DAPની 3 હજાર કરોડની સબસિટી બચાવવા નવો વિકલ્પ
डीएपी की 3,000 करोड़ रुपये की सब्सिडी बचाने का नया विकल्प
DAP’s new option to save subsidy of Rs 3,000 crore in Gujarat
સરકારે DAP પર પ્રતિ થેલી 2501 રૂપિયાની સબસિડી વધારી છે. હવે ડીએપી પર 1650ના બદલે 2501 રૂપિયા પ્રતિ થેલી સબસિડી આપવામાં આવશે. અનાજનું ઉત્પાદન વધારવા માટે સબસિડી વધારીને રાહત ભાવે ખાતર આપવામાં આવે છે.
ગુજરાતમાં 2 હજાર કરોડની સબસિડી આપવામાં આવતી હતી જેમાં હવે 3 હજાર કરોડની સબસિડી થઈ જશે.
સરકાર 3 હજાર કરોડ બચાવવા માંગતી હોય તો ડીએપીનો વિકલ્પ ખેડૂતોએ શોધેલો છે. તેનો પ્રચાર કરી તેને મદદ કરવી જોઈએ. સાવ મફતમાં વિકલ્પ છે.
ગુજરાતમાં કુલ 1733000 ટન રાસાયણીક ખાતર વપરાય છે. નાઈટ્રોઝન 1183000 ટન, ફોસ્ફરસ 417000 ટન, યુરિયા-કે 132000 ટન ખાતર વપરાય છે. દેશમાં રવિ સિઝનમાં 28 હજાર કરોડ રૂપિયા ખાતરની સબસિડી આપે છે.
સરકારે DAP પર ઓક્ટોબર 2021માં રવિ સિઝન 2021-22માં પ્રતિ થેલી સબસિડી વધારીને 1650 રૂપિયા કરી હતી. તે પહેલા વર્ષ 2020-21માં સબસિડી પ્રતિ થેલી 512 રૂપિયા હતી, જે પાંચ ગણી વધારીને 2501 કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારે ખરીફ સિઝન માટે ગયા વર્ષનું બજેટ, જે રૂ. 57,150 કરોડ હતું, તેને વધારીને રૂ. 60,939 કરવાનો નિર્ણય લીધો છે.
2022-23 માટે ખાદ્યાન્નનું રાષ્ટ્રીય લક્ષ્યાંક 3280 લાખ ટન નક્કી કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષ દરમિયાન અંદાજિત 3160 લાખ ટન ઉત્પાદન થયું છે.
કઠોળ અને તેલીબિયાં માટે નાણાકીય વર્ષ 2022-23 માટે અનાજનો રાષ્ટ્રીય લક્ષ્ય અનુક્રમે 295.5 લાખ ટન અને 413.4 લાખ ટન નક્કી કરવામાં આવ્યો છે.
પૌષ્ટિક અનાજના ઉત્પાદનનો લક્ષ્યાંક નાણાકીય વર્ષ 2021-22માં 115.3 લાખ ટનથી વધારીને નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન 205.0 લાખ ટન કરવામાં આવ્યો છે.
2021-22 અને વર્ષ 2020-21માં 512 પ્રતિ થેલીએ સબસિડી વધારીને 2,501 રૂપિયા કરી છે.
નાણાકીય વર્ષ 2013-14ની સરખામણીએ નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન ભારતીય રસાયણોની નિકાસમાં 106 ટકાનો વધારો નોંધાયો હતો.
નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન રસાયણોની ભારતીય નિકાસ રેકોર્ડ $29296 મિલિયનને સ્પર્શી ગઈ હતી, જ્યારે નાણાકીય વર્ષ 2013-14માં રસાયણોની ભારતીય નિકાસ $14210 મિલિયન હતી.
વિકલ્પ
પંચદ્રવ્ય ખાતર બનાવી તેનો 21 દિવસ બાદ બે થી ત્રણ વાર પાક ઉપર છંટકાવ કરવાથી પાકની રોગપ્રતિકારક શક્તિ વધે છે. વિકાસ સારો થાય છે. ફળ-ફુલ સારા બેસે છે. યુરીયા-ડીએપી ખાતર કરતાં પણ સારું ઉત્પાદન મળે છે.
ડીએવીપી કરતાં પંચગવ્યમાં જમીનની ફળદ્રુપતા ટકી રહે છે. પરિવારનું અને લોકોનું આરોગ્ય સારું અને તંદુરસ્ત રહે છે. સાત્વિક ખોરાક લેવાથી વિચારો પણ સાત્વિક, સારા આવે છે. ઓછા ખર્ચે સારું ઉત્પાદન મળે છે. GSFC જે રીતે ખેડૂતોને છેતરે છે તેમ છેતરાવાતું નથી. દરેક ખેડૂત તે ખાતર 21 દિવસમાં તૈયાર કરી શકે છે.
પંચદ્રવ્ય તૈયાર કરવાની પદ્ધતિ
-ગાયનું મૂત્ર : પાંચ લીટર
-ગાયનું દૂધ : બે લીટર
-ગાયનું ઘી : 500 ગ્રામ
-ગાયનું ગોબર : 3 કિલો
-ગાયનું દહીં : 2 કિલો
-પાકા કેળા : 1 ડઝન
-નારીયેળ પાણી : 2 લીટર
– શેરડીનો રસ : 2 લીટર
બધાને મિક્સ કરીને 21 દિવસ રાખો પથી તેનો છંટકાવ કરો એટલે તે છોડના ગ્રોથ વધારે, રોગ દૂર કરે અને સાથે ઉત્પાદન વધારે છે. ઉપરાંત સિતાફળનો ઉપયોગ જંતુનાશક દવા તરીકે ખેડૂતો કરે છે.