો છતાં ભાજપા કેમ ચુપ છે ? કોરોના કાળમાં ભાજપ સરકારની ગુન્હાહિત બેદરકારીના કારણે ત્રણ લાખથી વધુ નાગરિકોએ જીવ ગુમાવ્યા છતાં ભાજપા કેમ ચુપ છે ? કોરોના કાળમાં રેમડેસીવર, દવાઓમાં બેફામ લૂંટ, કાળાબજાર, હોસ્પીટલના આડેધડ બીલો છતા ભાજપ સરકાર કેમ ચુપ છે ? આ તમામ મૂળભુત સમસ્યા માટે ભાજપાના શાસકો સીધા જવાબદાર છે ત્યારે ચૂંટણી સમયે નતનવા નાટકો કરી નિષ્ફળ ભાજપ શાસનથી પ્રજાનું ધ્યાન ભટકાવવા ખેલ કરનાર ભાજપાના કારનામા – કાવતરાને સફળ થવા દેવામાં નહીં આવે.
——–
તા. ૧૮-૦૭-૨૦૨૨
દૂધ, દહી, પનીર, કઠોળ, ઘઉંનો લોટ સહિત અનેક રોજબરોજની જરૂરીયાત પર જીએસટી લાગુ કરવામાં આવતાં દરેક જીવન – જરૂરી વસ્તુઓના ભાવો આસમાને આંબી ગયા છે. દરેક વસ્તુઓના ભાવોમાં તોતીંગ વધારો કરી દેતાં ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગ સૌથી વધુ મુશ્કેલીમાં મૂકાયો છે. “જાયે તો જાયે કહાં” તેવી સ્થિતિ ઉભી થઈ છે ત્યારે છાસમાં ૩ રૂપિયા, દહીંમાં ૪ રૂપિયા અને ઘઉંના લોટ, ચોખા અને કઠોળમાં પણ નવા દર લાગુ થતા દેશમાં આજથી મોંઘવારીનો નવો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે શું આ છે અચ્છે દિન ? તેવો વેધક પ્રશ્ન પુછતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, નવા જીએસટીના દરના કારણે ગુજરાતમાં અનાજ-કઠોળથી માંડીને છાસ, દહીં સહિતની ચીજોમાં ભાવવધારો અમલી બન્યો છે. દહીમાં કિલોએ રૂ. ૪ તથા છાસમાં લીટરે રૂ. ૩ નો વધારો લાગુ થયો છે. અનાજ-કઠોળમાં પણ ૫ ટકા વધી ગયા છે. તેવી જ રીતે સ્ટેશનરી આઈટમો, પ્રિન્ટીંગ ઈન્ક વગેરેમાં પણ જીએસટી પેટે ભાવવધારો લાગુ પડ્યો છે. ખાદ્ય ચીજોમાં અનાજ – કઠોળમાં ૫ ટકા જીએસટી લાગુ પડ્યો છે એટલે આ તમામ ચીજો મોંઘી થઈ છે. ડેરી પ્રોડક્ટમાં પણ ૫ ટકા ટેક્સ લાગુ પડ્યો છે. અમૂલ, સહિતની છાસમાં લીટર દીઠ રૂ. ૩ તથા દહીમાં કિલો દીઠ રૂ. ૪નો ભાવવધારો લાગુ પડ્યો છે. મધ, સોયાબીન, વટાણા, ઘઉં સહિતના અનાજ વગેરે પણ આ સાથે મોંઘા થયા છે. મોંઘવારીથી ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગ અસહ્ય પિડા અનુભવી રહ્યો છે ત્યારે આજથી દૂધ, દહીં સહીતની વસ્તુઓ મોંઘીદાટ થઈ ગઈ છે. ગૃહિણીઓનું બજેટ અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. જીએસટીના મૂળ કાયદા તથા નિયમોમાં સતત ફેરફાર કર્યા છે જેના કારણે જીએસટી કાયદાનું સ્વરૂપ ખૂબ જ વિકૃત બની ગયું છે તથા સામે કર પ્રણાલી સરળ થવાના બદલે વધુ જટિલ બની છે. જીએસટી કાયદા અને નિયમોમાં છેલ્લા ૫ વર્ષ દરમિયાન ૧,૧૦૦ થી પણ વધારે મરજી પ્રમાણેના સંશોધનો કરવામાં આવ્યા છે જે જીએસટી કાઉન્સિલના સ્વચ્છંદીપણાનું સાક્ષાત ઉદાહરણ છે.
એક તરફ પેટ્રોલ – ડીઝલ, ગેસના સતત ભાવ વધારો અને બીજીબાજુ રૂપિયાનું સતત અવમુલ્યનથી મોંઘવારી આસમાને પહોંચી છે. મોંઘવારીના મારથી જનતા પીસાઈ રહી છે સાથોસાથ બેરોજગારી પણ સતત વધતી જાય છે. લોકોના ધંધા-રોજગાર છીનવાઈ રહ્યાં છે. ૨૦૧૪માં જાહેરમાં અચ્છેદિનનો વાયદો કરનાર ભાજપ સરકારની જનતાને શું આ અચ્છેદિનની ભેટ છે ?
————-
તા. ૧૯-૦૭-૨૦૨૨
રાજ્યમાં અતિવૃષ્ટીના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી અને તેના લીધે અનેક પરિવારો બેઘર થયા, લાખો રૂપિયાની ઘરવખરીનો નાશ થયો, રહેઠાણને ભારે નુકસાન, નાના ધંધા રોજગારને મોટુ નુકસાન સહિતના પ્રશ્નોને લઈને પુરગ્રસ્ત વિસ્તારના અસરગ્રસ્તોની મુલાકાત માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરની સુચનાથી વરિષ્ઠ આગેવાનો, ધારાસભ્યઓનું પ્રતિનિધિ મંડળ, દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોના પ્રભાવિત અસરગ્રસ્ત ગામોની જાત મુલાકાત લઈ લોકોની વેદનાને સાંભળશે.
ભારે વરસાદના કારણે નવસારી, વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં મોટા પાયે નુકસાન થયું છે. ગ્રામજનોની હાલત કફોડી બની છે ત્યારે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. તુષાર ચૌધરી, ધારાસભ્ય સર્વ આનંદ ચૌધરી, અનંત પટેલ, પુનાજી ગામીત, સુનીલ ગામીત, પૂર્વ સાંસદ કિશન પટેલ સહિતના સ્થાનિક આગેવાનો વરસાદ પ્રભાવિત અસરગ્રસ્ત ગામોની તા. ૨૧ અને ૨૨ મી જુલાઈના રોજ મુલાકાત લેશે.
ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના જુનાગઢ, દ્વારકા, જામનગર, ગીર સોમનાથ સહિતના અસરગ્રસ્ત વિસ્તારમાં પારાવાર નુકસાન થયું છે ત્યારે અસરગ્રસ્ત – પુરગ્રસ્ત પ્રભાવીત ગામોની કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો, ધારાસભ્ય સર્વ હર્ષદ રીબડીયા, બાબુ વાજા, ભીખા જોષી, સહિતનું પ્રતિનિધિ મંડળ મુલાકાત લેશે અને પુરગ્રસ્ત – અસરગ્રસ્ત લોકોને પડી રહેલી મુશ્કેલી, નુકસાની અંગે વિસ્તૃત માહિતી મેળવશે.
——–
તા. ૨૫-૦૭-૨૦૨૨
રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક જીલ્લાઓ – વિસ્તારો જળબંબાકાર થયા છે અનેક ગામો- વિસ્તારો ભારે પ્રભાવિત થયા છે, હજારો પરિવારો બેઘર થયા છે, અનેક ઘરો-ઘરવખરી ધોવાઈ ગયા છે, રાજ્ય સરકાર ૧૫મી જૂને – ચોમાસાની શરૂઆત ગણીને આગોતરૂ આયોજન કરવામાં વધુ એક વાર નિષ્ફળ ગઈ છે ત્યારે ગુજરાતના પુરગ્રસ્તો – અસરગ્રસ્તોને પૂરતી સહાય મળે, સરકારી તંત્ર સત્વરે પગલા ભરે તેવી માંગ સાથે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક ડૉ. સી.જે. ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતના અનેક જીલ્લાઓ અત્યારે ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છે. રોડ-રસ્તા, દવાખાના, શિક્ષણ વગેરે માટે આગોતરુ આયોજન કરવાનું હોય છે, સરકાર બદલવામાં પ્રશાસન વ્યસ્ત હતુ. રાજ્યના નાગરિકોને કુદરતી આપત્તીમાં મદદ કરવા – સહાય માટેના નિતિ નિયમો છે પણ તે કાગળ પર હોય તેમ, વિવિધ વિસ્તારના કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો, આગેવાનોએ મુલાકાત સમયે પુરગ્રસ્ત-અસરગ્રસ્ત પરિવારોએ રજુઆત કરી. ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે, ઘરવખરીને ભારે નુકસાન થયું છે, અનેક ઘરો ધોવાઈ ગયા છે, સરકાર જાહેરાતો કરે છે, પણ સર્વે નથી, પરિપત્રો છે પણ અમલવારી નથી, કુદરતી આપત્તીમાં મેન્યુઅલ છે, પણ નિતિનો અભાવ છે, અસરગ્રસ્તો સુધી તંત્રએ પહોંચવાનું હોય છે ત્યાં પહોંચ્યુ નથી, વહીવટીતંત્ર અન્ય જાહેરાતો – પક્ષના પ્રચારમાં વ્યસ્ત હોય તેમ જણાય છે. કેશડોલ્સના ધોરણો સુધારવું અતિ જરૂરી છે આખા પરિવારને કેશડોલ્સ મળતી નથી. સર્વેની જાહેરાત થઈ છે પણ કામ શરૂ ક્યારે થશે ? ગોકળગાયની ગતિથી કામગીરી ચાલી રહી છે.
વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક ડૉ. સી.જે. ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યમાં ભારે વરસાદના કારણે થયેલ નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. ખેડૂત, ખેતી, પશુપાલકોની હાલત દયનીય છે, અસરગ્રસ્તો – પુરગ્રસ્તો સહિત ઘર-ઘરવખરી- વાહન સહિતના મુદ્દે ભારે નુકસાન અંગે કોંગ્રેસ પક્ષ તરફથી ઓનલાઈન – ઓફલાઈન ફોર્મ દ્વારા રાજ્યના તંત્ર સમક્ષ રજુઆત માટે જુદા જુદા ચાર ફોર્મ જાહેર કરેલ છે. પુરગ્રસ્તો-અસરગ્રસ્તોને મળવાપાત્ર ચુકવણી હાથ ધરવાની કામગીરી જમીન પર જણાતી નથી, પુનઃવસન, રાહત સામગ્રી, રાહત કેમ્પ, બાબતે તંત્ર જલ્દી કાર્યવાહી હાથ ધરે. ગુજરાતમાં મે મહિનાથી ગૌવંશમાં લમ્પી નામના ભયાનક વાયરસે દેખા દિધા બાદ પણ તંત્ર જાણે કુંભકર્ણ નિદ્રાધિન રહ્યું હોય, તંત્ર દ્વારા લમ્પી રોગ બાબતે ખેડૂતો, માલધારીઓ, પશુ પાલકોને માહિતગાર કરવા, આ રોગ સામે રસિકરણની અસરકારક કામગીરી વગેરેમાં તંત્ર સંપૂર્ણ નિષ્ફળ રહ્યું છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલના અધ્યક્ષ પાલ આંબલીયાએ જણાવ્યું હતું કે, કિસાન કોંગ્રેસ દ્વારકા-જામનગર વિસ્તારમાં અને ત્યારબાદ કચ્છમાં ગૌશાળાઓ – પાંજરાપોળ સંચાલકો સેવાભાવી સંસ્થાઓની મુલાકાત લઈ સ્થાનિક તંત્રને ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો. મુખ્યમંત્રી, કૃષિ અને પશુપાલન મંત્રીને ૧૬ માંગણીઓ સાથેનો ગુજરાત કિસાન કોંગ્રેસે પત્ર લખ્યા બાદ સરકાર અને તંત્ર હરકતમાં આવ્યું. સરકાર અને તંત્ર હરકતમાં તો આવ્યું પણ માત્ર જાહેરાતો જીવી સરકાર હોય તેને ૨૨ જુલાઈએ રાજ્ય સરકાર તલાટી મંત્રીને આદેશ કરતો પરિપત્ર કરે છે. આ પરિપત્ર મુજબ તલાટી મંત્રીએ ઘરે ઘરે જઈ બિમાર પશુઓની નોંધ કરી ૨૫ જુલાઈએ રિપોર્ટ જમા કરાવવાનો આદેશ કરવામાં આવ્યો છે દુઃખની વાત એ છે કે ત્રણ ગામ વચ્ચે એક તલાટીમંત્રી છે તે ત્રણ દિવસમાં આ રિપોર્ટ કઈ રીતે તૈયાર કરી શકશે ? એવી જ રીતે કચ્છ ડી.ડી.ઓ. દ્વારા તા. ૨૧ના રોજ કહેવાયું કે અમે કચ્છમાં ૮૦,૦૦૦ ગૌવંશને રસીકરણ કર્યું છે જોવા જેવું એ છે કે કચ્છમાં કુલ ૧૪ પશુચિકિત્સક છે તો આ ૧૪ પશુચિકિત્સક ૮૦,૦૦૦ ગૌવંશને રસિકરણ કરવાની કામગીરી કરી શકે ખરા ? ગઈ કાલે રાજ્યના માહિતી ખાતાએ જાહેર કર્યુંકે કચ્છ-૯૯૭૮૭ ગૌવંશને રસીકરણ કરવામાં આવ્યું છે ત્યારે સવાલ એ પણ છે કે ૯૯૭૮૭-૮૦૦૦૦ = ૧૯૭૮૭ ગાયોને માત્ર ત્રણ જ દિવસમાં ૧૪ ડોક્ટર કેવી રીતે રસીકરણ કરી શક્યા હશે ?
કોંગ્રેસ પક્ષનો સરકારને નમ્ર અનુરોધ છે કે કોરોનાની જેમ લમ્પી વાયરસમાં ખોટા આંકડાઓ આપવાની જગ્યાએ સાચી માહિતી પુરી પાડે, કાગળ પર રસિકરણ કરવાની જગ્યાએ ગૌવંશને બચાવવા ખરેખર રસિકરણ કરવામાં આવે, ૭ મહિનાથી ગૌશાળાઓ, પાંજરાપોળોની સબસિડી બાકી છે તે તાત્કાલીક આપવામાં આવે, ગુજરાતમાં હજારો ગોદામોમાં લાખો ટનમાં ઘાંસચારો પડ્યો છે તે ખુલ્લો મુકવામાં આવે, ગૌવંશમાં લંપી નામના વાયરસને મહામારી જાહેર કરી તેને SDRF ની જોગવાઈઓમાં સમાવેશ કરી મૃત ગાય બદલ પશુપાલકને વળતર આપવામાં આવે તેવી ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવે છે.
——————————————————————
તા. 25-07-2022
૨૦૧૯ બિનસચિવાલય પરીક્ષામાં વિદ્યાર્થીઓને અન્યાય થયો છે, કોંગ્રેસ પક્ષ દ્વારા જે તે સમયે આંદોલન થયુ ત્યારે પણ કોંગ્રેસ પક્ષ, યુવક કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ.ના સ્પષ્ટ જણાવ્યું હતું કે, આગેવાનોએ ભાજપ પક્ષ આ પેપરફોડમાં સીધોસીધી જોડાયેલ છે. તેની સાબિતિ કરતો ભાવનગર ભાજપના જિલ્લાના સંયોજક વૈભવ જોષીનો વિડિયો વાયરલ થયો છે. આ વિડિયોમાં ગુજરાતનું ભવિષ્ય એવા યુવાનોના ભવિષ્યને રોળતું ભાજપના ભ્રષ્ટાચારી શાસન ને ઉજાગર કર્યું છે. જે રીતે આ વિડિયોમાં ભાજપના નેતા ખુલાસો કરી રહ્યાં છે. તે રીતે જોતા પુરા ગુજરાતમાં જીલ્લે-જીલ્લે ભાજપના એજન્ટ હોય તેવુ જાહેર થાય છે. આ વિડિયોમાં શિક્ષણ કક્ષાના અધિકારી કોર્પોરેશનના અધિકારી તેમજ પેપર સોલ્વ કરવાવાળા શિક્ષકોને અલગ અલગ રીતે પૈસા આપી કૌભાંડ આચર્યુ છે ત્યારે આ બાબતે તે ત્રણ દિવસ થયા હોવા છતાં સરકાર દ્વારા કોઈ પણ પગલા લેવામાં આવ્યા નથી. છાસવારે સામાન્ય નાગરિકોને દંડ અને દંડા ફટકારતી સરકાર ગુજરાતના લાખો યુવાનોની કારકિર્દી સાથે રમત રમતા ભાજપા – સત્તાધારી પક્ષના તત્વો સામે કેમ પગલા ભરતી નથી ? ભાવનગરમાં પેપરફોડ કાર્યક્રમના ભાજપા સંયોજક જેમજ બીજા ક્યાં ક્યાં જીલ્લાઓમાં સંયોજકોને ગેરરીતિ, પેપરલીંક, પેપરફોડની જવાબદારી સ્વિકારી છે ?
યુવક કોંગ્રેસની માંગ છે કે, બિન સચિવાલય ભરતી કૌભાંડ ૨૦૧૯માં સંડોવાયેલા તત્વો સામે તાત્કાલિક ધોરણે કડકમાં કડક પગલા લેવામાં આવે અને યુવાનોને ન્યાય મળે. જો સરકારી ભરતી કૌભાંડમાં પગલા લેવામાં નહિ આવે તો ભાવનગર થી આંદોલન શરૂ કરવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે. આ વિડિયોને પત્રકાર પરિષદમાં જાહેર કરતા ગુજરાત યુવક કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી આદિત્ય ગોહિલ, ભાવનગર યુવક કોંગ્રેસ પ્રમુખ બળદેવ સોલંકી અને ગુજરાત યુવક કોંગ્રેસ મંત્રી વિરલ કટારીયાએ જાહેર કરેલ છે તથા ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી ઉપેન્દ્ર જાડેજા જોડાયા હતા.
આદિત્ય ગોહિલ
મહામંત્રી
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ
————-
૨૮-૦૭-૨૦૨૨
- ડ્રગ્સ અને દારૂના બેરોકટોક ચાલી રહેલા વ્યાપારમાં ભાજપ અને તેના મળતિયાઓ ભાગીદારી
- ગાયના નામે ખુબ વોટ માંગનાર ભાજપ શાસનમાં ગામે ગામ ગાયો લમ્પી વાયરસથી મરી રહી છે ત્યારે ભાજપા ઉત્સવો-તાયફોમાં વ્યસ્ત
- ગુજરાતના દરિયાકાંઠા અને પોર્ટ ડ્રગ્સ-દારૂને દેશમાં ગુસાડવા માટેનું પ્રવેશદ્વાર બન્યું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, “સરકાર કોઈ મદદ તો નથી કરતી પણ સરકાર દ્વારા વ્યસન પીરસવામાં આવે છે. યુવાન બેરોજગાર છે” તુ ચિંતા ના કરીશ લે દારૂ પી, ડ્રગ્સ લે.રોજીંદ ગામના સરપંચે તા. ૨૫ ફેબ્રુઆરીના રોજ એક પત્ર પી.એસ.આઈ.ને લખે છે, બીજો પત્ર તા. ૪ માર્ચના રોજ, આ બધા પત્રોમાં પોલીસ સ્ટેશનથી રીસીવ કોપી ઉપર સાઈન કરીને આપવામાં આવે છે. ત્રીજો પત્ર તા. ૯ માર્ચના રોજ લખાય છે અને ચોથો પત્ર રાઘવજી લખે છે કે “મારી કરીયાણાની દુકાન છે. દારૂના અડ્ડાવાળાએ મારી દુકાનમાં તોડફોડ કરી અને કહ્યું કે “તમે અમારો અડ્ડો બંધ કરવા પોલીસ સ્ટેશન જાઓ છો, તમે અને સરપંચ ભેગા મળીને પોલીસ સ્ટેશનમાં કાગળો લખો છો. કાગળો લખવાનું બંધ કર નહીંતર આ કરીયાણાની દુકાન સાથે તને જીવતો સળગાવી જઈશ, સરપંચ સાથે જે કોઈ અમારા અડ્ડા બંધ કરાવવાની કોશીશ કરશે તેમની લાશ પણ જોવા નહી” મળે તેવી ખુલ્લેઆમ ધમકી આપે છે” તેવો પત્ર રાજુ લખે છે. ત્યાથી અટકતુ નથી ગામના સરપંચ અને આગેવાનો તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભેગા થઈને ધારાસભ્ય રાજેશ ગોહિલને મળે છે અને ધારાસભ્ય રાજેશ ગોહિલ ૬ તારીખે એક પત્ર લખે છે તાલુકા સંકલન સમિતિમાં આ પ્રશ્નની ચર્ચા થવી જોઈએ, રજુઆત થવી જોઈએ, તેમ છતાં દારુના અડ્ડા ચાલુ છે બંધ થતા નથી. ગામના સરપંચ સારા છે, ધારાસભ્ય સારા છે આટલુ સારુ હોવા છતાં વારંવાર રજુઆત કરવા છતા દારૂના અડ્ડા કેમ બંધ થતા નથી ? લઠ્ઠાકાંડની તટસ્થ તપાસ થાય, જવાબદાર સામે સખત પગલા ભરાય તેવી માંગ સાથે કોંગ્રેસ રાજ્યના ચાર ઝોનમાં ધરણા પ્રદર્શન કરશે. આગામી દિવસોમાં દારૂના દુષણ સામે સરકાર પોલીતંત્ર પગલા નહિ ભરે તો જનતા રેડ કાર્યક્રમો પણ અપાશે.
રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં દારૂબંદીના અમલવારી-અસરકારક કામગીરીમાં સદંતર નિષ્ફળ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે ગાંધી-સરદારની ભૂમિને કલંકિત કરતી લઠ્ઠાકાંડની ઘટના ભાજપની દારૂબંદીની પોલખોલી નાખી છે. રોજીંદ ગામના સરપંચ બે-બે વાર લેખિતમાં રજૂઆત કરે. ચુટાયેલા ધારાસભ્ય સંકલન સમિતિમાં રજૂઆત કરે તેમ છતાં બુટલેગર, ગામના અસામાજિક તત્વોને છાવરતી હોય તેમ ભાજપ સરકાર હાથ પર હાથ ધરી બેસી રહી. પરિણામે ૩૦થી વધુ નવજુવાનીયાઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો. ડ્રગ્સ અને દારૂના બેરોકટોક ચાલી રહેલા વ્યાપારમાં ભાજપ અને તેના મળતિયાઓની ભાગીદારી છે. સ્થાનિક કરિયાણાની દુકાન ચલાવતા રાજુ ગામમાં ચાલી રહેલા બેરોકટોક દારૂના વેચાણ વિરુદ્ધ આવાજ ઉઠાવે છે પરતું ભાજપના કુશાસનમાં ફરિયાદ કરનારને મારી નાખવાની ધમકીઓ અપાય છે. માનનીય નરેન્દ્ર મોદીજી ગુજરાત આવી રહ્યા છે ત્યારે ભાજપના કોઈ પણ હોદેદારોએ આ ગામોમાં પીડિત પરિવારજનોની મુલાકાત નથી લીધી. ગાયના નામે ખુબ વોટ માંગનારા આજે ગામે ગામ ગાયો લમ્પી વાયરસથી મરી રહ્યી છે ત્યારે ભાજપ ઉત્સવો-તાયફોમાં વ્યસ્ત છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, માનનીય પ્રધાનમંત્રી વારંવાર એવુ કહેતા હોય છે કે, મારી બહેનો કોઈપણ તકલીફ પડે તો મને અડધી રાત્રે યાદ કરજો. ધંધુકા, બોટાદ, બરવાળા અને ભાવનગરની બહેનો છેલ્લા ૭૨ કલાકથી આપને યાદ કરી રહી છે, તો ક્યારે સમય આપશો ? હજુ સુધી ગૃહમંત્રીએ આ પીડીત પરિવારોની મુલાકાત લીધી નથી. ગુજરાતના મુખ્યમંત્રીએ કોઈ સંવેદના વ્યક્ત કરી નથી. આજે જ્યારે ગુજરાતના પ્રધાનમંત્રી સાબરકાંઠા જીલ્લાની મુલાકાતે છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગરના ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ વિનુ પટેલના પોતાના ગામમાં દારૂના અડ્ડા ચાલી રહ્યાં છે. સાબરકાંઠાના સ્થાનિક મિત્રોની માહિતી મુજબ સાબરકાંઠાના સાબરમતી નદીના કિનારે આવેલા સરોળી અને એડાવાલાના ગામમાં ખુલ્લેઆમ દારુની ભઠ્ઠીઓ ચાલી રહી છે. સાબરકાંઠાના હિંમતનગરમાં ભોલેશ્વરમાં નદી કિનારે દારુના અડ્ડા ચાલી રહ્યાં છે. ૫૦થી વધારે નિર્દોષ ગરીબ – મધ્યમવર્ગના લોકોએ જીવ ગુમાવ્યા છે, ગુજરાતની બહેન-દિકરી-માતા વિધવા થઈ તેનો કોઈ અફસોસ ભાજપ સરકારને નથી, કારણ કે ભાજપના પ્રમુખ પૂર્વ બુટલેગરનો ઐતિહાસીક ભવ્ય ભૂમિકા ધરાવે છે, તેમના ઉપર એક-બે નહીં પરંતુ ૧૦૮ કેસો જેટલા કેસ બુટલેગર તરીકેના લાગેલા છે તે ગુજરાતની અંદર ડ્રગ્સ બંધ કરશે ? એ ગુજરાતની અંદર દારુ બંધ કરશે ? ભાજપની સરકારે પોતે સ્વિકારે છે કે બે વર્ષમાં ૨૧૫ કરોડનો દારુ પકડાયો છે. ગાંધી અને સરદારના ગુજરાતમાં દારુબંધી હોવા છતાં ગુજરાતના દરેક શહેર – જીલ્લા – દરેક વિસ્તારોમાં દારૂનું વેચાણ ચાલુ છે. ડ્રગ્સનું વેચાણ ચાલી રહ્યું છે. મુંદ્રા પોર્ટ ઉપર ૧ લાખ ૭૫ હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું સતત છાસવારે ડ્રગ્સ પકડાયા કરે જ્યારે એવુ લાગી રહ્યું છે કે, મુદ્રાના પોર્ટ ઉપર જાણે પ્લેટફોર્મ ઉભુ કરવામાં આવ્યું હોય ડ્રગ્સ ઉતારવા માટે, એ હદે હેરાફેરી થાય ત્યારે સવાલ થાય કે રાજ્યની સરકાર જે બુટલેગરોને છાવરી રહી છે, ગૃહમંત્રીએ પોતે પરિવારોની વીઝીટ ના કરી. વિધવા થયેલ બહેનોના આંસુ લુછવાની કોસીસ ના કરી, ગઈ કાલે પ્રેસકોન્ફરન્સમાં એવુ કહ્યું કે પોલીસ તંત્રને બદનામ કરવાનું આ એક ષડયંત્ર છે. શરમ આવવી જોઈએ તમે ખુલ્લે આમ બુટલેગરોનો બચાવ કરી રહ્યાં છો. જેની ફેક્ટરીમાંથી આખુ આ કેમીકલ પકડાયું એ તેના ત્યાંથી ચોરી થઈ હતી તો પોલીસ ફરીયાદ કરી ? કઈ તારીખે ફરીયાદ કરી ? ગુજરાતમાં છાસવારે કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે. ગુજરાતના દરિયાકાંઠા અને પોર્ટ ડ્રગ્સ-દારૂને દેશમાં ગુસાડવા માટેનું પ્રવેશદ્વાર બન્યું છે. આખા લઠ્ઠાકાંડને ભીનું સંકેલવા માટે ભાજપે પોતાના અનુકુળ અધિકારીઓની એસ.આઈ.ટી રચના કરી છે ત્યારે આ એસ.આઈ.ટીમાં નિષ્પક્ષ-પ્રમાણિક અધિકારીઓએ સમાવવામાં આવે અને સમગ્ર લઠ્ઠાકાંડ જેમની નિષ્ફળતાને કારણે થયો છે તેવા ઉચ્ચ અધિકારીઓને ડીસમીસ કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
————
અખબારી યાદી
તા. ૩૦-૦૭-૨૦૨૨
- ભાજપ સરકારના અસંવેદનશીલ અને નિષ્ક્રિય વલણના પગલે ગુજરાતના યુવાન હતાશ અને નિરાશ થઈ આત્મહત્યા જેવુ અંતિમ પગલું ભરે તે ખુબ ચિંતાનો વિષય
- ભાજપ સરકારની યુવા નીતિનો ભોગ બનનાર ગોંડલના યુવાન જયેશ સરવૈયાના પરિવારજનોમાંથી એકને સરકારી નોકરી અને આર્થિક સહાય ભાજપ સરકાર જાહેર કરે
- કોંગ્રેસની રાજસ્થાન અને છત્તીસગઢની સરકારે “શહેરી રોજગાર ગેરંટી યોજના” થકી યુવાનોને રોજગાર માટે ઐતહાસિક નિર્ણય કર્યો : ડૉ. રઘુ શર્મા
રાજ્યમાં વધતી જતી બેરોજગારી મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના સફળ પૂર્વ આરોગ્યમંત્રી ડૉ. રઘુ શર્માએ જણાવ્યું હતું કે, રાજકોટમાં બનેલી આત્મહત્યાની ઘટના એ અત્યંત દુઃખદ છે. સામાન્ય – મધ્યમ પરિવાર પોતાના પેટે પાટા બાંધીને બાળકોને ભણાવ્યાં છે અને સરકારી નોકરી મળે તેના સ્વપ્ના સેવે છે. પરંતુ ગુજરાતમાં પાંચ લાખથી વધુ સરકારી નોકરીઓ ખાલી છે પરંતુ ભાજપ સરકાર સમયસર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરતી નથી. કોંગ્રેસની રાજસ્થાનની અને છત્તીસગઢ સરકારે “શહેરી રોજગાર ગેરંટી યોજના” થકી લાખો યુવાનોને રોજગાર માટે ઐતહાસિક નિર્ણય કર્યો. મનરેગા જેવી રોજગાર લક્ષી યોજનાનું યોગ્ય રીતે અમલીકરણ કરાયું છે જ્યારે ભાજપ સરકાર કુશાસનને પાપે ગુજરાતના યુવાનો ડ્રગ્સ-દારૂના ખપ્પરમાં હોમાઈ રહ્યાં છે. રાજકોટના યુવાનની આત્મહત્યાની ગંભીર ઘટના બાદ સરકારી ભરતી પ્રક્રિયા સમયસર કરે અને ભરતી કેલેન્ડર જાહેર કરે, તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
બેરોજગારીને લીધે આત્મહત્યાના વધી રહેલા બનાવો અંગે યુવા વિરોધી – રોજગાર વિરોધી ભાજપ સરકાર પર આકરા પ્રકાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વધતી જતી બેરોજગારી, સ્પર્ધાત્મક પરીક્ષાઓના વારંવાર પેપર ફૂટવા સહિતની સમસ્યાઓમાં ગુજરાતના યુવાનોનું જીવવુ મુશ્કેલ બન્યું છે. દર વર્ષે બે કરોડ રોજગાર આપવાના ગાણાગાતી ભાજપ સરકારના શાસનમાં રોજગાર ન મળવાને પગલે ગુજરાતના યુવાન આત્મહત્યા કરી રહ્યાં છે. છેલ્લા સાત વર્ષમાં ૨૭ હજારથી વધુ યુવાનોએ બેરોજગારીને લીધે આત્મહત્યા કરી. રાજકોટના ગોંડલ ખાતે ૨૩ વર્ષીય યુવાને સરકારી ભરતીની તક ન મળતા આત્મહત્યા કરી લીધી છે. વાયબ્રન્ટ ગુજરાત, ફેસ્ટીવલ-તાયફાઓની સમયસર જાહેરાતો થાય પરંતુ યુવાનોને રોજગાર મળે તેવી સરકારી ભરતીની જાહેરાતો, પરીક્ષાઓ, નિમણુંકો સમયસર થતી નથી. કોંગ્રેસ પક્ષ દ્વારા વારંવાર આ બાબતે રજુઆત કરવામાં આવી પરંતુ યુવા વિરોધી ભાજપ સરકારમાં ગુજરાતના યુવાનોને રોજગાર ન આપવા સહિત ગુજરાતમાં ૫૫ હજાર થી વધુ સ્મોલ અને મીડીયમ સ્કેલ, ગૃહઉદ્યોગો બંધ થઈ ગયા. લાખો યુવાનોને રોજગાર આપતી મનરેગા યોજનાને મૃતપ્રાય કરી દેવામાં આવી. અગ્નિપથ જેવી અણઘડ યોજનાની જાહેરાતને પગલે એક ડઝનથી વધુ યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમ લઠ્ઠાકાંડ એ હત્યાકાંડ છે તેમ ગોંડલના જયેશ સરવૈયાની આત્મહત્યા નથી એ હત્યા જ છે. ગુજરાતના શિક્ષીત યુવાન જયેશ સરવૈયાની આત્મહત્યા માટે જવાબદાર કોણ ? ભાજપ સરકાર જવાબ આપે. કોરોના કાળ દરમ્યાન અનેક લોકોએ પોતાની રોજગારી ગુમાવી. દર વર્ષે બે કરોડ રોજગાર આપવાની વાત કરતી ભાજપ સરકારના શાસનમાં આઠ કરોડથી વધુ બેરોજગાર બન્યા. ભાજપ સરકારના અસંવેદનશીલ અને નિષ્ક્રિય વલણના પગલે ગુજરાતના યુવાન હતાશ અને નિરાશ થઈ આત્મહત્યા જેવુ અંતિમ પગલું ભરે તે ખુબ ચિંતાનો વિષય છે. ગોંડલના યુવાન જયેશના પરિવારજનોમાંથી એકને સરકારી નોકરી અને આર્થિક સહાય ભાજપ સરકાર જાહેર કરે, તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
રાજ્યમાં વધતીજતી બેરોજગારી મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, ૨૭ વર્ષથી ભાજપની સરકારે આઉટ સોર્સીંગ અને કોન્ટ્રાક્ટ પ્રથાના નામે ગુજરાતના યુવાનોનું ખાસ કરીને અનુસુચિત જાતિના યુવાનોનું શોષણ કરી રહી છે. સરકારી ભરતીએ ગુજરાતના યુવાનનો હક્ક છે જે ભાજપ સરકાર છીનવી રહી છે. માત્ર જાહેરાતોમાં રાચતી ભાજપ સરકારે ૧૪ એપ્રિલના રોજ અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા છ લાખ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આજદીન સુધી કોઈ પરિપત્ર કે લાભ વિદ્યાર્થીઓને મળતો નથી. ભાજપ સરકાર રાજકોટના આત્મહત્યાના કિસ્સા પરથી બોધ નહી લે તો બેરોજગારી-અનુસુચિત જાતિના મુદ્દાઓને લઈને વિધાનસભા ઘેરાવો – વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ પત્રકાર વાર્તામાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય હિંમત પટેલ, ઈન્દ્રવિજય ગોહિલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ બીમલ શાહ, ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વિપક્ષ નેતા શેહઝાદખાન પઠાણ હાજર રહ્યા હતા.
———
૦૧-૦૮-૨૦૨૨
- ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાની જાહેરાત
- લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલ નાગરિકોના બાળકોને ભણાવવાની સંપૂર્ણ જવાબદારી નિભાવશે
આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડા રોજીદ ગામ ખાતે લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલ પરિવારજનને શ્રદ્ધાંજલિ અને પરિવારને દિલાસો આપવા ગયા હતા. દરેક પરિવારમાં કાળજું કંપાવી દે તેવો માહોલ જોતા ત્યાં તેમણે ગરીબ પરિવારોની દયનીય હાલત જોઈને તેઓ ખૂબ જ વ્યથિત થઈ ગયા હતા.
અમિત ચાવડાએ જાહેરાત કરી હતી કે જે આ કાંડમાં મૃત્યુ પામેલા છે તેમના બાળકોને ધોરણ-૧ થી ૧૨ સુધી ભણાવવાની સંપૂર્ણ જવાબદારી તેઓની બોરસદ ખાતેની સંસ્થા નિભાવશે.
———
અખબારી યાદી
તા. ૩-૦૮-૨૦૨૨
જીવન જરૂરીયાત ચીજવસ્તુઓના બેફામ ભાવ વધારાના વિરોધમાં તા. ૫મી ઓગસ્ટે જીલ્લા – શહેર મથકોએ કોંગ્રેસ દ્વારા ધરણાના કાર્યક્રમો કરવામાં આવશે.
મોંઘવારી-બેરોજગારીની ભેટ આપનાર ભાજપ સરકાર સામે કોંગ્રેસ પક્ષ કરશે ધરણા પ્રદર્શન.
જીવન જરૂરીયાત ચીજવસ્તુઓ જેવી કે ઘઉંનો લોટ, મધ, ગોળ,પેકિંગમાં મળતું અનાજ, વગેરે પર GST ના કારણે તેના ભાવમાં વધારો થવાથી પ્રજાજનો પર વધી રહેલ મોંઘવારીનો અસહ્ય બોજ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, અત્યંત અસંવેદનશીલ અને સરમુખત્યારી ભાજપ સરકારના અવિચારી અને પ્રજાવિરોધી નિર્ણયો પ્રજાજનોની હાડમારીમાં વધારો કરી રહ્યાં છે. વધુમાં દેશમાં ગ્રામીણ અને શહેરી બેરોજગારીમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે સતત વધતી બેરોજગારી, મોંઘવારી, તમામ આવશ્યક જીવન જરૂરી ચીજવસ્તુઓમાં બેફામ ભાવ વધારાને પગલે પીડાતી પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરવા સમગ્ર રાજ્યમાં ભાજપ સરકાર સામે કોંગ્રેસ પક્ષ ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાશે. ભાજપ સરકારની અવિચારી, વિવાદાસ્પદ અગ્નિપથ જેવી યોજના પણ બેરોજગાર યુવાનોની આકાંક્ષાઓને પણ નષ્ટ કરી રહી છે. હાલમાં સંસદના ચાલુ સત્રમાં સંસદ અને સંસદની બહાર પણ કોંગ્રેસ પક્ષ આ મુદ્દે આક્રમક વલણ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહી છે. ગુજરાતના ૩૩ જીલ્લા ૮ મહાનગરપાલિકા, ૧૫૭ નગરપાલિકામાં તારીખ ૫મી ઓગસ્ટ, ૨૦૨૨ ને શુકવારના રોજ મોંઘવારી અને બેરોજગારી સામે વિરોધ પ્રદર્શનનો અને સામુહિક ધરપકડનો કાર્યકમ યોજાશે.
—————————————–
તા. ૩-૦૮-૨૦૨૨
- ૭૩૪૭૭ પશુધન પર માત્ર એક પશુચિકિત્સા અધિકારી, ૧૦૫૭૪૯ પશુધન પર માત્ર એક પશુધન નિરીક્ષક, ૩૪૫૭૧૮ પશુધન પર માત્ર એક ડ્રેસર, ૨૫૯૨૮૮ પશુધન પર માત્ર એક એટેંડન્ટ, ૩૪૧૩૪૨ પશુધન પર માત્ર એક પટાવાળામાં કઈ રીતે બચશે ગાયમાતા ? ભાજપ સરકારની ગુન્હાહિત બેદરકારી, લમ્પી વાયરસ મહામારીમાં સામે આવી.
- ગાયમાતાના ચિકિત્સા-સારવાર આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ
૭૩૪૭૭ પશુધન પર માત્ર એક પશુચિકિત્સા અધિકારી,૧૦૫૭૪૯ પશુધન પર માત્ર એક પશુધન નિરીક્ષક, ૩૪૫૭૧૮ પશુધન પર માત્ર એક ડ્રેસર, ૨૫૯૨૮૮ પશુધન પર માત્ર એક એટેંડન્ટ, ૩૪૧૩૪૨ પશુધન પર માત્ર એક પટાવાળામાં કઈ રીતે બચશે ગાયમાતા ? ભાજપ સરકારની ગુન્હાહિત બેદરકારી પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં ડોક્ટરો – પેરામેડીકલ સ્ટાફને અભાવે મોટા પાયે ગુજરાતના નાગરિકો મોતને ભેટ્યા તેવી જ રીતે લમ્પી વાયરસમાં સારવારના અભાવે ગાયમાતા મુગા પશુઓ મોતને ભેટી રહ્યા છે. ગુજરાતમાં પશુચિકિત્સક, ડ્રેસર સહિત સારવાર માટેની મોટા પાયે જગ્યાઓ ખાલી છે. ૧૦ થી વધુ જીલ્લાઓમાં મુગા-પશુઓની સારવાર માટે એકપણ ડ્રેસર ઉપલબ્ધ નથી. ગુજરાતમાં પશુચિકિત્સકની ૨૯૦ જગ્યાઓ ખાલી છે, પટાવાળા કમ એટેંડન્ટની ૨૯૪ જગ્યા ખાલી છે. પટાવાળાની ૪૦૫ જગ્યાઓ ખાલી છે. ગુજરાતમાં ૯૬,૩૪,૦૦૦ ગાયો સામે સારવાર માટે માત્ર ૩૬૭ ચિકિત્સક અધિકાર એટલે કે ૨૬,૨૫૧ ગાયોની સારવાર માટે એક પશુધન ડોક્ટર છે. ૩૭,૭૮૦ ગાયોના નિરીક્ષણ માટે માત્ર એક પશુ નિરીક્ષક ઉપલબ્ધ છે. ગીર સોમનાથ, પોરબંદર, ડાંગ, નર્મદા, બોટાદ, ભાવનગર, છોટા ઉદેપુર, અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગર જીલ્લાઓમાં પશુધનની સારવાર-નિરીક્ષણ માટે પુરતા સ્ટાફને અભાવે પશુધનની પરિસ્થિતિ સતત કથળી રહી છે. લમ્પી વાયરસને રોકવા ભાજપ સરકાર પાસે કોઈ નક્કર યોજનાના અભાવે માત્ર કચ્છમાં ૨૦,૦૦૦ થી વધુ ગાયમાતાના મોત થયાની વિગતો સામે આવી છે. “જ્યાં રસી હોય ત્યા સ્ટાફ ન હોય, જ્યાં સ્ટાફ હોય ત્યા રસી ના હોય” આ ભાજપની ગૌમાતા પ્રત્યે નકલી પ્રેમની પોલ ખોલી નાખી છે. માત્રને માત્ર મત લેવા ઉત્સવો અને તાયફાઓમાં જોર જોરથી ગાયમાતાનું નામ લેવાનું પરંતુ જ્યારે ગાયમાતા ખરેખર તકલીફ છે ત્યારે નકલી હિંદુત્વવાળી ભાજપ સરકારનો ચાલ-ચલન, ચહેરો અને ચરિત્ર ગુજરાતના નાગરિકો સામે ખુલ્લો પડી ગયો છે. કોરોનામાં નાગરિકોના આરોગ્ય સેવાઓમાં નિષ્ફળ ભાજપ સરકાર હવે ગાયમાતાના ચિકિત્સા-સારવાર આપવામાં સદંતર નિષ્ફળ નીવડી છે ત્યારે ભાજપ સરકાર પશુચિકિત્સક અધિકારી વર્ગ-૨, ડ્રેસર, એટેંડન્ટની, પશુ નિરિક્ષક સહિતની પશુ દવાખાનામાં ખાલી પડેલ જગ્યા તાકીદે ભરે, રાજ્યમાં લમ્પી વાયરસને કારણે મોતને ભેટેલ ગાયમાતા, પશુધનના સાચા આંકડા જાહેર કરવામાં આવે અને લમ્પી વાયરસની સામે મુખ્યમંત્રી ગાયમાતા પશુધનને બચાવવા માટે વિશ્વાસ પડે તેવા વાસ્તવિક પગલા ભરવામાં આવે.
ક્રમ
મહેકમનું નામ
કુલ સંખ્યા
ખાલી જગ્યા
પશુધન માટેની વાસ્તવિક સ્થિતી
પશુચિકિત્સા અધિકારી વર્ગ-૨
૬૫૭
૨૯૦
૭૩૪૭૭ પશુધન પર ૧ પશુચિકિત્સા અધિકારી વર્ગ-૨
ડ્રેસર વર્ગ-૪
૨૩૫
૧૫૭
૩૪૫૭૧૮ પશુધન પર ૧ ડ્રેસર વર્ગ-૪
એટેંડન્ટ
૩૯૮
૨૯૪
૨૫૯૨૮૮ પશુધન પર ૧ એટેંડન્ટ
પશુધન નિરીક્ષક
૫૨૯
૨૭૪
૧૦૫૭૪૯ પશુધન પર ૧ પશુધન નિરીક્ષક
પટાવાળા
૪૮૪
૪૦૫
૩૪૧૩૪૨ પશુધન પર ૧ પટાવાળા
પશુધન માટેની વાસ્તવિક સ્થિતી
૭૩૪૭૭ પશુધન પર ૧ પશુચિકિત્સા અધિકારી વર્ગ-૨
૩૪૫૭૧૮ પશુધન પર ૧ ડ્રેસર વર્ગ-૪
૨૫૯૨૮૮ પશુધન પર ૧ એટેંડન્ટ
૧૦૫૭૪૯ પશુધન પર ૧ પશુધન નિરીક્ષક
૩૪૧૩૪૨ પશુધન પર ૧ પટાવાળા
————-
અખબારી યાદી
તા. ૪-૦૮-૨૦૨૨
વિધાનસભા ૧૨૫ બેઠક જીતવાના સંકલ્પ સાથે એ.આઈ.સી.સી.ના વિશેષ નીરીક્ષક ટી.એસ. દેવ અને મીલીન્દ દેવરાજીની ઉપસ્થિતીમાં એ.આઈ.સી.સી.ના લોકસભા પ્રભારી સાથે બેઠક યોજાઈ.
જનતાના અવાજ સાથે જનતાના મુદ્દાઓને લઈ જનભાગીદારીથી વિધાનસભા માટેનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવામાં આવશે.
ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીમાં ૧૨૫ બેઠકના વિજય સંકલ્પ સાથે રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નીરીક્ષક અને છત્તીસગઢના કેબીનેટ મંત્રી ટી.એસ. દેવ અને પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી મીલીન્દ દેવરાજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ. રઘુ શર્માજી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવાએ અખિલ ભારતીય કોંગ્રેસ દ્વારા નિમાયેલ તમામ લોકસભા નીરીક્ષકો સાથે સંવાદ બેઠક યોજી હતી. લોકસભા નીરીક્ષકોની બેઠકને સંબોધન કરતાં છત્તીસગઢના કેબીનેટ મંત્રી ટી.એસ. દેવે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકાર સારૂ કામ કરતી હશે તેવુ હું માનતો હતો. પરંતુ પૂજ્ય મહાત્મા ગાંધી – સરદાર સાહેબના ગુજરાતમાં બેફામ દારૂ વેચાય, ૧ લાખ ૭૫ હજાર કરોડનું ડ્રગ્સ પકડાય, ૧૪ થી વધુ વખત પેપર ફુટે, એકજ જીલ્લામાં ૨૫૦૦૦ થી વધુ ગાયોનું મૃત્યુ થાય વગેરે સહિતની વિગતોથી ભાજપ મોડલની નિષ્ફળતા ઉજાગર થઈ છે. ગુજરાતમાં કોંગ્રેસ જીવંત, મજબુત અને બળવાન છે. આવનારા દિવસોમાં કેવુ ગુજરાત બનાવવા માંગીએ છીએ એ વાતને લઈને કોંગ્રેસ પ્રજાની વચ્ચે જઈશું. અમારો ચૂંટણી ઢંઢેરો નવા ગુજરાતનો આધાર હશે.
રાષ્ટ્રીય સમસ્યા મોંઘવારી, બેરોજગારી સહિત ગુજરાતમાં ડ્રગ્સ – દારૂના મોટા પાયે વેપલા સહિતની નિષ્ફળતાને ઉજાગર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી અને સફળ પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ. રઘુ શર્માજીએ નીરીક્ષકોની બેઠકને સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ ૧૨૫ થી વધુ બેઠકો સાથે આગામી વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી જીતશે. ગુજરાતમાં શહેરી વિસ્તારો માટે વિશેષ પ્લાનીંગ કરવામાં આવશે. કોંગ્રેસ પક્ષ દ્વારા જનજનને સાંકળીને ૨૦૦૦ થી વધુ બેઠકો યોજી ચૂંટણી ઢંઢેરો – સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં ચારેય ઝોનમાં કોંગ્રેસની જનસરકાર લાવવામાં આવશે તેવો નિર્ધાર કર્યો હતો. કોંગ્રેસ પક્ષ દ્વારા દરેક વિધાનસભાની સમસ્યાઓને સાંકળીને, જનતાના મુદ્દાને સાંકળીને, વિધાનસભા દીઠ ચૂંટણી ઢંઢેરા જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં હરીફાઈ માત્રને માત્ર ભાજપ – કોંગ્રેસ વચ્ચે છે. બાકીની તમામ પાર્ટીઓ ભાજપની બીટીમ છે.
વિધાનસભા ૨૦૨૨ ચૂંટણીને અનુલક્ષીને આયોજીત વિશેષ બેઠકને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વારંવાર લઠ્ઠાકાંડ થાય, ગાયોની હત્યા થાય, મોંઘવારી, બેરોજગારી સહિતની સમસ્યાઓ અંગે કોંગ્રેસ આક્રમક કાર્યક્રમ યોજશે. નોર્થ, સેન્ટ્રલ, સૌરાષ્ટ્ર અને સાઉથ એમ ચારેય ઝોનમાં ‘મારુ બુથ મારુ ગૌરવ’ કાર્યક્રમ અંતર્ગત બુથ મેનેજમેન્ટનું માઈક્રોપ્લાનીંગ કરવામાં આવશે. ગુજરાતના ચારેય ઝોનમાં મોંઘવારી, બેરોજગારી, દારૂ-ડ્રગ્સનો ખુલ્લેઆમ વેપાર, મોંઘુ શિક્ષણ, કથળતુ આરોગ્યતંત્ર અને કાયદો વ્યવસ્થા સહિતના મુદ્દે યાત્રા શરૂ કરવામાં આવશે. ૨૬ રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા નિમાયેલ લોકસભા નીરીક્ષકઓ, તમામ જીલ્લા પ્રમુખઓ, પ્રદેશ લોકસભા નીરીક્ષકઓ, વિધાનસભા પ્રદેશ નીરીક્ષકઓ અને સ્થાનિક ધારાસભ્યો સાથે બુથ મેનેજમેન્ટ, મેનીફેસ્ટ્રો, કેમ્પેઈન, આંદોલનાત્મક કાર્યક્રમો સહિતના મુદ્દે ઝોન દીઠ વિશેષ મેરથોન બેઠક યોજાઈ હતી. નિમાયેલા સીનીયર નીરીક્ષકો આવતી કાલથી પોતાના વિસ્તારમાં જશે. ૧૦ થી ૧૫ દિવસ બાદ ફરી રીવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવશે. ગાંધી સરદારના ગુજરાતમાં ૧૨૫ બેઠકો સાથે જનજનની સરકાર બનાવવામાં આવશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે રાષ્ટ્રીય નામના મેળવનાર અને અનેક એવોર્ડ વિજેતા, ત્રીસ વર્ષથી વધુ વિદેશમાં રહેનાર બેરીસ્ટર એવા મતી ભારૂલત્તા કાંબલે અને સુરતના નામાંકીત ન્યુરો સર્જન એવા ડૉ. સુબોધ કાંબલે આજરોજ કોંગ્રેસ પક્ષની વિચારધારાથી પ્રેરાઈને પક્ષમાં જોડાયા હતા.
વિધાનસભા ૨૦૨૨ ચૂંટણીને અનુલક્ષીને આયોજીત વિશેષ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરત સોલંકી, અર્જુન મોઢવાડીયા, સિધ્ધાર્થ પટેલ, અમિત ચાવડા, પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી, વિરોધપક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, દંડક સી.જે. ચાવડા, એ.આઈ.સી.સી.ના મંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહપ્રભારી બી.એમ. સંદીપ, ઓમપ્રકાશ ઓઝા, ઉષા નાયડુજી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ હિંમત પટેલ, જીગ્નેશ મેવાણી, લલીત કગથરા, ઈન્દ્રવિજય ગોહિલ, રૂત્વિજ મકવાણા, એ.આઈ.સી.સી.ના પૂર્વ મહામંત્રી મધુસુદન મિસ્ત્રી, દિપક બાબરીયા, ડૉ. પ્રભાબેન તાવીયાડ, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ, આઈ.સી.સી.ના પ્રવક્તા રોહન ગુપ્તા, એન.એસ.યુ.આઈ., યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, સેવાદળના અધ્યક્ષઓ સહિત સીનીયર આગેવાનો બેઠકમાં હાજર રહ્યાં હતાં.