[:gj]વાઘ દિવસ પર આવ્યા સારા સમાચાર: 2967 વાઘ સાથે વિશ્વના 70 ટકા વાઘ ભારતમાં[:]

[:gj]કેન્દ્રીય વન તેમજ પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે મંગળવારે ગ્લોબલ ટાઇગર ડેની પૂર્વસંધ્યાએ એક રિપોર્ટ જાહેર કર્યો. તેમણે જણાવ્યું કે વિશ્વના 70 ટકા વાઘ ભારતમાં છે. એટલું જ નહીં 1973માં આપણાં દેશમાં માત્ર 9 ટાઇગર રિઝર્વ હચા. જેમની સંખ્યા હવે વધીને 50 થઈ ગઈ છે.

તેમણે કહ્યું તે એ પણ જાણવું જરૂરી છે કે આ બધાં ખરાબ સ્થતિમાં નતી. આ બધાં સારા છે કાં તો બેસ્ટ છે. રિપોર્ટ જાહેર કરતાં તેમણે કહ્યું કે ભારતમાં વિશ્વની 2.5 ટકા જમીન છે. વિશ્વનો 4 ટકા વરસાદ અને 16 ટકા જનસંખ્યા ભારતમાં છે. ત્યાર પછી પણ ભારત વિશ્વની 8 ટકા જૈવ-વિવિધતાનો ભાગ છે. આ માટે ભારતને પોતાની ઉપલબ્ધિ પર ગર્વ છે.

જાવડેકરે કહ્યું કે અમે બધાં 13 ટાઇગર રેન્જનાં દેશોનું નેતૃત્વ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. અમે તેમની ટ્રેનિંગ, કેપેસિટી અને મેનેજમેન્ટમાં દરેક શકય મદદ માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. આ સમયે ભારત સહિત કુલ 13 ટાઇગર રેન્જ નેશન છે. જેમાં બાંગ્લાદેશ, ભૂતાન, કંબોડિયા, ચીન, ઇન્ડોનેશિયા, લાઓ પીડીઆર, મલેશિયા, નેપાલ, મ્યાનમાર, રશિયા, થાઇલેન્ડ અને વિયેતનામ સામેલ છે. ઇવેન્ટમાં દેશના બધાં 50 ટાઇગર રિઝર્વની કંડીશન રિપોર્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે.

રિપોર્ટ પ્રમાણએ, મધ્યપ્રદેશમાં કર્ણાટક પછી સૌથી વધારે ટાઇગર છે. જાવડેકર સિવાય પર્યાવરણ મંત્રી બાબુલ સુપ્રિયોએ કહ્યું કે વાઘના સંરક્ષણમાં ભારતનું યોગદાન એટલું પ્રશંસનીય છે કે ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડે આને નોંધ્યું છે. ધ ઓલ ઇન્ડિયા ટાઇગર એસ્ટીમેશન તરફથી 2018માં સર્વે કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે જાહેર કરવામાં આવ્યો હતો, જો કે વર્લ્ડ રેકોર્ડની જાહેરાત થોડાંક અઠવાડિયા પહેલા જ કરવામાં આવી હતી.

સર્વે પ્રમાણે દેશમાં શાવકોને છોડીને વાઘની સંખ્યા 2461 અને કુલ સંખ્યા 2967 છે. 2006માં આ સંખ્યા 1411 હતી. ત્યારે ભારતે આને 2022 સુધીમાં બેગણી કરવાનું લક્ષ્ય રાખ્યું હતું, ભારતમાં સૌથી વધારે 1492 વાઘ ત્રણ રાજયો મધ્ય પ્રદેશ, કર્ણાટક અને ઉત્તરાખંડમાં છે.[:]