ખેડૂતો કપાસનું વાવેતર વધારે કરશે, મગફળીનું વાવેતર ઘટશે ને કપાસનું આગાતરું વાવેતર વધ્યું

ગાંધીનગર, 19 જૂન 2021

આ ભાવને લઈને ખેડૂતો આ વર્ષે કપાસનું વાવેતર વધું કરી રહ્યાં છે. ગયા વર્ષે 25.53 લાખ હેક્ટરમાં વાવેતર થયા હતા. તે આ વખતે વધીને 27 લાખ હેક્ટર સુધી પહોંચે એવું વલણ આગોતરા કપાસના વાવેતર પરથી જોવા મળે છે. ખેડૂતોએ હાલ 1 લાખ હેક્ટરમાં વાવેતર કરી દીધા છે. જે ગયા વર્ષે આ સમય દરમિયાન 78 હજાર હેક્ટર હતું. આમ વાવેતરમાં સારો એવો વધારો થશે. તેની સામે મગફળીમાં વાવેતર ઓછા થશે.

જોકે 2020માં 14 જૂન સુધીમાં 6.05 લાખ હેક્ટરમાં વાવેતર થયા હતા. તેની સામે આ વર્ષે તો માત્ર 1 લાખ હેક્ટરમાં જ ઓછો વાવેતર થયા છે. 14 જૂન 2019માં 1.61 લાખ હેક્ટરમાં વાવેતર થયા હતા.

આમ અગાઉના બે વર્ષ કરતાં તો આ વખતે કપાસમાં ઓછા વાવેતર દેખાડવામા આવી રહ્યાં છે. જે કદાચ અધિકારઓ વાવાઝોડાના નુકસાનના સરવેમાં રોકાયેલા હોવાથી અંદાજો ભરી દઈને આંકડાઓ જાહેર કર્યા હોઈ શકે છે.

સૌરાષ્ટ્રના ખેડૂતોએ કપાસનું ઓછું આગોતરું વાવેતર કર્યું છે. જોકે, જ્યાં નર્મદાના પાણી પહોંચે છે ત્યાં સરકારે નહેરનું પાણી ન આપતાં અને 18 લાખ હેક્ટરના બદલે માત્ર 5 લાખ હેક્ટરમાં જ સિંચાઈના પાણી પહોંચે છે તેને પણ આ ઉનાળામાં પાણી આપવામાં ન આવતાં કપાસના વાવેતરને ફટકો વડ્યો છે. ગયા વરસે પણ સરકારે આવું જ કર્યું હતું. તેમ છતાં 1500 રૂપિયા કપાસનો ભાવ છેલ્લે થયો હોવાથી ખેડૂતો લાલચમાં આવી જઈને કપાસનું વાવેતર ગયા વર્ષ કરતાં વધારી દેશે.

કપાસના ભાવ 1500 થઈ ગયા છે. કપાસ મોંઘો થતાં કપાસીયા તેલ મોંઘું થઈ ગયું છે. મગફળી અને કપાસીયા તેલના ડબ્બાના ભાવમાં હવે માત્ર રૂપિયા 100નો તફાવત રહ્યો છે. જે ગયા વર્ષે 800થી 900નો ભાવ ફેર હતો. કપાસિયાના ભાવ રૂપિયા 800ની આસપાસ છે. ખોળ 1700થી 1850 સુધીના છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 2450થી 2500 અને 20 ટકા બીજું તેલ તેમાં ભેળવેલું હોય છે તે ભેળવેલું ન હોય તો રૂપિયા 2800 ભાવ છે. તેની સામે કપાસીયા તેલનો ભાવ રૂપિયા 2310 થી 2340 સુધી છે. આમ હવે બન્નેના 15 કિલોના ડબ્બા વચ્ચે 100 રૂપિયાનો ફેર રહ્યો છે.