કેન્સર, કિડની, હ્રદય રોગમાં સારો ફાયદો કરાવતી પોઈની વેલની માંગ વધતાં ખેતી થવા લાગી 

ગાંધીનગર, 14 જૂન 2021
વિજ્ઞાનીઓના મતે 300-400 ગ્રામ લીલા શાક અને ભાજી રોજ ખાવા જોઈએ. જેમાં 116 ગ્રામ પાંદળાની ભાજી ખાવી જોઈએ. તો તે સંપૂર્ણ આહાર ગણાય છે. હેક્ટરે 150થી 300 ક્નિન્ટલ ઉત્પાદન મળે છે. 10-15 દિવસે પાણી આપવું પડે છે. ગુજરાતમાં ભયાનક રોગના 1.20 લાખ દર્દીઓ માટે આવેલ ફાદાકારક છે.

રોજ 150 ગ્રામ લીલા પાનની ભાજીનો રસ પીવામાં આવે તો તે શાક કરતાં વધું ફાયદો કરે છે. હવે ગુજરાતમાં લોકો શાક અને ભાજી વધું ખાવા લાગ્યા છે. તેમાં ઘરની વાલ્કની કે વરંડામાં સાવ મફતમાં કોઈ રોગચાળા વગર થતી પોઈની ભાજીને ખાવાનું ચલણ એકાએક વધવા લાગ્યું છે. તેની પાછળના આરોગ્યના કારણો છે. તેથી ખેડૂતો હવે પોઈની ભાજીની ખેતી કરવા લાગ્યા છે. તેની સારી માંગ નિકળી છે.

પોઇ ભાજી (બેસેલા આલ્બા) જાંબલી ભાજી કેન્સરને રોકી રાખતી હોવાથી માંગ વધતા ખેતી વધી રહી છે.

દેખાવે મુલાયમ, કોમળ અને માયાળુ વેલ એટલે પોઈ. તેના પાન લીલા પછી ઝાંબલી દેખાવમાં હૃદય આકારના હોય છે. તેનો આરોગ્યમાં ઉપયોગ વધી રહ્યો હોવાથી હવે તેની કચુંબર, ભાજી, દાળ સાથે કે ભજીયા બનાવીને ખાવનું પ્રમાણ વધી રહ્યું છે. પાન માંસલ, જાડા હોય છે. ગુલાબી રંગના ફૂલ છે. ફળ પાકે ત્યારે જાંબલી રંગના બની જાય છે. ભરપુર ડાળીઓ ફૂટે છે. એક વર્ષનો વેલો ઉનાળામાં મોટા પ્રમાણમાં થાય છે. લોકો હવે ઘરની ખુલ્લી જગ્યા, ધાબા કે બાલ્કનીમાં વેલ ઉગાડે છે.

કૂણા પાનની ભાજીનો ઉપયોગ રસ, સલાડ, શાક, દાળમાં, ભજીયામાં થાય છે.

તત્વો
100 ગ્રામ પાનમાં 26.7 ટકાથી વધુ વિટામિનની એની માત્રા સમાયેલી છે. પોઇમાં અનેકગણું વધુ આયર્ન છે, 10 મિલિગ્રામ હોય છે. 21 માં 35 મિલિગ્રામ ફોસ્ફરસ છે. આયર્ન અને વિટામિન સી બંને વધુ હોય છે.વિટામિન સી, આયર્ન, કૅલ્શિયમ, વિટામિન એ, પ્રોટીન, પોટેશિયમ, ફોસ્ફરસ તથા ઍન્ટિ – ઑક્સિડન્ટ, લ્યુટેન,  બીટા કેરોટિન છે. 100 ગ્રામ પાંદડામાં 90.8 ગ્રામ પાણી, પ્રોટીનનું 2.8 ગ્રામ, ચરબીનું 0.4 ગ્રામ, કાર્બોહાઈડ્રેટનું 4.2 ગ્રામ, 260 મિલિગ્રામ હોય છે. કેલ્શિયમ, 35 ગ્રામ. ફોસ્ફરસ, 7440 એમસીજી કેરોટિન, 0.03 મિલિગ્રામ. થાઇમિન, 0.16 મિલિગ્રામ. રાયબોફ્લેવિન, 0.5 મિલિગ્રામ. નિયાસીન અને 11 મિલિગ્રામ. વિટામિન ‘સી’ મળી આવે છે.

ફાયદા
વિટામિન-A,C, કેલ્શિયમ, ફોલેટ, થાઇમિન, રિબોફ્લેવિન, કેલ્શિયમ, આયર્ન, કોપર, ઝિંક, મેંગેનીઝ અને મેગ્નેશિયમનો સારો સ્રોત પણ છે, જે ઘણી બીમારીથી બચાવવામાં મદદ કરે છે. તે બારમાસે મળતી લીલી શાકભાજી છે.
લોહિ વધારનાર, મૂત્રવર્ધક, બળતરા મટાડનાર, ભૂખ, ડિપ્રેસેન્ટ, ઉપશામક, બળવાન, પોઇ ભાજી હાડકા અને દાંતને મજબુત બનાવવાની સાથે સાથે પેટને સ્વસ્થ રાખે છે. શરીરમાં લોહી વધારે છે અને રોગો સામે લડવાની શક્તિ આપે છે. ગેસ્ટ્રિક તકલીફો, અલ્સર, આંતરડા, પિત્તાશય, કિડનીનો પત્થર,  ગાંઠ ઓગાળે, પેસ્ટ લગાવવાથી ખીલ, ફોલ્લીઓ, ત્વચામાં ફાયદો કરે છે. માથા પર પોઇ મૂળ કે સંપૂર્ણ વેલો બાંધવાથી ઊંઘ આવી જાય છે. પાનને પાણીમાં પીસીને પીવાથી ઝેરી અસર ઓછી કરે છે. શરીરને સ્કૂર્તિલું રાખે છે. યાદશક્તિ વધારે છે. કેન્સરને દૂર રાખવામાં ઉપયોગી છે. હૃદય તંદુરસ્ત રાખે છે. ચામડી, હોઠ, આંખનું તેજ વધારવામાં મદદરૂપ છે.
કિડનીના દર્દીઓને ડાયાલિસિસથી દૂર કરતી પુર્ણનવા દવા પોઇ ભાજીથી તૈયાર કરવામાં આવી છે.

પિત્ત, રક્તપિત્ત, ઝાડા, કફ દૂર કરે છે. તેના રસ શરીર પર હાડકાં સાંધવા માટે પટ્ટા કે સળીયાથી નાખવામાં આવે છે. તેનાથી બર્નિંગ અને ખંજવાળ ઓછી થાય છે.
લોહી અને પિત્તની ગરમી વધે છે, ત્યારે શાંતિ મળે છે.
ગોનોરિયામાં પાનનો રસ ફાયદો થાય છે.
તેને ખાવાથી ઊંઘ આવે છે, તે એફ્રોડિસિઆક છે.
ત્વચા અને ગળાના ભાગોને નરમ પાડે છે.
ઉનાળાના તાવને અટકાવે છે.
અગ્નિથી દાઝી ગયેલી જગ્યા પર તેને ફરીથી અને ફરીથી લગાવવાથી ફોલ્લીઓ થતી નથી અને શાંતિ મળે છે.
પાનનો રસ પીવાથી પેશાબમાં બળતરા અને દુખાવો બંધ થાય છે.

1.20 લાખ દર્દીઓને સીધો ફાયદો થઈ શકે
ગુજરાતમાં 10 હજાર કિડની, 80 હજાર કેન્સર, 28 હજાર હ્રદય રોગના દર્દીઓ મળીને આ 3 રોગના 1.20 લાખ દર્દીઓને પોઈની વેલ સારો ફાયદો કરાવી શકે છે.

તેના પાનને મીઠું, કાંજી અને છાશ સાથે પીસી લગાવી દેવાતાં ગાંઠ ઓગળી જાય છે.

ગુજરાતમાં 1.50થી 2 લાખ કેન્સરના દર્દી છે. વર્ષે નવા 80 હજાર દર્દી આવે છે. 10 વર્ષમાં અમદાવાદમાં 4.8 ટકાના દરે કેન્સર વધી રહ્યું છે. જેમાં 22 ટકા મોંઢાનું, 11 ટકા જીભ, 10 ટકા ફેફસા, 4 ટકા અન્નનળી, 4 ટકા લ્યુકેમીયાનું કેન્સર જોવા મળે છે. મહિલાઓમાં 21.5 ટકા સ્તનનું, 14.23 ટકા ગર્ભાશય, 8 ટકા મોઢાનું કેન્સર જોવા મળે છે. કેન્સરથી દૂર રાખવાની અદભૂત શક્તિ પોઈની વેલના રસમાં અને કાચા સલાડમાં છે. તેના ભજીયા ખાવામાં વપરાશ વધી રહ્યો છે.

અમદાવાદની ઈન્સ્ટિટ્યુટ ઑફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટરએ ગુજરાતમાં 12 લાખ ડાયાલિસિસ કર્યા છે. 469 મશીનોથી એક મહિનામાં લગભગ 22500 ડાયાલિસિસ કરે છે. ભારતમા દર વર્ષે 1 થી 1.50 લાખ કીડનીની જરૂર પડે છે પણ માત્ર 3500થી 4000 જેટલી કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે. રાજ્યમાં 40 થી વધૂ ટ્રાન્સપ્લાન્ટ શક્ય બની રહ્યાં છે પરંતુ તે પણ ઓર્ગન ડોનેશન પર આધાર છે. શહેરમાં તો 300થી વધૂ દર્દીઓ દાતાની રાહ જોઈ રહ્યાં છે.

ગુજરાતમાં હ્રદયરોગ એકદમ વધી રહ્યો છે. 108ને 2010માં 18,647 અને 2021માં 28201 કોલ હ્રદયરોગના હુમલાના આવ્યા હતા. 31-50 વર્ષ રેડ એલર્ટ ઉંમર છે. રૂપિયા 22 હજાર કરોડ હ્રદયરોગ પાછળ ખર્ચાય છે.