ચીન અને અમેરિકાની લડાઈમાં ગુજરાતના કપાસ પકવતા ખેડૂતો ફાવી જશે, ચીન પર અમેરિકાનો પ્રતિબંધ

ગાંધીનગર, 27 નવેમ્બર 2020
ચીન અને અમેરિકાના વેપાર યુદ્ધનો સીધો ફાયદો ગુજરાતને મળશે. ગુજરાતનો ખેતી અને કાપડ ઉદ્યોગ ફરી તેજીમાં આવી શકે. મોદી સરકાર સાનુકુળ વેપાર નીતિ ઘડી કાઢે તો જ ફાયદો મળશે. અમેરિકાએ ચીનના ઉત્પાદિત થતા ટેક્સટાઈલ ઉત્પાદનોની આયાત બંધ કરી દીધી છે. ચીન તેની રૂમાંથી બનતા તૈયાર ઉત્પાદનીની અમેરિકા ખાતેની નિકાસ ગુમાવી દે તેવો ભય છે. ઝેન્ગઝીયાંગ રાજ્ય ચીનમાં સૌથી મોટા રૂ ઉત્પાદક વિસ્તાર તરીકે જાણીતું છે.

જપાન, અમેરિકા અને યુરોપ જેવા દેશો ચીનને બદલે ભારતના ઉત્પાદનોની આયાત કરશે. જેની સીધો ફાયદો ગુજરાતના કપાસ પકવતાં ખેડૂતોને મળશે.

મોદી સરકાર અને રિઝર્વ બેન્ક કોટન અને ટેક્સટાઈલ ઉદ્યોગને આવશ્યક નાણાકીય સવલતો આપે તો મોટો ફાયદો થશે. રીઝર્વ બેન્કે બેલેન્સસીટ ફાયનાન્સિંગ કરવાને બદલે ટ્રાન્ઝેકશન ફાયનાન્સિંગ અને સ્ટ્રકચરલ ફાઈનાન્સિંગ ઉપલબ્ધ કરાવવું જોઈએ.

29 એમએમ માધ્યમ તારના રૂનાં ભાવ ભારતીય બજારમાં રૂ.40થી 44 હજાર રહેશે.

ગુજરાતમાં કપાસનું વાવેતર ઓછું થયું હતું. પાછલા વરસાદે પાકને સારું એવું નુકશાન કર્યું હતું. જે ખેડૂતોએ ચોમાસાના વરસાદ પહેલાં સિંચાઈ કરીને આગોતરો કપાસ વાવેલો એવા સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 6 લાખ હેક્ટર બીટી કપાસમાં ગુલાબી ઈયળ ત્રાટકી છે.

જેમાં 1 જૂન 2020માં 13 હજાર હેક્ટર કપાસનું આગોતરું વાવેતર થયું હતું. જેમાં જૂનાગઢ, અમરેલી, સોમનાથ, જામનગર અને સુરેન્દ્રનગર આગળ હતા.

ચોમાસુ શરૂ થાય તે પહેલાં 15 જૂન 2020 સુધીમાં કપાસનું 6 લાખ હેક્ટર વાવેતર થઈ ગયું હતું. જે 90 ટકા વાવેતર સૌરાષ્ટ્રનું હતું. અમરેલીમાં 2 લાખ હેક્ટર કપાસનું સૌથી વધું આગોતરું વાવેતર થઈ ગયું હતું. ત્યાર પછી ભાવનગર 82 હજાર હેક્ટર, રાજકોટ 82 હજરા હેક્ટર, બોટાદમાં 43 હજાર હેકટરમાં કપાસનું વાવેતર થયું હતું. સૌરાષ્ટ્રના તમામ 11 જિલાઓમાં આ રીતે કપાસ ઉગાડી દેવામાં આવ્યો હતો.

13 જૂલાઈ 2020 સુધીમાં કપાસનું 20 લાખ હેક્ટરમાં વાવેતર થઈ ગયું હતું. જે 2019માં 21 લાખ હેક્ચર હતું. જેમાં સૌથી વધું અમરેલીમાં 3.3 લાખ વાવેતર હતું. ભાવનગરમાં 2.24 લાખ હેક્ટર હતું. રાડક્ટોમાં 2 લાખ હેક્ટર વાવેતર થઈ ગયું હતું. આમ સૌરાષ્ટ્રમાં 14.50 લાખ હેક્ટર કપાસનું વાવેતર હતું જેમાં 12 લાખ હેક્ટર તો બીટી કપાસનું હોવાનો અંદાજ છે.

https://allgujaratnews.in/wp-admin/post.php?post=44631&action=edit 

હેકટર દીઠ ઉત્પાદન 490 કિલોથી રૂથી વધીને 775 કિલો થવાની ધારણા હતી. તેમ નહીં થાય.