કોંગ્રેસને નાપાસ જાહેર કરતું PAAS, પીઠમાં કુહાડો મારતા પરેશ ધાનાણી, રાતના શું થયું ?

congress
congress

ગાંધીનગર, 7 ફેબ્રુઆરી 2021

પાંચ વર્ષમાં બધું બદલાઈ ગયું છે. 2016માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગ્રામ્ય વિસ્તારો અને શહેરોમાં કોંગ્રેસને જીતાડવા માટે પાટીદાર અનામત આંદોલન સમિતિએ મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે કોંગ્રેસને PAASની જરૂર નથી. સમય બદલાયો છે. ગુજરાત કોંગ્રેસનું રાજકારણ પીઠ પાછળ ખંજર ભોંકવા માટે જાણીતું છે. કોંગ્રેસ દ્વારા પાટીદારો માટે કરવામાં આવેલા નિવેદન અંગે ભારે આક્રોશ ઊભો થયો છે. કોંગ્રેસ દ્વારા પાટીદારો માટે અને PAAS માટે જે શબ્દો વાપરેલા છે તે પરત ખેંચીને માફી માંગવા અને શિસ્ત ભંગના પગલાં ભરવાની માંગણી ઊભી થઈ છે. રાતના સુરતમાં બેઠક મળી હતી. જેમાં 12 ઉમેદવારો ફોર્મ પરત ખેંચે એવી શક્યતા છે. બીજા પણ કેટલાં ઉમેદવારો તેમાં જોડાશે. કોંગ્રેસ અને પાસ વચ્ચે સમાધાન કરવાના પ્રયાસો હાથ ધરાયા છે.

PAASના નેતાઓ ધાર્મિક માલવીયા અને અલ્પેશ કથીરીયા કોંગ્રેસની સામે આવી ગયા છે. ધાર્મિક માલવીયાને પક્ષે ટીકીટ આપી પણ જીતી શકે એવા બીજા બે PAASના ઉમેદવારોને કોંગ્રેસે ટીકીટ ન આપી. ટીકીટ ન આપવાનું કોઈ કારણ પક્ષ દ્વારા બતાવાયું નથી. પૈસાના વેપલે ટીકીટનો વેપાર થઈ રહ્યો છે. સુરતમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે છેલ્લા કલાકમાં કોંગ્રેસમાં ભડકો થયો હતો. સુરત કોંગ્રેસના વિખવાદનો સીધો ફાયદો ભાજપને કે આમ આદમી પક્ષને થશે.

કોંગ્રેસ માફી માંગે

કોંગ્રેસના પ્રવક્તાએ ગઈકાલે પાટીદારો પર આપેલા નિવેદનથી સમાજ કોંગ્રેસ સામે રોષે ભરાયો છે. સુરતના નેતાઓ માંગણી કરી રહ્યાં છે કે કોંગ્રેસ દ્વારા સત્તાવાર રીતે પાટીદારો અને PAAS અંગે ખરાબ પાટીદારોના બાપની પેઢી જેવ શબ્દો વાપરેલા છે. તે પરત ખેંચે અને સમાજની માફી માંગે. આ માંગણી પ્રબળ બની રહી છે. અલ્પેશ કથીરિયાએ કોંગ્રેસના નેતા જયરાજસિંહ વિશે જણાવ્યું હતું કે, જયરાજ સિંહને ટિકિટ ન મળે ત્યારે મીડિયામાં રોવા માટે બેસી જાય છે. જયરાજ સિંહ આ વરાછા રોડ પર આવીને સભા કરી બતાવે. જયરાજ સિંહથી પાપડના ભાંગ્યો એટલે પાછા કોંગ્રેસમાં આવી ગયા છે.

12 ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકે

કોંગ્રેસ સામે બળવો પોકાર્યો છે અને આ લડાઈ હવે આરપારની બની ચૂકી છે.મોડી રાત્રે સુરતમાં PAASની બેઠક મળી હતી. આ બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારો પણ હાજર રહ્યા હતા. 12 જેટલા ઉમેદવારો ફોર્મ પરત ખેંચવા તૈયાર છે. કેટલાક ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવા અંગે ફરી PAASની બેઠક મળશે. બેઠકમાં ફોર્મ પાછા ખેંચવા અંગે અંતિમ નિર્ણય લેવાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાટીદાર ગિન્નાયા છે. કોંગ્રેસ પાટીદારોને ચૂંટણીમાં પ્રાધાન્ય ન આપવાની વાતે સુરતના PAASના કાર્યકરો ખરાબ મૂડમાં છે.

કોણે કોની ટિકિટ કાપી

વિલાસબેન સંજયભાઈ ધોરજીયાની ટિકિટ કપાવવામાં માસ્ટર ભાજપના પૂર્વ નેતા, પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર અશોક જીરાએ ભજવી હતી. ગાજીપરાને ટિકિટ આપવાની સૂચના પરેશ ધાનાણીએ સોનલબેનને આપી હતી. વિજય પાનશેરીયાની ટિકિટ કપાવનાર દિનેશ સાવલિયા છે. સુહાગિયાને ટિકિટ અપાવનાર તુષાર ચૌધરી અને નિલેશ કુંભાણી છે. તેથી કોંગ્રેસના આંતરયુદ્ધમાં પાટીદાર સમાજને તમામ તબક્કે નુકસાન થયું છે. ઝઘડો ધીરેન લાઠીયાથી થયો હતો. 3 નંબર વાળા તેમાં તૂટી પડ્યા હતા. બે મહિનાઓને પસંદ કર્યા હતા. 3 નંબર વાળાએ 17 નંબર સાથે માથું મારવાની કોઈ જરૂર નથી.

PAASના કારણે કોંગ્રેસને 22 બેઠકો મળી

વરાછા અને તેની આસપાસના 7 વોર્ડની 28 બેઠકોમાંથી 22 બેઠકો કોંગ્રેસ જીતી હતી. તેનો યશ PAASને મળતો હતો. કારણ કે આખા સુરતમાં કોંગ્રેસને માંડ 36 બેઠકો મળી હતી. હવે PAAS સાથે ન રહેતા અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સુરતના જ હોવાથી તેઓ કોંગ્રેસનો હવે સફાયો કરશે. 2011માં કોંગ્રેસને માંત્ર 1 બેઠક મળી હતી. તેની સ્થિતી પાટીલ આ વખતે કરશે. જેમાં PAAS કોંગ્રેસની વિરૂદ્ધ કરેશે. નાલેશી અમિત ચાવડા, ભરત સોલંકી, પરેશ ધાનાણીની થશે.

સભા ભરી જૂઓ

ધાર્મિક માલવીયા, અલ્પેશ કથીરીયા અને PAASના યુવાના કાર્યકરોએ જાહેરમાં

કોંગ્રેસને પડકાર ફેંકીને કહ્યું છે કે ભાજપને અમે અમારી તાકાત બતાવી હતી. એજ તાકાતથી કોંગ્રેસને જીત અપાવી હતી. હવે કોંગ્રેસ પોતાની તાકાત બતાવે. સુરતમાં કોંગ્રેસના નેતાઓ સભા કરી બતાવે. કોંગ્રેસના હાર્દિક પટેલ સિવાયના કોઈપણ નેતાને વરાછામાં સભા કરવા માટે પડકાર ફેંક્યો છે. અલ્પેશ કથીરિયાએ સ્પષ્ટ કહ્યું છે કે કોંગ્રેસમાંથી કોઈપણ નેતાને વરાછા વિસ્તારમાં સભા કરી જૂએ.

નેતાઓ ફરી ગયા

સુરત કોંગ્રેસમાં ધમાસાણ ચાલી રહ્યું છે. આમ થવાનું કારણ કોંગ્રેસે PAASના નેતાઓને 3 ટીકીટ આપવાનું વચન આપ્યું હતું. હાર્દિક પટેલ અને કોંગ્રેસના ઘણાં નેતાઓ સાથે PAASના નેતાઓને વાત થઈ હતી. તેમાંથી માત્ર માલવીયાને જ આપી હતી. કોંગ્રેસે વચન ભંગ કર્યો હતો. સુરતના વોર્ડ નંબર 17માં ટિકિટ માંગી હતી. તે પ્રમાણે ન આપવામાં આવતા ફોર્મ ન ભરવાનો ધાર્મિક માલવિયાએ નિર્ણય કર્યો હતો. હાર્દિક પટેલે પક્ષને કહ્યું હતું કે સારા અને મજબૂત લોકોને ટીકીટ આપો. પણ પક્ષે તેમ કર્યું નહીં. હવે કોંગ્રેસને ગુજરાતમાં મહાનગરની 50 બેઠકો પર કોંગ્રેસ હારશે. જેની જવાબદારી પરેશ ધાનાણી અને ભરત સોલંકીને લેવી જોઈએ.

કોણ કપાયું

PAAS તરફથી હાલના કાઉન્સીલર વિજય પાનસેરીયા, વિલાસબેન સંજયભાઈ ધોરાજીયા કે જેઓ પાટીદાર અનામત આંદોલનમાં પાટીદારો પર થયેલા કેસો નિશુલ્ક લડનાર વકીલ સંજયભાઈ ધોરાજીયાના પત્નીની ટીકીટ આપવા નક્કી કરાયું હતું.

પરેશ ધાનાણીનું રાજકારણ

આ પાછળની રાજરમત એ હતી કે જો આ 3ને ટિકીટ આપવામાં આવે તો PAASના પૂર્વ નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં મજબૂત બને. PAAS મજબૂત બને. જે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને કોઈ રીતે મંજૂર ન હતું. તેથી તેમણે  ટીકીટ કપાવીને પોતાના મળતીયાને અપાવી હતી. બીજી ટીકીટ કપાવવાની રમત ભરત સોલંકી તરફથી રમવામાં આવી હતી. તેથી આ બન્ને નેતાઓને PAAS દ્વારા વિભિષણ જાહેર કર્યા હતા.

તો હાર્દિક મજબૂત બને

હાર્દિક પટેલની કેડર સુરતમાં ઊભી થાય તો પરેશ ધાનાણીનું મહત્વ ઘટે તેમ હતું. તેથી તેમણે ટીકીટ કપાવીને પોતાના મળતીયઓને અપાવી હતી. ધાનાણીએ અલ્પેશ કથીરીયા સાથે 10 ટીકીટ આપવાના વાયદાઓ કરી ને તેને જ અંધારામાં રાખ્યા અને રાતો રાત ઉમેદવારો બદલી દેવાયા હતા.

દગો કરાયો

સોનલ પટેલ સુરતના પ્રભારી છે.

પરેશ ધનાણીના ઈશારે તેઓ ચાલ્યા હતા. પછી આ બન્ને નેતાઓ ગઈકાલે ગુમ થઈ ગયા હતા. છેલ્લી ઘડીએ ટીકીટ કાપીને દગો કરનારા પરેશ ધાનાણીએ PAASના નેતાઓના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. કોંગ્રેસને હરાવવા પૂરી તાકાત લગાવી દઈશું. કોંગ્રેસના નેતા હાર્દિક અને મારી પીઠ પાછળ ખંજર માર્યું છે, દગો કર્યો છે.  કોંગ્રેસે પોતાના પગ પર કુહાડી મારી છે. મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ 1 સીટ પર હારી ગઈ છે.

2021 નહીં 2022માં પણ સામે

માલવિયાએ જાહેર કર્યું છે કે, PAAS અને હાર્દિકની તાકાત 2015 અને 2017માં જે હતી તે આજે 2021માં પણ છે. 2022 અને 2014માં પણ હાર્દિકની તાકાત રહેશે. સુરતમાં 15 ઉમેદવારો ફોર્મ પરત ખેંચવા અમે પ્રયાસો કરવાના છીએ.

કોંગ્રેસ અમારા નામે ફાયદો લઈ જતી હતી. તે હવે ફાયદો નહીં મળે.

માત્ર બે ટીકીટ માંગી હતી તેમાં, મારી સાથે રાજનીતિ કરી છે. મારી સાથે દગો થયો છે. મારા દમ પર અને તાકાત પર રાજનીતિ કરીશ.

બીજા પણ ફોર્મ પરત ખેંચશે

અલ્પેશ કથીરીયાએ જાહેર કર્યું હતું કે, વોર્ડની પેનલ માંગી હતી. જો પેનલ જ ન હોય તો પછી ચૂંટણી લડવાનો કોઈ મતલબ ન હતો. તેથી ફોર્મ ભર્યું નથી. 6 વોર્ડમાં અમારા ઉમેદવારો છે. તે ફોર્મ પરત ખેંચી એવા પ્રયાસો કરવાના છીએ. પાટીદારો ફોર્મ પરત ખેંચશે. ભાજપ કે કોંગ્રેસ માટે નહીં પણ

સીસ્ટમ સામે લગતું PAASનું આ સંગઠન છે.

કોંગ્રેસે ઉપયોગ કરી લીધો

PAASને કોઈ પક્ષ સાથે લેવાદેવા નથી. સ્વમાનનો સવાલ છે. દરેક રાજકીય પક્ષો યુવાનોનો ઉપયોગ કરી રહ્યા છે. રણનીતિ નક્કી કરશે. ભાજપે તાકાત જોઈ હવે કોંગ્રેસ અમારી તાકાત જોઈ લે. કોંગ્રેસ એવું માનતી હોય કે જરૂર હતી, ત્યારે PAASનો ઉપયોગ કરી લીધો. હવે તેને ફેંકી દો. પણ હવે કોંગ્રેસ જોઈલે કે અમારી તાકાત હજું પણ છે. ગુજરાતના યુવાનો શું કરી શકશે તે હવે કોંગ્રેસ જોશે. ભાજપે અમારી તાકાત માપી લીધી છે. અમે હવે કોંગ્રેસને અમારી તાકાદ બતાવીશું. પાર્ટીએ અંધારામાં રાખી PAASના બે નેતાની ટિકિટ કાપી હતી. તેમ કથીરીયાએ જાહેર કર્યું હતું.

ગઢના કાંગરા ખરશે

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોર્ડ નંબર 3 વરાછા-સરથાણા-સીમાડા વોર્ડ પાટીદારોનો ગઢ છે. ત્યાં હવે કોંગ્રેસને જીતવું ભારે પડશે. ભાજપ કે આપને મદદ કરનારી બી ટીમ PAASની બની હશે. કોંગ્રેસને સત્તા જોઈતી નથી. તેનો અ મજબૂત પૂરાવો છે. કોંગ્રેસને કેમ પતાવી દેવી તે ભરત સોલંકી અને પરેશ ધાનાણી સારી રીતે રાજ રમત રમી શકે છે. તેમાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા તો પોતે ભરત સોલંકીની કઠપુતળી બની ગયા છે. આ ટોળકી 2012, 2017 વિધાનસભા અને લોકસભામાં હારી ગયા બાદ પણ કોંગ્રેસને ખતમ કરવા કામ કરી રહી છે.

ધાર્મિક કોણ છે

સરથાણામાં મોદીની એકતા યાત્રીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સીએમ અને ડેપ્યુટી સીએમના પોસ્ટર પર શાહી ફેંકવાનો ગુનો  PAAS કન્વિનર ધાર્મિક માલવીયા અને PAAS કન્વિનરો સામે 2018માં નોંધવામાં આવ્યો હતો

જેમાં ધાર્મિક માલવિયા, યોગેશ કુંભાણી, આકાશ વાટલીયા, મૌલિક નસીત, મહેન્દ્ર બાલધા અને તુષાર કાછડીયાની ધરપકડ કરાઇ છે.

એક મદદ કરી, બીજાએ દગો કર્યો

ધાર્મિક માલવીયાની ધરપકડને લઇ અમરેલીના બે ધારાસભ્યો વરાછા પોલીસ મથકે પહોંચી ગયા હતા. લાઠી-બાબરાના MLA વિરજી ઠુમ્મરે જાહેર કર્યું હતું કે પાટીદાર યુવાનોને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પાટીદાર યુવાનો સરદારના સંતાનો છે. સરકારે પાટીદારો પરના કેસ પાછા ખેંચ્યા નથી. અમરેલીના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે મદદ કરી તો અમરેલીના બીજા ધારાસભ્ય પરેશ ધાનાણીએ PAASની સાથે દગો કર્યો.