આદિવાસી લોકવાદ્ય પાવરીનું પતન Decline of tribal folk Pavri
આદિવાસી સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે. પાવરી વાદ્ય વગાડનારા કલાકારો ઓછા થઈ ગયા છે. હાલની પેઢીને આ વાદ્ય વગાડવામાં રસ જ નથી.
18 કલાકારો બચ્યા
9 ઓગસ્ટ આદિવાસી દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે 18 પાવરીના કલાકારોએ ભેગા મળીને પાવરી વાદ્ય વગાડયું હતું.
નિષ્ણાંત
ડાંગના પાવરી વાદ્ય બનાવનાર અને વગાડનાર કલાકાર ગણેશભાઈ છે. ગુજરાતની આદિવાસી સંસ્કૃતિ પર અભ્યાસ કરનારા શહેરના દુર્ગેશ ઉપાધ્યાય છે.
પાવરીનું મહત્વ
પાવરી એ આદિવાસી લોકવાદ્ય છે. જેની સાથે આદિવાસીઓેનું ધાર્મિક મહત્વ જોડાયેલું છે. શ્રાવણી કાર્તિક પૂર્ણિમાના દિવસે, લગ્ન પ્રસંગે, દેવને રીઝવવા માટે આ વાદ્ય વગાડવામાં આવે છે. મહારાષ્ટ્રના ધૂલે જિલ્લામાં પાવરી વાદ્ય માત્ર લગ્ન સમયે જ વગાડવામાં આવે છે. પાવરી મોટાભાગે ભાયા કે ડુંગરદેવની પૂજા વખતે વગાડવામાં આવે છે.
પાવરી નૃત્ય
ઢોલકની થાપ, શરણાઈ અને પાવરીના સૂર સાથે આદિવાસી યુવક-યુવતીઓ પાવરી નૃત્ય કરે છે. જે ડાંગના પ્રસિધ્ધ પિરામિડ નૃત્ય તરીકે ઓળખાય છે.
આદિવાસી સમાજમાં અગલ અલગ વાજિંત્રો સાથેનાં તેનાં નાચ પણ આવેલાં છે જેમાં પાવરી દ્વારા પણ પાવરીનાચ કરવામાં આવે છે. પાવરીનાચમાં કુલ 6 પાવરકરો હોય છે. જેઓ પાવરી વાદ્ય દ્વારા અવનવી કરતવો કરતાં હોય છે. પાવરીનાચ વખતે તેઓ પાવરી વાદ્ય સાથે પિરામિડ બનાવે છે. દિવાળી બાદ આ નૃત્ય કરવામાં આવે છે.
પાવરી વાદ્યની બનાવટ
પાવરી એ એક સંગીતનું સાધન છે. જે ખાસ કરીને દૂધીમાંથી બનાવમાં આવે છે. દૂધીને કોતરી, બિયા કાઢી, પોલી કરવામાં આવે છે. અને તેના ઉપલા છેડે વાંસની બે પોલી સળીઓમાં કાણા પાડીને ગોઠવવામાં આવે છે. જ્યારે નીચલા છેડે બળદનું શિંગડુ અથવા તો તાડના પાનનું ભુગળું બનાવીને ગોઠવવામાં આવ છે. વચ્ચેના જોડાણ મધના મીણથી કરવામાં આવ છે. અને પાવરીને પીંછ તથા અનેક જાતનાં ઝુંમરોથી સજાવવામાં આવે છે.
અગાઉ પાવરી બનાવવા માટે ગાય કે બળદના શીંગડાનો ઉપયોગ થતો હતો. જો કે હવે તાડપત્રી ઉપરાંત વાંસળી અને જંગલમાં ઉગતી મોટી પાકેલી દૂધી કે તૂરિયાનો ઉપયોગ થાય છે. એમ નું કહેવું છે.
વાદ્ય ત્રણથી ચાર ફૂટનું હોય છે. જેમાં વિવિધ રંગ કરીને મોરના પીંછાથી શણગારવામાં આવે છે.
દૂધીમા ઉપલા છેડે વાંસની બે પોલી સળીઓમાં કાણા પાડીને ગોઠવવામાં આવે છે. જ્યારે નીચલા છેડે બળદનું શિંગડુ અથવા તો તાડના પાનનું ભુગળું બનાવીને ગોઠવવામાં આવ છે. વચ્ચેના જોડાણ મધના મીણથી કરવામાં આવ છે. પાવરીને પીંછ તથા અનેક જાતનાં ઝુંમરોથી સજાવવામાં આવે છે.
મ્યુઝિયમ
આહવામાં આદિવાસી સંસ્કૃતિ અને તેના વાદ્યોની ઝાંખી કરાવતું એક મ્યુઝિયમ આવેલું છે. જેમાં જુદા-જુદા સમયમાં કેવા પ્રકારની પાવરીઓ બની તેને મૂકવામાં આવેલી છે, જે ખૂબ જ દુર્લભ છે.
મૃત્યુના સમયના વાદ્યો
આદિવાસીમાં મૃત્યુ થાય ત્યારે દંડુકી વગાડાય છે. આદિવાસીઓ ચર્મવાદ્યોમાં સૌથી મોટા રામઢોલ, માદળ, ઢોલકી, દંકુડી અને નગારાનો સમાવેશ થાય છે. અગાઉના સમયમાં જ્યારે કોઈ આદિવાસીનું મૃત્યુ થતું હતું ત્યારે દંડુકી (નાની ઢોલકી) ધીમા સ્વરે વગાડવામાં આવતી હતી. દંકુડી માટીના વાસણ પર ચામડું બાંધીને બનાવવામાં આવે છે.જ્યારે મૃદંગ જેવા દેખાતા માદળ છોટા ઉદેપુર, નસવાડી અને સંખેડામાં કોઈપણ વ્યક્તિના મૃત્યુના બારમાની રાત્રે વગાડવાની પરંપરા છે. જો કે આ પરંપરા હવે ક્યાંક જ જોવા મળે છે.
રામદાસ – પાવરકર
ડાંગ જિલ્લાના મોટા બરડાં ગામનાં પાવરકર રામદાસભાઈ ધૂમ જેઓ નાનપણથી પાવરી વગાડે છે. મુખ્યત્વે ભાયા કાર્યક્રમમાં પાવરી વાદ્ય વગાડવાની સાથે તેઓ પાવરીનાચ લઈ દેશ વિદેશમાં ગયાં છે. આદિવાસીઓનાં સાંસ્કૃતિક કાર્યક્રમ માટે રામદાસભાઈ મધ્યપ્રદેશ, વારાણસી, ગોવા સહિત વિદેશમાં સતત 15 દિવસ સુધી પાવરીનાચ નાં કાર્યક્રમ આપી ચૂક્યાં છે.
પાવરી વગાડનાર પાવરકર પાવરી વાદ્ય દ્વારા રોજીરોટી મેળવી રહ્યાં છે. ભાયા, નવરાત્રી, ગણપતિ વગેરે તહેવારો આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વગેરે માં તેઓ પાવરી વગાડવાનું કામ કરે છે. આ કાર્યક્રમોમાં પાવરી નાચ વખતે પાવરકર પાવરી સાથે જુદી જુદી કળા કરી ખેલ કરતાં હોય છે. પાવરી વાદ્યથી તેઓને રોજીરોટી મળે છે. આ ઉપરાંત દેશ વિદેશ સહિત તેઓ ગુજરાતનાં અન્ય જિલ્લાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઈ ચૂક્યાં છે.
પાવરી વગાડનાર પાવરકર પાવરી વાદ્ય દ્વારા રોજીરોટી મેળવી રહ્યાં છે. ભાયા, નવરાત્રી, ગણપતિ વગેરે તહેવારો આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વગેરેમાં તેઓ પાવરી વગાડવાનું કામ કરે છે. આ કાર્યક્રમોમાં પાવરી નાચ વખતે પાવરકર પાવરી સાથે જુદી જુદી કળા કરી ખેલ કરતાં હોય છે.
શોધ
પાવરીની શોધ ક્યાંથી થઈ અને કોણે કરી એ ચોક્કસ તો ના કહી શકાય પણ પ્રકૃતિ સાથે જોડાયેલા આદિવાસી દ્વારા આ મધુર, કર્ણપ્રિય વાદ્ય સંગીતની શોધ કરવામાં આવી છે. પાવરી વગાડનાર ને પાવરકર કહેવામાં આવે છે. આ વાદ્યને વગાડવામાં માટે સતત ફૂક્યા જ કરવું પડતું હોય છે, અને તો જ સંગીતના મધુર રેલાઓ સાંભળવા મળે.
ડાંગ જિલ્લાના આદિવાસીઓના પોતાના અનેક વાજિંત્રો આવેલા છે જેને પ્રસંગો અનુસાર વગાડવામાં આવે છે. જિલ્લાના આદિવાસીઓ પોતાની જાતે અનેક વાજિંત્રો બનાવે છે. જેને પ્રસંગો અનુસાર વગાડવામાં આવે છે. પ્રકૃતિ સાથે જોડાયેલા આદિવાસી દ્વારા આ મધુર, કર્ણપ્રિય વાદ્યની શોધ કરવામાં આવી છે. પાવરી વગાડનારને પાવરકર કહેવામાં આવે છે. આ વાદ્યને વગાડવામાં માટે સતત ફૂક્યા જ કરવું પડતું હોય છે, જેથી સંગીતના મધુર રેલાઓ સંભળાય છે.