[:gj]લોહીને શુદ્ધ કરીને જાડીયા પણું ભગાડે તે ગળો [:]

[:gj]Throat that purifies the blood and removes thickening

લોહી સાથે જોડાયેલ તકલીફોને પણ દુર કરે છે –

ઘણા લોકોમાં લોહીના પ્રમાણમાં ઉણપ જોવા મળે છે. જેના લીધે તેમણે શારીરરિક નબળાઈનો અનુભવ થવા લાગે છે. ગળોનો નિયમિત ઉપયોગ કરવાથી શરીરમાં લોહી નું પ્રમાણ વધવા લાગે છે, અને ગળો આપણા લોહીને શુદ્ધ કરવામાં ખુબ જ ફાયદાકારક છે.

દાંતમાં પીળાશ થવી –

ગળો અને બાવળ ના ફળને સરખે ભાગે ભેળવીને વાટી લો અને સવાર સાંજ નિયમિત રોતે તેનું મંજન કરો તેનાથી આરામ મળશે.

રક્તપિત્ત (લોહી વાળુ પિત્ત) : 10-10 ગ્રામ જેઠીમધ, ગળો અને દ્રાક્ષ લઈને 500 મી.લી. પાણીમાં ઉકાળીને રાબ બનાવો. આ રાબનો 1 ગ્લાસ રોજ 2-3 વખત પીવાથી રક્તપિત્ત ના રોગમાં ફાયદો મળે છે.

ખંજવાળ : હળદર ને ગળોના પાંદડાના રસ સાથે વાટીને ખંજવાળ વાળા ભાગ ઉપર લગાવો અને 3 ચમચી ગળોનો રસ અને 1 ચમચી મધ ને ભેળવીને સવાર સાંજ પીવાથી ખંજવાળ એકદમ મટી જાય છે.

મોટાપો : નાગરમોથા, હરડે અને ગળોને સરખા ભાગે ભેળવીને ચૂર્ણ બનાવી લો. તેમાં 1-1 ચમચી ચૂર્ણ મધ સાથે દિવસમાં 3 વખત લેવાથી મોટાપા ના રોગમાં પણ ફાયદો થાય છે. હરડે,બહેડા, ગળો અને આંબળાની રાબમાં સુદ્ધ શિલાજીત પકવીને ખાવાથી મોટાપાને વધતો અટકાવે છે. 3 ગ્રામ ગળો અને 3 ગ્રામ ત્રિફળા ચૂર્ણ સવાર અને સાંજે મધ સાથે ચાટવાથી મોટાપો ઓછો થઇ જાય છે.

હિચકી : સુંઠનું ચૂર્ણ અને ગળોનું ચૂર્ણ સરખા ભાગે ભેળવીને સુંઘવાથી હિચકી આવતી બંધ થઇ જાય છે.[:]