કોરોના રસી – ગુજરાતમાં માઈનસ 80 ડિગ્રી ઠંડા તાપમાને લક્ઝમબર્ગની કંપની વેક્સીનના સ્ટોરેજ માટે પ્લાન્ટ નાંખશે

2 ડિસેમ્બર 2020
દેશમાં કોરોનાની 3 કંપનીઓ વેક્સીન બનાવી રહી છે. દરેક વ્યક્તિને કોરોના વેક્સીન આપવાની યોજના સરકાર બનાવી રહી છે. વેક્સીનના સ્ટોરેજ, તેના માટે કોલ્ડ ચેન બની રહી છે. સરકાર વેક્સીન ટ્રાંસપોર્ટ માટે લઝ્મબર્ગની એક કંપનીની સાથે કરાર કરવા પણ વિચાર કરી રહ્યા છે. આ કંપની પોતાના નિષ્ણાંતોને ભારત મોકલી રહી છે.

લક્ઝમબર્ગના પ્રધાનમંત્રીએ વેક્સીન ટ્રાંસપોર્ટેશન પ્લાન્ટ લગાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. 19 નવેમ્બરના રોજ સરકાર સાથે લક્ઝમબર્ગની પ્રથમ દ્વિપક્ષીય શિખર સંમેલન દરમિયાન આ પ્રસ્તાવ આપ્યો હતો. ગુજરાતમાં રેફ્રિઝરેટેડ વેક્સીન ટ્રાંસપોર્ટેશન પ્લાન્ટ લગાવાનો છે. જેનાથી દેશના ખૂણે ખૂણે, અંતરિયાળ ગામડા સુધી અબજો રૂપિયાની કિંમતવની વેક્સીન પહોંચાડવામાં આવશે.

લક્ઝમબર્ગની કંપની બી.મેડિકલ સિસ્ટમની આગામી અઠવાડીયે એક હાઈ લેવલ ટીમને ગુજરાત મોકલશે. આ ટીમ વેક્સીન કોલ્ડ ચેન સ્થાપિત કરશે. સૌર ઉર્જાથી ચાલતા રેફ્રિઝરેટર, ફ્રીઝર અને વે બોક્સને પણ સામેલ કરવામાં આવશે. જેમાં વેક્સીનને રાખીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકાશે. આમ તો આ પ્લાન્ટનો પુરો થવામાં લગભગ 2 વર્ષ જેટલો સમય નિકળી જશે. પણ કંપનીએ નિર્ણય કર્યો છે કે, હાલમાં લક્ઝમબર્ગથી રેફ્રિઝરેશન બોક્સ મગાવીને તુરંત કામ શરૂ કરવામાં આવશે.

 

આ રેફ્રિઝરેટેડ ટ્રાંસપોર્ટ બોક્સ-4 સેલ્સિયસથી -20 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની સાથે વેક્સીનને ડિલિવર કરવામાં સક્ષમ રહેશે. આમ તો લક્ઝમબર્ગની આ કંપનીની પાસે માઈનસ 80 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર વેક્સીનને લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની ટેકનિક છે.