[:gj]ધર્મ એ વ્યક્તિગત બાબત છે, એવું કોરોનાએ કેમ સબિત કરી આપ્યું ? [:]

[:gj]ભારતના બંધારણમાં ધર્મને વ્યક્તિગત બાબત ગણી છે. તે વ્યખ્યા બંધારણ ઘડાયા બાદ પહેલી વખત સાચા અર્થમાં તમામ ધર્મના લોકો માટે કોરોનાએ સાબિત કરી છે. ધાર્મિક લોકો હવે જાહેરમાં નહીં પણ ઘરે રહીને બંદગી અને પૂજા કરી રહ્યાં છે. હજુમાન જયંતિ, રામનવમી, હવે રમજાન અને પરશુરામ જયંતીએ લોકો ઘરે બેસીને ક્રીયા કરશે.

પરશુરામ જયંતી અને આવતીકાલથી શરુ થઇ રહેલા પવિત્ર રમઝાન માસ દરમિયાન ઘરેથી જ પૂજા અને બંદગી કરવામાં આવે.

માત્ર ધાર્મિક સ્થાને જ નહિ, આ સમયે અન્ય કોઈ સ્થળોએ પણ જમવા માટે સાથે ભેગા થવાનું ટાળવામાં આવે.

જો લોકો ભેગા થવાનો પ્રયાસ કરશે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. આ અગાઉ રામનવમી તથા હનુમાન જયંતીના તહેવારોમાં પણ પોલીસે લોકોને પૂજા-અર્ચના માટે ભેગા થવા દીધા ન હતા.  ગુના પણ દાખલ કર્યા હતા.

જીવનજરૂરી ચીજવસ્તુઓ લઈ જતા વાહનોમાં દારૂની મોટાપાયે હેરફેર કરતા બે ગુનાઓ પોલીસે  દાખલ કર્યા છે. રૂ.11.40 લાખનો દારૂ પકડીને ગુનો નોંધવામાં આવ્યો હતો.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે ઉપર પંજાબના એક જિલ્લાના ડીસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટનો મંજૂરી પત્ર બતાવીને શાકભાજીની હેરફેરનું બહાનું ધરીને રૂ.16.80 લાખનો લઇ જવાતો દારૂ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ઝબ્બે કરવામાં આવ્યો છે.

બોટાદની એક વ્યક્તિ મહારાષ્ટ્રના ઔરંગાબાદ ખાતેથી ફ્રૂટના ટ્રકમાં બેસીને બોટાદ આવતા પકડી પાડવામાં આવી છે.

બીજા રાજ્યમાં ગયેલા લોકો ગુજરાતમાં પરત ફરવા માટે ઘણુંખરું ફ્રૂટના ટ્રક્સનો ઉપયોગ કરે છે.

અપપ્રચાર કરીને પોલીસતંત્રમાં વિખવાદ ઉભો કરાવનારી ‘’ધ એપિડેમિક એક્ટ’’ ની કલમ-૫૪ અને ‘’પોલીસ ઇન્સાઇટમેન્ટ ટુ ડિસઅફેક્શન એક્ટ’’ની કલમ-3 હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદ, સુરત અને રાજકોટમાં કર્ફ્યુ ભંગના ગઈકાલથી આજદિન સુધીમાં અનુક્રમે 147, 129 અને 90 ગુનાઓ નોંધીને ક્રમવાર 178, 148 અને 90 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

જાહેરનામા ભંગના ગુના 21/04/2020 થી આજ સુધીના કુલ 1780 કિસ્સાઓ,  કવોરેન્ટિન કરેલ વ્યકિતઓ ધ્વારા કાયદા ભંગના ગુના(IPC 269, 270, 271)ની સંખ્યા 774 તથા 438 અન્ય ગુનાઓ (રાયોટીંગ/ Disaster Management Actના) અંતર્ગત કુલ 3622 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આ સાથે 2361 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.[:]