દારૂ અને ચવાણામાં વેચાતી લોકશાહી, વેચાણ બંધ કરવા આદેશ કરાયો

સર્વ સમાજ સેના ગુજરાતના મુખ્ય સંયોજક મહિપતસિંહ ચૌહાણ દ્વારા ખેડા જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા ચૂંટણી અધિકારીને આવેદન આપીને
ચૂંટણીના સમયમાં મત ખરીદવા માટે જાહેરમાં દારૂ અને ચવાણા પાર્ટી કરવામાં આવે છે તે બંધ કરવામાં આવી એવી માંગણી કરી છે. જે ઉમેદવાર દારુ ચવાણું વહેચતા હશે તેમની ઉમેદવારી રદ કરવા માટે ચૂંટણી પંચને કહેશે. 22 ફેબ્રુઆરી 2020એ નગરપાલિકાની ચૂંટણી છે.
પહેલા વ્યક્તિ
ખેડા કલેક્ટર આઈ કે પટેલ સમક્ષ જ્યારે માંગણી કરવામાં આવી ત્યારે કલેક્ટરે મહિપતસિંહને કહ્યું કે મારી સમક્ષ આવી રજૂઆત કરનારા તમે પહેલા છો. ચૂંટણીમાં દારૂં અને ચવાણું ન વેચાવા જોઈએ. તમે દારૂ ચવાણા સામે જુબેશ શરૂં કરો હું તમને ટેકો આપીશ.
ખેડા જિલ્લા નિવાસી અધિક કલેક્ટર રમેશ મેરજાએ તુરંત આદેશ આપ્યો કે જ્યાં પણ ચવાણું દારૂ નડિયાદ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં વેચાતું હોય તેમની સામે પગલાં લેવામાં આવે.
ખેડા કલેક્ટર આઈ કે પટેલે ચૂંટણી અધિકારી અને પોલીસ અધિક્ષકને તુરંત લેખિતમાં આદેશ કર્યો છે કે હવે ચૂંટણી થાય ત્યારે આ રીતે દારૂ કે ચવાણું જ્યાં પણ વેચાતું હોય ત્યાં પગલાં ભરવામાં આવે.
નગરપાવિકાંમાં 1.50 લાખ ખર્ચ છે. પણ 20 લાખ ખર્ચ
ધારસભામાં 2.50 કરોડનું ખર્ચ કરે છે. વિધાનસભામાં 100 ગામ હોય તો 1 હજાર મણ ચવાણું જાય છે. 25-30 લાખનું ચણાવું અને દારૂનું રૂ.50 લાખનું ખર્ચ મોટા ભાગે થાય છે. એક મતે રૂ.100થી 500 આપવામાં આવે છે. 1 કરોડ તો રોકડ આપે છે.
ચૂંટણીમાં કરેલો રૂ.2.50 કરોડનો ખર્ચ પરત મેળવવા અને બીજો ખર્ચ કાઢવા માટે બીજો ભ્રષ્ટાચાર કરે છે.
મહિપતસિંહ ચૌહાણ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ચૂંટણીમાં મતદારોને ખરદીવા માટે રોકડ રકમ અને દારૂ – ચવાણું આપી લોકશાહીનું હનન કરવામાં આવે છે. તંત્રને આ બાબતની તમામ જાણ હોવા છતાં આજ દિન સુધી ચવાણા અને દારૂના જલસા સામે કોઈ જ પગલાં ભરવામાં આવતા નથી.
સર્વ સમાજ સેનાના માહિપતસિંહ ચૌહાણે સ્પષ્ટ કહ્યું છે કે જો આવનારી ચૂંટણીમાં આવું કોઈ પણ કામ થયું તો તેમના અંગત લોકો ઘ્વારા વીડિયો ઉતારી  પુરાવા આપશે.  લાગતા વળગતા અધિકરીને સસ્પેડ કરવા પડશે. નહીંતર સર્વ સમાજ સેના આખા ગુજરાતમાં આ બાબતે સત્યાગ્રહ સાથે ઉગ્ર આંદોલન કરશે.
પોલીસને આવેદનપત્ર
જિલ્લા ચૂંટણી અધિકારીને આવદેનપત્ર
200 કે 2 હજાર રૂપિયાનું ચવાણું કે દારુ પિવડાવીને પછી રાજકીય નેતાઓ ચૂંટાઈ આવ્યા પછી કરોડો રૂપિયા ભેગા કરે છે. મતદારોને પછી ગણતાં નથી. કારણ કે ચવાણું અને દારુ પીવડાવી તેમણે મત ખરીદ કરી લીધા હોય છે.