દિલ્હી વિધાનસભાની ચૂંટણી 2020માં ધારાસભ્ય દીઠ સરેરાશ સંપત્તિ રૂ. 14.29 કરોડ છે. 2015માં ધારાસભ્ય દીઠ સરેરાશ સંપત્તિ 6.29 કરોડ રૂપિયા હતી.
પક્ષ મુજબની સરેરાશ સંપત્તિ :
મોટી પાર્ટી આપમાં 62 ધારાસભ્યો રૂ.14.29 કરોડ સરેરાશ સંપત્તિ છે અને ભાજપના ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 9.10 કરોડ છે.
દિલ્હી ઇલેક્શન વોચ અને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) એ દિલ્હી 2020ની વિધાનસભાની ચૂંટણીઓમાં નવા ચૂંટાયેલા તમામ 70 ધારાસભ્યોનું વિશ્લેષણ કર્યું છે.
કરોડપતિ ધારાસભ્યો :
વિશ્લેષણ કરાયેલા 70 ધારાસભ્યોમાંથી 52 (74%) કરોડપતિ છે. 2015માં વિધાનસભાની ચૂંટણી દરમિયાન વિશ્લેષિત 70 ધારાસભ્યોમાંથી, 44 (63%) ધારાસભ્યો કરોડપતિ હતા.
પાર્ટી મુજબના કરોડપતિ ધારાસભ્યો :
આપના 62માંથી 45 (73%) અને ભાજપના ધારાસભ્યોના 8 ધારાસભ્યોમાંથી 7 (88%) પાસે રૂ. 1 કરોડથી વધું છે.
ફોજદારી કેસો
2020 માં વિશ્લેષણ કરાયેલા 70 ધારાસભ્યોમાંથી 43 (61%) ધારાસભ્યોએ પોતાની વિરુદ્ધ ગુનાહિત ખટલા જાહેર કર્યા છે. 2015ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન 24 ધારાસભ્યોમાં (34%) ધારાસભ્યો વિરુદ્ધ ગુનાહિત કેસ જાહેર કર્યા હતા.
ધારાસભ્યો ગંભીર ફોજદારી કેસો સાથે :
37 ( 53%) ધારાસભ્યોએ બળાત્કાર, ખૂનનો પ્રયાસ, મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ સહિતના ગંભીર ગુનાહિત કેસ જાહેર કર્યા છે.
જાહેર કરાયેલા દોષિત કેસોવાળા ધારાસભ્યો : 9 ધારાસભ્યો દોષિત છે.
હત્યાના પ્રયાસ સાથે જોડાયેલા કેસો સાથે : 1 ધારાસભ્ય સામે ખૂનના પ્રયાસનો કેસ જાહેર કર્યો છે (આઈપીસી કલમ -307)
મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ સાથે સંબંધિત કેસ :
13 ધારાસભ્યો સામે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ છે. આ 13 ધારાસભ્યોમાંથી, 1 ધારાસભ્યએ બળાત્કારને લગતા કેસો જાહેર કર્યા છે (આઈપીસી કલમ -666)
પક્ષ મુજબના ધારાસભ્યો :
આપના 62 ધારાસભ્યોમાંથી 38 (61%) અને ભાજપના 8 ધારાસભ્યો 5 (63%) વિરુદ્ધ ગુના જાહેર કર્યા છે.
પક્ષ મુજબના ગંભીર ગુના :
આપના 62 ધારાસભ્યોમાંથી 33 (53%) અને ભાજપના 4 ધારાસભ્યોમાંથી (50%) સામે ગંભીર ગુનાહિત જાહેર કર્યા છે.