પોલીસ દ્વારા હત્યા કરવાના ગુનામાં ગુજરાત બદનામ કેમ

Custodial Death: Top in UP country, so many deaths in Gujarat in last 3 years

કસ્ટોડિયલ ડેથઃ UP દેશમાં ટોચક્રમે, છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં આટલા મોત
ગાંધીનગર, 30 જૂલાઈ 2021
ભારતના મોટા રાજ્યોમાં પોલીસ અને ન્યાયિક હિરાસતમાં કેદીઓના મોતના કિસ્સા વધતા જાય છે. છેલ્લા એક વર્ષમાં દેશમાં ન્યાયિક હિરાસતમાં 1840 કેદીઓના મોત થયાં છે. એવી જ રીતે ગુજરાતમાં આ પ્રકારના કેસોની સંખ્યા વધીને 82 થવા જાય છે, જે પાછલા વર્ષે 53ની હતી.

માનવ અધિકાર આયોગના આંકડા કોરોના મહામારીના કારણે દેશની મોટાભાગની જેલોમાં સ્થિતિ ખરાબ થઇ છે. છેલ્લા એક દસકામાં પોલીસ અને જ્યુડિશ્યલ કસ્ટડીમાં 17000થી વધારે કેદીઓના મોત થયાં છે. રિપોર્ટમાં એવું પણ નોંધવામાં આવ્યું છે કે જ્યુડિશ્યલ કસ્ટડીમાં થતાં મોત પાછળ માત્ર ટોર્ચર, મારપીટ કે જેલ કર્મચારીઓની સખ્તાઇના કારણે નહીં પરંતુ મોટાભાગના કેદીઓમાં બિમારી, ઇલાજ કરવામાં વિલંબ, ખરાબ રહેણી-કરણી, મનોવૈજ્ઞાનિક સમસ્યા અને વૃદ્ધાવસ્થા જેવા કારણો છે.

માનવ અધિકાર આયોગના નિર્દેશ પ્રમાણે આવા મોતની સૂચના 24 કલાકમાં આપવામાં આવે પરંતુ એવું થતું હોતું નથી. પોલીસ પાસે તેમના બચાવમાં દલીલો મોજૂદ હોય છે. આયોગના નિર્દેશ પ્રમાણે હિરાસત કે કસ્ટડીમાં થયેલી મોતમાં મેજીસ્ટ્રેટ તપાસ બે મહિનામાં પૂરી કરવાની હોય છે. રિપોર્ટમાં નોંધ્યું છે કે કસ્ટડીમાં થયેલા મોતની ધટનાઓમાં પોલીસના ઇન્ટરનલ તંત્રમાં પણ સુધારો કરવાની આવશ્યકતા છે. જેનો સબંધ ભરતી, વેતન વિસંગતતા, પ્રમોશન અને અન્ય સુવિધાઓથી જોડાયેલો છે.

ભારતના રાજ્યોમાં સૌથી વધુ કિસ્સા ઉત્તરપ્રદેશમાં બન્યાં છે. આ રાજ્યમાં પ્રતિવર્ષ કસ્ટોડિયલ ડેથનો આંકડો સરેરાશ 400 જોવા મળ્યો છે. ત્યારબાદ બિહારમાં અને મધ્યપ્રદેશનો ક્રમ ટોચક્રમે આવે છે. છેલ્લા એક વર્ષમાં દેશના રાજ્યોમાં પોલીસ અને જ્યુડિશ્યલ કસ્ટડીમાં થયેલા મૃત્યુનો આંકડો 1940 છે, જ્યારે ગુજરાતમાં આ બન્ને કસ્ટડીમાં 99 કેદીઓના મોત થયાં છે.

દેશમાં લદાખ,લક્ષ્યદ્વીપ અને દાદરા-નગર હવેલી એવા વિસ્તારો છે ત્યાં છેલ્લા ત્રણ વર્ષમાં કસ્ટોડિયલ ડેથનો એકપણ કેસ નોંધાયો નથી જ્યારે આંદામાન-નિકોબાર અને પોંડીચેરીમાં છેલ્લા ત્રણ વર્ષમાં માત્ર બે કેસ બન્યાં છે. પોલીસ કસ્ટડી કરતાં ન્યાયિક હિરાસતમાં મોતના કિસ્સા વધુ જોવા મળ્યા છે. કસ્ટોડિયલ ડેથના ત્રણ વર્ષમાં 5221 કિસ્સા નોંધાયા છે.

ભારતના રાજ્યોમાં થયેલા મોત…

વર્ષ પોલીસ -ન્યાયિક

2018-19 -136 -1797

2019-20 -112 -1584

2020-21 -100 -1840

ગુજરાતમાં થયેલા મોત…

વર્ષ પોલીસ ન્યાયિક

2018-19 13 67

2019-20 12 53

2020-21 17 82