આજે સવારે ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 75,960 નવા કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન 1023 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 33,10,234ની થઇ છે અને 25,23,771 લોકો સાજા થયા છે અને અત્યાર સુધીમાં 60,472 લોકોના મોત થયા છે.
રિકવરી રેટની વાત કરીએ તો તેમા થોડો વધારો થયો છે. હવે રિકવરી રેટ 76.24 ટકા પર પહોંચી ગયો છે. ગઇકાલે 9,24,998 કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 3,85,76,510 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં અત્યારે કોરોનાના 7,25,991 એકટીવ કેસ છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 7,18,711 કેસ છે અને 23,089 લોકોના મોત થયા છે. તામિલનાડુમાં 6839, કર્ણાટકમાં 5091, દિલ્હીમાં 4347, આંધ્રમાં 3541, ગુજરાતમાં 2945, ઉત્તરપ્રદેશમાં 3149 લોકોના મોત થયા છે.
છેલ્લા 24 કલાકમાં દેશના કોરોનાના કેસ:
- મહારાષ્ટ્રઃ 14,888
- આંધ્રપ્રદેશઃ 10,830
- કર્ણાટકઃ 8,580
- તમિલનાડુઃ 5,958
- ઉત્તર પ્રદેશઃ 5,640
- ઓડિશાઃ 3,371
- બેંગ્લોરઃ 3,284
- તેલંગાણાઃ 3,018
- પશ્ચિમ બંગાળઃ 2,974
- કેરળઃ 2,476
- આસામઃ 2,179
- બિહારઃ 2,163
- મુંબઇઃ 1,854
- દિલ્હીઃ 1,693
- પુણેઃ 1,617
- પંજાબઃ 1,513
- થાણેઃ 1,491
- હરિયાણાઃ 1,397
- રાજસ્થાનઃ 1,345
- ગુજરાતઃ 1,197
- ઝારખંડઃ 1,137
- મધ્યપ્રદેશઃ 1,064
- છત્તીસગઢ: 1,045
- જમ્મુ-કાશ્મીરઃ 704
- ઉત્તરાખંડઃ 535
- પુડ્ડુચેરીઃ 504
- ગોવાઃ 497
- ચંડીગઢઃ 167
- હિમાચલ પ્રદેશઃ 167
- મણિપુરઃ 141