[:gj]ગાંધીજીના પૌત્રવધુ શિવાલક્ષ્મી કનુ ગાંધીનું સુરતમાં બલવંત પટેલના ઘરે નિધન [:]

[:gj]સુરતના ભીમરાડમાં પાછલા 2 વર્ષથી રહેનારા ગાંધીજીના પૌત્રવધુ ડૉક્ટર શિવાલક્ષ્મીનું 94 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ ઘરે પડી ગયા હતા, માટે ત્યાર પછી તેમને ગ્લોબલ હોસ્પિટલનામ દાખલ કરવામાં આવ્યા હતા. આ એ જ ભીમરાડ ગામ છે, જ્યાંથી દાંડી યાત્રા દરમિયાન મહાત્મા ગાંધીએ 1930માં એક મુઠ્ઠી મીઠુ ઉઠાવીને અંગ્રેજોના મીઠાના કાયદાને તોડ્યો હતો. એ જ ગામના લોકો તેમની પૌત્રવધુ ડૉક્ટર શિવાલક્ષ્મીની પાછલા 3 મહિનાથી સેવા કરી રહ્યા હતા. તેઓનું અવસાન થયું છે. તેમના પતિ કનુ ગાંધી સાથે ભારતમાં દરદર ભટકી રહ્યાં હતા.

ગાંધીજીના એ લાકડી ખેંચતા બાળકની ઐતિહાસિક તસવીર

કનુ ગાંધી ગાંધીજીના પૌત્ર હતા. તેઓનું 7 નવેમ્બર 2016માં સુરતની એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું હતું. જુહુ બીચ પર ગાંધીજી નિકળેલા ત્યારે એક બાળક પોતાના માથા પર લાકડી લઈને ગાંધીજીને કેંચીને લઈ જાય છે તે દ્રશ્ય તસવીરમાં જોવા મળે છે તે કનુ ગાંધી છે. જોકે આ બાળક પોતે હોવાનું ગાંધી કથા કરનારા નારણ દેસાઈએ જાહેર કર્યું હતું. પણ ખરેખર તો તે કનુ ગાંધી છે. આ ભાંડો પણ કનુ ગાંધીએ આ લેખકે જ્યારે કનુ ગાંધીની ગાંધી આશ્રમ ખાતે મુલાકાત લીધી હતી ત્યારે સૌ પ્રથમ ફોડ્યો હતો અને તેના સમાચાર આ લેખકે અમદાવાદના અખબારમાં પ્રકાશિત કર્યા હતા. વ્યકિતાના નામે પણ છેતરપીંડી આચરવામાં આવતી હતી. તે પણ ગાંધીજીની કથા કરનારા લોકો દ્વારા. કનુ ગાંધીને ગાંધીજી કહાનદાસ કહેતા હતા. અમેરિકા થઈને તેઓ MITE સંસ્થાથી નાસા સુધી વૈજ્ઞાનિક તરીકે પહોંચીને 17 વર્ષ સુધી રહ્યાં હતા. તેઓ 2014માં ભારત આવી થોડો સમય વિદ્યાપીઠના બોચાસણ આશ્રમમાં પત્ની સાથે રહ્યાં હતા. તેઓ દર દર ભટકી રહ્યાં હતા.

લાડકીથી ઓળખાતાં પૌત્ર કનુને અન્યાય

ગાંધીજીના બધા સંતાનો કરતાં કનુ સૌથી વધું ગાંધીજી સાથે રહ્યાં હતા. મુંબઈના જુહુના દરિયા કાંઠે કનુ ગાંધી બાળપણમાં ગાંધીજીની લાકડી પકડીને દોડતાં હોય એવું દ્રશ્ય જે તસવીરમાં જોવા મળે છે તે કનુ ગાંધી જ્યારે ગાંધી આશ્રમમાં રહેવા માટે આવ્યા ત્યારે તેમને થોડો સમય રહેવા માટે મકાન આપ્યું હતું. પણ પછી તેઓ ગાંધી આશ્રમ છોડીને જતાં રહે તે માટે ગાંધીઆશ્રમના નિયામક ત્રિદીપ સુહૃદે તેમને આશ્રમના મકાનમાંથી દૂર કાઢી મુક્યા હતા. ગાંધીજીની લાકડી ખેંચી મુંબઈના જુહુ પર લઈ જતાં વિશ્વ વિખ્યાત તસવીરમાં રહેલાં બાળકની છેલ્લાં વર્ષોમાં ખરાબ હાલત હતી. તેઓનું અવસાન સુરત ખાતે થયું હતું. તેમની અંતિમ ઈચ્છા હતી કે તેમનું મૃત્યું સાબરમતી આશ્રમમાં થાય. તે પણ ગાંધી આશ્રમના સંચાલક ત્રિદીપ સુહ્રદે પૂરું થવા દીધું ન હતી. આમ ગાંધીજીના એક કુટુંબી જનને પણ આશ્રમમાં અન્યાય કરાયો હતો.

કનુ ગાંધીની ખરાબ હાલત 

ગાંધીજીની લાકડી ખેંચીને મુંબઈ જુહુ પર લઈ જતાં વિશ્વ વિખ્યાત તસવીરના બાળક કનુ ગાંધીના છેલ્લાં દિવસો પસાર થઈ રહ્યા છે. સુરતના રાધાકૃષ્ણ મંદિરે ગાંધીજીના પૌત્ર કનુભાઇ ગાંધીને ઘોડદોડ રોડ પરની શિવજ્યોત હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા છે. તેમનું મગજ કામ કરતું બંધ થયું છે હ્રદય 25% કામ કરે છે. વેન્ટિલેટર પર છે. તેઓ દિલ્હી હતાં ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાતરી આપી હતી. પણ કનુભાઈ ગાંધીની ખબર કાઢવા કે સારવાર માટે ભાજપના કોઈ નેતા સુરતમાં ગયા નથી. કોંગ્રેસના તુષાર ચૌધરી સિવાય કોઈ રાજકીય લોકો દેખાયા નથી. કોઈ ગાંધીયન પણ ન દેખાયા .ગાંધીઆશ્રમથી એકમાત્ર ધીમંત બઢીયા બે વખત મદદ માટે આવેલા હતા. તેઓ અમદાવાદમાં રહેવા આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે મારૂ મોત ગાંધીઆશ્રમમાં જ થાય તેવી મારી ઈચ્છા છે. પણ ગાંધીઆશ્રમના સંચાલક ત્રીદીપે જ બહાર ધકેલી દીધા હતા. સમયસર સારવાર નહીં મળે કે મદદ નહીં મળે તો કનુભાઈ ને બચાવવા મુશ્કેલ છે. કનુભાઇ અમેરિકાની નાસામાં વિજ્ઞાની હતા. પણ પાંચ વર્ષથી આર્થિક હાલત ખરાબ થઈ જતાં દ્વારેદ્વારે ભટકી રહ્યા છે.

2013માં કનુભાઈ સાથે ભારત આવ્યા હતા

ગાંધીજીના ત્રીજા દીકરા રામદાસને ત્રણ સંતાનો હતા. બે દીકરીઓ સુમિત્રા બેન અને ઉષા બેન પછી એક દીકરાનું નામ કનુભાઈ હતું. કનુભાઈના લગ્ન શિવાલક્ષ્મી સાથે થયા હતા. 2013માં કનુ ગાંધી સાથે શિવાલક્ષ્મી સાથે ભારત આવ્યા હતા. તેમને કોઈ સંતાન નહોતું. શરૂઆતમાં તેઓ દિલ્હી, બેંગલોર અને મરોલી આશ્રમમાં રહ્યા. ત્યાર પછી 2014માં તેઓ સુરત આવીને વસી ગયા. સુરતમાં પણ તે ભારતી મૈયા આનંદધામ વૃદ્ધાશ્રમમાં રહેવા લાગ્યા હતા.

સુરતના ભીમરાડમાં તેઓ એક પટેલ પરિવાર પર આશ્રિત હતા. ગામમાં એક એપાર્ટમેન્ટમાં તેમના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી. જ્યાં તેમની સંભાળ રાખવામાં આવતી હતી. ભીમરાડ ગામમાં રહેનારા બલવંત પટેલ અને તેમના પરિવારની સેવાથી શિવાલક્ષ્મી ખુશ હતા.

સુરત પહેલા દિલ્હીમાં રહેતા હતા

ગામના નિવાસી બલવંત પટેલે તેમના માટે એક ઘરની વ્યવસ્થા કરી. તેમના રૂમની બારીમાંથી તળાવ અને મેદાન દેખાય છે. બલવંત પટેલ 3 મહિનાથી તેમની બાજુના રૂમમાં સૂતા હતા, જેથી રાતે તેમને કોઈ મદદની જરૂર પડે તો તે ત્યાં મોજૂદ રહી શકે. તે રોજ સાંજે 6 વાગ્યે તેમની સેવા કરવા માટે પહોંચી જતા હતા.

શિવાલક્ષ્મીને કોઈ તકલીફ ન પડે તે માટે રૂમમાં એસી, પંખા, સોફાસેટ અને તેમની સુખ સુવિધાની દરેક વસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવી. તેમના રૂમમાં તસવીરો પણ હતી.

56 વર્ષ સુધી અમેરિકામાં રહ્યા પછી 4 વર્ષ પહેલા જ તેઓ પોતાના પતિ કનુભાઈ ગાંધી સાથે ભારત આવ્યા હતા. પણ 2 વર્ષ પહેલા જ કનુભાઈ ગાંધીનું સુરતમાં 8 નવેમ્બર 2016ના રોજ નિધન થયું હતું. ત્યારથી શિવાલક્ષ્મી એકલા જ રહેતા હતા. સુરત આવ્યા તે પહેલા તેઓ દિલ્હીમાં રહેતા હતા. જ્યાંથી તેમને સુરત આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તો તેઓ સુરત જ આવી ગયા હતા.

ભીમરાડ સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં આવેલું ગામ છે. ગામના વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે. આ ગામમાં ડાંગર, તેમ જ શાકભાજી જેવાં ખેત-ઉત્પાદનોના પાક લેવામાં આવે છે. છેલ્લા કેટલાક દિવસની તેમની તબિયત ખરાબ હતી. ત્યારે આજે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

ભીમરાડ ગામમાં એકલા રહેતા હતા. શિવાલક્ષ્મીને કોઇ સંતાન નથી.  શરૂઆતમાં દિલ્હી, બેંગલોર અને મરોલી આશ્રમમાં રહ્યા બાદ 2014માં કનુભાઇ પત્ની સાથે સુરતના શ્રી ભારતી મૈયા આનંદધામ વૃદ્ધાશ્રમમાં આવી ગયા હતા.

દિલ્હીથી લગભગ 50 કિમી દૂર કાદીપુર ગામમાં રહેતા હતા. દાંડી યાત્રા દરમિયાન મહાત્મા ગાંધી 1930માં એક મુઠ્ઠી મીઠું ઉઠાવીને અંગ્રેજોના મીઠાના કાયદાને તોડ્યો હતો, તે ગામના લોકો તેમની પૌત્રવધુ ડોક્ટર શિવા લક્ષ્મીની સેવા કરતા હતા.

તેના ખાવા-પીવાનું પુરતું ધ્યાન રાખવામાં આવતું હતું. 95 વર્ષીય શિવા લક્ષ્મી પોતાના સસરા મહાત્મા ગાંધીની યાદો સાથે જોડાયેલા આ ગામમાં ખુબ ખુશ હતા. તે ભોજનમાં ફળોનો જ્યૂસ, લીલી શાકભાજીનો સૂપ, દહી-કઢી ખાતા હતા.

લગભગ 56 વર્ષ અમેરિકામાં પસાર કરનાર શિવા લક્ષ્મીને સવારે કસરત કરવાની ટેવ હતી, પરંતુ ઉંમર વધતાં આ ટેવ છૂટી ગઇ હતી. મહાત્મા ગાંધી પૌત્રવધુને કોઇ વસ્તુની તકલીફ ન પડે, એટલા માટે એક સેવાધારી યુવતીને તેમની પાસે 24 કલાક રાખવામાં આવતી, તેમની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખવામાં આવતું હતું.

ઐતિહાસિક સ્મારક ભૂમિ જાહેર કરવાની કરી હતી માંગ
ભીમરાડ ગામમાં જ 9 એપ્રિલ 1930ના રોજ મહાત્મા ગાંધીએ 10 હજાર લોકોની હાજરીમાં એક જનસભાને સંબોધી હતી. આ દરમિયાન મહાત્મા ગાંધીના પૌત્ર કનુભાઇ નાના હતા. દાંડી માર્ચ દરમિયાન મહાત્મા ગાંધી સાથે સમુદ્ર કિનારે એક ફોટો એકદમ લોકપ્રિય થયો હતો.

શિવા લક્ષ્મીએ પણ પોતાના પિતા સાથે મીઠા સત્યાગ્રહમાં ભાગ લીધો હતો, ગાંધીજી અમદાવાદના સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી ગામમાં પગપાળા રવાના થયા હતા. 6 એપ્રિલ 1930ના રોજ તેમણે દાંડી પહોંચી એક જનસભા યોજી હતી. ત્યારબાદ ભીમરાડની મોટી જનસભામાં પહોંચ્યા હતા.

ગાંધીજીનો જમીન પરથી મીઠું ઉપાડતો ફોટો પાડવામાં આવ્યો હતો. રાષ્ટ્રપિતા અને આઝાદીની દ્વષ્ટિએ આ ભીમરાડ ગામ ખૂબ મહત્વ ધરાવે છે. ગામવાળા તેને ઐતિહાસિક સ્મારક ભૂમિ જાહેર કરવાની માંગ કરી હતી.

સ્વ. શિવાલક્ષ્મીજીએ ભીમરાડ ગામને ઐતિહાસિક અને પ્રવાસન સ્થળ માટે 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. ઘણા લાંબા સમયથી નાદુરસ્ત રહેતા ગાંધીજીના પૌત્ર કનુભાઇ ગાંધીના પત્ની શિવા લક્ષ્મીએ ગુરૂવારે રાત્રે સુરતમાં અંતિમ શ્વાસ લીધા હતા.

બળવંતભાઈના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા સમયથી તેમની તબિયત ખરાબ હતી. અઢી મહિના પૂર્વે ઘરમાં ચાલતા ચાલતા એકાએક બેસાય જવાતા પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું.

ત્યારબાદ તેમની મહાવીર હોસ્પિટલમાં સારવાર કરાવતા ફરી તેઓ નોર્મલ થઈ ગયા હતા. જોકે ત્યારપછી તેમનો ખોરાક ઓછો થઈ ગયો હતો. જેના કારણે તબિયત નાદુરસ્ત રહેતી હતી. એક અઠવાડિયા પહેલા ઘરમાં બેભાન થઈ જતા. તેમને પીપલોદની ગ્લોબલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં આઇસીયુંમાં સાત દિવસથી સારવાર ચાલી રહી હતી. દરમિયાન ગુરુવારે રાત્રે 10.30 વાગ્યે તેમને છેલ્લા શ્વાસ લીધા હતા.

શિવા લક્ષ્મીજીના પાર્થિવ મૃતદેહને ભીમરાડમાં રાત્રે જ લાવવામાં આવ્યો હતો. સવારે ગ્રામજનો અને સૌ માટે અંતિમદર્શન રાખવામાં આવ્યા. બધાએ સોશિયલ ડિસ્ટન્સ સાથે અંતિમદર્શન કર્યા હતા.

બળવંતભાઈના કહેવા પ્રમાણે ભીમરાડ ગામ અને ગામના લોકો પ્રત્યે તેમને ખૂબ લગાવ હતો. આ ગામનો ઐતિહાસિક ભૂમિ તરીકે વિકાસ થાય તેવું તેઓ ઇચ્છતા હતા. અને તેથી જ તેઓએ ગામના ઐતિહાસિક અને પ્રવાસન ભૂમિ તરીકે ઓળખ મળે એ માટે એક કરોડ દાન આપવાની પણ વાત કરી હતી. ગામલોકોની ઈચ્છા પણ હતી કે ભીમરાડમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો બને તેનું ભૂમિ પૂજન શિવા લક્ષ્મીજી કરે પણ એ ઈચ્છા અધૂરી જ રહી ગઈ છે.

હું સ્વસ્થ થઈને ભીમરાડ આવીશ

છેલ્લા ત્રણ ચાર દિવસથી શિવા લક્ષ્મી કંઈક બોલવાનો પ્રયાસ કરતા પણ તે સમજી શકાતું ન હતું . પણ તેઓ એવું કહી રહ્યા હતા કે તેઓ જલ્દી સાજા થઈને ભીમરાડ આવશે. તેમનું અંગ્રેજી ખૂબ સરસ હતું અને હાજર જવાબી પણ ખરા. ગાંધીજી વિશેની લગભગ તમામ વાતો તેઓ જાણતા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને કહ્યું હતું કે હું તમારું ધ્યાન રાખીશ તમે ચિંતા ન કરશો. પરંતુ મોદીએ તેમના માટે કંઈ કર્યું ન હતું. કોંગ્રેસના અહેમદ પટેલ તેમની ખબર કાઢવા ગયા હતા. તુષાર ચૌધરી તેમની ખબર કાઢવા ગયા હતા.

કનુ ગાંધી જ્યારે ગાંધીઆશ્રમ રહેતાં હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, મારો આખરી શ્વાસ ગાંધી આશ્રમમાં નિકળે. પણ તેમને ગાંધી આશ્રમના સંચાલકોએ જ ધક્કા મારીને હાંકી કાઢ્યા હતા.[:]