અમદાવાદ APMCના લાંભા બજારના કરોડોના જમીન કૌભાંડ પર, કોરોના બિલીંગ કૌભાંડ, અમિત શાહ અને આનંદિબેન વચ્ચેનો જંગ ખેડૂતોને પારાવાર નુકસાન

ગાંધીનગર, 14 જૂન 2020
કોરોનામાં જમાલપુર વિસ્તારમાં શાકભાજીના વેપારીઓના કારણે આખા અમદાવાદને ઝપેટામાં લીધું હોવાથી શાકભાજીને લાંભામાં શરૂ કરવા માટે નક્કી કરાયું હતું. તે અંગે જાહેરાતો આપીને ત્યાં મંડપ બાંધવામાં આવ્યા હતા. પણ ત્યાં 200માંથી એક પણ વેપારીને સમીયાણાની દુકાન આપવામાં આવી ન હતી. તેમ છતાં તેનું રૂ.36 લાખનું બિલ મંજૂર કરીને અધિકારીઓ દ્વારા કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.

ભાજપના અમિત શાહ અને આનંદિબેન પટેલના વિખવાદને કારણે અમદાવાદ APMCના અધ્યક્ષ નિયુક્ત કરાતાં નથી. તેથી એક પછી એક કૌભાંડ ખેડૂતોના નામ પર ભાજપના નેતાઓ અને અધિકારીઓ કરી રહ્યાં છે. આનંદી બહેન પટેલના દીકરા સંજય પટેલ અમદાવાદ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવાના હતા. પરંતુ અમિત શાહે તેમાં ફાચર મારી હતી. સંજય પટેલનું ઉમેદવારી પત્ર પણ પાછું ખેંચાવાની ફરજ પાડી હતી. તેથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ અમિત શાહના કહ્યાં પ્રમાણે કરે છે. ત્યારબાદ 21 ફેબ્રુઆરી 2017 એ ચૂંટણી યોજવાનો નિર્ણય મોકૂફ રખાયો હતો.

ભાજપના નેતાઓના કારણે હુડકોની લોન અટવાઈ
લાંભાનું બજાર પહેલાથી જ વિવાદમાં છે. અહીં બજાર બનાવવા માટે હૂડકોની લોન લીધી છે પણ બજાર બન્યું ન હોવા છતાં મહિને રૂ.3.80 કરોડ વ્યાજ પેટે ભરવા પડે છે. રૂપાણી સરકાર આ માટે મુંગી અને ગુંગી બની ગઈ છે. લાંભામાં નવા યાર્ડનું કોઈ કામ નથી થયું. લોનનો રૂ.26-40 કરોડનો લોન હપ્તો બાકી છે. ભાજપના નેતાઓના કારણે એપીએમસીના બોર્ડની રચના ન થતી હોવાથી નવું બજાર બની શક્યું નહીં. રૂા.125 કરોડની લોન લીધી છે. હપ્તા કે વ્યાજ ન ભરાતાં હુડકોએ તેમાં રૂા18.05 કરોડ મૂડી તરીકે ઉમેરીને રૂ.155 કરોડ લોન સાથે ચક્રવૃદ્ધિ વ્યાજ લેવાનું શરૂ કરીને ખેડૂતોની રકમ 11.10 ટકા ઊંચા વ્યાજે લૂંટવામાં આવી રહી છે.

ભરતી કૌભાંડ
આનંદીબહેને અધ્યક્ષ પદે બેસાડેલા કેતન પટેલ અને ઉપાધ્યક્ષ ભવાન ભરવાડે પૈસા લઈને 123થી વધુ કર્મચારીઓની મનસ્વી રીતે ભરતી કરી દીધી હતી. પરંતુ ભવાન ભરવાડે રાજીનામું આપવાનો ઇનકાર કરતાં 13 ડીસેમ્બર 2016ના રોજ તેમને હાંકી કાઢવામાં આવ્યા હતા. કેતન પટેલે રાજીનામું આપી દેવું પડ્યું હતું. 520 ઉમેદવારોએ અરજી કરી હતી પણ તેમનાં ઈન્ટરવ્યૂ થયા નહોતાને ભરતી કરી દેવામાં આવી હતી.

1.25 લાખ વાર જગ્યા લેવાઈ

16 હજાર વાર જમીન પરના જમાલપુર કૃષિ બજારને લાંભા લઈ જવા માટે 1.25 લાખ વાર જમીન લેવામાં આવી હતી. જગ્યા લેવામાં આવી છે. હવે જમાલપુર બજારની જમીન વેંચી મારવા દલાલ પ્રયાસો કરે છે.

ભાજપના નેતા બાબુ પટેલનું લાંભાનું જમીન કૌભાંડ
2016માં AMPCના તત્કાલિન અધ્યક્ષ બાબુ જમના પટેલે બાકરોલ-બાકરાબાદ-વણઝરમાં 1.94 ચો.મી. જમીન ખરીદીમાં ચાર મળતિયાને રૂ.18.95 કરોડનો ફાયદો કરાવ્યો હતો એટલે જમીનની ખરીદી કૌભાંડ થતાં લાંભાની જમીન બિનઉપયોગી પડી રહી છે. રૂ.700 કરોડનો પ્રોજેક્ટ તૈયાર કરીને ભાજપના નેતા બાબુ જમના પટેલે 5 લાખ ચોરસ મીટર જમીન ખરીદવાનું નક્કી કર્યું હતું. જેમાં રૂ.125 કરોડની બે લાખ ચો.મી. જમીન ખરીદી લીધી હતી. કલેક્ટર કચેરીના વાંધાના કારણે 18 સરવે નંબરની ત્રણ લાખ ચો.મી. જમીનની ખરીદી વિવાદોના કારણે ખરીદી શકાઈ ન હતી.

AMPCના વાસણા, જમાલપુર, નરોડા, જેતલપુર, ખમાસા, માણેકચોક, કાલુપુર અને જમાલપુર મળીને કુલ આઠ માર્કેટયાર્ડ છે. જે તમામ અમદાવાદની બહાર લઈ જવા માટે જમીનોની ખરીદી કરવામાં આવી રહી હતી. હવે આ જમીન પર ખોટા બિલ મૂકીને ખેડૂતોના હક્કની રકમ સત્તાવાળાઓ લૂંટી રહ્યા છે.