6 મહાનગરોના 2300 કોર્પોરેટરો માટે મતગણતરી શરૂ

Counting begins for 2300 corporators from 6 metros of Gujarat

ગાંધીનગર, 23 ફેબ્રુઆરી 2021

રવિવારે 21 ફેબ્રુઆરી 2021ના રોજ ગુજરાતની છ મહાનગરપાલિકા, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગરની 575 બેઠકો માટે મતદાન યોજાયું હતું. જેની મતગણતરી 23 ફેબ્રુઆરી 2021એ સવારે 9 વાગ્યાથી હાથ ધરાઈ છે. 6 મહાનગરોના 2300 કોર્પોરેટરો માટે મતગણતરી શરૂ થઈ છે.

21 ફેબ્રુઆરીએ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં કુલ 144 વૉર્ડમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 2015ની સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓની સરખામણીએ આ તમામ મહાનગરપાલિકાની બેઠકો પર 5 ટકા જેટલું ઓછું મતદાન નોંધાયું હતું.

રવિવારે યોજાયેલી ચૂંટણીમાં છ વાગ્યા સુધી તમામ મહાનગરપાલિકાઓમાં સરેરાશ 41.75 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે વર્ષ 2015માં સરેરાશ મતદાનની ટકાવારી 47 હતી.

જે પૈકી સૌથી ઓછું મતદાન અમદાવાદમાં નોંધાયું હતું. અમદાવાદમાં સરેરાશ 38.73 ટકા, રાજકોટમાં 45.74 ટકા, સુરતમાં 42.72 ટકા, વડોદરામાં 42.82 ટકા, ભાવનગરમાં 43.66 ટકા અને જામનગરમાં સૌથી વધુ 49.64 ટકા મતદાન નોંધાયું હતું.

ગુજરાતની વિજય રૂપાણીની ભાજપની સરકાર અને કેન્દ્રની નરેન્દ્ર મોદીની ભાજપની સરકારની સદંતર નિષ્ફળતાના કારણે મતદારો નારાજ જોવા મળ્યા હતા. તેથી તેઓ મતદાન કરવા ઓછા બહાર નિકળ્યા હતા.