અમદાવાદ, 8 મે 2020
લોકડાઉનના કારણે ગુજરાત સરકારની આવકમાં બે મહિનામાં રૂ.20,000 કરોડની આવકનો ફટકો પડશે. કેન્દ્ર તરફથી મળનારા હિસ્સામાં પણ મોટો ઘટાડો થશે. પ્રજા લક્ષી યોજનાઓ રૂપાણીએ બંધ કરવી પડે એવી સ્થિતી ઊભી થવાની તૈયારી છે.
રૂપાણી સરકાર પાસે હવે પૈસા નથી. તેથી મીનરલ સહાય ફંડ વાપરવા લાગી છે. છતાં તેના કર્મચારીઓ કે અધિકારીઓનો પગાર કાપવાની વાત ફગાલી દીધી છે. કર્મચારીઓના પગાર કરવા માટે લોન લેવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. દર મહિને 4થી 5 હજાર કરોડ પગારના ચૂકવવામાં આવે છે. વર્ષે રૂ.1.50 લાખ કરોડમાં 25 ટકા આવક ઘટી શકે એવો અંદાજ નાણા વિભાગના એક અધિકારીએ બતાવ્યો છે. જો મંદી લાંબો સમય ચાલશે તો તેમાં રૂ.50 હજાર કરોડનું મોટું ગાબડું પડી શકે તેમ છે.
પ્રજા પર વેરાનું ભારણ આવી શકે છે.
2019-20ના નાણાકીય વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને મોટું નુકશાન કરાવીને કરવેરાના રૂ.5815 કરોડ હજું આપ્યા નથી. રાજ્યના કરવેરામાં 1792 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.
બાકી ટેક્સની રકમમાં 12,708 કરોડનો વધારો થયો છે. જે ઉદ્યોગોએ સરકારને આપ્યા નથી. બાકી કરના રૂ.45 હજાર કરોડ આવવાના હતા જે આવ્યા નથી.
ગુજરાત સરકારને સૌથી મોટું નુકશાન જીએસટી, વેલ્યુ એડેડ ટેક્સ, સ્ટેમ્પડ્યુટી, વાહન વેરો, જમીન મહેસૂલ, વીજળી વેરો, રિયલ એસ્ટેટ પરના વેરા અને ફી, ખનિજ રોયલ્સંટીમાં થયું છે.
ગુજરાતી
English




