પાણીની બોટલ કરતાં કૃડ ઓઈલ સસ્તુ થયું, ભારતમાં હવે રૂ.30માં પેટ્રોલ વેચી શકાય તેમ છે

વિશ્વભરમાં આર્થિક સ્થિતી સુધરવાની કોઈ આશા ન જણાતાં હવે ક્રૂડ ઓઇલના ભાવ એટલી હદી નીચે જતાં રહ્યાં છે કે, તે મીનરલ પાણી કરતાં પણ સસ્તું થઈ ગયું છે.  માલની ખપત ન હોવા છતાં ક્રૂડ તેલના ઉત્પાદન અને નિકાસ કરતા દેશો દ્વારા ક્રૂડના સપ્લાયમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. તેથી સોમવારે બ્રેન્ટ ક્રૂડ 4 ટકા ઘટીને  39.19 ડોલર એક બેરલનો ભાવ થઈ ગયો છે. ભારે ઘટાડા પછી ક્રૂડ તેલ પાણી કરતા સસ્તું થઈ ગયું છે. ભાવ ઘટવા પાછળનું મોટું કારણ ભારત છે.

ભારતમાં છેલ્લાં 3 વર્ષથી ભારે આર્થિક મંદી છે, હવે તેની પરાકાષ્ઠા આવી છે. ભારત તેના કાચા તેલના 83 ટકાથી વધુની આયાત કરે છે. આ માટે ભારતે દર વર્ષે 100 અબજ ડોલર ચૂકવવા પડે છે. મોદીના રાજમાં સાવ નબળો રૂપિયો ભારતના આયાત બિલમાં વધારો કરે છે. તેથી સરકાર કમાણી કરવા માટે કૃડ પેટ્રોલ, ડિઝલ પર કરવેરા ઉંચા રાખે છે. કાળા સોના જેટલા ઊંચા વેરા રાખે છે.

એક બેરલ 159 લિટર ધરાવે છે. આ રીતે, એક ડોલરની કિંમત 74 રૂપિયા છે. બેરલની કિંમત રૂપિયા 2886 છે. તે જ સમયે, જો તમે તેને લિટરમાં બદલો, તો તેની કિંમત રૂપિયા 18.15 ની નજીક આવે છે, જ્યારે દેશમાં બાટલીવાળા પાણીની કિંમત 20 રૂપિયાની નજીક છે. આમ પાણી સરકતાં કૃડ તેલ સસ્તુ થયું છે. બાબા રામદેવે 2014 પહેલા ભારતની પ્રજાને વચન આપેલું કે 20 રૂપિયે પેટ્રોલ આપી શકાશે. હવે તે શક્ય બન્યું છે.

વ્યવસાયિક પ્રવૃત્તિઓ પણ અટકી જતાં પેટ્રોલ અને ડીઝલની માંગ અને વપરાશ ખૂબ જ ઝડપથી ઘટી ગયો છે. સાઉદી અરેબિયાની અર્થવ્યવસ્થામાં પલટો આવવા લાગ્યો, તેનાથી ક્રૂડના ભાવમાં ખૂબ ઝડપથી ઘટાડો થયો. બાદમાં, ઓપેક પ્લસ દેશોના દબાણ હેઠળ તેલના ઉત્પાદનમાં ઘટાડો કરવામાં આવ્યો. સાઉદી અરેબિયા અથવા અમેરિકાથી તેલ આયાત કરે છે તેની સરકારનો અબજો રૂપિયાનો ફાયદો થયો છે. ભારતમાં હવે મોદી સરકાર ધારે તો ર.80નું પેટ્રોલ રૂ.30માં વેચી શકે છે.