1000 ગામોમાં દિવસે સિંચાઈની વિજળી આપવાનું 9 મહિનામાં શરૂ, 36 મહિનામાં 18 હજાર ગામના 52 લાખ ખેડૂતો લાભ મળશે

ગાંધીનગર, 25 ડિસેમ્બર 2020
દિવસે જ વીજળી આપવા કિસાન સૂયોદય યોજના 9 મહિનામાં જ 1055 ગામોમાં આપવામાં આવી રહી છે. હવે 3 વર્ષમાં બધા જ 18 હજાર ગામના 52 લાખ ખેડૂતોને દીવસે વીજળી મળશે. એવી જાહેરાત ગુજરાત સરકારે કરી છે.

248 તાલુકા સ્થળોએ ઉપસ્થિત કિસાન શક્તિ સમારોહમાં રાજય સરકારની પાક સંગ્રહ યોજના, કિસાન પરિવહન યોજના, પ્રાકૃતિક ખેતી ગાય નિભાવ ખર્ચ સહાય, જિવામૃત કીટ, વેપારી છત્રી, સ્માર્ટ હેન્ડ રૂલ કિટ્સ, તારની વાડ સહાય સરકારે આપી છે.

મુખ્ય પ્રધાન રૂપાણીએ 10 ગામ દીઠ એક ફરતા પશુ દવાખાનાની યોજના અન્વયે 51 મોબાઇલ ડિસ્પેન્સરી વાન અને કિસાન પરિવહન યોજનામાં 51 નાના ગુડઝ કરેજ વાનને પ્રસ્થાન કરાવ્યું હતું.

તેમણે સેટકોમમાં કહ્યું હતું કે, 52.67 લાખ લાભાર્થીઓને કૃષિની રૂ.1120.72 કરોડની સહાય-સાધન અર્પણ કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીએ કહ્યું કે, 2014થી ધરતીપુત્રો, વંચિતો, પીડિતો, શોષિતોને પોતીકી સરકારની અનુભૂતિ થાય તેવા સર્વગ્રાહી કલ્યાણ કાર્યો કે જ સરકારે ઉપાડ્યા છે.

તેમણે કહ્યું કે, ગુજરાતમાં ભાજપાની સરકારે બે – અઢી દાયકાથી કૃષિ ક્રાંતિ ની આગવી કેડી કંડારી છે. કૃષિ આધારિત નિતીઓ બનાવીને કિસાન કલ્યાણનો યજ્ઞ આદર્યો છે.

નર્મદા યોજનાથી કચ્છ, ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં સુધીના ગામોમાં ખેતી, સિંચાઇ, પીવાનું પાણી પહોચ્યું છે.

ઉત્તર ગુજરાતમાં સુજલામૂ- સુફલામૂ યોજના, સૌરાષ્ટ્રમાં સૌની યોજનાથી 115 જળાશયોમાં નર્મદા જળથી ભરવાનું અભિયાન આદર્યું છે. રાજયના ખેડૂતને પુરતું પાણી, બિયારણ, ખાતર અને વીજળી આપીને જગત આખાની ભૂખ ભાંગવા સક્ષમ બનાવ્યો છે.

ગુજરાતમાં આ સરકારે 15 હજાર કરોડની ટેકાના ભાવે – MSP ખરીદી કરી છે. માવઠા, વાવાઝોડા, કમોસમી વરસાદની સ્થિતીમાં કિસાનની ઉપજના નુકશાન સામે 3700 કરોડ આપ્યા છે.

ગરીબ ખેડૂતોને પાક વીમાના પ્રિમીયમ ન ભરવા પડે તે માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરુ કરી બધું જ પ્રિમીયમ સરકાર આપે છે.
દરેક ખેડૂત પરિવારના ખાતામાં રૂ. 2 હજારની સીધી બેંક ખાતામાં ગુજરાતના 51.34 લાખ ખેડૂતોને 1027 કરોડ કેન્દ્ર સરકારે આપ્યા છે.

નરેન્દ્ર મોદીએ દેશભરના કિસાનોને નવી દિલ્હીથી કરેલા વિડીયો સંબોધનનું પ્રસારણ મહાત્મા મંદિરના મુખ્ય કાર્યક્રમ સહિત રાજયમાં 242 સ્થળોએ જોયું હતું.

248 તાલુકાઓમાં સેટ કોમના માધ્યમથી કિસાન કલ્યાણ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. નાયબ મુખ્ય પ્રધાન નિતિન પટેલ કહ્યું કે, છેલ્લા 4 વર્ષમાં 15900 મેટ્રિક ટન જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરી છે.