અમદાવાદ, 7 મે 2020
ગુજરાતના અમદાવાદમાં છેલ્લા 06 દિવસ માં 134 માં મૃત્યુ-મે મહિનાના પાંચ દિવસ માં કુલ કેસ ના 30 ટકા કેસ અને 45 ટકા મરણ નોંધાયા છે. અમદાવાદ શહેર હવે મોતનું શહેર બની ગયું છે.
અમદાવાદ શહેરમાં 6 દિવસમાં મૃત્યુ બે ગણાં થઈ ગયા છે. આખું અમદાવાદ ભય હેઠળ જીવતું થયું છે. કોરોનાના 4358 કેસ કન્ફર્મ થયો છે. 269 દર્દીઓના મૃત્યુ થયા છે.
જમાલપૂર બન્યું જમલોક
સૌથી વધુ મૃત્યુ મધ્ય ઝોનમાં નોંધાયો છે. મધ્ય ઝોનના જમાલપુર વોર્ડમાં મૃત્યુઆંક 80 જેટલો થઈ ગયો છે. અમદાવાદ શહેરમાં કોરોના પોઝિટિવ કેસમાં ડબલિંગ માં વધારો થયો છે. દેશ અને શહેરના સૌથી હાઈરિસ્ક વોર્ડ જમાલપુરમાં મૃત્યુદર 11 ટકા સુધી પહોંચી ગયો છે. એક સપ્તાહ પહેલાં મૃત્યુદર આઠ ટકા આસપાસ હતો.
બોડકદેવ અને નારણપુરા વિસ્તારમાં મૃત્યુદર 11 ટકા કરતા વધારે છે.
કેસ ડબલિંગ રેશિયો 10 દિવસનો છે.
કોરોનાથી પ્રથમ મૃત્યુ 26 માર્ચ 2020ના દિવસે થયું હતું. 26 માર્ચે થી 29 એપ્રિલ સુધીના 35 દિવસમાં 135 લોકોના કોરોનાથી મોત થયા હતા. તે સમયે કોરોના દર્દીઓની કુલ સંખ્યા 2843 હતી. જયારે મૃત્યુદર 4.74 ટકા જેટલો હતો.
6 દિવસમાં 134 મોત
છ દિવસ માં જ કોરોના કેસ અને મરણમાં વિસ્ફોટ થયો છે. 30 એપ્રિલ થી 5મી મે સુધી કુલ 134 દર્દી ના મૃત્યુ નોંધાયા છે. આ આંકડા ચોંકાવનારા અને ચિંતાજનક છે. કારણ કે 35 દિવસમાં જેટલા મરણ થયા હતા, તેટલા જ મૃત્યુ માત્ર 06 દીવસમાં થયા છે.
અમદાવાદનો મૃત્યુદર 6.12 ટકા થયો છે. 06 દિવસમાં મૃત્યુ દરમાં અસામાન્ય વધારો થયો છે.
30 એપ્રિલે 248 કેસ અને 12 મરણ ,
1 મે ના રોજ 267 કેસ અને 16 મરણ ,
2 મે એ 243 કેસ અને 20 મરણ,
3 મે એ 270 કેસ અને 21 મરણ,
4 મેના દિવસે 251 કેસ સામે 26 મરણ
5 મેના રોજ 336 કેસ અને 39 મરણ છે.
આમ, છેલ્લા 06 દિવસમાં 1615 કેસ અને 134 મૃત્યુ થયા છે. તેમજ મૃત્યુ દર 8.29 ટકા થયો છે.
અમદાવાદમાં મે મહિના ના પ્રથમ પાંચ દિવસ માં 1367 કેસ અને 122 મૃત્યુ નોંધાયા છે.
કુલ કેસના 31 ટકા કેસ અને 45 ટકા મોત મે મહિનામાં જ નોંધાયા છે.
ગુજરાતી
English

