દિલ્હી, 16 ઓગસ્ટ 2020
ભારતની ગણના વિશ્વભરમાં સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા દેશોમાં થઈ, ભારતમાં મૃત્યુદર ઘટીને 2%ની નીચે પહોંચી ગયો જે સતત ઘટી રહ્યો છે. સાજા થનારા દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વૃદ્ધિ, આજે સરેરાશ દર વધીને 72% નોંધાયો
કોવિડના પરીક્ષણોનો આંકડો 3 કરોડની નજીક પહોંચ્યો છેલ્લા 24 કલાકમાં 53,322 દર્દીઓ સાજા થઇ ગયા છે
ભારતની ગણના વિશ્વભરમાં સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા દેશોમાં થઈ, ભારતમાં મૃત્યુદર ઘટીને 2%ની નીચે પહોંચી ગયો જે સતત ઘટી રહ્યો છે, સાજા થનારા દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વૃદ્ધિ, આજે સરેરાશ દર વધીને 72% નોંધાયો, કોવિડના પરીક્ષણોનો આંકડો 3 કરોડની નજીક પહોંચ્યો
કોવિડ-19ના કેસોના મૃત્યુદરમાં સતત થઇ રહેલા ઘટાડા તરફ આગળ વધતા, ભારતમાં નોંધાયેલો મૃત્યુદર દુનિયાભરમાં સૌથી ઓછા મૃત્યુદર પૈકી એક છે. આજે ભારતમાં મૃત્યુદર ઘટીને 1.93% સુધી પહોંચી ગયો છે.
ભારતમાં હાલમાં કોવિડ-19માંથી દર્દીઓ સાજા થવાનો દર વધીને 72% થઇ ગયો છે જે વધુને વધુ સંખ્યામાં દર્દીઓ સાજા થતા હોવાનું સુશ્ચિત કરે છે. છેલ્લા 24 કલાકમાં 53,322 દર્દીઓ સાજા થઇ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.