3 મે પહેલાં જ તાળાબંધી ગુજરાતમાંથી ઘણી દૂર કરી દેવાઈ

રાજ્ય સરકારે 3 મે સુધી ગુજરાતમાં તાળી બંધી મૂકી હતી. પણ તેમાં ઉદ્યોગો શરૂં કરવાની ફટાફટ મંજૂરી આપીને લોકડાઉન 15 દિવસ પહેલા જ ઉઠાવી લીધું હોય એવું સ્પષ્ટ થયું છે. તાળાબંધી હઠાવવાની જાહેરાત કર્યા વગર ગુજરાતના માટા ભાગના ઉદ્યોગો અને ખેત બજારો શરૂં કરી દેવાયા છે. દુકાનદારો હવે સવારે દુકાનો ખોલતાં થયા છે. આમ તાળાબંધી 3 મે સુધી રાખવાની હતી તેના બદલે જાહેરાત વગર હળવી કરી દેવામાં આવી છે.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે રાજ્ય મંત્રીમંડળની વિગતો આપતાં આ મુજબ જણાવ્યું હતું.

ગ્રામ્ય વિસ્તારોમાં ઊદ્યોગ-એકમો કાર્યરત કરવા અપાયેલી પરવાનગીઓ અન્વયે જિલ્લા કક્ષાએથી ૩૪ હજારથી વધુ એકમોને ચાલુ કરવા મંજૂરીઓ અપાઇ છે અને ર.૪૦ લાખ શ્રમિકો-કામદારોને આ ઊદ્યોગોમાં રોજગારી મળી રહી છે.
રાજ્યમાં નિર્માણાધિન એટલે કે બાંધકામ હેઠળના વિવિધ રપ૪ કન્સ્ટ્રકશન પ્રોજેકટસમાં ૧૭,૪૦૦ શ્રમિકો રોજી મેળવી રહ્યા છે.

૬૬ લાખ કાર્ડધારકો-ગરીબ પરિવારોના બેન્ક ખાતામાં રૂ. ૧૦૦૦ જમા કરાવવાની જે શરૂઆત કરાવી છે. પ્રથમ દિવસે ૬ આદિજાતિ વિસ્તારોમાં લાભાર્થીઓના ખાતામાં રકમ જમા કરાવવાની શરૂઆત કરીને રૂ. ૬પ કરોડ, બીજા દિવસે ૧ર જિલ્લાઓમાં રૂ. ૮પ કરોડ અને બુધવારે ૭ જિલ્લાઓમાં રૂ. ૮૪ કરોડ મળી અત્યાર સુધીમાં રપ જિલ્લાના ર૩ લાખ લાભાર્થીઓને કુલ રૂ. ર૩પ કરોડ સહાય ચુકવી દેવામાં આવી છે.

રાજ્યમાં એવા ૭ જિલ્લાઓ જ્યાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા બે આંકડામાં એટલે કે ૧૦ કે તેથી વધુ છે તેવા જિલ્લાઓમાં જિલ્લાતંત્રની મદદ અને માર્ગદર્શન માટે વરિષ્ઠ આઇ.એ.એસ અધિકારીઓને જવાબદારી સોંપી છે.

રાજ્યના માર્કેટયાર્ડ-બજાર સમિતિઓમાં તા. ૧પ એપ્રિલથી ખેત ઉત્પાદનોની ખેડૂતો પાસેથી ખરીદી શરૂ થઇ છે.

૧ર૧ માર્કેટયાર્ડ કાર્યરત થઇ ગયા છે. અત્યાર સુધીમાં ૨,૩૧,૦૫૪ કવીન્ટલ અનાજ અને ખાદ્ય ઉત્પાદનો વેચાણ માટે આવ્યા છે.
ઘઉં ૧,૩પ,૦૨૩ કવીન્ટલ, એરંડા ૬૦૭૦૬ કવીન્ટલ તેમજ રાયડો ૧૧,૬૫૫ અને અન્ય જણસીઓ ૯૬૩૩૪ કવીન્ટલના સમાવેશ થાય છે.
રાજ્યમાં સાવલી-વડોદરા માર્કેટયાર્ડ ૬૦ કવીન્ટલ, આણંદના પેટલાદમાં કેરયાર્ડમાં ૧૦૦ કવીન્ટલ અને મહેસાણાના વિજાપૂરમાં ખેડૂતો પાસેથી સીધી ૩૦ હજાર કવીન્ટલ તમાકુની ખરીદી થઇ છે.

અત્યાર સુધીમાં ર કરોડ ૯ લાખ ૯૪ હજાર ફૂડપેકેટસ અને માત્ર ગઇકાલ-મંગળવારના દિવસમાં જ ૧૩ લાખ ૭ હજાર ફૂડપેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં બુધવારે ૪૬.૯પ લાખ લીટર દૂધ વિતરણ સાથે ૧,૦૯,૪૧૦ કવીન્ટલ શાકભાજી અને ૯૮૬૮ કવીન્ટલ ફળફળાદિનો આવરો થયો છે.